Pranay Bhaav - 1 in Gujarati Women Focused by yeash shah books and stories PDF | પ્રણય ભાવ - ભાગ 1

Featured Books
Categories
Share

પ્રણય ભાવ - ભાગ 1

      નિકટના સંબંધો માં સ્પર્શ એક રીતે તમારા સાથીને તમારી આવડત અને નિયત નો ખ્યાલ આપે છે. તમારા સ્પર્શ થી તમારી કાળજી અને પ્રેમનો અનુભવ થાય છે. સ્પર્શ લાગણીઓ ને આંદોલિત કરે છે. સ્પર્શ એક સંવેદના છે અને ઉત્તેજના પણ..  સ્પર્શથી જ સાથી ને સુરક્ષિત હોવાની અનુભૂતિ પણ થાય છે.. અને સ્પર્શ થી જ ખ્યાલ આવે છે કે તમે પ્રણય માટે તૈયાર છો કે નહી. નકારાત્મક અને કાળજીવિહીન સ્પર્શ દુઃખ અને અસુરક્ષા નો અનુભવ કરાવે છે અને બીજી બાજુ પ્રેમાળ ,આત્મીય અને સંવેદનશીલ સ્પર્શ એક બીજા ને સુખ ની અનુભૂતિ કરાવે છે.

નીચેની ઘટનાઓ વિશે વિચારો 

(૧) ટીનેજ માં અથવા કોલેજ માં પોતાના પ્રથમ પ્રેમી અથવા પ્રેમિકા ને કરેલો પહેલો સ્પર્શ .. હાથ માં હાથ પકડી ને આપેલી વિશ્વાસ અને ભરોસા ની ખાતરી. આંગળીઓ માં આંગળીઓ પરોવીને અનુભવેલી પ્રથમ ચુંબન અને આલિંગન ની અનુભૂતિ.. એક અલગ જ ઝણઝણાટ આખા શરીર માં ફેલાઈ જાય છે.

(૨) હસ્તમેળાપ વખતે જીવનસાથીનો પકડેલો હાથ.. કેવી લાગણીઓ જન્માવે છે?

(૩) તમારા નવજાત બાળકને .. તેની નાનકડી આંગળીઓ ને કાળજી પૂર્વક પ્રેમથી કરેલો પ્રથમ સ્પર્શ.. કેટલી અદભૂત વાત છે. 

(૪) વૃદ્ધત્વ ના સમય માં દંપતીએ એકબીજા ને સાચવવા માટે પકડેલો ઉષ્મા ભર્યો હાથ.

રોજિંદા જીવન માં સ્પર્શ નું અતિ મહત્વ છે.... એમ પ્રણય ક્રીડા અને સંભોગ સમયે પણ સ્પર્શ નું અતિ મહત્વ છે.

આ વિસ્તૃત લેખમાળા માં touch : આર્ટ ઓફ લવ મેકિંગ એટલે કે ફોરપ્લે પર વિસ્તૃત ચર્ચા કરવા માંગુ છું.

 touch, એટલે સ્પર્શ .. આ સૌથી સંવેદનશીલ અને સૌથી વધારે સામીપ્ય ની લાગણી ઉત્પન્ન કરનારી પ્રણય ક્રિયા છે.  સ્પર્શ થી જ તમારા સાથી ના કામ કેન્દ્રો અને શરીર ના અન્ય ભાગો ને સુખ મળે છે.

કામ શાસ્ત્ર સંભોગ દરમિયાન નીચે ના ભાગો માં સ્પર્શ નું અતિ મહત્વ જણાવે છે.

(૦) સહવાસ પહેલા પાર્ટનર ના મસ્તક(સહસ્ત્રાર) અને બન્ને આંખની મધ્યમાં (આજ્ઞા પર) ઉત્તેજક અને પ્રેમાળ સ્પર્શ સાથે માલિશ કરવાથી તનાવ અને ચિંતા ઘટે છે. પ્રસન્નતા વધે છે.

(૧) તમારા સાથી ના ગળા પર અને કોલર બોન પર કેટલો પ્રેમાળ સ્પર્શ.

(૨) જીવનસાથી ની છાતી અથવા બન્ને સ્તન પર કરેલો પ્રેમાળ સ્પર્શ.

(૩) નાભિ, કમર અને પેટ ની નીચેના ભાગ પર કરાતો સ્પર્શ.

(૪) સાથી ની પીઠ, અને કરોડ એટલે કે spine ના મૂળ પર કરેલો સ્પર્શ

(૫) સાથી ના પગ ના તળિયે અને પગની આંગળીઓ પર કરેલો ઉત્તેજક સ્પર્શ.

(૬) પીઠની બાજુએ કમર ના અંતિમ, ભાગ પર ગુદા ભાગની સહેજ ઉપર મુલાધાર પર સ્પર્શ અને હળવી માલિશ ઈચ્છાઓ માં વૃદ્ધિ કરે છે.

(૭) તેની ઉપર કમર ના ભાગ ઉપર આવેલા સ્વાધિષ્ઠાન પર સ્પર્શ અને હળવી માલિશ ઉત્તેજના માં વૃદ્ધિ કરે છે.

(૮) તેની ઉપર કમર અને પેટ ની વચ્ચે ના ભાગ માં,પેટ ના અંતિમ ભાગ માં નાભિ ની નજીક અને નાભિ ની આસપાસ માલિશ અને સ્પર્શ કરવાથી ફોરપ્લે નુ સુખ વધે છે.

(૯) તેની ઉપર છાતી ની મધ્ય માં  ડાબી બાજુ હૃદય ચક્ર પર અને સ્તન પ્રદેશ પર હળવી માલિશ અને સ્પર્શ કરવાથી સામીપ્ય ઉત્તેજના વધે છે તેમ જ પ્રસન્નતા વધે છે.

(૧૦) તેની ઉપર ગર્દન ની શરૂવાત માં પીઠ ની તરફ માલિશ કરવાથી સહવાસ ની વૃતિઓ વધે છે.

(૧૧) સ્ત્રી અથવા પુરુષ સાથીના પ્રજનન અંગોનાં પ્રદેશ માં, સંવેદનશીલ સ્પર્શ.. પરંતુ આ ભાગો માં સ્પર્શ સૌથી છેલ્લે કરવો. કારણ કે આ સ્પર્શ સૌથી વધુ ઉત્તેજક હોય છે.

સંભોગ તંત્ર ક્રીડા પ્રમાણે જીવનસાથી ના ૭ ચક્રો એટલે કે ઉર્જા કેન્દ્રો પર કરેલી તેલ માલિશ,પાણી થી કરેલી માલિશ અથવા લ્યુબ વડે કરેલો ઉષ્મા ભર્યો સ્પર્શ પ્રણય સુખ ની અનુભૂતિ માં વૃદ્ધિ કરે છે.સ્પર્શ સાથે ઉત્તેજક વાતો અને ચુંબનો સુખ માં વૃદ્ધિ કરે છે. આ પ્રમાણે યોગ્ય કામ કેન્દ્રો પર સ્પર્શ તરત સાથી ને કામ સહવાસ માટે તત્પર કરે છે. 

શરીર ના જે કેન્દ્રો પર સ્પર્શ અથવા માલિશ કરવાથી પાર્ટનર ને વધુ સુખ મળે તે સ્થાનો મન માં યાદ કરી લેવા. ઇન્ટરકોર્સ દરમ્યાન એ ભાગો પર વધુ સ્પર્શ કરવો. ચુંબન અને આલિંગન દરમ્યાન તે ભાગો ને વિશેષ મહત્વ આપવું.