અવળીથી અવની
એક નાનું ગામ. ગામમાં નદી કાંઠે
એક સરસ મજાનું ઘર. ઘરના અંદર ડેલી
ખોલતાં એક મોટું ફળિયું દેખાય.
ફળિયામાં એક ડંકી, મોટો ટાકો, એની બાજુમાં
ચોકડી અને એક નાનકડું રસોઈ ઘર. ઘર અંદર
પ્રવેશતા જ સામે એક મોટો હોલ, હોલની
સામે બીજો રૂમ, અને હોલની બાજુમાં એક
મોટો પેસેજ. પેસેજમાંથી એક સીડી ઉપર જાય.
ઘરની બાજુમાં થોડો ખાલી વિસ્તાર, જ્યાં પપૈયા,
તુલસી, મરચાંના છોડ અને બીજા ઘણા છોડ વાવેલા.
થોડેક દૂર એક જૂનો અવાવરૂં કુવો. ત્યાં કોઈ જતું નથી. ગામમાં માન્યતા છે કે ત્યાં ભૂત રહે. એટલે કોઈ તે કુવા પાસે જતા નહીં એ કૂવામાં માન્યતા પ્રમાણે કોઈ આપઘાત કરી લીધો હતો એવી લોકવાર્તા હતી કે ત્યાં ભૂત થાય છે ચુડેલ થાય છે
અવળીના તોફાન
ફળિયામાં એક ખાટલો. ત્યાં મોટી ઉંમરના માજી જાનકી બેન બેઠા હતા. તેમની સાથે તેમની મોટા દીકરાની દીકરી, અવની, રહે. અવની ચંચળ છે, ઉત્સાહી છે, અને બધું જાણવા ઉત્સુક.
(જાનકી માં )માજી વારંવાર ચેતવે:"કુવામાં ન જવાનું! ત્યાં ચુડેલ જમના ડોશી થાય!"
પણ અવની જિજ્ઞાસુ. ડર છતાં બીજા છોકરાઓ સાથે કુવા જોવા જાય. પછી તેમની ફરિયાદ માબાપ સુધી પહોંચે. (જાનકી માં)માજી ગુસ્સે થાય.
માજી તેને જ્યારે સમજાવે કોઈપણ ખાવાની વસ્તુ લઈ આવે ત્યારે:"આ બધાં માટે છે, તું એકલી ન ખાઈ જતી!"
પણ અવની હંમેશા પોતાનું જ કરે. એટલે ગામવાળા તેને "અવળી" કહેવા લાગે.
પપૈયા પાકે, તો અવળી તરત તોડી અને ખાઈ જાય. બાકી ના એની બહેનપણી ને આપી દે.
એક વાર માજી બિમાર પડે. પુજારી પાસે દાણા મંત્રા આવે છે અને, મંત્રાવેલા દાણા જાનકી માને આપે. માજી શ્રદ્ધાથી
તે મંત્ર આવેલા દાણા પોતાના માદળિયામાં નાખે છે અને
માદળિયું પહેરે છે.
પણ અવળી?તે માદળિયામાંથી દાણા કાઢી, કાંકરા ભરી દે. દાણા ચકલા ઓને ખવડાવી દે.
પછી એકવાર વાત વાતમાં માજી આગળ બધું કહેવાય જાય છે અને ફાંસાઈ જાય! છે
માજી માદળિયું ખોલે, તો ખરેખર કાંકરા! પણ શ્રદ્ધાળુ માજી તેને પણ ભગવાનની ઈચ્છા માને.
અવળીથી અવની તરફ...
અવળી મોટી થાય. કોલેજમાં જાય. ભણવામાં હોશિયાર. ભગવાન પર વિશ્વાસ. પણ અંધશ્રદ્ધા પર નહીં.
લગ્ન નક્કી થાય. છોકરો સારા ઘરના, ભણેલો-ગણેલો.
લગ્ન પછી, સસરાકીય ઘરમાં થોડા લોકો અંધશ્રદ્ધાળુ. અવની એમ એમ માની એવી તો નહોતી
સાસુ કહે:"આ ન ખાતી, તે ન ખાતી
અવની ચોક્કસ એ જ ખાય!
સાસરાના કુળમાં એક માન્યતા—
(માતાજીની ટેક હતી કે પહેલા ખોળામાં સાત મહિના સુધી માથું નહીં ધોવાનું તો હવે શું કરશે)
સાત મહિના સુધી માથું ન ધોવાય.અવની માટે તે અસહ્ય બની ગયું. તે બહેનપણીના ઘરે જઈને માથું ધોય આવતી
અને કોઈને ખબર પણ ન પડતી.
(એક દિવસ સાસુ પકડે છે!)
એકવાર સાસુ દાગીના આપવા અવનીની બહેનપણીના ઘરે આવે. એ વખતે અવનીના વાળ ભીના!
સાસુ બધું સમજી જાય છે, પણ કંઈ બોલે નહીં.
બીજે દિવસે ખોળો ભરવાનો. એ દિવસે ખુલ્લા વાળ રાખાય.
અવનીએ ગઈકાલે ધોઈ લીધાં હોય!એટલે નકલી ભીંજવાં નાટક કરે.
પણ...?સાસુ બધું સમજી જાય.
પણ તે પોતાની વહુ અવળી ને કંઈ બોલતા નથી કે કંઈ પણ કહેતા નથી
(અવળી સંપૂર્ણ બદલાય છે.)
નવમો મહિનો પૂરો થાય. અવની ડિલિવરી વખતે
ઘણી બધી તકલીફ પામે.શહેરની હોસ્પિટલ મા લઈ જાય. નોર્મલ ડિલિવરી નહીં, ઓપરેશન થાય.
ત્યારે અવળીની સાસુને ઘણું દુઃખ થાય છે
કે અવડી એ મારી વાત માની નહીં તેથી તેને કેટલી
તકલીફ થઈ તે અવળી નો દુઃખ નથી જોઈ શકતા અને અવળી ને કહી બેસે છે
સાસુ કહે:"મારી વાત નહીં માની, એટલે તકલીફ થઈ! ભગવાન બધું જોતા હોય!"
અવની સાસુ ની વાત સમજી ગય.
સાસુ શીરો આપે.અવની શીરો સાથે તેની વાત પણ ગળે ઉતારે દે છે.
અને... અવળી હવે અવની બની જાય!
(ક્યારેક મોટા ઓ આપણને જે પણ કંઈ કહેતા હોય તે આપણને નિરર્થક લાગે છે પણ તે તેના અનુભવથી કહેતા હોય છે તે સમજવું જરૂરી છે)
(શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક નાનો દોરીનો ફરક છે
તેને સમજવો જરૂરી છે)
(આ મારા મોટા બેનની એક વાત ઉપરથી
આ પ્રેરણા લઈ અને વાર્તા લખી છે તમને
ગમે તો જરૂર અભિપ્રાય આપશો.)
Damak*