પ્રેમ કેમ ઘટી રહ્યો છે અને તેને કેવી રીતે પુનર્જીવિત કરવો.
રિયા અને કબીર વર્ષોથી પ્રેમમાં હતા, પરંતુ જેમ જેમ તેમના લગ્નની તૈયારી શરૂ થઈ, તેમ તેમ તેમના સંબંધમાં તિરાડ પડવા લાગી. કબીરને અપેક્ષા હતી કે રિયા તેની ઉચ્ચ પગારવાળી કોર્પોરેટ નોકરી છોડીને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરે, જ્યારે રિયા એક એવો જીવનસાથી ઇચ્છતી હતી જે તેની મહત્વાકાંક્ષાઓને ટેકો આપે. બીજી બાજુ, રિયાના માતાપિતાએ આગ્રહ કર્યો કે કબીરે વધુ નાણાકીય જવાબદારી લેવી જોઈએ, જ્યારે કબીરનો પરિવાર અપેક્ષા રાખતો હતો કે રિયા પરંપરાગત ઘરની ભૂમિકાઓમાં સમાયોજિત થાય. જે સંબધ પ્રેમ સાથે શરૂ થયો તે ટૂંક સમયમાં અપેક્ષાઓ અને વ્યક્તિગત આકાંક્ષાઓ વચ્ચેનું ખેંચતાણ બની ગયું.
રિયા અને કબીરનો કિસ્સો અનોખો નથી; આજકાલ ઘણાં દંપતીઓ આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે: લગ્નમાં વિલંબ, બ્રેકઅપ અથવા સંપૂર્ણપણે સિંગલ રહેવાનું પસંદ કરવાની સ્થિતિને જન્મ આપે છે.
સબંધ સંકટ શું છે?
સબંધ સંકટ એટલે કે Relationship Recession એ લાંબા ગાળાના રોમેન્ટિક સંબંધો બનાવવામાં અને તેને ટકાવવામાં લોકોની વધતી અનિચ્છા કે અસમર્થતાને દર્શાવે છે. તે લગ્નની ઘટતી દર, વધતા છૂટાછેડા અને સિંગલ રહેવાની વધતી પ્રાથમિકતામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પ્રેમ હજુ પણ એક મૂળભૂત માનવીય જરૂરિયાત છે, પરંતુ તેની વ્યાખ્યા અને અપેક્ષાઓ ઘણી બદલાઈ ગઈ છે.
આ પરિવર્તનનું કારણ શું છે?
સ્થિર સંબંધોમાં ઘટાડા માટે અનેક પરિબળો જવાબદાર છે. આજકાલ લોકો સંબંધ કરતાં પોતાના વિકાસને વધુ મહત્વ આપે છે. કારકિર્દી, આર્થિક સ્વતંત્રતા અને આત્મસંભાળ, ભાવનાત્મક પ્રતિબદ્ધતા કરતાં પ્રાથમિક બને છે. ડેટિંગ એપ્લિકેશન્સ સંબંધોને વધુ વ્યવસાયિક બનાવે છે. વધુ વિકલ્પો હોવાને કારણે લોકો સંતોષ ઓછો અનુભવે છે અને સમાધાન કરવાનું ટાળે છે.
તે સિવાય, સામાજિક અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે. પરંપરાગત ભૂમિકાઓ પડકારાઈ રહી છે, જેને કારણે પાર્ટનર માટે સંબંધમાં જવાબદારીઓ પર સહમત થવું મુશ્કેલ બને છે. અનેક મહિલાઓ પોતાની સ્વતંત્રતા પર સમાધાન કરવા નથી ઇચ્છતી, જ્યારે પુરૂષો પણ માત્ર એકમાત્ર કમાઉ વ્યક્તિ હોવાની જૂની અપેક્ષાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
જવાબદારી કોની છે?
દોષ ફક્ત એક જ લિંગ અથવા પેઢી પર મૂકવો યોગ્ય નથી. કુટુંબ, સમાજની માન્યતાઓ, મીડિયા પ્રસ્તુતિઓ અને અયોગ્ય અપેક્ષાઓ—આ બધા જ પરિબળો ભૂમિકા ભજવે છે. અગાઉની પેઢી ત્યાગ અને સહનશીલતાને મહત્વ આપતી, જ્યારે આજની પેઢી વ્યક્તિગત સુખને પ્રથમ સ્થાન પર મૂકે છે. બેમાંથી કોઇ દૃષ્ટિકોણ સંપૂર્ણપણે ખોટો નથી, પરંતુ સંતુલનના અભાવે સંબંધોમાં તણાવ વધે છે.
