રાહી, દોડે પણ તેના પગ જમીન પર ન ટકે. એમ લાગે કે તે હવામાં ઉડી રહી છે. ચંચલતા તેના અંગ અંગમાંથી વહી રહી હતી. તેના જન્મ વખતે, પિતાજીને કાયમ મુસાફરી પર જવું પડે તેવા દિવસો હતા. રાહી જન્મી ત્યારે પહેલી વાર પિતાજીએ તેને ગોદમાં લીધી, દીકરીની ઉંમર હતી ૨૪ કલાક.
ગળે લગાડતાં બોલ્યા, ‘બેટા તારા પિતાની કિસ્મત જો રોજ નવા સ્થળે જવાનું, રાહ પૂછીને નિયત સ્થળે પહોંચવાનું. ‘
૨૪ કલાક પહેલાં ‘મા’ બનેલી માનસી, આ સાંભળી રહી હતી. અચાનક બોલી ‘દીકરીનું નામ રાહી પાડીએ તમને રાહ બતાવી જ્યાં જવું હશે ત્યાં પહોંચાડશે. મનોજને નામ ગમી ગયું માનસી પણ હરખાય ઊઠી. બસ તે દિવસથી મનોજની પરિસ્થિતિ બદલાવ લીધો. છેલ્લે ત્યાં મુકામ હતો, તે શેઠને મનોજનું કાર્ય પસંદ આવ્યું.
રાહી ઘરે આવી અને તે શેઠનો ફોન આવ્યો,’ મનોજભાઈ તમે જે ગામમાં રહો છો ત્યાં મારે દુકાન ખોલવી છે. મદદ કરો ?’
મનોજ પોતાની ખુશી દબાવી, શાંતિથી બોલ્યો, ‘ કઈ જાતની ‘? ખુશ થયેલા મનોજ તરત બોલી ઉઠ્યો. બોલ્યા પછી થયું’ જરા રાહ જોવી હતી’. તેમનો ઈરાદો શું છે જાણવો હતો. સંયમ રાખવો જરૂરી હતો’. જબાન પર કાબૂ ન રહ્યો, હવે સચેત બની તેમની વાત સાંભળી રહ્યો. હું, હા, હું જેવા જવાબ આપતો. માનસી સાથે વાત કરવી જરૂરી હતી.
વાત આગળ ચાલી. ” આપણે સાથે ધંધો કરીશું . તમારે પૈસા રોકવાના નથી. નફામાં ૫૦ ૦/૦ ભાગિદારી. મનોજને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. મહેનતુ હતો, ઈમાનદાર હતો. ધંધો પણ એવા પ્રકારનો હતો જેમાં નફો થશે તેની ખાતરી હતી. બસ દિવસ ફરી ગયા. મનોજનો રાહ નક્કી થઈ ગયો.
રાહીનું બાળપણ સુંદર રીતે પૂરું થયું. રાહી હાઈસ્કૂલમાં આવી ગઈ. ભણવાની ધગશ હતી.
ચંચલ રાહી નૃત્ય કળામાં પ્રવીણ સાબિત થઈ. ભણવામાં માની બુદ્ધિ લઈને આવી હતી. ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાનમાં વર્ગમાં પ્રથમ નંબરે આવતા. ઈતિહાસ અને ભૂગોળ ગમતા પણ યાદ રાખવામાં મુશ્કેલી પડતી.
રાહી, પછી ઘરમાં દીકરો આવ્યો હતો. ગગન અને ઉડવાનો શોખ હતો. રાહી કરતાં પાંચ વરસ નાનો. બંને ભાઈ બહેનને એકબીજા વગર પલભર ન ચાલે. તોફાની ગગન, ગયા વર્ષે પતંગ ચગાવતાં પડ્યો, પગ ભાંગ્યો. બે મહિના ખાટલા પરથી ઊઠી ન શક્યો. રાહી ભાઈલાના બધા કામ દોડીને કરતી. ગગન દીદીના પગલે ચાલી પ્રગતિ કરી રહ્યો હતો. મનોજ અને માનસીને રાહત રહેતી.
બાળપણ પવન વેગે વહી ગયું. હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થઈ. તે સમયે અમેરિકાથી ‘નાસા’નો એક વૈજ્ઞાનિક ‘એરિક ‘વક્તા તરીકે રાહીની શાળામાં આવ્યો હતો. રાહી તો એને જોઈને આભી થઈ ગઈ. તેની પ્રવચન બાદ ‘એરિક’ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછી રહ્યો હતો. રાહીનું વિજ્ઞાન ક્ષેત્રે સુંદર વાંચન હતું .
એરિકના પ્રવચનથી અભિભૂત થઈ ગઈ. તેમણે પૂછેલા બધા પ્રશ્નોના ઉત્તર સરસ રીતે આપી રહી. એરિકને રાહીને મળી વાત કરવાનું મન થયું. આટલી નાની ઉંમરમાં આવી સુંદર બાળા ખૂબ જ્ઞાન ધરાવે છે, તે તેને ઘણું ગમ્યું.
ઈન્ટરનેટ પર રાહી બધું વાંચતી હતી. ‘કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ વિષે’ જાણતી હતી. એરિક સાથે વાર્તાલાપના ફળ સ્વરૂપ રાહીને અમેરિકા આગળ ભણવા જવાના દ્વાર ખૂલ્યા. એરિકે શાળા પાસેથી રાહી વિશે માહિતી એકઠી કરી.
રાહી માત્ર ૧૬ વર્ષની હતી. રાહીના પિતા મનોજ સાથે ઈ મેઈલ પર વાતચીત કરી. મનોજે આનંદ વ્યક્ત કર્યો. જણાવ્યું, ‘રાહી હજુ નાની છે. એને ચાર વર્ષ એન્જિનિયરિંગ કરવા દો. ત્યાર પછી યોગ્યતા હશે તો તમે એના માટે પ્રયાસ કરી બોલાવશો.
રાહી મન દઈને ભણી. ‘એરોનેટિક્સ એંજિનિયર’ થઈ. પ્રથમ આવવાનું તેના ભાગ્યમાં ન હતું. જે રીતે ભણીને સફળ થઈ. એરિક તને ભૂલ્યો નહોતો. તેની પ્રગતિ પર બરાબર ધ્યાન આપતો હતો. રાહીનો ઉત્સાહ અને તેની બુદ્ધિમતાથી તે પ્રભાવિત થયો હતો. રાહીએ ભણવાનું પૂરું કર્યું. એરિકે તેનું વચન પાળ્યું.
‘નાસા’માં પોતાની યોગ્યતા દર્શાવવા આવી પહોંચી. ‘રાહીનું સપનું પૂરું થશે’ .