ચેતવણી
માનવીનાં મોઢેથી છેલ્લી ચેતવણી સાંભળીને નીતાબેન, કેવિન, વિપુલભાઈ અને કેવિનનાં મમ્મી- પપ્પા ચૂપ થઈ જાય છે. નીતાબેનને ભરોસો નથી થતો કે તેમની દીકરી માનવી તેમને ચેતવણી આપી રહી છે. નીતાબેનને પોતાના કરેલા ગુના પર જબરજસ્ત પસ્તાવો થઈ રહ્યો છે. તે પોતાની જાતને કોશી રહ્યા છે. માનવી બિચારી એકલી પડી ગઈ છે. તેની વેદના સમજાનારુ ત્યાં કોઈ જ નથી.
કેવિન ભવિષ્યનો ચિંતા કર્યા વગર તેની યુવાનીનાં જોશમાં હોશ ખોઈને નીતા સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠો છે. કેવિનનાં મમ્મી પપ્પા કેવિનને મનાવવાની સંપૂર્ણ મહેનત કર્યા બાદ કેવિન નહિ માને તેમ સમજી તેમની આંખોમાં પણ ભાદરવો ભરપૂર વહી રહ્યો છે.
"બેટા તને બે હાથ જોડું છું. તું કહીશ તે છોકરી સાથે તારું લગ્ન કરાવીશ. તને જે ગમતી હશે તેની સાથે, પણ આ એક સ્ત્રી સાથે લગ્ન કરી તું તારું ભવિષ્ય ના બગાડ. તારી આખી જિંદગી પડી છે." કેવિનની મમ્મી રડતી આંખે પોતાના દીકરા સામે બે હાથ જોડીને ભીખ માંગી રહી છે.
કેવિન કંઈ પણ બોલ્યા વગર મૌન ધારણ કરીને ઉભો છે.
"જો મમ્મી તને એકવાર કહી દઉં કે હું લગ્ન કરીશ તો ફક્ત નીતા સાથે. બાકી કોઈની સાથે નહિ. તારે મને બોલાવવો હોય તો બોલાવજે નહીંતર ના બોલાવતી." કેવિનની નફ્ફટઈભરી વાત સાંભળીને કેવિનની મમ્મીની આંખો પહોળી થઈ જાય છે.
તે કેવિનને એક તમાચો મારી દે છે.
"નાલાયક તારા મોઢેથી આવું સાંભળવા તને મોટો કર્યો હતો."
કેવિન કંઈ પણ જવાબ આપ્યા વગર ઉભો રહે છે.
"તમે ઉભા ઉભા જોઈ શું રહ્યાં છો? આપણો દીકરો હવે આપણા કહ્યામાં નથી રહ્યો. ઘણું તેને સમજાવી દીધું. હવે સમજાવવાનો નહિ કરવાનો સમય આવી ગયો છે."કેવિનની મમ્મી કેવિનનાં પપ્પાને કહી રહ્યાં છે.
"કેવિન તને ખબર છે. તું નાનો હતોને અને જયારે ઘરમાં કોઈ તોડફોડ કરતોને ત્યારે તને તારા બાપનાં મારથી હું બચાવતી. પણ આજે એ ભૂલ હવે મને સમજાઈ રહી છે કે તે દિવસે જો તને તારા બાપનો માર ખાવા દીધો હોતને તો આજે આ વખત ના આવ્યો હોત." ત્યાં તો કેવિનની મમ્મી દ્વારા મળી ગયેલું ગ્રીન સિગ્નલ સમજી ગયેલા કેવિનનાં પપ્પા બાપનાં રૂપમાં આવીને કેવિન પર તૂટી પડે છે.
