Nitu - 92 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 92

Featured Books
  • અભિષેક - ભાગ 3

    *અભિષેક* પ્રકરણ 3 અભિષેક સ્વામી નિર્મલાનંદનો આશ્રમ શોધતો શોધ...

  • સંવેદનાનું સરનામું - 1

     યજ્ઞેશ પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ત્યાં જ ડોર ખોલીને એક સું...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 19

    મેં કોલેજમાં એડમીશન લઈ લીધું. પપ્પાએ કહયું કે અત્યારે અહીંની...

  • શેઠ છગનલાલ

    શેઠ છગનલાલ ગામના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વેપારી હતા. તેઓ તે...

  • પીપળો

                      હું શાળાના આંગણામાં ઉગેલો એક પીપળો છું. વર...

Categories
Share

નિતુ - પ્રકરણ 92

નિતુ : ૯૨(અન્યાય) 


વિદ્યા ત્યાંથી નીકળી અને પોતાની હોસ્ટેલ પર પહોંચી. દરેક કોલેજમાં વેકેશન પડી ચૂક્યુ હતુ એટલે હોસ્ટેલમાંથી મોટા ભાગની વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે ચાલી ગઈ હતી.


તે આવી અને પોતાની રૂમમાં બેસી રડતી રહી. તેણે જઈ આ વાત કોઈને કરવાનો નિર્ણય લીધો. પણ હોસ્ટેલ ખાલી થઈ ચૂકી હતી. પોતાની સાથે અભ્યાસ કરતી દરેક સખી ચાલી ગયેલી. આથી તે રિસેપશન કાઉન્ટર પર આવી.

પોતાના હાથમાં અમુક કાગળ સાથે ઉભેલી રિસેપશનિસ્ટ માયા કાગળ સરખા કરતા એની સામે જોઈ બોલી, "વિદ્યા, તમે બે ચાર જાણી જ વધી છો. સામાન પેક થઈ ગયો હોય તો કહેજે હું ગાડી બોલાવી લઉં."

તેણે કોઈ જવાબ ના આપ્યો. માયાએ તેની સામે જોયું તો એને વિદ્યામાં રોજ કરતા થોડી ભિન્નતા અનુભવાય. તેણે કાગળિયા મૂકી એની નજીક આવી પૂછ્યું, "શું થયું વિદ્યા?"

શરુવાતમાં તે થોથરાય પણ પછી સામે ઉભેલી મેડમને તેણે બધી જાણ કરી. તેને પણ વિદ્યાની વાતથી આઘાત લાગ્યો. "વિદ્યા આ બધું..." આઘાતવશ તે બોલી.

વિદ્યા નિસ્તેજ બની મૌન ઉભી હતી. વિચાર કરી તેણે કહ્યું, "લૂક વિદ્યા. કંઈક તો હવે કરવું જ પડશે. હું ટ્રસ્ટી સાથે પહેલા વાત કરી લઉં છું. એને બધું જણાવ એ તારી મદદ જરૂર કરશે."

સામે પડેલ લૈંડલાઇન ઉપાડી તેણે નંબર લગાવ્યો. ટ્રસ્ટીએ ફોન ઊંચક્યો કે તેણે તેને બધી જાણકારી આપી અને વિદ્યા સાથે વાત કરવા કહ્યું. રીસીવર તેના તરફ કરતા બોલી, "લે, ટ્રસ્ટી મેડમ છે. એની સાથે વાત કર."

તેણે ફોન હાથમાં લીધો અને કાને રાખી "હેલ્લો..." કહ્યું પણ સામેથી કોઈ જવાબ ના આવ્યો. તે ફરી બોલી, "હેલ્લો... હેલ્લો મેડમ..." ટૂંક ટૂંક થતા ફોન બંધ થઈ ગયો.

રિસેપશનિસ્ટ માયાએ ફરી કોલ કર્યો પણ માત્ર રિંગ વાગી, કોઈએ રિસીવ ના કર્યો. તેણે ત્રીજી વખત પ્રયત્ન કર્યો. આ વખતે ઊંચક્યો, પણ ઉંચકતાની સાથે જ ટ્રસ્ટીએ તેના પર ભડકીને કહ્યું, "તને મેં આખા ગામની પંચાત કરવા નથી બેસાડી. આ બધું મારા પલ્લે ના બાંધ. તને ખબર છેને એ રોનીની વાત કરે છે. રતન જરીવાલાનો એકનો એક દીકરો છે. વિદ્યાએ છેલ્લી એકઝામ આપી દીધી છેને? એનું બધું પતી ગયું છે. એને ક્હે એનો સમાન લે અને જાય અહિયાંથી."

