Bluetooth - Infrared in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | બ્લૂટૂથા - ઈન્ફ્રારેડ

Featured Books
Categories
Share

બ્લૂટૂથા - ઈન્ફ્રારેડ

બ્લૂટૂથા - ઈન્ફ્રારેડ : મલ્ટિમીડિયાને પોર્ટેબિલિટી આપતું શ્રેષ્ઠ માધ્યમ
ગીત પ્લે કરવાથી લઈને ફોટો શૅર કરવા સુધી તમામ વસ્તુ સીધી જ ટ્રાંસફર
હવે ઈન્ફ્રારેડ મોબાઈલ સિવાય ઘણી ઍપ્લિકેશન પર કામ કરે છે

બ્લૂટૂથા-ઈન્ફ્રારેડ આ બંને શબ્દો આજની કોઈ પણ ઉંમરની પેઢી માટે નવા નથી. એનો ઉપયોગ પણ કોઈ રૉકેટ સાયન્સ જેટલું નોલેજ માગતા નથી. પણ આજે આ બંને ટૅક્‌નોલોજીની વાત એટલા માટે કારણ કે, ટૅક્‌નોલોજીની દુનિયમાં મોટું નામ ધરાવતી કેટલિક કંપનીઓ હવે બ્લૂટૂથ ડિવાઈસમાંથી કોઈ ઍપ્લિકેશન નહીં પણ એક એવી ટૅક્‌નોલોજી તૈયાર કરી રહી છે જેમાં સ્ક્રીન પરના વિષયનું કોઈ રેકોર્ડે્‌ડ નહીં પણ ઓનલાઈન લેટેસ્ટ અપડેટ સાથે નોલેજ મળે. દા.ત. કોઈ મ્યૂઝિઅમની મુલાકાત વખતે કોઈ વસ્તુ કે મૂર્તિ પાસે ઊભા રહો એટલે નીચે એની માહિતી હોય પણ આ માહિતી દિવ્યાંગો માટે સરળ અને સુલભ બનાવવા માટે કંપનીઓ આ બંને ડિવાઈસની મદદથી ઑડિયો વિઝ્‌યૂઅલ ટૅક્‌નોલોજી એવી રીતે તૈયાર કરી રહી છે જેમાં કોઈ રેકોર્ડેડ ક્લિપ નહીં પણ દુનિયાભરનું નોલેજહબ ધીમે ધીમે દિમાગમાં ઠલાવાઈ રહે. આનાથી પણ એક સ્ટેપ આગળ વધીને ડિવાઈસ જ આખું ઓનલાઈન તૈયાર કરી એક ટૅક્‌નોલોજી તૈયાર થઈ રહી છે. જેમાં હાર્ટ જેવું કામ બ્લૂટૂથ કરે છે. એક એવો પણ સમય હતો કે, એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા ટ્રાંસફર કરવા માટે ઈન્ફ્રારેડ ટૅક્‌નોલોજીનો ઉપયોગ થતો. જેમાં બે મોબાઈલ જરાક પણ હલી જાય તો ડેટાલૉસ.

શું છે બ્લૂટૂથ?
એવું કહી શકાય કે, ડેટા ટ્રાંસફર કરવા માટેની એક એવી ટૅક્‌નોલોજી કે જે નિશ્ચિત ફ્રિક્વન્સીને મેચ કરી સામસામે પેરિંગ કરીને ડેટા ટ્રાંસફર કરવા માટે બ્રિજ તૈયાર કરે છે. બ્લૂટૂથ સ્પીકરમાં જ્યારે ફોન આવે ત્યારે પણ રિંગ એના સ્પીકરમાં સંભળાય છે. આ પાછળ એનો બ્રિજ છે. આજે તો મોટાભાગની કારમાં પણ આ ટૅક્‌નોલોજી જાેવા મળે છે. મોબાઈલનું બ્લૂટૂથ ચાલું કરો એટલે સીધુ કનેક્ટ્‌. પછી ફોનબુકથી લઈને મૅસેજ સુધીની તમામ ઍપ્સ એ સ્ક્રીનથી ઑપરેટ્‌ કરી શકાય. ઘણા એવું માને છે કે, જ્યારે આ ટૅક્‌નોલોજી આવી ત્યારે સૉફટવેર રૂપે હતી પણ ના. આ એક ડિવાઈસ ફોર્મેટ હતું. જેનું ચીપમાં રૂપાંતર થયું છતાં નામ કાયમ રહ્યું બ્લૂટૂથ. જે ડિવાઈસમાંથી ડેટાની લેતી દેતી કરવાની હોય તે તમામ ડિજિટ્‌લ કે નોન ડિજિટ્‌લ બ્લૂટૂથ સાથે કનૅક્ટ્‌ હોય એટલે ડેટા શૅરિંગ આસાન થઈ જાય. પણ આ વાત બ્લૂટૂથ સ્પીકરને લાગું પડતી નથી. બ્લૂટૂથ સ્પીકરમાં તે વન વૅ જેવું કામ કરે છે. ડેટા લે છે પણ આઉટપુટ માટે તે એની અંદર પ્રૉગ્રામ સરિકટનો ઉપયોગ કરે છે. આ એક એવી વાયરલેસ ટૅક્‌નોલોજી છે જેમાં વાયરલેસ કૉમ્યુનિકેશન થાય છે. પણ ડિસ્ટન્સ ઓછું હોય ત્યારે સૌથી વધારે એ અસરકારક બની રહે છે. પણ હવે, જેમ ડિવાઈસ મોટું એમ ફ્રિક્વન્સીની કવર કરવાની ક્ષમતા વધારે. એક મર્યાદા બાદ તેને પકડી શકાય નહીં. સૌથી મોટો ફાયદો એ છે કે, આ બ્લૂટૂથની મદદથી ઈન્ટરનેટ પણ કનેક્ટ થાય છે. આ માટે કોઈ કેબલ, ઍડપ્ટ્‌ર કે કોડની જરૂર નથી. બીજાે ફાયદો ફાઈલ ગમે તે ફોર્મેટની હોય ટ્રાંસફર કરી શકાય છે. એક સાથે તે સાત ડિવાઈસ સાથે કનેક્ટ થઈ શકે. આ સાતેય ડિવાઈસ અંદરોઅંદર પણ જાેડાઈ શકે. જેને પેરિંગ ટૅક્‌નોલોજી કહેવાય. આઇઇઇઇએ બ્લૂટૂથને સ્ટાન્ડર્ડલાઈઝ કર્યું છે.

