Shankhnad - 21 in Gujarati Detective stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 21

Featured Books
Categories
Share

શંખનાદ - 21

વિક્રમે પોતા ના મોબાઈલ ની સ્ક્રીન માં જોયું તો બહાર એક ગામડાની સ્ત્રી ના વેઢ માં સોનિયા ઉભી હતી ..એ ખુશ થઇ ગયો એને વીજળીવેગે જલ્દી થી રૂમ નો દરવાજો ખોલ્યો સોનિયાને અંદર ખેંચી અને દરવાજો પાછો બંધ કરી દીધો ..  સોનિયા અંદર આવી ને વિક્રમ ને ભેટી પડી ..થોડીવાર માટે બંને જણ  અત્યારે ની પરિસ્થિતિ ભૂલી ને એક બીજાના ગાઢ પ્રેમ માં ખોવાઈ ગયા ..!   સોનિયા અને વિક્રમ માં બે વાતો ખુબજ મહત્વ ની હતી એને તેનાથી જ બંને નો પ્રેમ ગાઢ થતો હતો .. એક તો એ કે બંને એક બીજા ના ગાઢ પ્રેમ માં હતા અને બીજી એ કે બંને જન જેટલો પ્રેમ એક બીજાને કરતા હતા એટલી જ પ્રેમ એ પોતાના દેશ ને પણ કરતા હતા .. બંને એ એક બીજા જોડે આખી જિંદગી પસાર કરવા નો નિર્ણય કર્યો હતો ..અને સાથે એ પણ નક્કી કર્યું હતું કે જો આ જિંદગી માં બંને માંથી કોઈ એક દેશ માટે કુરબાન થઇ જાય તો એક બીજા માટે આંસુ નહિ વહાવે ...અને એટલેજ દેશ ની સેવા કરવા માં બંને નો પ્રેમ ક્યારેય વચ્ચે ન હતો આવતો ..ઉપરાંત સોનિયા ને વિક્રમ પર ભરોસો હતો કે વિક્રમ જે નક્કી કરે છે એ કરી ને જ રહે છે ..અત્યારે હિન્દુસ્તાન ની સરકાર વિક્રમ નિ સામે હતી ..અરે પોતાનું  આખું  સી બી આઈ ડિપાર્ટમેન્ટ  વિક્રમ ની સામે હતું .અરે પોતાના  ગોડ ફાધર એવા સૂર્ય પ્રતાપ સર પણ વિક્રમ ની વિરુદ્ધ હતા .... સોનિયા ને એ પણ ખબર હતી કે જો વિક્રમ એક વાર આ લોકો ના હાથ માં પકડાઈ જશે તો આ લોકો ની ઈચ્છા નહિ હોય તો પણ વિક્રમ ને ઇન્ટરનેશનલ પોલીસ ના હવાલે કરી દેવા માં આવશે ..પછી ભલે  દેશ ને વિક્રમ ની જરૂર હોય કે વિક્રમ ભલે ગમે તેટલો હોનહાર જાસૂસ હોય ..પણ દુનિયામાં હિન્દુસ્તાન ની ઈજ્જત બચવા માટે વિક્રમ ની બલી  ચડાવી દેવા માં આવશે એક લાંબા આલિંગન પછી બંને જન અલગ થયા ..બંને ને એક બીજા પ્રત્યે અનહદ પ્રેમ અને લાગણી હતી ..પણ પોતાની જવાબદારી અને દેશ પ્રેમ પાર એ બંને જન પોતાની અંગત લાગણીઓ ને હાવી થવા દેતા ન હતા ..  " વિક્કી આમ બે લાહ રૂપિયા રોકડા અને દુબઇ ની એક બેન્ક નું એટીએમ કાર્ડ છે જેના થી આખો દુનિયા માં તું કોઈ પણ એટીએમ માંથી જોઈએ એટલા પૈસા વિડિઓ કરી શકીશ   " ગુડ  " વિક્રમે કવર હાથ માં લેતા કહ્યું .. સોનિયા એ જે પણ કઈ કર્યું હશે એ બહુ જ સમજી વિચારી ને કર્યું હશે કેમ કે પ્લાંનિંગ અને સ્ટ્રેટેજી ની બાબત માં સોનિયા જેટલું ઇંટેરિલિજન્ટ કોઈ નહતું ..અને એની આ હોશિયારી અને ચાલાકી માટે જ તેને સી.બી.અસી માં લેવા માં આવી હતી   " વિક્રમ તારું ધ્યાન રાખજે ..અને  કિપ ..ઈન ..ટચ ... મારે હવે અહીંથી નીકળવું પડશે જો ચીફ ને સહેજ પણ ખબર પડશે તો તું પકડાઈ જઈશ  અને હું નથી ઇચ્છતી કે પાકિસ્તાન ને સબક શીખવાડ્યા વગર તું પકડાઈ જાય ..આમ પણ ચીફે  મનોહર  ને મારા ટ્રેક માં લગાડ્યો હતો .. જો મેં પ્લાન ચેન્જ ના કર્યો હોત  તો  ચીફે મને અને તને બંને ને જેલયા નાખી દીધા હોત   ' સોનિયા બધુંબસડ્સડાટ બોલતી હતી અને વિક્રમ સાંભળતો હતો ....    " સોનિયા તું મને એક વાત નો જવાબ આપ .." વિક્રમે શાંતિ થી કહ્યું " હા બોલ " સોનિયા એ સામે પૂછ્યું.  " તને મારી હોશિયારી પર  શક છે ? ".    " મને તારી હોશિયારી પર ક્યારેય શાક ના હોઈ શકે વિકી ..પણ આ વખતે પરિસ્થિતિ દર કલાકે ગંભીર થતી જાય છે ...તે જાહેર માં મીડિયા સામે પાકિસ્તાન ને ધમકી આપી ને મોટી ભૂલ કરી નાખી છે .."  સોનિયા આટલું બોલી ત્યાં વિક્રમ વચ્ચે  જોરથી બોલ્યો ...  " તો શું હું એ નમાલા દેશ ની હરકતો જોઈને શાંતિ વાર્તા નો પ્રસ્તાવ મુકું ....એની તો હું એ ઈ દશા કરીશ કે ફરી ક્યારેય કોઈ દેશ બીજા કોઈ દેશ વિરુદ્ધ આતંકવાદી કૃત્ય નહિ કરે  ". વિક્રમ આટલું બોલ્યો ત્યાં જ તેની આખો માંથી જાણે અંગારા પડવા લાગ્યા  " હું સમજુ છું વિક્કી ..' સોનિયાએ શાંત આવજે કહ્યું .." ' પણ તું સમાજ અત્યારે સુધી ના બધા જ મિશન માં આપડી ટિમ ...આપડા ચીફ ..આપણું આખી ડિપાર્ટમેન્ટ  .આપડી સરકાર ..વિદેશી બીજી એજન્સી ઓ ..બધું આપડા સપોર્ટ માં  હતું ...પણ આ વખતે તારા ને મારા સપોર્ટ માં કોઈ નથી ...ઉલ્ટા ના બધા આપડા વિરોધ માં છે ..મહાભારત માં અર્જુન જેમ કારણ ને સમજાવે કે ધર્મ યુદ્ધ માં આપડે આપડા સગાઓ જોડે લડવું પડે તો લાડવા નું પણ ધર્મ ની લડાઈ તો લડવી જ પડે ..એમ સોનિયા વિક્રમ ને સમજાવી રહી હતી .  " વિક્કી અત્યારે દુનિયા માં ચારેય બાજુ ..એવી ચર્ચા છે કે ઇન્ડિયન  ખુફિયા એજન્સી નો હોનહાર એજેન્ટ વિક્રમ ગુનેગાર થઇ ગયો છે ..એ પોતાના ડિપાર્ટમેન્ટ  કે   સરકાર ને વફાદાર નથી એ ગદ્દાર છે .  દેશ વિરુદ્ધ નું કામ કરે છે ..એટલે દેશ દ્રોહી છે ..દર કલાકે દુનિયા ના દરેક દેશો તરફ થી પાકિસ્તાન ને સહાનુભૂતિ નો સપોર્ટ મળી રહ્યો છે ..અને આપનો ડેઢ આપણી સરકાર દુનિયા માં એકલી પડી રહી છે  ..દરેક દેશો માંથી. વડાપ્રધસન કાર્યાલય પર ફોન આવી રહ્યા છે કે તમે જો એ પાગલ એજન્ટ ને જેલ માં નહિ નાખો તો અને ઇન્ડિયા સાથે તમામ વહેવાર કાપી નાખીશું ..એટલે   વડા પ્રધાન અને ગૃહ પ્રધાન  તને પકડવા માટે આપડા ડિપાર્ટમેન્ટ  અને પોલીસ ડિપાર્ટમેન્ટ  પર પ્રેશર કરી રહ્યા છે એટલે મને તારી ચિંતા છે .." સોનિયા એ અત્યારે બહાર ની પરિસ્થિતિ ની વિગતો વિક્રમ ને આપી ...   " સોનિયા તારી વાત સાચી છે ...પણ હવે હું પછી પાણી કરું તો દુનિયા માં સૌથી પહેલા તો આપડા ડિપાર્ટમેન્ટ  નું નાક કાપશે અને પછી આપડા  દેશ નું ..અને એતો મને બિલકુલ મંજૂરી નથી ..  " વિક્કી હું તને પછી પાણી કરવાનું નથી કહેતી ..પણ સતર્ક રહી ને જલ્દી થી કામ કરવા નું કહું છું ". સોનિયા એ કહ્યું   " હા એ તારી વાત સાચી ..પાકિસ્તાન ને  જલ્દી માં જલ્દી એવી જોરથી થપ્પડ  મારવી પડશે કે આજે જે  દેશો તેના માટે સહાનુ ભુતી દર્શાવે છે એજ દેશો એના પાર થૂંકે ..સોનિયા આ વખતે તો હું એ પાકિસ્તાન નામ ના નાપાક દેશ નો  ડોગલો  ચહેરો દુનિયા ની સામે ખોલી ને રાખી દૈસ ". વિક્રમે અંદર નો લાવા બહાર કાડયો  " વેલ તારું પહેલી સ્ટેપ શું છે ? " સોનિયા એ પૂછ્યું.   " ગમે તેમ કરી ને પાકિસ્તાન જઈને ડો . મહેમુદ મન્સૂરી ને ઉઠવા નું  ". વિક્રમે કહ્યું     " વોટ ..!  " સોનિયા ચોંકી ને બોલી.     " કેમ ગભરાઈ ગઈ ?". વિક્રમે કહ્યું    " ગભરાઈ નથી ગઈ પણ વિક્કી તને ખબર છે કે ડિપાર્ટમેન્ટ  અને સરકાર ના સપોર્ટ વગર આ કામ કેટલું અઘરું છે ? ".