"પણ મે'મ."

"પ્લીઝ માયા. એને ક્હે જાય અને મારી હોસ્ટેલને આ બધી લપમાં ના ખેંચ. હું નવરી નથી. એનો મામલો છે, એને ક્હે જાતે ફોડી લે."

"જી મેં'મ... " તે વધારે કંઈ બોલે એ પહેલા ટ્રસ્ટીએ ફોન રાખી દીધો.

માયાએ ફોન રાખ્યો એટલે એનું મોં જોય વિદ્યા બધું સમજી ગઈ. હતાશ થઈ તે બાજુની બેન્ચ પર બેઠી કે માયા એની પાસે આવી અને ઇચ્છવા છતાં મદદ ન કરી શકી. તે માત્ર તેને સાંત્વના આપતી રહી.

થોડા સમય પછી વિદ્યા પોતાનો બધો સામાન લઈ બહાર નીકળી. કાઉન્ટર પર આવી એણે સાઈન કરી અને જવા લાગી. ચેહરા પર કોઈ પણ પ્રકારના ભાવ નહોતા દેખાઈ રહ્યા. માયાને એની દયા જરૂર આવી પણ એ આગળ ના ચાલી શકી. પોતાની બેગ ઘસડતી વિદ્યા બહાર નીકળી.

પોતાના શહેરમાં પરત ફરવા કરતા અહીં જ રહેવાનું તેણે પસંદ કર્યું. આમેય એ એકલી જ હતી. પરત ફરીને એને જવાનું તો આશ્રમમાં જ હતું. હાથમાં રહેલી ટ્રેનની ટિકિટ એણે ફાડીનાખી અને આખા શહેરમાં ભટકીને એણે એક ઘર શોધ્યું જ્યાં તે રહી શકતી હતી.

તે પોતાના ઘેર આવી અને બધો જ સામાન સેટ કરવા લાગી. જાણે હવે અહીંથી એ ક્યાંય જવાની જ નહિ હોય. સામાન મૂકતી વેળાએ બેગની સાથે આવેલ એક નાનકડી બેગ એના હાથમાં લાગી. એમાંથી એને પોતાનું એ પર્સ હાથમાં આવ્યું અને એ પર્સને ખોલી અંદર રહેલી રિંગ જોવા લાગી.

એને જોતા તે બેસી ગઈ અને નિકુંજને યાદ કરવા લાગી. મનમાં વિચાર આવ્યો કે હવે એને મદદ માટે બોલાવે. ફોનમાં એનો નંબર કાઢ્યો પણ ડાયલ કરતાં પહેલા એના હાથ અટકી ગયા. એ મનમાં કહેવા લાગી," ના નિકુંજ. તમે બંનેએ અત્યાર સુધી આ સમજાવવાના ઘણો પ્રયત્ન કર્યો કે હું બધા લોકોને એક સરખી નજરે ના જોઉં. હું જ ગાંડી હતી કે ના સમજી. રોની મને એની દુશ્મન માને છે. ઠીક છે. હું હવે એની સામે લડીશ. એકલી, હું તનમેં હેરાન નહિ કરું."

તેણે ફોનની સ્ક્રીન બંધ કરી અને ફોન બાજુ પર રાખી દીધો. આગળ શું કરવું એ અંગે એ વિચારવા લાગી. બારીની બહાર આવીને જોયું તો લગભગ અંધારું પ્રસરી ચૂક્યું હતું. સમયની ચિંતા કર્યા વિના એ તૈય્યાર થઈ અને બહાર નીકળી.

તે પુલીસ સ્ટેશન રોનીનો કેસ કરવા આવી પહોંચી. સ્ટેશનમાં અંદર આવી એટલે એક કોન્સ્ટેબલે તેને પૂછ્યું, "બોલો મેડમ, કોનું કામ છે?"

"મારે એક એફઆરઆઇ કરવી છે."

કેન્સ્ટેબલે એને પગથી માથા સુધી એકવાર નીરખીને જોઈ અને પછી બોલ્યો, "હમ્મ... સાહેબ આવે છે. જાવ જઈને ત્યાં ખુરશી પર બેસો."

