આમ, તો આર્યા ને જુદી-જુદી વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે. એમાં પણ મમ્મીની વાર્તાઓ તો આર્યાનો આખા દિવસનો ગમતો સમય.મમ્મીના ખોળામાં બેસીને કરેલી ચાંદાની શોધ આર્યા માટે આજે પણ કૌતુકનો વિષય છે.આર્યાનુ ભોળુ બાળપણ, ક્યારેય કોઈની સાથે ન કરી શકે એવી વાતો આ ચાંદાને જોઈને કર્યા કરે.તેના માટે ચાંદો એ કોઈ વિજ્ઞાનનો વિષય છે જ નહી કે નથી બ્રહ્માંડનો કોઈ ઉપગ્રહ.તેના માટે ચાંદો એક શાંત સથવારો ,એ મિત્ર છે જેને મળવા માટે આર્યાને હવે અંધારુ પણ નડતુ નથી .આર્યાને રાતના સમયે શાંત વાતાવરણમાં બસ, એકીટસે ચાંદા સામે તાકીને બેસી રહેવુ બહુ ગમે.ક્યારેક વિચારે ચડી જાય તો તેની મમ્મીને પૂછે કે મમ્મી , આ મારો દોસ્ત ચાંદ દિવસે ક્યાં જતો રહેતો હશે? આકાશની પેલી બાજુ શું હશે?દિવસે મને તારા નથી દેખાતા, એ ક્યાં જતા રહે છે મમ્મી કહો ને! કહો ને મમ્મી....
મમ્મી બિચારી ઘણીવખત આર્યાના આવા અજીબ પ્રશ્નોથી આશ્ચર્ય પામે.આર્યા ના પ્રશ્નો no ઘણીવાર શું જવાબ આપવો એ પણ એવું મનમાં ને મનમાં કહે કે આ આર્યાનુ નાનકડુ એવુ મગજ પણ કેટલુ અને કેવુ કેવુ વિચારતુ હોય છે.તો ય આર્યાના પ્રશ્નો તેની મમ્મીને પણ વિચારતી કરી મૂકે.બસ, રાતનો સમય અને રાત્રીનુ આકાશ આ સમયે આર્યા પોતાના બધા જીજ્ઞાસાભર્યા સવાલો આ ચાંદને જોઈ પૂછ્યા કરે ત્યાંથી ,પ્રશ્નોનો મારો સીધો મમ્મી પર બોલાવવામાં આવે.મમ્મી ચંદ્રમા રોજ કેમ થોડા થોડા નાના થતા જાય, પછી એ ક્યાં જતા રહે?એ શું ખાય તો મોટા થતા જાય?આર્યા ના બાળ सहज પ્રશ્નો
એમાંય, પૂનમનો ચાંદો એટલે આર્યા માટે આટલા દિવસોની રાહ, અને આર્યાને તો પૂનમનો ચાંદ તો તરત જ દિલ અને દિમાગમાં ઊતરી જાય.
આર્યા આજ ખુશ હતી કારણ કે તેને મમ્મીએ પ્રોમીસ કર્યુ હતુ કે, સૂતી વખતે મમ્મી તેને ચાંદામામાની વાર્તા કહેશે,એટલે નાનકડી આર્યા તો એ વાર્તાની રાહ આતુરતાથી રાહ જોઈ રહી હતી.આમ, પણ નાનકડી આર્યાની આંખો રોજ રાત પડેને ચાંદામામા ને આકાશમાં શોધે. ક્યારેક વાદળ પાછળ છુપાઈ ગયેલા चन्दामामा ને...જોયા કરે અને જેવા વાદળ પાછળથી નીકળે અને નાનકડી આર્યા કૂદાકૂદ કરી મૂકે.તેના ચહેરા પર જે ખુશી તે સમયે દેખાઈ તે ખુશી તેને બીજી એકપણ રમતમાં મળે નહી.એવુ ઘેલું લાગ્યું હતું આર્યા ने ચાંદ નું અને ચાંદામામાની વાર્તાઓનું
આજ સવારથી આર્યા મમ્મીની બધી વાતોનુ અક્ષરસહ પાલન કરી રહી હતી.મમ્મીને પણ એ વાતની ખબર હતી કે આજે સાંજે આર્યાને મારી પાસેથી ચાંદામામાની નવી વાર્તા સાંભળવા મળવાની છે, એ ઉત્સાહ અને જીજ્ઞાસા આર્યામાં દેખાઈ રહ્યા હતા.
ઘીમે ધીમે આકાશમાં અંધારું છવાઈ રહ્યુ હતુ , ચાંદામામાને શોધવા આર્યા ક્યારેક બારી માંથી તો ક્યારેક છત પર દોડીને જોઈ આવતી હતી.જેવી મમ્મી કામકાજ કરીને પરવારી તેવી તરત જ આર્યા એને ખેંચીને ચાંદો બતાવવા લઈ ગઈ.
ચાલને, મમ્મી અગાશી પર આજ ચાંદની રાત છે અને આજે આખેઆખો ચાંદ કેટલો સુંદર લાગે છે.મને તો આ ચાંદની રાતમાં ચાંદને જોવાની મજા આવે.
જેવી આર્યા એની મમ્મીને લઈને અગાસી ઉપર પહોંચી ત્યાં તો ચાંદ વાદળ પાછળ સંતાઈ ગયો આથી આર્યાને ચાંદ પર થોડો ગુસ્સો આવ્યો પરંતુ આ ચાંદા સાથેની સંતાકૂકડી ની રમત આર્યા રોજ રમતી
આકાશમાં વાદળછાયુ વાતાવરણ હોવાથી ચાંદાની ચાંદની થોડી ધૂંધળી લાગતી હતી.રાતના સન્નાટામાં ચારેય બાજુ વાતાવરણમાં એકદમ શાંતિ છવાયેલી હતી.ટર...ટર...તમરાનો અવાજ આ વાતાવરણને વધુ જકડી રાખનારુ અનુભવાઈ રહ્યુ હતું.પણ આર્યાને તો ચાંદાની વાર્તા સાંભળવાની ઉતાવળ હતી.
મમ્મી આર્યાને ખોળામાં બેસાડીને હજુ વાર્તા કહેવા જઈ રહી હતી, ત્યાં તો આકાશમાં એક મોટો ઝબકારો થાય છે.થોડીકવાર માટે તો જાણે આખું આકાશ તેજ પુંજથી ભરાઈ ગયું હોય એવો જોરદાર પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો.
આવી ખગોળીય ઘટના ગામના લોકોએ નજરો નજર પહેલીવાર જોઈ હતી.આથી ગામના બધા લોકોની સાથે આર્યા અને તેના મમ્મી પણ આ નજારો જોઈ કૌતુક પામી ગયા હતા . જો તમારે પણ જાણવું હોય કે આ કોઈ ખગોળીય ઘટના હતી કે કોઈ એરોપ્લેન ક્રેશિંગ ની ઘટના . શું શું બન્યું હશે ત્યાં જાણવા માટે વાંચતા રહો ચાંદ સંગ દોસ્તી...ગોષ્ઠી---3