ઈન્ફ્રા રે એટલે શું?
બ્લૂટૂથ એક વખત કનેક્ટ થઈ ગયા બાદ ગમે તે ડાયરેક્શનમાં ફેરવો એ ટ્રાંસમિશન બ્રિજ છોડતું નથી. એનાથી તદ્દન વિપરિત ઈન્ફ્રાક્નેક્ટ થયા બાદ એક સીધી લાઈનમાં જ ગતિ કરે છે. યાદ છે બે મોબાઈલને એટલા નજીક રાખતા કે એક કિડી પણ વચ્ચેથી ન જઈ શકે. પણ જ્યારથી રિમૉટવાળા ટીવી આવ્યા ત્યારથી ઈન્ફ્રા રે ઍક્સપાન થયું. ઈન્ફ્રારેઈડને અમેરિકન ઈન્ફ્રા રે તરીકે ઉચ્ચારે છે. આ એક લાઈટ ટ્રાંસમિશન છે. જેમાં ઈલેક્ટ્રેમૅગ્નેટિક્‌ રેડિએશનથી એક લાઈટ બીજા સામેના બિંબને કનેક્ટ કરે છે. જે સામાન્ય રીતે માણસની આંખ જાેઈ શક્તી નથી. પણ હવેના ઈન્ફ્રારેડને સી ઍન્ગલમાં રાખીને ટ્રાંસમિટ કરી શકાય છે. જેની વૅવલેન્થ ૧૦૫૦ નેનોમીટર સુધીની હોય છે. ખાસ કરીને જ્યારે ડિવાઈસ અતિ નાનું હોય ત્યારે આ ટૅક્‌નોલોજીનો ઉપયોગ થાય છે. વર્ષ ૧૮૦૦માં સૌ પ્રથમ ખગોળશાસ્ત્રીરી વિલિયમ હરથેલે આ ટેકનોલોજીની શોધ કરી હતી. પણ સમયાંતરે એમાં સંશોધન થયા અને અપગ્રેડ વર્ઝન સાથે જે તે ઍપ્લિકેશનમાં તે પ્રાપ્ય થયું. ૧૯૫૦માં સૌ પ્રથમ આ ટેકનોલોજી કારમાં ફિટ કરીને ટ્રાયલ લેવામાં આવ્યો હતો. પણ પ્રયોગ સફળ ન થયો. પછી આઇઆર લાઈટનો પ્રયોગ શરૂ થયો. યાદ છે પેલી ટપકામાંથી નીકળતી લેઝર લાઈટ? આની પાછળ ઈન્ફ્રાનું કૉમ્બિનેશન હતું. ૭૦ના દાયકામાં લાઈટ ટ્રાંસમિશનનો ઉપયોગ સૈન્ય અને પ્રૉજેક્ટરમાં પોઈન્ટ આઉટ માટે થયો. સૌથી ખાસ વાત એ છે કે, આ લાઈટને કોઈ ધુળ અથવા હાર્ટ મટિરિયલ્ની કોઈ અસર જ થતી નથી. અગાઉ મિસાઈલ ટૅક્‌નોલોજીમાં તેનો સૌથી વધારે ઉપયોગ થતો.

