Backwaters tour, kerala in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | બેક વોટર ટૂર કેરાલા

Featured Books
  • જીવન પથ ભાગ-45

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫         ‘જો નિષ્ફળતા તમને મજબૂત બન...

  • શિયાળાને પત્ર

    લેખ:- શિયાળાને પત્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઓ મારા વ...

  • The Madness Towards Greatness - 11

    Part 11 :દિવ્ય સંત ના ગાયબ થયા બાદ મુખ્ય ચુનોતી તો એ હતી કે...

  • ડકેત - 2

    નંદલાલના કાનમાં હજી પણ બંદૂકની ગોળીઓ અને ડાકુઓની ચીસો ગુંજી...

  • સાત સમંદર પાર - ભાગ 4

    પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફ...

Categories
Share

બેક વોટર ટૂર કેરાલા

બેક વોટર ટુર કેરાલા

આ ટૂર વિશે ઘણા લોકોને, હું ગયો ત્યારે ખબર નહોતી. લોકો એર્નાકુલમ અને કોચીન વચ્ચે માછીમારોની ચાઇનીઝ નેટ જાળ બતાવી એક થી બીજા  કાંઠે વીસ પચીસ મિનિટ ફેરવે છે એને જ  કેરાલા મુસાફરીની બોટ રાઈડ  સમજે છે. આ હું વર્ણવું છું તે આખા દિવસની ટૂર, અગાધ જળરાશિ વચ્ચેથી, બેય બાજુ  નાનાં ટાઉન અને ગામો તેમ જ મેનગૃવ એટલે પાણીનાં ઝાડી જંગલ વચ્ચેથી જાય છે. એ દિવસમાં એક જ ટૂર હોય છે. કેટલાક લોકો માને છે એમ લોકો આવે જાય ને બોટવાળાઓ ઉપાડતા જાય એવું નથી. એ ચોક્કસ સમયે ઊપડે, ચોક્કસ સમયે પહોંચે છે. એ બેક વોટર ટૂર નું સંચાલન કેરાલા ટુરિઝમ કરે છે

લગભગ દર બુધવારે એ કેરાલા ટુરિઝમ ની રાઇડ બંધ હોય ત્યારે પ્રાઇવેટ ઓપરેટર એ જ પ્રાઈસમાં  એ ચલાવે છે. જો કે હવે જાણવામાં આવ્યું કે થોડાં  વર્ષોથી પ્રાઇવેટ ઓપરેટર્સ પણ સવારે આવી ટૂર ઉપાડે છે.

અમે એ આખા દિવસની બેક વોટર  ટૂર માટે સવારે 7 વાગે ત્રિવેન્દ્રમથી નીકળી કોટ્ટાયમ ગયા. ત્યાં 9.15 આસપાસ પહોંચ્યા. એમ ત્રિવેન્દ્રમ થી કોટ્ટાયમ કાર દ્વારા સવાબે  થી અઢી કલાકનો રસ્તો છે. ત્યાંથી બેકવોટર ટ્રીપ  અલાપુઝા અથવા એલપ્પી શહેર સુધી અગાધ નદીઓમાંથી જાય છે તે ટ્રીપમાં જવા ટિકિટ લીધી. એ ટુર સવારે સવાદસ વાગે ઉપડી સાંજે સાડાચાર કે પાંચ વાગે અલાપુઝા ઉતારે છે. અમારી બોટમાં ત્રીસેક પ્રવાસીઓ હતા. એવી બે કે ત્રણ હોડી એક જ ટાઈમે ટુરિઝમ વાળા ટિકિટ ત્યાં કાઉન્ટર પર આપી અથવા એજન્ટોએ બુક કરેલી જોઈ ઉપાડે. 

સાથે તેમની ગાઇડ સ્ત્રી પણ હતી. 

અહીં કેરાલામાં સ્ત્રીઓ  મુક્તપણે આ બધા પ્રોફેશનમાં કામ કરે છે. એક ડેમ જોવા ગયાં ત્યાં મોટરબોટ અને સ્પીડ બોટ ડ્રાઇવર પણ સ્ત્રીઓ હતી! 

હા, હવે ખ્યાલ નથી પણ વીસ વર્ષ અગાઉ ત્યાં તમે એકલા પુરુષ એકલી સ્ત્રી સાથે વાત ન કરી શકો. મેં એક મ્યુનિ. બસ સ્ટોપ પર એક નોકરી કરતી લાગતી સ્ત્રીને અમુક રૂટ ક્યાં જશે એ પૂછ્યું. તે શરમાઈ ગઈ અને જવાબ ન આપ્યો. કોઈ પુરુષ કહે અહીંની સંસ્કૃતિમાં એકલો પુરુષ એકલી સ્ત્રી સાથે વાત ન કરી શકે!  રસ્તો પૂછવા જેવું પણ નહીં! એનો પતિ કે કોઈ સાથે હોય તો પુરુષને પૂછવાનું 

તો અમારી એ મોટરબોટમાં રસ્તે ધમધમાટ કરતી કોઈ સ્પીડબોટ તો કોઈ એકલદોકલ બહાદુર કન્યાને સેર કરાવતી પ્રાઇવેટ બોટ સામી મળે. ફીણ અને મોજાં ઉડાડતી જાય. સામેવાળા  આપણી સામે હાથ હલાવે. તેવી બોટ્સમાં હનીમૂન કપલો કે વિદેશીઓ હતાં. અમારી સાથે પણ વિદેશીઓ હતા.

