બેકાબૂ થતી આ લાગણી ને ક્યાં રોકી શકાય છે, એ તો હંમેશા એના પ્રવાહ માં વહે છે,
જેમ સમુદ્ર ની ભરતી ઓટ ને રોકી શકતી નથી..
વહતી આ પ્રેમ ની ધારા ને કોણ ક્યાં રોકી શકે છે....
સમજાઈ જાય સઘળું જો શરૂવાત માં તો ક્યાં,
તારી ને મારી કોઈ વાર્તા રચાય છે...
થોડું પોતાનું થોડું પારકું,
સમય જતા સઘળું સમજાય છે કે...
બેકાબૂ થતી આ લાગણી ને ક્યાં રોકી શકાય છે.
તમે જ્યારે કોઈના ગળાડૂબ પ્રેમ પડો છો, ત્યારે તમારું અસ્તિત્વ સાવ ખોવાઈ જાય છે, એ વ્યક્તિ માટે તમે એટલા બધા પોતાની જાત ને સમર્પિત કરી દો છો કે તમારું અસ્તિત્વ દુનિયા સામે પણ સાવ અંજાઈ જતું હોય છે. અને પોતાની જાત ને કદાચ ખોઈ નાખવું ક્યાંક અંશ સુધી હિતાવહ છે પણ હંમેશા માટે ખોવાયેલા રહેવું તો ખરું નથી.
જીવન માં તમને તમારા કામ પછી અને સામેવાળા વ્યક્તિ ને સૌથી પહેલી પ્રાથમિકતા આપવી એ તમારા જીવન ની મૂળભૂત જરૂરિયાત થઈ જતી હોય છે કે એ વ્યક્તિ માટે તમે કઈ પણ કરી છૂટો છો.
કઈ નવું સર્જન કરવા માટે ભાંગી ને તૂટીને ખરી પડવું બહું જરૂરી છે.
જીવન માં જ્યારે તમે એ સમયે છો જ્યારે તમે ખોવાયેલા છો, શરૂવાત ના દિવસો માં તમારી આંખો ઉપર આંધળો પાટો છે ગાંધારી નો, સમય વીતતાં એવું લાગે છે કે હું ખોવાઈ ગયો છું, હું ક્યાં છું આ સબંધ માં, ક્યારે સમજાય છે તમને આ વસ્તુ. આવો જાણીએ એ દરેક વ્યક્તિ ને ક્યારે કઈ જગ્યા અને સંબંધ નથી નીકળી જવું આવડવું જોઈએ, જો એ નહીં આવડે તો લોકો તમારો ઉપયોગ કરવાં ના જ છે.
અમુક લોકો ને મહારથ હાંસિલ હોય છે તમને પોતાના આંગળી ઓ પર ડાન્સ કરવાની, અને પ્રેમ અને લાગણી ના નામ ઉપર તમે એવા ગવાઈ જાઓ છો કે આત્મસન્માન ની તો કોણ જાણે જેમ તમે આહૂતિ આપી દો છો, અને ધીમે ધીમે જ્યારે સમય જતા સમજાય છે કે તમે એ વ્યક્તિ ના જીવન માં ક્યાં પણ પ્રાથમિકતા મેળવી નથી, ભીખ માં તમને થોડો સમય ત્યારે આપે છે જ્યારે એની પાસે કરવા કઈ કામ હોતી નથી, એ વ્યક્તિ જોડે વાત કરવા એને મળવા તમે એને હાથ પણ જોડો છો, પણ એ વ્યક્તિ એના સમયે તમને મળે છે એના સમયે તમારા જોડે વાત કરે છે, સમય સમય પર તમને તરછોડે પણ છે પણ તમે બેકાબૂ લાગણી માં એવા ખોવાયેલા છો કે તમને કઈ દેખાતું નથી , તમને કોઈ ની એવું લત લાગી છે કે એના વગર તો શ્વાસ લેવો પણ કષ્ટ નું કામ બની જતું હોય છે.
જ્યારે જીવન માં એવો સમય આવે કે તમારું શ્વાસ લેવું પણ કષ્ઠદાઈ બની જાય ત્યારે સમજવાનું કે પોતાના જાત નો નવનિર્માણ નો સમય થઈ ગયો છે. તમે તો ભૂલી ગયા તમે કોણ છો પણ ભગવાન તમને ભૂલ્યો નથી, ભગવાન જાણે છે કે આ બધું તમેને વધારે સહન ના કરવું પડે માટે ઈશ્વર તમને આવા લોકો થી દૂર કરે છે.
આવા લોકો થી દૂર થયા પછી તમારા નવનિર્માણ માટે તમે સાવ એકલા થઈ જતા હો છો, તમે છો અને તમારો ઈશ્વર છે એના સિવાય બીજો કોઈ સાક્ષાતકાર છે જ નહીં, ઈશ્વર તમારી સાથે છે, તમારાં પોતાના નવનિર્માણ નો એ પોતે સાક્ષી છે, અને જ્યારે તમે સ્વ સાથે જોડાઓ છો ત્યારે તમને સમય જતા જતા સમજાય છે કે એ વ્યક્તિઓ ક્યારે ખાસ હતી નઈ, ખાસ તો મારી લાગણી હતી જેનો વરસાદ મેં એ વ્યક્તિ ઉપર કર્યો એની વરસાદ તો ખરેખર માટે પોતાની જાત ઉપર કરવાનો હતો.
સ્વ ને મળવા તો બધા થી વિખોટા થાવું પડતું હોય છે, સ્વ નું નવનિર્માણ એ આપણા જીવન ની સર્ધકતા છે. સ્વ ના વિકાસ એ આપણા જીવન ના હેતુ છે ઉદેશ્ય છે, જીવન ના સાચા અર્થ ને સમજી ગયા પછી તમે કોઈને દોષ નથી આપતા બસ ખાલી દરેક વસ્તું ના સ્વીકાર કરીને આગળ વધવા ઝઝૂમો લો છો.