Flat number 504 - 1 in Gujarati Horror Stories by vinay mistry books and stories PDF | ફ્લેટ નંબર ૫૦૪ - 1

Featured Books
  • Wisps of Smoke - 38

    Wisps of Smoke (A love, romantic, psychological and paranorm...

  • NAVORA

    NAVORAPrologue — A Flower That Became a DreamSometimes, a bu...

  • The Story of Navaratri

    Navaratri is a nine-day Hindi festival celebrated throughout...

  • Specialz

    "Here you go- master" Yomi sets the cup of tea on the paper...

  • Price Tag on Passion

    The rain lashed against the French windows of Mayur’s pentho...

Categories
Share

ફ્લેટ નંબર ૫૦૪ - 1


નવા ઘરનો એહસાસ જ અલગ હોય છે . આજ રોજ નવા ઘરમાં પહેલો દિવસ છે . બાળપણમાં  જે ઘર જે જગ્યા એ વીત્યુ હોય ત્યાં થી દૂર થવાની ઘટના એક બાળક જાણે ઘર થી દૂર હોસ્ટેલમાં જાય એવુ લાગી રહ્યુ છે. ઘણી મહેનત બાદ બધો સામાન સેટ કર્યોને રાહતનો શ્વાસ લીધો નવી જગ્યા અજાણ વસ્તી માં પોતાની જોવાની રીત પણ બદલાય જાય છે . ટોપ ફ્લોર છે . એટલે બારીની બાર ડોક્યુ કરી ક્યારેક બેસવાની મજા પણ અલગ છે . અને બીજી બાજુ જૂનુ ઘર મન થી દૂર થતુ નથી .. એ પંખાનો અવાજ હજી કાને ભટકાઈ છે જોકે આ નવા રૂમ માં કઈ ખામી નથી આ એસીની ઠંડક માં મારા જૂના ઘરના રૂમની ઠંડકની સરખામણી કરવાનુ મન થાય છે . આ પંખા માં અવાજ નથી આવતો તેમ છતાઈ જૂના ઘરનો પંખો હજી મનમાં ફરે એમ લાગે છે . એ ખટખટ અવાજ માં અલગ શાંતિ હતી . આ નવી જગ્યાનુ મૌન કઈક અલગ લાગે છે . જાણી અહ્યાની શાંતિ માં કોઈ મૌન છે. જે મને કાયમ સંભળાતુ હોય છે . 

     હા હુ એકલોજ રહુ છુ એટલે આટલી ચોકસાઈ થઈ બધી બાબતો મારા મન માં રણકી રહી છે . બારી આગળ બેસુ એટલે એક અલગ જ દુનિયા દેખાય નાના બાળકોનો અવાજ અને ફુકાતો પવન આટલા અવાજ મને નવા ઘરે ભેટ આપ્યા છે . રહી વાત મારી એકલતાની એના થી હું ટેવાયેલો છું . મને શાંતિ માં રહેલી શાંતિને નિચોડવાની આદત છે . પોતાનામાં ઓગળવાની ઈચ્છા અને અનંત વિચારો ગેલેરી માં બેસી પોતાનામાં ધ્યાન કરવુ વાતો કરવી આ બધું ધીરે ધીરે ગોઠવાઈ રહ્યુ છે . નોકરીની માયાજાળ માથી જીવનને અલગ રાખવાની કળામાં હજી ફાવટ નથી આવી આમ કરતા ઘણા વર્ષો અને ઘણા ઘર બદલાયા 

   આ નવી જગ્યા પર વસ્તી ઓછી છે . અને એટલેજ ખૂબ શાંત લાગી રહ્યુ છે . હું જાણે કોઈ ભીડ માંથી નીકળી કોઈ પહાડ તરફ તપસ્યા માટે આવ્યો હોય એમ લાગે છે . જગ્યા અને એના મૌનનુ પોસમોર્ટમ કરતા કરતા મહિનો પૂરો થવા આવ્યો હજી પણ ક્યાંય બહાર જવાનુ મન નથી થતુ . અને હું મિત્રો બનાવવા માં કાચો છુ.  કુટુંબ સિવાય બહાર ક્યાંય પોતાની વાર્તા રજૂ કરવા કોઈની ભરતી જ નથી કરી ખબર નહીં કેમ . મારુ કુટુંબ મારા થી કોસો દૂર છે. મારા સપના પૂરા થવાની રાહ જોઈ રહ્યુ છે . અને એની સાથે મારી એકલતાને ભાગવા એક કન્યા પણ શોધી રહ્યો છે . અને હું નવા નવા શહેરો માં એકજ સપનુ લઈ ફરી રહ્યો છુ . ખબર નહીં આ રેસ માંથી બધુ બાદ કરતા કેટલુ જીવન વધશે. હું મારી સાથે કેવી રીતે રહીશ સપનાને કેમનો પંપાળીશ. મોટિવેશન માટે આ નવા ઘરની બારી ખૂબ વિશાળ છે અહ્યાથી લગભગ આપમેળે મોટાજ સપના આવે છે . અને રાતે ઉંગ પણ સારી આવે છે .

   આજે ઘણુ લેટ થઈ ગયુ લગભગ પોણાએક થઈ ગયા હતા . સોસાયટીના ગાર્ડને હળવેથી અવાજ આપ્યો અને એમની હળવે ઉંગ ખંખરે ઉઠ્યા અને ગેટ ખોલ્યો લિફ્ટ માં ઘરે જવાનુ પણ ખૂબ અલગ લાગી રહ્યું હતુ પણ હવે આ એહસાસ સારો લાગે છે .ગામડા થી શહેર માં આવી જાણે મોટો હોવાનો એહસાસ રોજ જોરથી મન માં ક્યાંક અથડાતો રહે છે . એ સવાર અને રાતની સરખામણી માં ક્યારે બેડ માં આડો પડી જાવ છુ કઈ યાદ નથી રહેતુ અને આવા ઘણા વિચારો સાથે ઘણી રાત અને સવારને હુ હસતા મોઢે આવજો કહી નવા સપના જોતો રહુ છું . સવાર પડી ગઈ રોજના સમય મુજબ ઘરને આવજો કહી કામે નીકળી ગયો 

 ઓફિસથી ઘરે આવાના સમય એવું લાગતું કે વધુ લાંબો થઈ ગયો હોય ટ્રાફિક અને એનો અવાજ ઓફિસથી નીકળ્યા પહેલા મને આ બધા અવાજો હેરાન કરતા આ બધા વિચારો સાથે પાર્કિંગ માં આવ્યો અને એટલા માં ફોન વાગ્યો. 

હેલો… 

સ્કિયોરિટી ગાર્ડ- હા આ તમારો ઘર નંબર કયો 

વિરાજ- અરે કાકા તમે બોલો શુ કામ પડ્યુ 

ગાર્ડ- ચોર આવ્યા હતા પાછળથી...લગભગ બે થી ત્રણ ઘરના તાળા તૂટયા છે . એટલે પૂછવા કોલ કર્યો 

વિરાજ- ૫૦૪ બ્લોક એ 

ગાર્ડ - હુ તપાસ કરી કોલ કરુ તમારે હજી આવતા વાર થસે ને 

વિરાજ - હેલો હેલો…. 

અને કોલ કટ થઈ ગયો હવે જ્યાં સુધી ઘરે નહીં પોહચુ ત્યાં સુધી વિચારો મને અડધા ખાઈ જાશે...