તે ત્યાંના પીએસઆઈના ટેબલ પાસે ગઈ અને ખુરશી પર બેસી ગઈ. તેણે આજુબાજુ નજર ફેરવી, બે ત્રણ કોન્સ્ટેબલ અને બે ત્રણ લેડીઝ કોન્સ્ટેબલ હતી. એ સિવાય મુખ્ય અધિકારી કોઈ હાજર નહોતું દેખાતું. કોઈ એકલ દુકૂલ ફરિયાદી અને સ્ટેશનની પાછળની બાજુ માર ખાતા અપરાધીઓની માત્ર ચીંસો.

તેણે એક શ્વાસ લીધો અને પછી અધિકારીનાં આવવાની રાહ જોવા લાગી. હસતી કૂદતી વિદ્યા શાંત બની ગઈ હતી. જાણે કોઈએ એક પક્ષીની પાંખો કાપી એને જમીન પર ચાલવા મજબૂર કર્યું હોય એવું લાગતું હતું. કોઈ જાણી ક્રિયા કે પ્રતિક્રિયા વિના એ બેઠી હતી. એવામાં કોન્સ્ટેબલ રમણ દેસાઈ એની પાસે આવ્યા ખોંખારો ખાતા કહ્યું, "સાહેબ આવે છે."

વિદ્યા સરખી બેઠી. પાછળ અપરાધીઓના સેલમાંથી રોહિત દાસ ઉધમી ચાલે ચાલતા બહાર આવ્યા. મૂડ ગુસ્સાથી સજ્જ હતું એ સ્પષ્ટ દેખાતું હતી. લાલચોળ આંખો અને અપરાધીઓ સાથે પ્રયત્ન કરી કરીને થાકી ગયા હોય એવું ઉતરેલું મોઢું.

આવી ટેબલ પર સ્ટિક પછાડતા બોલ્યો, "સાલાઓને સમજ જ નથી પડતી. થર્ડ ડિગ્રી આપી તોયે કોઈ સ્વીકારવા તૈય્યાર જ નથી."

કોન્સ્ટેબલે ફરી ખોંખારો ખાધો. રોહિતે એની સામે જોયું તો તેણે સામે બેઠેલી વિદ્યા તરફ ઈશારો કર્યો. તેણે વિદ્યાને પૂછ્યું, "બોલો મેડમ, શું કામે આવ્યા છો?"

વિદ્યાએ હળવેથી જવાબ આપ્યો, "સર... મારે એક કમ્પ્લેઇન કરવી છે."

"શું નામ છે તમારું?"

"વિદ્યા."

"હમ..." કહેતા રોહિતે પેન ખોલી અને રજિસ્ટરની પોથી ઉથલાવતા આગળ પૂછ્યું, "કોની સામે ફરિયાદ કરવાની છે?"

"રોની." રોહિતની પેન અટકી અને એણે ફરી નામ પૂછ્યું, "શું નામ છે?"

"રોની જરીવાલા." વિદ્યાએ ફરી કહ્યું.

રોહિત જાણે કોઈ વિચારમાં ગરકાવ થઈ ગયો. કોન્સ્ટેબલ રમણે પણ વિદ્યા સામે આશ્વર્યથી જોયું. રોહિતે તેની આખી ઘટના કહેવા કહ્યું. વિદ્યાએ બનેલી આખી ઘટના એને કહી સંભળાવી. કેસ રિપોર્ટ કરવાને બદલે ઇન્સ્પેકટર રોહિતે તેને કહ્યું, "જુઓ મેડમ, મારી સલાહ માનો તો તમે આ આખી ઘટના ભૂલી જાવ. તમારી સાથે કંઈ થયું જ નથી એમ માની ચાલ્યા જાવ."

વિદ્યા થોડા આવેશમાં આવતા બોલી, "કેવી વાત કરો છો સર તમે? હું બધું ભૂલીને નીકળી જાવ! તમે મારો કેસ ફાઈલ કરવાને બદલે જતા રહેવાનું કહો છો? હું એફઆરઆઇ કરવા આવી છું. તમારે મારી ફરિયાદ નોંધવી પડશે."

"જુઓ, તમે રોની સામે કેસ કરી રહ્યા છો. તમને ખબર છેને એ એક એમ.એલ.એ નો દીકરો છે."

"તો શું થયું?"

ઇન્સ્પેકટર જાણે એની વાત સાંભળવા જ નહોતો માંગતો. એક શ્વાસ લઈ તે બોલ્યો, "સરકાર સામે બાથ ના ભીડાય એની જાણ છેને તમને? તમે કેસ કરશો તો દાવ ઊલટો પડશે. એ એમ.એલ.એ નો દીકરો છે. એના હાથમાં પાવર છે, કંઈ પણ કરી શકે છે. હું તમને તમારી સેફટી માટે કહું છું. જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમારે ઘેર જાઓ."

