SEO Technology in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | એસઇઓ ટેકનોલોજી

Featured Books
  • Shyari form Guri Baba - 4

    मैंने खुद को बर्बाद कर लिया,तेरी मोहब्बत में खुद को खो दिया।...

  • जुर्म की दास्ता - भाग 6

    उसके बाद वहां ज्यादा बातें नहीं हुई। जयदीप ने पूछा कि उन्हें...

  • लक्ष्मी है

    लक्ष्मी है (कहानी)अध्याय 1: गाँव की बिटियाउत्तर प्रदेश के छो...

  • अनोखा विवाह - 21

    पिछले पार्ट में आपने पढ़ा कि अनिकेत जब चेंज करके आता है तब भ...

  • नफ़रत-ए-इश्क - 38

    विराट तपस्या को बाहों में उठाकर मंदिर की तरफ ले जाता है और त...

Categories
Share

એસઇઓ ટેકનોલોજી

ગુગલ સર્ચના પરિણામો પાછળની અનોખી ટેકનિક એટલે એસઇઓ ટેકનોલોજી
સતત બદલતા અલ્ગોરિધમ નવી નવી લિંશ્સને ગુગલ સુધી લઈ આવે છે
કોઈ પણ સર્વિસ કે પ્રોડશ્ટને યુઝસ્ર સુધી લઈ જવા માટે કામ કરે છે આ ટેકનિક

આપણા ઘરમાં કોઈ વસ્તુ ખોવાય જાય કે ભૂલથી ક્યાંય મૂકાઈ જાય ત્યારે તેને શોધવા માટે આપણે જે યુક્તી ઉપયોગમાં લઇએ છીએ તે ખરેખર એક ટેકનોલોજી છે. રસોડાની વસ્તુઓ હોય તો રસોડામાં, ઓફિસની ફાઈલ હોય એના આર્કાઇવમાં, અગત્યના ડૉક્યુમેન્ટ હોય તો જે તે થેલી કે પોર્ટફોલિયોમાં, ઈલેક્ટ્રોનિક્સ એસેસરી હોય તો દરરોજ મૂકવામાં આવતા ટેબલ કે ટિપાઈ ઉપર કે તેના ખાનામાં. ટૂકમાં વસ્તુઓ જે જૂથમાં આવતી આવતી એના આધારે તેને શોધવામાં આવે છે. પણ ક્યારેક એવું પણ બને છે કે, આપણે શોધતા હોઇએ કોઇ જગ્યાએ અને તે મળે બીજી જગ્યાએથી.
જ્યારે પણ કંઇક નવું સર્ચ કરવાની વાત આવે ત્યારે ગુગલ બાબા અચૂક યાદ આવે. પણ એ આ બધી વસ્તુઓ અને ટેરા બાઇટની માત્રાનો ડેટા કેવી રીતે યાદ રાખતું હશે? આ સવાલ અનેક વખત થયો જ હશે. જેમ દરેક વસ્તુને યાદ રખવા પાછળ ચોક્કસ પ્રકારના ચિહ્ન, ટેકનિક અને સ્ટેપ કામ કરતા હોય છે. એમ જ ઓનલાઈનમાં ગુગલને એ જ વસ્તુને સંબંધી હજારો વિષય પીરસી દે એ માટે તે ખાસ અલગોરિધમને અનુસરે છે. દા.ત. ૧૯૯૦ની ફિલ્મોનું લીસ્ટ સર્ચ કરીએ તો એ ૨૦૨૦ની ફિલ્મનું સજેશન આપશે. પણ એ યાદીમાં સામિલ નહીં કરે. આ એક ઓનલાઈન ટ્રાફિક ટ્રેકિંગ છે. જે એક પ્રકારના ફિલ્ટર જેવું કામ કરે છે. દરેક કંપની કે વ્યક્તિની સાઈટનું એક સપનું ગુગલના પ્રથમ પેજ પર આવવાનું હોય છે. પ્રથમ પેજ પર એવી જ લિંકને સ્થાન મળે છે. જે સૌથી વધારે યુઝર્સે જાેયેલી હોય. આ ટેકનિક માત્ર ગુગલ સર્ચ એન્જિનની જ નથી. પણ યાહુ, અલ્ટાવિસ્ટા, ગુગલમિનિ અને એડવાન્સ જેવા સર્ચ એન્જિનમાં પણ લાગુ પડે છે.