કેવિનને કોલરથી પકડીને ઢોર માર મારવાનો ચાલુ કર્યો છે. હાથમાં આવેલી સાવરણીથી તેનાં બરડા પર તૂટી પડ્યા છે, પણ નીતાનાં પ્રેમમાં અંધ બનેલો કેવિન માર પણ ચુપચાપ ખાઈ રહ્યો છે. કેવિનને મરાતો ઢોર માર સહનનાં થતાં નીતાબેન જોર જોરથી રડી રહ્યાં છે પણ કરે શું?
"હજુ છેલ્લીવાર ચેતવણી આપું છું. સુરત પાછો ચાલને આ બધું ભૂલી જા." આટલું બોલતાની સાથે કેવિનનાં પપ્પા કેવિન પર સણશણતો ગાલ પર તમાચો મારી દે છે.
"મને મારી નાખશો તો પણ હું લગ્ન તો નીતા સાથે કરીશ. I love you નીતા. "
"આટલો માર પડ્યો પણ હજુ નીતા નીતાનાં જાપ ભૂલતો નથી." કેવિનનાં પપ્પા કંટારીને કેવિનને જોરથી ધક્કો મારે છે. તે ડાઇનિંગ ટેબલ તરફ જઈને પડે છે.
નીતાથી આ બધું સહન ના થતાં તે પણ ગુસ્સામાં આવી જાય છે.
"તમે લોકોએ અમને સમજી શું રાખ્યા છે? આ તમારા બાપનો બગીચો નથી. આ મારું ઘર છે તો આને ઘર રહેવા દો. મારઝૂડ કરવી હોય તો તમારા ઘરે જઈને કરો. અહીંયા અમારી થોડીઘણી રહેલી ઈજ્જતને ધૂળમાં ના ફેરવશો." નીતાબેન ઉંચા અવાજે સિંહણની જેમ કેવિન અને તેનાં પપ્પા પર ટ્રાટકે છે.
નીતા કેવિન પાસે જઈને તેની આંખોમાં જોવે છે. કેવિન પોતાના હાથ વડે નીતાનાં આંશુ લૂછી નાખવા પોતાના હાથ લાંબા કરે છે. પણ નીતા તેનાં હાથને હડસેલી મૂકે છે. જે જોઈને કેવિન સ્તબંધ થઈ જાય છે.
"નીતુ તું કેમ આવું કરે છે. તું તો.." કેવિનને આગળ બોલતો અટકાવી નીતા કેવિનને ગાલ પર જોરથી તમાચો મારી દે છે.
"સાલા નાલાયક તારા કારણે આજે મારી અને મારી દીકરીની ઈજ્જત ધૂળમાં મળી ગઈ. હું તારી સાથે આજે તો શું આવતા સો જન્મમાં પણ લગ્ન નહિ કરું. જે એના જન્મ દેનાર મા બાપનો નથી થયો. તે મારો શું થવાનો? વિપુલભાઈ મારી સાથે લગ્ન કરશો?" નીતાબેનની વાત સાંભળીને કેવિન, માનવી, વિપુલભાઈ અને કેવિનનાં મમ્મી પપ્પા વિચારમાં પડી જાય છે. કોઈને કંઈ સમજાતું નથી.
ત્યાં નીતાબેનની "હું તારી સાથે તો આજે શું,આવતા સો ભવ લગ્ન નહિ કરું." આ સાંભળીને કેવિનનાં મગજમાં એક ગુસ્સો પ્રગટ થઈ જાય છે. તે ડાઇનિંગ ટેબલ પર પડેલું ચાકુ હાથમાં લઈ નીતાબેનનાં ગળા પર મૂકીને કહે છે.
"નીતા તારે આ વિપુલ જોડે લગ્ન કરવા છે ને તો સાંભળ. તું મારી નહિ તો કોઈની નહિ." આટલુ બોલતાની સાથે તે ચાકુ ગળા પર ફેરવી નાંખે છે.
લોહીના ફુવારા ઉડે છે. જે જોઈ ત્યાં હાજર સૌનાં મુખમાંથી એક ચીખ નીકળી જાય છે.
ક્રમશ :