સ્નેહા અને અમન એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ લગ્ન પછી અનુકૂલન ન કરી શકવાના કારણે તેમનો સંબંધ તણાવભર્યો રહેવા લાગ્યો. અમન માનતો કે ઘરેલું જવાબદારીઓ સંભાળવી સ્નેહાનું કામ છે, જ્યારે સ્નેહાને લાગતું કે અમને તેને વધુ લાગણીશીલ સહારો આપવો જોઈએ. આના લીધે તેમના સંબંધમાં તણાવ વધી ગયો અને અંતે તેમનું લગ્નજીવન તૂટ્યું. એ પછી જ તેમણે સમજ્યું કે પ્રેમ પૂરતો નથી, સંબંધ જાળવી રાખવા માટે સમજૂતી અને પ્રયત્ન પણ જરૂરી છે.
લવચીક માનસિકતા કેવી રીતે મદદ કરી શકે?
એવી દુનિયામાં જ્યાં વ્યક્તિગત ખુશી પ્રાથમિકતા ધરાવે છે, ત્યાં સંબંધો પણ વિકસિત થવા જોઈએ. આ સફળતાપૂર્વક કેવી રીતે કરી શકાય?
* સમાધાનને નુકસાન તરીકે જોવાને બદલે, તેને લાંબા ગાળાની શાંતિમાં રોકાણ તરીકે જુઓ. જયારે આયશાની નોકરીએ તેને અન્ય શહેરમાં જવાનું અનિવાર્ય બનાવ્યું, ત્યારે તે અને રોહને એક વર્ષ માટે લાંબા અંતરના લગ્નજીવન માટે સંમત થયા, કારણ કે તેઓ જાણતા હતા કે એકબીજાના સપનાઓને સમર્થન આપવાથી તેમનો સંબંધ વધુ મજબૂત બનશે.
* અવાસ્તવિક અપેક્ષાઓ છોડી દો; તે તમને પ્રેક્ટિકલ રાખશે અને નિરાશા કરતાં વધુ ખુશી લાવશે. સાહિલ એક સમયે માનતો હતો કે તેની પત્નીએ તેની માની આદતોનું અનુકરણ કરવું જોઈએ, પરંતુ સમય જતાં, તેને સમજાયું કે રાધાના અનોખા માર્ગને સ્વીકારવાથી તેમનું ઘર વધુ આનંદી અને શાંતિપૂર્ણ બન્યું હતું.
* તૂટ્યા વિના ઝૂકતા શીખો: લવચીકતા કોઈ પણ સફળ સંબંધની ચાવી છે. જ્યારે પ્રિયાના સાસરીયાં અચાનક તેમની સાથે રહેવા આવ્યા, ત્યારે પ્રિયાને તેના દૈનિક જીવનમાં આવેલા અચાનક બદલાવને સ્વીકારવામાં મુશ્કેલી પડી. પરંતુ ધીરે-ધીરે, તેણે અને તેના પતિએ તેમની જગ્યા અને જવાબદારીઓમાં સંતુલન સાધ્યું, જેનાથી તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો.
* સમજો કે પ્રેમ હંમેશા એકમત થવામાં નથી, પણ પરસ્પર વિકાસમાં છે. કરણ અને નેહાની વાલીપણાની શૈલી અલગ અલગ હતી, પરંતુ તેઓ હંમેશા ચર્ચા કરતા અને પ્રાથમિકતા આપતા કે તેમના પુત્ર માટે શું શ્રેષ્ઠ છે, પછી ભલે કોઈની પણ યોજના કામ કરી જાય. આખરે જ્યારે તેમના પુત્રએ શિસ્ત અને સ્વતંત્રતા બંને સાથે ઉછેરવા બદલ તેમનો આભાર માન્યો, ત્યારે તેમને તેમના પ્રયત્નોની અસર જોવા મળી.
