Love you yaar - 78 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 78

Featured Books
  • Mujh se Miliye

    कहानी मेरी है… मैं एक पेन हूँ…  जी हाँ, आपने सही पढ़ा है…  ...

  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

Categories
Share

લવ યુ યાર - ભાગ 78

"મને તેણે મારી નાખવાની ધમકી આપી છે અને તમને પણ મરાવી નાખવાની ધમકી આપી છે... આપણે તેનાથી ડરીને બેસી નથી જવાનું પરંતુ હમણાં આપણે તેને પકડી શકીએ તેમ નથી માટે અત્યારે આપણે ચૂપ જ બેસી રહેવાનું છે અને વખત આવ્યે તેની ઉપર ઘા કરવાનો છે અને બધું બરાબર થઈ જશે ડેડ તમે જરાપણ ચિંતા ન કરશો.. પહેલા હું અને સાંવરી મળીને આ માલ વેચી દઈએ પછીથી આપણે એને શોધવાનો છે.." મિત પૂરા આત્મવિશ્વાસથી બધું જ એક શ્વાસે બોલી ગયો...અને પછીથી ફોન સાઈડમાં મૂકીને સાંવરીએ આપેલું ટિફિન ખોલીને જમવા માટે બેઠો.. જમતાં જમતાં સાંવરીના હાથની સોડમ પોતાના શ્વાસમાં લઇ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, "જાદૂ છે જાદૂ મારી સાંવરીના હાથમાં, આહા.. શું ગાજરનો હલવો બનાવ્યો છે..!!" અને બીજી બાજુ જમતાં જમતાં જ તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને તેમાં ફેસબુક ખોલ્યું અને તે આ કેયૂર જાની કોણ છે અને હાલમાં તે ક્યાં છે અને શું કરે છે? તે શોધવા લાગ્યો...ફેસબુક ઉપરથી મળેલી માહિતી મુજબ હાલમાં તે લંડનમાં જ સ્થિત છે અને તેની પોતાની જ પેકેજીંગ મટીરીયલ્સની ફેક્ટરી છે. અને તો પછી પોતાને આપેલો આટલો બધો મોટો ઓર્ડર...?ભૂતકાળમાં પપ્પાની સાથે થયેલી કોઈ નાની માથાકૂટનો તેણે મનમાં બહુ મોટો ખાર રાખ્યો લાગે છે અને પપ્પાની સાથે બદલો લેવાના બદઈરાદાથી જ તેણે આ ફેક ઓર્ડર આપ્યો હોય તેવું બની શકે...કદાચ તેનાથી અમારો ધીકતો ધંધો જોયો નહીં ગયો હોય...!!આવા વિધ્નસંતોષી માણસો પણ દુનિયામાં હોઈ શકે ખરા...??જમતાં જમતાં મિતનું મગજ વિચારે ચડી ગયું હતું...પોસીબલ છે એણે જ આ કામ કર્યું છે...અને આ વિચાર મિતના મનમાં પાક્કો બેસી ગયો હતો.બસ તે જમીને ઊભો થયો અને હાથ મોં ધોયા અને પાણી પીવા જતો હતો ત્યાં સાંવરીનો ફોન આવ્યો...મિતને થોડી મજાક સુઝી..."આજે તે જમવાનું જરાપણ સારું નહોતું બનાવ્યું મને તો સ્હેજ પણ ભાવ્યું નહીં અને હું તો ભૂખ્યો જ રહ્યો..""ના હોય, ખરેખર તું સાચું કહે છે.. પણ મેં તો આજે તારું ભાવતું કોબીજ નું શાક, રોટલી અને ગાજરનો હલવો બનાવ્યા હતા. કસમ ખા તો આપણાં લવની..!"અને મિત ખડખડાટ હસી પડ્યો...."આટલી સિરીયસ કન્ડીશનમાં પણ તને અત્યારે મજાક સુઝે છે.." સાંવરી મિત પ્રત્યે નારાજ થતાં બોલી..."જો બેટા ધંધો કરીએ ને તો આ બધું તો ચાલ્યા કરે એમાં અકળાવાનું નહીં થોડી જાડી ચામડીના બની જવાનું... અને આપણી જિંદગી હજી પૂરી ક્યાં થઈ ગઈ છે...? પથ્થરને લાત મારીને મને પૈસો પેદા કરતાં આવડે છે સમજી માય ડિયર...""બસ મારે આવો જ ઘરવાળો જોઈતો હતો જેનામાં આવડત, હિંમત, ધૈર્ય અને કુનેહ હોય... આજે હું બહુ ખુશ છું કે તું મને મળ્યો..""બેટા આ શરીરમાં એક વેપારીનું લોહી દોડે છે એમ હાર થોડી સ્વીકારી લેવાની છે..?""હું પણ તારા સુખ દુઃખ, તારી મૂંઝવણ, તારી તકલીફ તારા હરેક કાર્યમાં અને તારી હરેક પરિસ્થિતિમાં તારી સાથે જ છું.. માય ડિયર" સાંવરી મિતને લગ્ન સમયે લીધેલાં સપ્તપદીના સાત વચનો જાણે ફરીથી યાદ કરાવી રહી હતી.."હવે સાંભળ માય ડિયર મેં ઘરે બેઠાં બેઠાં થોડા કોન્ટેક્ટ શોધીને એમને ફોન કરીને આપણો માલ વેચવાની વાત કરી દીધી છે જેમાં મને સારી એવી સફળતા મળી રહી છે.""ઓકે માય ડિયર એ તે ખૂબ જ સરસ કામ કર્યું.."મિત તેની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો અને તેને શુધ્ધ ગુજરાતીમાં કહેવા લાગ્યો કે, "બૈરી કોની છે બાકી?"સાંવરી પણ તેની વાતને કાપતાં બોલી કે, "એટલે હું સ્માર્ટ છું તે ક્રેડિટ પણ તું જ લઈ જવા માંગે છે એમ જ ને?"મિત હસી પડ્યો અને તેને હસતાં જોઈને સાંવરી પણ હસવા લાગી. બંને જણાં જાણે મુદ્દદતો બાદ હસ્યા હતા...મિતે સાંવરીને કહ્યું કે, "આઈ લવ યુ માય ડિયર..આઈ લવ યુ સો મચ... તું ખરેખર સ્માર્ટ છે. હું ખૂબ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી..."સાંવરીએ પણ સામે "આઈ લવ યુ" કહ્યું.અને બંને જણાંએ જાણે એકબીજાના પ્રેમમાં એક ડૂબકી લગાવી લીધી અને ખુશીથી તરબબતર થઈને ફોન મૂક્યો.એ દિવસે મિત થોડો ઉતાવળથી જ ઘરે પહોંચી ગયો અને પોતાના બેડરૂમમાં જઈને પોતાની સાંવરીને ચોંટી પડ્યો... જાણે દુન્યવી તમામ દુઃખ ભૂલવા માંગતો હોય તેમ....સાંવરી પણ તેને ચીપકી ગઈ હતી....એટલામાં મિતના ડેડી કમલેશભાઈનો ફોન આવ્યો...મિતે તેમને એક સુંદર સમાચાર આપ્યા કે, "ડેડ, કેયૂર જાનીનું એડ્રેસ મળી ગયું છે અને તેના વિશે તમામ માહિતી પણ મળી ગઈ છે‌. તમે ચિંતા ન કરશો આ બધો જ માલ વેચાઈ જાય તેની જ હું રાહ જોઉં છું.. પછીથી આપણે એની ઉપર લીગલ કાર્યવાહી શરૂ કરવાની છે.."કમલેશભાઈ પણ મિતની સંતોષકારક વાતથી ખુશ હતા...સાંવરીએ જે પ્રમાણે કોન્ટેક્ટ શોધીને રાખ્યા હતા તે પ્રમાણે ધીમે ધીમે કરીને તેમણે બધો જ તૈયાર માલ વેચી દીધો અને તેઓ ટેન્શન ફ્રી થઈ ગયા...હવે વાત હતી પોલીસ કમ્પલેઈન કરવાની...તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....મિત કેયૂર જાનીને પોલીસ કસ્ટડીમાં ધકેલવામાં કામિયાબ રહે છે કે નહીં...કે પછી કેયૂર જાની કોઈ બીજો નવો ખેલ ખેલે છે..??જોઈએ આગળના ભાગમાં... કેયૂર જાની પોતાની જ પાથરેલી જાળમાં ફસાઈ જાય છે કે નહીં..??~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     24/2/25