શું છે આ એસઇઓ?
દરેક બ્લોગર જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ લીંક બેઈઝ્‌ડ કામગીરી શરૂ કરે છે ત્યારે ગુગલ કે કોઈ પણ સર્ચ એન્જિન એને ડાયરેક્ટ ટ્રેક કરતું નથી. એની લિંકને પણ ફોલો કરતું નથી. સર્ચ લીસ્ટમાં આવવા માટે એ લિંક પરનો ડેટા વ્યવસ્થિત હોવો જાેઈએ, ઈમેજના સ્ટાન્ડર્ડ યોગ્ય હોવા જાેઈએ સહિતના કેટલાય માપદંડ છે. જેમાંથી પાસ થઈને ત્યાં સુધી પહોંચી શકાય છે. યોગ્ય રીતે ઓપ્ટિમાઈઝડ લીંકને કોઈ પણ સર્ચ એન્જિન ટ્રેક કરે છે અને પછી એની પસંદગી લીસ્ટીંગમાં છે. આ ટેકનોલોજી માટે જરૂરી છે ઓપ્ટિમાઈઝેશન. જાે લિંકમાં રહેલો ડેટા યોગ્ય ન હોય અને રેન્ક પણ ન હોય તો ટ્રાફિક મળતો નથી. આવી મહેનત પાણીમાં ન જાય એટલા માટે એને એસઇઓ કરાવવું પડે છે. આ એક એવી ટેકનોલોજી છે. જે બેસ્ટ ક્વોલિટી અને કન્ટેન્ટની યાદીમાં વગર કોઈ સ્પર્ધાએ સ્થાન અપાવી શકે છે. પણ સૌથી વધારે જેના પર સર્ચ કરવામાં આવે છે ગુગલ સમયાંતરે આ માટેના ચોક્કસ અલગોરિધમને બદલતું રહે છે. આ સમગ્ર પ્રોસેસને એસઇઓ કહેવામાં આવે છે. જેમાં લિંકના સબ્જેટથી લઈને ગ્રૂપીંગ સુધીના તબક્કાઓમાંથી પસાર થવું પડે.

આ ટેકનોલોજી શેના પર આધાર રાખે છે?
આ ટેકનોલોજી ટ્રાફિક અને કિવર્ડ પર આધારિત છે. એટલે કોઈ દાવો ન કરી શકે કે તે પોતે આ ટેકનોલોજીના મહારથી છે. કારણ કે, દુનિયામાં ગુગલ સિવાય પણ કેટલાક ઈન્ટિગ્રેટેડ સર્ચ એન્જિન છે જેની લિંક અને ટ્રેસિંગ (હા, ટ્રેકિંગ નહીં) ટેકનોલોજી જુદી જુદી હોય છે. શરૂઆતમાં જ્યારે આ ટેકનોલોજી નવી હતી ત્યારે એના પર્ફેક્ટ કિવર્ડ અને એક એક અક્ષરનું મેચ થવું અનિવાર્ય હતું. પછી ગુગલને અનેક પ્રશ્નો થયા. ખાસ કરીને જ્યારે ખોટા સ્પેલિંગ સામે આવે ત્યારે જે પ્રોગ્રામમાં ક્વેરી મૂકી હોય એ ફાયર ન થાય. પછી ગુગલે પોતાના ડેટાબેઝમાંથી સાચા શબ્દો અને સ્પેલિંગનું આખું સર્વર તૈયાર કર્યું. આ માટે ભાષા નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી. પછી મળતી આવતી લિંક અને સર્વિસને મેચ કરી કન્ટેન્ટ ક્વોલિટી તપાસીને એસઇઓનું કામ કરવામાં આવ્યું. આ એક એવી ટેકનિક છે જે વસ્તુ કે વસ્તુઓ લક્ષી લિંકને ગુગલની યાદીમાં કે પેજના ટોપ પર લઈને આવે છે.

આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
જેમ વધુને વધુ લોકો કોઈ એક લિંકને ફોલો કરે કે વિઝિટ કરે ત્યારે એમાં એક ડિજિટલ ટ્રાફિક ઊભો થાય છે. આ એક એવો ટ્રાફિક હોય છે જેમાં તે લિંકને પ્રોયોરિટી મળી રહે છે. જેને ઓર્ગેનિક ટ્રાફિક કહેવાય છે. આ માટે ઘણી કંપનીઓ જે તે એજન્સીઓ સાથે મળીને પોતાની લિંકનું માર્કેટિંગ કરાવે છે. પછી તે સોશિયલ મીડિયાથી મળે કે મેન્યુઅલ મીડિયાથી. માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય કે પેઈડ પબ્લિસિટી. આ માટે કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપવું અનિવાર્ય છે.
- કિવર્ડ : સ્પેલિંગ ભૂલ વગરના કિવર્ડ જાે યોગ્ય રીતે સર્ચ કરવામાં આવે તો પર્ફેક્ટ પરિણામ મળે છે. આમાં કોઈ સ્પેશિયલ કેરેટર્સ હોય કે નંબર હોય તો પણ એના નજીકના નંબરને સર્ચ એન્જિન સર્ચ કરે છે.
- અલગોરિધમ : ગુગલે પહેલા એસઇઓ પર ખૂબ જ ધ્યાન આપ્યું. જ્યારે દેશમાં પોર્નોગ્રાફીનો મુદ્દો ગાજ્યો ત્યારે ગુગલે કેટલાક કિવર્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ગુગલ દ્વારા અલગોરિધમ બદલવામાં આવ્યા હતા.
- કંટેન્ટ : આજે દુનિયા બેસ્ટ ક્વોલિટી કંટેન્ટને ફોલો કરે છે. લિંક ભલે ગમે એવી સારી હોય, એસઇઓનું પ્રોગ્રામિંગ પણ બેસ્ટ હોય પણ સર્ચમાં સારી વસ્તુ નહીં મળે તો યુઝર ફરી કોઈ સાઈટ કે લિંકને ફોલો નહીં કરે. એટલે પછી ગુગલ એનું રેન્કિંગ ઘટાડી દેશે. ટૂંકમાં અપડેટ અનિવાર્ય છે.
- પબ્લિસિટી અને માર્કેટિંગ : બધુ જ બેસ્ટ હોય પણ લોકોને ખબર ન હોય તો શું કામનું? ઘણી વખત એવું બને છે કે, બ્લોગર્સ, લેખકો, વેપારીઓથી લઈને કલાકારો સુધી એટલો બધો માલ બનાવી બેસે છે કે પછી કોને શું વેંચવું એની મતિ હોતી નથી અને રોકડ ઊભી કરવાની મનમાં ગતિ પ્રવત્રતી હોય છે. પણ યોગ્ય રીતે પબ્લિસિટી ન કરવા આવે તો આ આખો કોન્સેપ્ટ ક્યાંય કામ આવતો નથી. વસ્તુ શું છે અને કોને જરૂર છે ક્યાં ઊભું રહેવાથી વેચાશે એ ખ્યાલ હોય તો સર્ચ એન્જિનમાં પ્રથમ ક્રમે સ્થાન મળે છે.
- લોકલ ટુ ગ્લોબલ : આજે દરેકને દુનિયામાં ડંકો વગાડવો છે. પણ આ માટે કોઈ ચોક્કસ ટેકનોલોજીની મદદ લેવી પડે. કેટલીક લિંક એવી હોય છે જે ચોક્કસ નેટવર્ક પૂરતી સિમિત હોય છે. જેમ કે, બેન્કમાં પૈસા ભરવા માટે જ્યારે ફોર્મ ભરીને કેશિયરને આપો ત્યારે તે એન્ટ્રી કરે છે. આ પોર્ટલ ગુગલ સર્ચ કરો તો પણ ન મળે. પણ બેન્કમાં રહેલા સર્ચ એન્જિનમાં એનું લોગઈન જાેવા મળે. આવું કેમ? આ પાછળ લોકલ ટુ ગ્લોબલ જવાબદાર છે. જે લિંકની તમારા પાડોશીને નહીં ખબર હોય તો પેરિસમાં બેઠેલા વ્યક્તિને ખબર હોય એવું રેર કેસમાં બને.