આગળનો રસ્તો
સંબંધોની ગિરાવટ અનિવાર્ય નથી, પરંતુ તે એક સંકેત છે કે સંબંધોને સમાનતા, વાતચીત અને ભાવનાત્મક બુદ્ધિ પર આધારિત નવી રચનાઓની જરૂર છે. સમાનતાઓની કદર કરીને અને તફાવતોનો આદર કરીને, યુગલો મજબૂત પાયો ફરીથી બનાવી શકે છે. પ્રેમ ફક્ત ભવ્ય હાવભાવ વિશે નથી; તે સાંભળવા, સમાયોજિત કરવા અને એકબીજાની પડખે ઊભા રહેવાની રોજિંદા પસંદગીઓ વિશે છે, કારણ કે પ્રેમ હંમેશા અસ્તિત્વમાં રહેશે, પણ જ્યારે બંને પાર્ટનર તેને સાથે મળીને પોષે છે ત્યારે તે ખરેખર ખીલે છે.
__________________________
Relationship Recession:
Why love is on the decline and how to revive it.
Riya and Kabir had been in love for years, but as their wedding approached, their relationship began to wither. Kabir expected Riya to leave her high-paying corporate job to focus on family, while Riya wanted a partner who supported her ambitions. On the other hand, Riya’s parents insisted that Kabir should take on more financial responsibility, whereas Kabir’s family expected Riya to adjust to traditional household roles. What started as love soon became a tug-of-war between expectations and personal aspirations.
Riya and Kabir’s case is not unique; many couples today face similar struggles, leading to delayed marriages, breakups or even choosing to remain single.
What is Relationship Recession?
Relationship recession refers to the increasing reluctance or inability of people to form and sustain long-term romantic relationships. It is evident in declining marriage rates, rising divorces and the growing preference for singlehood. While love remains a fundamental human need, its definition and expectations have evolved significantly.
What has caused this transformation?
Several factors contribute to the decline of stable relationships. The rise of individualism has led people to prioritize personal growth over partnerships. Careers, financial independence and self-care are often given more importance than emotional commitments. Technology, especially dating apps, has made relationships more transactional. The paradox of choice - having too many options, often leads to dissatisfaction and a fear of settling down.
Moreover, societal expectations have changed. Traditional roles are being challenged, making it difficult for partners to agree on responsibilities within relationships. Many women refuse to compromise their independence, while men too struggle with outdated expectations of being the sole providers.
Where does the responsibility lie?
Blame cannot be placed on one gender or generation alone. Families, societal norms, media portrayals and unrealistic expectations all play a role. While earlier generations expected sacrifice and endurance, today’s world promotes self-prioritization. Neither is entirely wrong, but the lack of balance is where the problem lies.
Sneha and Aman had an intense romance, but once they got married, their unwillingness to adjust turned their love into resentment. Aman refused to take on household duties, believing Sneha would manage, while Sneha expected emotional availability which Aman failed to provide. Arguments escalated until they divorced, realizing love alone wasn't enough.
How can a flexible mindset help?
In a world where personal happiness is a priority, relationships must evolve too. How can this be done successfully?
* Instead of seeing compromise as a loss, view it as an investment in long-term peace. When Aisha’s job required her to relocate, she and Rohan agreed to a long-distance marriage for a year, knowing that supporting each other’s dreams would strengthen their bond in the long run.
* Let go of unrealistic expectations; it will make you practical and bring more happiness than disappointment. Sahil once believed his wife should mirror his mother’s habits, but over time, he realized that accepting Radha’s unique ways made their home more joyful and peaceful.
* Learn to bend without breaking—flexibility is the key to any successful relationship. When Priya’s in-laws moved in unexpectedly, she initially struggled with the sudden shift in her routine. Gradually, she and her husband found a way to balance their space and responsibilities, making their bond even stronger.
* Understand that love is not about constant agreement but about growth. Karan and Neha had different parenting styles, but they always discussed and prioritized what was best for their son, regardless of whose idea worked. They finally saw the impact of their efforts when their son thanked them for raising him with both discipline and freedom.
The path ahead
Relationship recession isn’t inevitable. It is a sign that relationships need new structures based on equality, communication and emotional intelligence. By appreciating similarities and respecting differences, couples can rebuild stronger foundations. Love isn’t just about grand gestures; it’s about the everyday choices of listening, adjusting, and standing by each other, because while love will always exist, it truly thrives when both partners nurture it together.
Shamim Merchant, Mumbai.
________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram