Bhagvat Rahasaya - 254 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 254

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 254

ભાગવત રહસ્ય - ૨૫૪

 

(૧) એક મહાત્મા કહે છે-કે-પૂતના છે સ્ત્રીનું ખોળિયું.સ્ત્રી એ લક્ષ્મીનું સ્વરૂપ છે.સ્ત્રી અબળા છે,અવધ્ય છે.શાસ્ત્રમાં સ્ત્રીને મારવાની મનાઈ છે.લાલાજીને સ્ત્રીને મારતાં સંકોચ થાય છે,અને આંખો બંધ કરી છે.

(૨) બીજા મહાત્મા કહે છે-કે-મને આ કારણ યોગ્ય લાગતું નથી,પૂતના સ્ત્રી છે-પણ તે અનેક બાળકોના વધ કરીને આવી છે.અનેકનું ભલું થતું હોય તો એકને મારવામાં શું વાંધો હોય ? પછી તે સ્ત્રી હોય કે પુરુષ.મને કારણ બીજું લાગે છે.

 

ભગવાનની આંખમાં જ્ઞાન અને વૈરાગ્ય રહેલાં છે,પરમાત્મા જેને પ્રેમથી જુએ તેની બુદ્ધિમાં વૈરાગ્ય સ્ફુરણ પામે છે.પ્રભુએ વિચાર કર્યો કે “ હું પૂતનાને આંખો આપું તો તેને જ્ઞાન થશે.હું ઈશ્વર છું એવું –તેને જ્ઞાન થાય તો પછી જે લીલા કરવી છે તે થશે નહિ.”

દ્વારકાનાથની નજર ધરતી પર છે.મનુષ્ય જો એવું પવિત્ર જીવન ગાળે તો –પ્રભુ આંખ ઉંચી કરી સામું જુએ.

ભગવાન કૃપા કરીને નજર આપે તો તેને જ્ઞાન મળે છે. “ખુદા નજર દે તો સબ નજર ખુદાકી હૈ”

 

પુસ્તકો વાંચીને શબ્દજ્ઞાન મળે છે,પણ એનાથી અભિમાન થાય છે.ભગવાન જેને જ્ઞાન આપે છે-તેનું જ્ઞાનકાયમ માટે ટકે છે.પરમાત્મા નજર આપે તેને વિષયોમાં વૈરાગ્ય આવે છે,સંસારસુખમાં મનથી સૂગ આવે તો માનવું કે પ્રભુએ કૃપા કરી છે.

 

(૩) ત્રીજા મહાત્મા કહે છે-કે-ના,ના,આ કારણ મને સાચું લાગતું નથી.ભગવાનની નજર પડવાથી –એ

રાક્ષસી નો સ્વભાવ એકદમ સુધરી જાય તે મને સાચું લાગતું નથી.દુર્યોધન,ભગવાન ને ત્યાં મદદ માગવા

ગયો,ત્યારે ઠાકોરજીની નજર તેના પર પડેલી,પણ તેનો સ્વભાવ ક્યાં બદલાયો હતો ? તેને ક્યાં જ્ઞાન

થયું હતું ? પણ મને લાગે છે-કે- પૂતના ઝેર લઈને આવેલી ત્યારે લાલાએ વિચાર કર્યો કે-

ગમે તેમ આ મારી પાસે આવી છે,તો તેને વૈકુંઠમાં લઇ જાઉં કે ગોલોકમાં ?

પૂતના ને કેવી સદગતિ આપવી ? તે વિચારવા લાલાએ આંખ બંધ કરી છે.

 

(૪) ચોથા મહાત્મા કહે છે-કે-ઠાકોરજી પાસે જવું એ સહેલું નથી.આ જન્મ કે ગયા જન્મમાં બહુ પુણ્યકર્યા હોય તે જ પરમાત્માની નજીક જઈ શકે છે.કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતો નથી.

પ્રભુ વિચારે છે-કે-જીવ જલ્દી મારી પાસે આવતો નથી,પણ આ પૂતના એ એવું શું પુણ્ય કર્યું કે-તે મારીપાસે આવી?આ જન્મમાં તો તેણે કોઈ પુણ્ય કર્યું નથી,પૂર્વજન્મમાં એવું શું પુણ્ય કર્યું હશે ?

તે જોવા લાલજીએ આંખો બંધ કરી છે.લાલાએ આંખ બંધ કરી ત્યાં જોયું-કે આ તો બલિરાજાની પુત્રી રત્નાવલી છે. (રત્નાવલીની કથા આગળ આવી ગયેલી છે)

 

(૫) પાંચમા મહાત્મા કહે છે-કે- ઈશ્વર તો ઉઘાડી આંખે બધું જોઈ શકે છે.લાલાએ આંખ બંધ કરવાનું કારણમને જુદું લાગે છે.મારો લાલો નાનો બાળક છે,પૂતના ઝેર લઇ ને આવી એટલે તેમને બીક લાગી.

લાલાએ વિચાર્યું કે “મેં તો માનેલું કે ગોકુળમાં જઈશ તો લોકો માખણ મિસરી ખવડાવશે,પણ અહીં તોઉલટું થયું,આ તો ઝેર આપવા આવી છે” આ બીકથી લાલાએ આંખો બંધ કરી.

 

(૬) છઠ્ઠા મહાત્મા કહે છે-કે-લાલાને શું બીક લગતી હશે ,તે તો કાળના કાળ છે.પણ લાલો વિચારે છે,કે-

મને ઝેર ભાવતું નથી,મારે ઝેર પીવું નથી,આંખ બંધ કરી લાલાએ શિવજીને પ્રાર્થના કરી કે –

તમને ઝેર પચે છે,તમને આદત છે, તો તમે પધારો અને તે ઝેર પી જાવ.

 

(૭) સાતમાં મહાત્મા કહે છે-કે-શ્રીકૃષ્ણ ની એક એક આંખમાં સૂર્ય-અને ચંદ્ર છે. પૂતના ઝેર આપવા આવી છે,તે સૂર્ય ચંદ્રથી જોવાણું નહિ,ઝેર આપે તે અમારે જોવું નથી તેથી આંખના દરવાજા બંધ કર્યા છે.

 

(૮) આઠમા મહાત્મા કહે છે-આંખ બંધ કરવાનું કારણ મને બીજું લાગે છે.લાલાજી વિચારે છે-કે-

આ ઝેર આપનારીને હું મુક્તિ આપવાનો છું તો જે ગોપ-ગોપીઓ મને માખણ મિસરી આપે છે-

તેમને હવે કઈ ગતિ આપવી ? એના વિચારમાં પ્રભુએ આંખો બંધ કરી છે.

 

દશમ સ્કંધમાં આમ -જીવ ગોસ્વામી,સનાતન ગોસ્વામી,મહાપ્રભુજી,શ્રીધર સ્વામી-જેવા મહાપુરુષો પાગલ બન્યા છે.જેમ જેમ વિચારે છે-તેમ તેમ નવા નવા ભાવ ખુલે છે.