નોંધ : આ આર્ટીકલ મારી ટેકનોલોજી પરની કોલમમાં ૫જીની શરૂઆત પહેલા લખ્યો હતો. જ્યારે હવે, ૫જીનો ઉપયોગ શરૂ થઇ ગયાને વર્ષો વીતિ ગયા છે. પરંતુ મહત્વની બાબત એછે કે, ૫જીના આવવાથી આપણાં જીવનમાં શું ફેરફાર થયા અને તેનાથી શું ફાયદો થયો તે જાણવું આજે પણ મહત્વનું છે. જેથી આજે આ લેખ અહીં પ્રકાશીત કર્યો છે.
ડાઉનલોડ અપલોડ, ફીચર્સ, રિસર્ચ અને મેડિકલથી લઈને મોબાઈલ ડિવાઈસનો યુગ બદલશે
પજીમાં ૨૦ જીબી ડેટાનું સરળતાથી ટ્રાંસમિશન કરી શકવાની ક્ષમતા
એક એવો પણ સમય હતો જ્યારે વાયરવાળા ફોનમાં સાંભળવામાં પણ મશ્કેલી આવતી હતી. ડાયલટોન જેને કાને સાંભળી હશે એને ખ્યાલ હશે કે, સાત કે આઠ આંકડાના નંબર યાદ ન રાખવા પડે એ માટે ડાયરી ખિસ્સામાં રહેતી. પછી મોબાઈલ આવ્યા એમાં પણ આજના સ્માર્ટફોન જેવી લાઈટ્સ ન હતી. યાદ છે નોકિયાનો ૩૩૧૫ ફોન, સાપની ગેમ રમવાની પણ મજા હતી. ખેર, સમયના સેકન્ડ કાંટે બદલતી દુનિયાએ હેવ ૨જી, ૩જી, ૪જી અને ૫જી નેટવર્ક આવી ગયું છે. ત્યારે આ વાત ૫જીની શરૂઆત પહેલાની છે. તે સમયે આઈટી સિટી બેંગ્લોરમાં એક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ૫જીનું પરીક્ષણ કર્યું અને સફળ પણ થઇ. પણ દેશમાં ઈન્ટરનેટ સ્પીડની આક્ષેપ બાજી અને સ્પેક્ટ્રમ હરાજી, બોયકોટ ચાઈના અને ફેસબુકના અપડેટમાં આના પર કોઈ ધ્યાન ન ગયું. હવે એ દિવસો નજીક છે જ્યારે ફોન અપડેટ સાથે ૫જી આવશે. સિમકાર્ડ જ ૫જીને સપોર્ટ કરતું હશે. એલટીઇ માટેનું કોઈ ફિચર્સ અલગથી નહીં દેખાય. આ તમામ શક્ય છે ૫જીમાં. એટલે ઈન્ટરનેટની ૫મી જનરેશન. એટલે જ એને ૫જી કહેવાય છે.
૫જી શું છે?