બેય બાજુ  નાનાં નાનાં ગામો આવતાં ગયાં. એનાં ખાસ જાતનાં મકાનો, બહાર નારિયેળી તો હોય જ, અનેક જાતનાં ઝાડ અને ઉપર  જાયન્ટ સાઈઝના વેલાઓ હતા. મકાનો  પર શંકુ આકારનાં છાપરાં હતાં. 

ત્યાં રસ્તે આપણે સ્કૂલરીક્ષાઓ  હોય તેમ કાંઠે બાળકોને લેવા મુકવા સ્કૂલ બોટ્સ હતી, બાળકો પાટિયા પર થઈને બોટમાં ચડે અને નાવિક  બોટ પર પાટિયું મૂકી હાથ આપી  બાળકોને લે.  પછી કાંઠેથી મા ઓ તે બાળકોને હાથ હલાવી આવજો કરે.

કદાચ લોકોને નજીકના શહેરમાં કાંઠે રહેતા લોકોને ઓફિસ લઈ જતી બોટ્સ પણ જોઈ.

ગાઢ નારીયેળીઓ અને મેનગૃવ વચ્ચેથી, એનાં જંગલો વચ્ચેથી બોટ પસાર થઈ. મધ્યાન્હ થવા આવે ત્યારે માંડ ઉપર ખુલ્લાં આકાશમાં તડકો દેખાય બાકી ગીચ ઝાડી વચ્ચેથી બોટ પસાર થાય ત્યારે પ્રમાણમાં અંધારું હતું.

એક જગ્યાએ જમવા એક ટાપુ પર  બધી બોટ્સ એક સાથે ઉભી રાખી.  ત્યાંની ખાસ ડીશો સાથે ઝીંગાનું અથાણું અને તળેલી નાની માછલીઓ પણ પીરસાયાં. અમને છાશમાં સુકવી તળેલી ગુવાર જેવી ચીજો. પાયસમ, ત્યાંના આંબલી મિશ્રિત કેરીના અથાણાં સાથે મોટા પોચા દાણાના ભાત, ચોખાના પાપડ અને મોરવલ્લમ એટલે પાતળી છાશ આપી.

નમતા બપોરે ક્યાંક ત્યાંનાં અલગ જાતનાં ચા કોફી પીવા ઉભાડયા જ્યાં આપણાથી વધુ તીખી, સહેજ મીઠી અને મોટાં પાન વાળી તુલસીનાં પાન ખાધાં.

અમે  પાછા ત્રિવેન્દ્રમ જવા પ્રાઇવેટ ટેક્સી કરી ન હતી કેમ કે બોટ પકડવાનું અને ઉતરવાનું શહેર એકબીજાથી દૂર હતાં.

કોટ્ટાયમથી  નમતી સાંજે ઉતરી બસસ્ટેન્ડ તો ગયા પણ બસોના બોર્ડ મલયાલીમાં. કન્ડક્ટર, ડ્રાઈવર ન હિન્દી સમજે ન અંગ્રેજી. કંટ્રોલ કેબિન વાળો માંડ સમજ્યો પણ એણે  સમજાવ્યું એ અમને ન સમજાયું. આખરે કોઈ સર્વિસ કરતા માણસે બસ બતાવી. બસ પકડી ત્રિવેન્દ્રમ ટુરિસ્ટ હોમ પરત આવ્યા.

બ્રહ્મપુત્રા નદી, કહે છે ક્યાંક 38 કિમી જેવી પહોળી છે. અહીં પણ બેકવોટર ના બે ત્રણ કિલોમીટર પહોળા કાંઠાઓ હતા જ્યાં  એકેય બાજુ સામો કાંઠો દેખાતો ન હતો, તો અમુક જગ્યાએ આપણા ટુ લેન રોડ જેટલી જ પહોળી જગ્યા વચ્ચેથી મેનગૃવ માંથી બોટ પસાર થયેલી અને  ન દેખાતી કોઈ સામી બોટ  માટે મોટું ભૂંગળું વગાડતી જતી હતી.

કેરાલા મુસાફરી કરો ત્યારે આ  બેકવોટર બોટ રાઇડનો અનુભવ જરૂર લો.

***