લવ હજી તો મંદિરમાં અંદર દાખલ થઈ રહ્યો હતો અને કોઈ એક નવયૌવના તેને ક્રોસ થઈ... તેને લાગ્યું કે, કાલે જે છોકરી રાત્રે મને મળી હતી તે જ છે આ...! જેની વોટર બોટલ મારી પાસે છે અને મારે તેને તે પાછી આપવાની છે..
તે તુરંત જ પાછો વળ્યો અને તેની પાછળ પાછળ પગથિયાં ઉતરવા લાગ્યો. પેલી છોકરી ધડબડ ધડબડ પગથિયાં ઉતરી રહી હતી અને તેની પાછળ પાછળ લવ પણ ધડબડ ધડબડ, "ઓ મેડમ..ઓ મેડમ.." કરતો પગથિયાં ઉતરી રહ્યો હતો...
લવ તેની બિલકુલ નજીક પહોંચી ગયો તેણે પેલી છોકરીના ખભા ઉપર હાથ મૂક્યો અને તેને જરા જોરથી આંચકા સાથે પોતાની તરફ ફેરવી દીધી અને તે બોલ્યો કે, "સાંભળતી નથી? હું ક્યારનો તને બૂમો પાડી રહ્યો છું."
અને તે શોભો પડી ગયો તે જૂહી નહોતી તેણે પોતાનો એક હાથ પોતાના માથા ઉપર મૂકી દીધો અને તે એક સ્ટેપ પાછો પડી ગયો, "સોરી મેડમ, રોંગ નંબર." પેલી છોકરી તો વિચારમાં જ પડી ગઈ અને ગુસ્સા સાથે બોલી પણ ખરી કે, "કોણ છો તમે? અને કેમ આ રીતે મારી સાથે..." લવ દિલગીરી વ્યક્ત બોલ્યો, "હું જેને શોધું છું તે તમે નથી.. સોરી મેડમ આઈ રીયલી સોરી" અને શરમાઈને નીચું મોં કરીને પાછો મંદિરના પગથીયા ચડી ગયો અને ભગવાનના દર્શન કરવા લાગ્યો અને જરા મુશ્કુરાતાં મુશ્કુરાતાં ભગવાનને કહેવા લાગ્યો કે, "હે પ્રભુ, આ રીતે રોંગ નંબર ન લગાડીશ યાર...!!"
તે થોડીવારમાં દર્શન કરીને પાછો દાદુ જોડે તેમની કેબિનમાં આવીને બેઠો અને ઈન્ડિયામાં અને અમદાવાદમાં જોવાલાયક સ્થળોનું લિસ્ટ કાઢીને વિચારવા લાગ્યો કે, પહેલા કઈ જગ્યાએ જવું અને શું કરવું?
કમલેશભાઈ વોશરૂમમાં જવા માટે ઉભા થયા અને એટલામાં તેમના ટેબલ ઉપર મૂકેલા લેન્ડલાઇન ફોનમાં રીંગ વાગી..
દાદુ ત્યાં હાજર નહોતાં એટલે લવે ફોન ઉપાડ્યો, "સામેથી કોઈ છોકરીનો સુમધુર અવાજ આવી રહ્યો હતો લવ વિચારવા લાગ્યો કે, આ અવાજ ક્યાંક સાંભળેલો હોય તેવું લાગે છે. રાત્રે પેલી ઝઘડાખોર મળી હતી તેના જેવો જ અવાજ છે.. શું તે તો નથી ને..?? પછી થયું ના ભાઈ ના, રીસ્ક નથી લેવું હમણાં મંદિરમાં થયું તેવું થશે. બે મિનિટ તે ચૂપ રહ્યો. સામેથી અવાજ આવી રહ્યો હતો કે, મારે કમલેશ સર સાથે વાત કરવી છે. શું તે મને મળશે? તેમનો સેલફોન મેં ટ્રાય કર્યો પણ લાગતો નથી. લવ અચકાતાં અચકાતાં બોલ્યો, બે મિનિટ હં, પ્લીઝ હોલ્ડ ઓન... અને સામે જૂહી જ હતી તેને પણ લાગ્યું કે, આ અવાજ મેં ક્યાંક સાંભળેલો લાગે છે. અને તેણે તો લવને પૂછી જ લીધું, "તમે કોણ બોલો?" લવના મનમાં જે ગડમથલ ચાલી રહી હતી તેથી તે જરા અકળાયેલો જ હતો એટલે અક્કડમાં જ બોલ્યો, "તમારે જાણીને શું કામ છે, તમારે કમલેશ સર સાથે વાત કરવી છે ને, લો ચાલુ રાખો." અને એટલામાં કમલેશભાઈ આવી ગયા એટલે તેણે ફોન પોતાના દાદુના હાથમાં પકડાવી દીધો અને પોતે પોતાની મોટી મા સાથે ટિફિનમાં શું જમવાનું મોકલાવ્યું છે તે વિશે વાત કરવા લાગ્યો.
કમલેશભાઈએ જૂહી સાથે વાત કરીને ફોન મૂકી દીધો અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. લવને હવે ભૂખ લાગી હતી અને મોટી માએ કહ્યું હતું કે, તારે માટે તારો ફેવરિટ ચોખ્ખા ઘીનો શીરો બનાવ્યો છે એટલે તેને વધારે ભૂખ લાગી ગઈ હતી એટલે તેણે જીદ કરીને દરરોજ કરતાં આજે ટિફિન થોડું વહેલું જ ખોલ્યું અને તે અને તેના દાદુ "અલ્પાબેનના હાથમાં જાદુ છે જાદુ.. જે બનાવે તેમાં મીઠાશ ભળી જાય છે.." તેમ વખાણભરી વાતો કરતાં કરતાં જમવા લાગ્યા.લવ જમીને ઊભો થયો અને હાથ ધોવા માટે કેબિનમાંથી બહાર નીકળવા ગયો તેનું પણ ધ્યાન નહોતું અને સામે આવનાર વ્યક્તિનું પણ ધ્યાન નહોતું અને બંને જોરથી અથડાઈ ગયા અને સામેથી આવનાર વ્યક્તિના હાથમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ હતા તે નીચે જમીન ઉપર પડી ગયા અને તેણે ગુસ્સાભરી નજરે લવની સામે જોયું અને તેને અહીં કમલેશસરની કેબિનમાં જોઈને ભડકી ઊઠી અને બોલી, "તમે..અહીં..?" અને લવ પણ તેને જોઈને ભડક્યો અને જરા જોરથી જ બોલ્યો, "યુ..?" કમલેશભાઈનું ધ્યાન તે બંનેની ઉપર કેન્દ્રિત થયું...વધુ આગળના ભાગમાં....લવ અને જૂ્હીની બીજી મુલાકાત કેવી રહેશે? શું જૂહી કમલેશભાઈની ઓફિસમાં જ જોબ કરે છે કે પછી કોઈ બીજા કામથી તેમને મળવા માટે આવી છે? મારા દરેક વાચકને વિનંતી છે કે આપે ગેસ કરીને મને જણાવવાનું છે કે, "જૂહી કમલેશભાઈની ઓફિસમાં જ જોબ કરે છે કે પછી કોઈ બીજા કામથી તેમને મળવા માટે આવી છે?" આપે આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂરથી આપવો. હું આપના અમુલ્ય પ્રતિભાવની રાહ જોઈ રહી છું. આભાર 🙏😊.આપની જસ્મીના શાહ 'સુમન'દહેગામ
16/4/25