ફોનના આ બદલતા રંગ રૂપની સાથે એની જનરેશન પણ જાેડાયેલી હોય છે. જે ૧જી થી ૪જીનો સફર પૂરો કરી ચુકી છે અને હવે ૫જી તરફ વધી રહી છે. આમાં એ જાણવું ખુબજ રસપ્રદ હશે કે આ આવનારી ૫જી શું છે? આમા વપરાયેલી ટેકનોલોજી શું છે અને અત્યારની ઈન્ડસ્ટ્રીઝમાં બદલાવ લાવી શકશે. દર ૧૦ વર્ષમાં મોબાઈલ ટેકનોલોજીમાં એક જનરેશનનો વધારો થાય છે. જેમકે ફર્સ્ટ જનરેશન (૧જી) ૧૯૮૦ માં, સેકન્ડ જનરેશન (૨જી) ૧૯૯૦ માં, થર્ડ જનરેશન (૩જી) ૨૦૦૦માં, ફોર્થ જનરેશન ૨૦૧૦માં, હવે ફિફથ જનરેશન. હવે, દુનિયા આધુનિક અને સ્માર્ટ ટેકનોલોજીની તરફ વધી રહી છે. ૫જીનું ફુલ ફોર્મ છે ફિફથ જનરેશન. આ ફિફથ જનરેશન વાયરલેસ અથવા ૫જી, બોવેજ લેટેસ્ટ સેલ્યુલર ટેકનોલોજી છે. જેને ખાસ રીતે એન્જિનિયર્ડ કરવામાં આવ્યું છે. જેનાથી વાયરલેસ નેટવકર્ની સ્પીડ અને પ્રતિભાવમાં વધારો કરી શકાય. ૫જીમાં ડેટાને વાયરલેસ બ્રોડબેન્ડ કનેકશનના માધ્યમથી લગભગ ૨૦ જીબીપીએસ્થી પણ વધારે સ્પીડથી ટ્રાન્સમિટ થઈ શકે છે.
ટેકનોલોજીના ફાયદા
૩ સેકંડમાં પૂર્ણ એચડી મૂવી ડાઉનલોડ કરી છે? ૫જી નેટવર્કથી આ ખૂબ ઝડપી બનશે. ૫જી ટ્રાફિક ક્ષમતા અને નેટવજર્ક કાર્યક્ષમતામાં પ્રતિ સેકન્ડ ગતિ ૨૦ જીબી પહોંચાડવા માટે સક્ષમ છે. એમએમ વેવ સાથે, જે કનેક્શનને નક્કી કરવા અને નેટવર્ક ટ્રાફિક ઘટાડવામાં મદદ કરે છે. ૫જી નેટવર્ક આવી ગતિ આપશે, જે વાસ્તવિક સમયમાં વૃદ્ધિશીલતાની વાસ્તવિકતાનો અનુભવ કરી શકે છે. વાસ્તવિકતા પર કામ કરતા હાર્ડવેરના વિકાસમાં પણ મદદ કરશે. આ ટેકનિક વર્ચુઅલ રિયાલિટી, ઓટો ડ્રાઇવિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો પાયો બનશે. આ ફક્ત તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો અનુભવ સુધારશે નહીં પણ તબીબી માળખાગત સુવિધાઓ અને ઉત્પાદનના વિકાસમાં મદદ કરશે.
ટેકનોલોજીના પડકારો
૫જી ટેક્નોલોજી લાવવી ખૂબ જ મોંઘી થવાની છે. નેટવર્ક ઓપરેટરોએ હાલની સિસ્ટમને કાઢી નાખવી પડશે કારણ કે તેમાં ૩.૫ જીએચઝેડ કરતા વધારે આવત્રનની આવક્યકતા છે. જે ૩જી અથવા ૪જીમાં વપરાયેલી બેન્ડવિથથી વધુ છે. સબ - ૬ જીએચઝેડ સ્પેક્ટ્રમની બેન્ડવિથ પણ મર્યાદિત છે. તેથી તેની ઝડપ મિલિમીટર-વેવ કરતા ઓછી હોઈ શકે છે. આ ઉપરાંત, મિલિમીટર-વેવ ટૂંકા અંતરમાં વધુ અસરકારક છે અને અવરોધોમાં કામ કરી શકશે નહીં. તે ઝાડ દ્વારા અને વરસાદ દરમિયાન પણ અવલોકન કરી શકાય છે. જેનો અર્થ છે કે તમારે ૫જીને કોંક્રિટ રીતે અમલમાં મૂકવા માટે ઘણા બધા હાર્ડવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. ૫જીનો વિસ્તાર કરવામાં આવ્યો છે પરંતુ લોકોની અપેક્ષા મુજબ નથી. વત્રમાન દર હેઠળ પણ, ૫જી ૨૦૨૫ સુધી ૩જી અને ૪જીને આગળ નીકળી શકશે નહીં. જાેકે એવું મનાય રહ્યું છે કે, ૨૦૨૨ સુધીમાં ૫જી સ્માર્ટફોનની સંખ્યા ૭૫ કરોડ થઈ જશે અને ૨૦૨૩ સુધીમાં ૫જી કનેક્શન્સ ૧ અબજ બરોબર થશે. આ સિવાય ૫જી ટેક્નોલોજી સાથે સુરક્ષા અને ગોપનિયતાનો મુદ્દો પણ છે, જે વધુ ઉપયોગ પછી જ જાણી શકાશે. હાલમાં ૫જી ટેકનોલોજીનો જે પ્રમાણે ઉપયોગ થઇ રહ્યો છે. તે જાેતા તેની પાછળનો ખર્ચ પણ વધશે. ૫જી ટેકનોલોજીમાં જે હાર્ડવેરનો ઉપયોગ થાય છે તેને હાલના ટાવર્સ કરતાં નજીકમાં ઇન્સોટલ કરવાની ફરજ પડશે જેથી તેની પાછળનો ખર્ચ પણ વધશે.