ત્રણ પ્રકારના એસઇઓ
- ઓનપેજ : આ ટેકનોલોજીનું કામ તમારા પેજ પર છે. એટલે કે, જાે વેબસાઈટ યોગ્ય રીતે ડીઝાઈન કરેલી નહીં હોય તો યુઝર સુધી નહીં પહોંચી શકાય. આ માટે વેબ ટેમ્પલેટ અને ડીઝાઈન પ્રોપર હોવા જાેઈએ. કંટેન્ટ બેસ્ટ હોવું જાેઈએ. કિવર્ડ સાચા હોવા જાેઈએ. લીસ્ટિંગ સારૂ હોવું જાેઈએ. જેટલું એરર ફ્રી કામ હશે એટલું ગુગલ ઝડપથી સાઈટ કે લિંકને ટ્રેક કરશે. પછી રેન્કનું કામ શરૂ થાય છે. આ ઉપરાંત જેટલી સ્પીડમાં વેબસાઈટ લોડ થાય એ પણ સૌથી વધુ જરૂરી છે.
- ઓફ પેજ : આ ટેકનોલોજીમાં બધુ કામ જે તે લિંક કે વેબસાઈટની બહાર થાય છે. આ ટેકનોલોજીમાં પ્રમોશન, પબ્લિસિટી અને માર્કેટિંગનો સમાવેશ થાય છે. આ એ તબક્કો છે જેમાં જે તે પેજ કે વેબસાઈટ સર્ચ એન્જિન સુધી પહોંચે છે. આ ઉપરાંત પબ્લિસિટી અને સોશિયલ મીડિયા તેમજ પ્રમોશનની કામગીરી આ તબક્કે થાય છે. પણ અહીં જ્યાં પ્રમોશન કે પોસ્ટ કરી શકાય એ પ્લેટફોર્મનું લિસ્ટ તૈયાર કરીને પ્રોસેસ કરવામાં આવે તો કામ સરળ થાય છે.
- લોકલ : લોકલને આમ તો કોઈ ચોક્કસ શબ્દમાં વ્યાખ્યાયિત ન કરી શકાય પણ આ એક તબક્કો છે. જેમાં ખાસ કરીને વેબસાઈટ કે બ્લોગને ખાસ રીતે ઓપ્ટિમાઈઝ કરાય છે. જેથી બેસ્ટ રેન્ક અને સારો એવો ટ્રાફિક મળે છે. લોકલ કેટેગરીમાં નામ, એડ્રેસ, પિનકોડ, સંપર્ક અને લિંકનું ફોર્મેશન સારી રીતે કર્યું હોય તો સરળતા રહે છે.