વિદ્યા આવેશમાં આવી અને ઉભા થઈ ટેબલ પર હાથ પછાડી બોલવા લાગી, "આ શું માંડ્યું છે તમે..! મારી ફરિયાદ નોંધવાને બદલે તમે એનો પક્ષ લ્યો છો. એમ. એલ. એ. જ છેને, પોતે થોડીને સરકાર છે!"

રોહિતે બાજુમાં ઉભેલા રમણ સામે જોયું. રમણ ગૂંચવણમાં મુકાયો. એને વિદ્યાની દયા આવતી હતી. રોહિત એ સમજી ગયો અને તુરંત એનું નામ લીધુ, "રમણ..."

"સર...!" તે જાણે વિદ્યાના પક્ષમાં બોલી રહ્યો હતો. પણ રોહિત એની સાંભળવા નહોતો માંગતો. તેણે આંખો મોટી કરી અને ફરી કહ્યું, "રમણ તને સમજાતું નથી."

તે પોતાના સ્થાનેથી ચાલ્યો અને વિદ્યાને ધક્કા મારી બહાર કાઢવા લાગ્યો. તે જવા નહોતી ઈચ્છતી. રમણ સામે બળ કરી એ રમણને જ ધક્કો મારી પાછી અંદર આવવા લાગી ને બરાડી, "તમેં આવું ના કરી શકો. મારી વાત તમારે સાંભળવી પડશે."

રમણ એને બહાર કાઢવાના પ્રયત્ન કરતો રહ્યો. પણ વિદ્યા સ્ત્રી છે એ જાણી એ નમ્રતાથી વર્તી રહ્યો હતો. રોહિત એનાથી ત્રાસી મોઢે હાથ ફેરવતા લેડીઝ કોન્સ્ટેબલ સામે જોયું અને બૂમ પાડી, "સામે જોઈને શું ઉભા છો, બહાર કાઢો આનો."

ઉપસ્થિત બંને લેડીઝ કોન્સ્ટેબલ ઘસી આવી અને વિદ્યાનાં હાથ પકડી પરાણે ઊંચકીને બહાર કાઢવા લાગી. તે પોતાને રોકવાના પ્રયત્ન કરતી રહી. રડી અને જોર જોરથી ચીંસો પાડતી રહી, "ના... મારી સાથે આવું ના કરો... મારે ફરિયાદ કરવી છે. પ્લીઝ મારી વાત સાંભળો..."

પરંતુ રોહિતે એની એક ન સાંભળી. વિદ્યાએ બંને પગ વાળી દીધા અને જમીન પર બેસી ગઈ. તે બહાર જવાનો ઇન્કાર કરતી રહી. સામે બે લેડીઝ કોન્સ્ટેબલ હતી, એની સામે ક્યાં સુધી ટકે? બંનેએ એના બાવડાં પકડી એને ઢસડીને બહાર લઈ ગઈ અને સ્ટેશનના મેઈન ગેટ પર દાદર પર લાવી ધક્કો મારી દીધો.

તે કરગરતી રહી પણ રોની જેવા માણસ વિરુદ્ધ એની એક સાંભળવામાં ના આવી. તેણે ઉભા થઈ ફરી અંદર જવાનો પ્રયત્ન કર્યો. પણ ગેટે ઉભેલી બંને કોન્સ્ટેબલે એને રોકી અને આ વખતે બહાર રોડ પર લાવી કચરાની જેમ ફેંકી દીધી.

રમણ બહાર આવ્યો અને પુલીસ સ્ટેશનના દાદર પર ઉભો ઉભો આ દ્રશ્ય જોઈ રહ્યો. વિદ્યાએ રડતા રડતા બંને કોન્સ્ટેબલ સામે હાથ જોડ્યા, "મારી સાથે આવું ના કરો, પ્લીઝ... મારે ન્યાય જોઈએ છે."

એક કોન્સ્ટેબલે સખ્તી અપનાવતા આંગળી બતાવી કહ્યું, "તારે જે કરવું હોય એ કર. પણ હવે અંદર ના આવતી, સમજી?" બંને ત્યાંથી ચાલી ગઈ અને તે રોડ પર બેસી રહી. રમણને એના પર દયા આવતી હતી, જોકે ઉપલી પોસ્ટના અધિકારીઓ સામે એ પણ લાચાર હતો.