શેના પર છે ટેકનોલોજીનો પાયો ?
- મીલિમીટર વેવ : મિલીમીટર-વેવ ૫જી ઘણાં બધા ડેટા મેળવે છે. જે પ્રતિ સેકંડ ૧ જીબી સુધીની ઝડપે ડેટા ટ્રાન્સફરને સક્ષમ કરે છે. આવી ટેક્નોલોજીઓનો ઉપયોગ હાલમાં યુ.એસ.માં વેરિઝન અને એટીએન્ડટી જેવા ટેલિકોમ ઓપરેટરો દ્વારા કરાયા છે. કેનેડાએ પણ તાજેતરમાં આ ટેકનોલોજી અપનાવી છે. જાપાનમાં પણ આ માટેના ઘણા નેટવર્ક કામ કરે છે.
- સ્પીડ સેલ્સ : ૫જી ટેક્નોલોજીનો બીજાે આધાર સ્પીડ સેલ્સ છે. મિલીમીટર-વેવમાં રેન્જમાં સમસ્યા છે, જે સ્પીડ સેલ દ્વારા કવર કરી અપાય છે. એમએમ વેવ વિક્ષેપોમાં કામ કરી શકતું નથી, તેથી મુખ્ય સેલ ટાવરથી સંકેતો રિલે કરવા માટે સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં મીની સેલ ટાવર્સ સ્થાપિત કરાય છે. જેને પરંપરાગત ટાવર્સ કરતા ટૂંકા અંતરે મૂકવામાં આવે છે જેથી યૂઝસ કોઈપણ વિક્ષેપ વિના ૫જી સિગ્નલ મેળવી શકે. આ માટે ખાસ ડિવાઈસ પ્રોગ્રામિંગ કરેલું હોય છે.
- મેક્ઝીમમ ઈનપુટ આઉટપુટ : ૫જી ટેકનીકનો આગળનો આધાર મેક્ઝીમમ એમઆઈએમઓ છે. એટલે કે મલ્ટીપલ ઈનપુટ અને મલ્ટીપલ આઉટપુટ ટેકનીક. જેમ રીયલ ટાઈમમાં એક જ સેકન્ડમાં કે સમયમાં એકથી વધારે ઈનપુટ ફલો કરી શકાય એમ અહીં પણ એનું રિઝલ્ટ કલ્પના કરતા વધું વધારે શાનદાર છે. આ ટેકનીકનો ઉપયોગ કરીને ટ્રાફિકને મેનેજ કરવા માટે મોટા સેલ ટાવર્સનો ઉપયોગ થાય છે. નિયમિત સેલ ટાવર જે ૪જી નેટવર્ક પ્રદાન કરે છે તે ૧૨ એન્ટેના સાથે આવે છે જે તે ક્ષેત્રમાં સેલ્યુલર ટ્રાફિકનું સંચાલન કરે છે. એમઆઇએમઓ ૧૦૦ એક સાથે એન્ટેનાને ટેકો આપી શકે છે જે વધુ ટ્રાફિક હોય ત્યારે ટાવરની ક્ષમતામાં વધારો કરે છે.
- બીમફોર્મિંગ : એક ટેકનીક છે જે સતત ફ્રિકવન્સી લેપના અનેક સ્ત્રોતનું નિરીક્ષણ કરી શકે છે. જેમાં સારા અને સ્ટ્રોંગ સિગ્નલ ફિલ્ટર થઈને જે તે ડિવાઈસ સુધી પહોંચે છે. સેન્સર અને એરેથી કે લાઈન ટ્રાંસમિશનથી ડેટાનું વહન કરે છે. જે ડિજિટલ ફોર્મેટમાં હોય છે. જ્યારે એક સિગ્નલ અવરોધિત થાય છે ત્યારે બીજા મજબૂત અને ઉચ્ચ ગતિના ટાવર પર સ્વિચ કરી શકે છે. આ ટેકનોલોજીમાં ફ્રી સિગ્નલ કે ડેટા લોસની શક્યતાઓ ઓછી રહે છે.
- ફૂલ ડુપ્લેક્સ : ફુલ ડુપ્લેક્સ એ એક ટેકનીક છે જે સમાન ફ્રીક્વન્સી બેન્ડમાં એક સાથે ડેટા ટ્રાન્સમિટ કરવામાં અને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને કોઈ પ્લેટફોર્મ પર સ્પીડની જરૂર હોય ત્યારે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. દા.ત. ફલાઈટ શેડ્યુલિંગ અને એરપોર્ટ મેનેજમેન્ટ. આવી ટેકનીકનો ઉપયોગ લેન્ડલાઇન ટેલિફોન અને ટૂંકા તરંગ રેડિયોમાં થાય છે. તે એક દ્વિમાર્ગી ગલી જેવું છે, જે બંને બાજુથી સમાન ટ્રાફિક મોકલે છે.
સંપૂર્ણ ટેકનિક ફાયદા અને પડકારો
દેશમાં છેલ્લા ૨ વર્ષથી ૫જીની વાત કરવામાં આવી રહી છે અને હવે તેનો ઉપયોગ ચીન, અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં થઈ રહ્યો છે. ૫જી એ મોબાઇલ નેટવકર્ની પાંચમી પેઢી છે. ૫જી એક સમાન મોબાઇલ નેટવકિર્ંગ પ્રન્સિપલ આધારિત છે. અગાઉના નેટવર્કની જેમ તે એક સોફટવેર આધારિત નેટવર્ક છે. જે વાયરલેસ નેટવર્કની ગતિ અને કાર્યક્ષમતા વધારવા માટે વિકસાવવામાં આવ્યું છે. આ તકનીક ડેટાની માત્રામાં પણ વધારો કરે છે. જે વાયરલેસ નેટવર્કમા ટ્રાન્સમિટ કરી શકાય છે પણ જાે સોફટવેર બગડે કે નેટવર્ક એરર ઊભી થાય થાય એક જ ચેનલ કે ફ્રિકવન્સીના તમામ રૂટ બંધ થઈ શકે. ૫જી ટેકનોલોજી ૬ બેન્ડમાં કરવા માટે સક્ષમ છે, જેમાં ફ્રીક્વન્સી સામાન્ય રીતે ૩ જીએચઝેડ - ૬ જીએચઝેડની વચ્ચે હોય છે. ઘણી વખત વરસાદને કારણે રેડિયો ફ્રિકવન્સી ન મળતી હોય એવી અનેક ફરિયાદ આપણે જાણી છે. આવું જ આ ફ્રીક્વન્સીને લાગુ પડે છે. વાયલેસ માટે પણ પ્રાયમરી વાયરિંગ નબળું હોય તો સ્પીડનો પ્રશ્ન ઊભો થાય છે. જાેકે, આ સિસ્ટમમાં ટ્રાફિક વધારે હોવાને કારણે, સંશોધનકારો હવે ૬ જીએચઝેડથી ઉપરનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. તેઓ ૨૪ જીએચઝેડ - ૩૦૦ જીએચઝેડ સ્પેક્ટ્રમ પર કામ કરવા માટે તૈયાર છે. નિષ્ણાતો તેને મિલિમીટર-વેવ પણ કહે છે. ટેકનોલોજી નિષ્ણાંત એવું કહે છે કે, ૫જી ખૂબ સારા બેન્ડવિથ આપશે એટલે મર્યાદાઓ ઘટી જશે. ખાસ કરીને ફીંગરપ્રિન્ટ ટેકનોલોજીને આનો સીધો ફાયદો થશે. જાેકે, ટેકનોલોજીના ફાયદા અને પડકારો અમલીકરણ પછી જ જાણી શકાશે.
ટેકનોલોજીની વિશેષતાઓ
- અપ ટુ ૧૦ જીબીપીએસ ડેટા રેટ હશે. એની સાથે ૧૦ ટુ ૧૦૦ એક્સની રેટમાં નેટવર્ક અપડેટ થશે.
- ૧૦૦એક્સ બેન્ડવીથ, હાઈસ્પીડ પર કામ કરશે.
- ૧૦૦ ટકા કવરેજ પ્રદાન કરે છે. નેટવર્ક જવાનો કોઈ પ્રશ્ન જ નથી.
- ૯૦ ટકા સુધી નેટવકર્ને પહોંચતી ઊર્જા ઓછી કરશે છતાં સ્પીડ મળશે.
- વીડિયો સ્ટ્રિમિંગ ઘટશે, એક ક્લિક પર વીડિયો પ્લે થશે
- વધારે ડેટા વોલ્યુમ પર યુનિટ હોય છે.
- વધારે સક્ષમતા વધારે ડિવાઈસની સાથે કનેક્ટિવિટી
- બેટરી ઓછી હશે તો પણ કામ કરશે.
- વધારે ડિવાઈસ હશે તો પણ નેટવર્ક સ્લો નહીં થાય.
- વાઈફાઈ ફ્રીક્વન્સી સાથે સેટ થઈને ડિવાઈસને જાેડાણ આપશે.
- વિદેશી ટેકનોલોજી ઘર આંગણે તૈયાર થશે.
૨૦૧૯માં દક્ષિણ કોરિઆમાં ૫જી નેટવર્ક શરૂ થયું
એપ્રીલ ૨૦૧૯ના ગ્લોબલ મોબાઇલ સ્પલાઇર્સ એસોસીએશનના આંકડા અનુસાર વિશ્વના ૮૮ દેશોમાં ૨૨૪ ઓપરેટર્સ દ્વારા ૫જી નેટવર્કનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આં જ આંકડા નવેમ્બર ૨૦૧૮માં ૮૧ દેશોમાં ૧૯૨ ઓપરેટર્સનો હતો. ૫જી નેટવર્ક શરૂ કરનાર વિશ્વનો પહેલો દેશ દક્ષિણ કોરીયા હતો. જેને એપ્રીલ ૨૦૧૯માં ૫જી નેટવર્ક શરૂ કર્યુ હતું. સ્વીડિસ ટેલીકોમ કંપની એરીક્સને દાવો કર્યો હતો કે ૨૦૨૫ સુધીમાં વિશ્વમાં ૬૫ ટકા લોકો ૫જી નેટવકર્નો ઉપયોગ કરશે. જેથી એરીક્સન દ્વારા બ્રાજીલમાં ૨૩૮.૩૦ મિલિયન ડોલરનું રોકાણ કરી ફિફથ જનરેશન ટેકનોલોજી માટે નવી લાઇન નાખવાની પણ વિચારણા કરાઇ છે.