એસઇઓ અને ઈન્ટરનેટ માર્કેટિંગમાં અંતર છે
એસઇઓએ કોઈ પણ વેબસાઈટ અને વેબ પેજને રેન્ક અને ટોપ સર્ચમાં પહોંચાડવા પાછળનું પ્રોગ્રામિંગ છે. આ માટે ચોક્કસ પ્રકારના કોર્ષ પણ થાય છે. આ એક સર્વિસ છે પણ ઈન્ટરનેટ માર્કેટિંગના માર્કેટમાં જાેવાનું અને દુનિયાને બતાવવાનું હોય છે. જેમ કે, એમેઝોન શોપિંગનું સોશિયલ મીડિયા પેજ લાઈક કરો તો એની તમામ ઓફર્સ એક જ ક્લિકમાં આવશે. પણ એસઇઓમાં આવું નહીં થાય. કારણ કે એ વેબની પાછળની વસ્તુઓમાં આવે છે. એસઇઓ એક પ્રકારનું ટુલ્સ છે. જે રીતે એસઇઓ હોય છે એમ એસઇએમ પણ હોય છે. પણ તે એસઇઓ કરતા જુદુ છે. સર્ચ એન્જિન માર્કેટિંગ એટલે એસઇએમ. જેની મદદથી વધુ સમય સુધી પેજ કે વેબસાઈટને વિઝિબલ રાખી શકાય છે. આ માટે અહીં ફ્રી અને પેઈડ એમ બંને પ્રકારના ટ્રાફિક હોય છે. એસઇએમ ફીચર્સ બેઈઝડ ટેકનોલોજી છે. જ્યારે એસઇઓ એક પ્રકારનું પ્રોગ્રામિંગ છે.

ફાયદો શું?
- સૌથી મોટો ફાયદો પેજને પ્રાયોરિટી અને દુનિયા સમક્ષ એક આઈડેન્ટીટી આપવાનો.
- યોગ્ય રીતે પ્રમોશન અને ચોક્કસ પ્રકારના ઓડિયન્સ સુધી પહોંચવાનો
- ટ્રાફિક જનરેટ કરવા
- ગુગલ સર્ચમાં લિસ્ટ તથા રેન્ક મેળવવા
- ઓથેન્ટિક છીએ એ માટે ક્યારેક કોઈ કોર્પોરેટ કંપની માર્કેટિંગના પણ એસઇઓને પૈસા આપે છે
- ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યાપાર કે સર્વિસને વિસ્તારવા
- યૂઝર્સનું એનાલિસિઝ કરવા
- ડિજિટલની દુનિયામાં વધુ રેન્ક મળે તો એ ટ્રસ્ટ અને ઈમેજ ઊભી થાય છે.
- સોર્સ ડેવલપમેન્ટ માટે

મર્યાદા શું ?
- સૌથી મોટી મર્યાદા વિષયના ઓથન્ટિસિટીની છે. નોલેજ બધા પાસે હોય ક્યાંક વાચેલું, લખેલું કે જાેયેલું. પણ અહીં કોપિરાઈટનો પ્રશ્ન ઊભો થઈ શકે
- પ્રોગ્રામિંગ ખર્યાળ છે. દરેકના પેજ કે મોટી મલ્ટિનેશનલ કંપની કે મોટા ગ્રૂપને એક જ વસ્તુ માટે કરાવવું પોસાય એમ નથી.
- મોટા ભાગે કંપની પોતાના જ વિભાગમાં આ સુવિધા ઊભી કરે છે. ડેટા ચોરીના યુગમાં ખાસ કોઈ કામ બહારની એજન્સી સુધી આવતું નથી.
- જેના કારણે સોર્સ અને વ્યુઅરશીપ ઘટે છે.
- પ્રોગ્રામિંગ મોંઘું છે. ઝડપથી આવા કોઈ નિષ્ણાંત મળતા નથી.
- ઈમેજ, ડિજિટલ ફીચર્સ અને પ્રોડક્ટ સિવાયની સર્વિસ મળતી હોય ત્યારે એક કે આઠ-દસ પેજ માટે કરાવવું ન પણ પરવડે
- સતત બદલતા અલગોરિધમને કારણે ક્યારેક પાછળ પણ રહી જવાય. ટ્રાફિક ડાઈવર્ટ થઈ જાય.