બ્લૂટૂથ સૌથી વધારે સફળ થવાના કારણો
- બ્લૂટૂથમાં વધારે પડતું કોઈ કંપાઈલેશન થતું નથી. આ એકદમ સરળ ટૅક્‌નોલોજી છે.
- વધુ પડતા કોઈ પાવરની જરૂર પડતી નથી. કારમાં પોર્ટેબલ બ્લૂટૂથ પણ કારટેપની બેટરીમાંથી જ અમુક અંશનો પાવર લે છે.
- બીજી કોઈ પણ ટૅક્‌નોલોજીની તુલનામાં સૌથી સસ્તી ટેક્‌નોલોજી છે તેથી એની સૌથી વધારે ઍપ્લિકેશન તૈયાર થઈ છે.
- વાતાવરણ કે ઈન્ટરનેટ સાથે કોઈ લેવાદેવા નથી.
- ઈન્ટનેટને બે ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકે છે. એટલે કે ડિવાઈસ ક્ષમતા સૌથી સારી છે.
- ૧૦થી ૫૦ મીટરનું અંતર કવર કરે છે. જે એક ઓરડા કે રૂમ પૂરતું સિમિત હોઈ શકે છે.
- ૧એમબીપીએસની ક્ષમતાથી ડેટા રેટ જાળવી ડેટા ટ્રાંસફર કરે છે.
- સૌથી વધારે આમાં ફ્રિક્વન્સી હૉપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.
- કોઈ કોડ કે ખાસ કેબલની જરૂર જ નથી.
- ઈન્ફ્રા કરતા રેન્જ વધારે હોવાને કારણે ડેટાની ચોક્સાઈ જળવાઈ રહે છે.
- સૌથી ઓછો ડેટાલોસ
- પેરિંગ ટૅક્‌નોલોજીને કારણે સૌથી સિક્યોર ડેટા ટ્રાંસમિટ કરે છે. પણ પેરિંગ ખોટું હોય તો ડિવાઈસ કનેક્ટ જ ન થાય
- કોઈ પણ ડિજિટ્‌લ પેરિફેરલમાં ફિટ થાય પણ સારા બ્લૂટૂથ માટે સારૂ ડિવાઈસ પણ અનિવાર્ય છે.
- બ્લૂટૂથ હૅડફોને ટેલિકોમ્યુનિકેશન્માં એક નવો વણાંક આપ્યો છે.

ગેરફાયદા
- ફ્રિક્વન્સી ફૉર્મેટ પર કામ કરતું હોવાથી ક્યારેક ફ્રિક્વન્સીમાં સરળતાથી બ્લૉકેજ મૂકી શકાય છે
- વાયરલ લાગવાની સૌથી વધારે શક્યતાઓ
- એક વખત સમગ્ર ફાઈલ કે ડેટા ટ્રાંસમિટ્‌ થઈ જાય પછી ડિવાઈસ ઝડપથી ડિએક્ટિવ થઈ જાય છે.
- મોટા ડેટા માટે આ ટૅક્‌નોલોજી નિષ્ફળ છે.
- જ્યારે પણ કોઈ વીડિયો ફૉર્મેટ હોય ત્યારે એના ટ્રાંસમિશનમાં સૌથી વધારે સમય લે છે કારણ કે દર વખતે તે ફ્રિક્વન્સી બદલી દે છે.
- આંતરિક જાેડાણ વખતે સરળતાથી બીજાે ડેટા જાેઈ કે ઍક્સેસ કરી શકાય છે. પણ રિમોટ્‌ ઍક્સેસ જાેખમી છે.
- સૌથી વધારે બેટરી ઉપાડે છે. એક વખત કનેક્ટ થયા બાદ જ્યાં સુધી બ્રિજ તૂટે નહીં ત્યાં સુધી તે જે તે લાઈટ પણ ઑફ થવા દેતું નથી.

બ્લૂટૂથ નેટવર્ક ટૅક્‌નોલોજી
મુખ્ય બે નેટવર્ક પર આ ટૅક્‌નોલોજી કામ કરે છે. જેમાં સ્કૅટરનેટ અને પિકોનેટ્‌નો સમાવેશ થાય છે. જ્યારે એક બ્લૂટૂથ ડિવાઈસ જેમાંથી ડેટા મોકલવાનો છે અને એક સામે ડિવાઈસ જેમાં ડેટા લેવાનો છે. મુખ્ય હોય એને માસ્ટર કહેવાય. સામે જે રીસિવ કરે એને સામાન્ય રીતે સ્લૅવ કહેવાય. અંદરોઅંદર ચૅન્જ પણ થઈ શકે છે. પિકોનેટ વન માસ્ટર અને સ્લેવ પર કામ કરે છે. અથવા વન માસ્ટર મલ્ટિપ્લ સ્લૅવ પર કામ કરે છે. વધુમાં વધું ૭ સ્લૅવ કનેક્ટ થઈ શકે. એટલે કે ૭ ડિવાઈસ એક્ટિવ થઈ શકે. વધુમાં વધુ ૮ મોટા ડિવાઈસ એક સાથે એક્ટિવ થઈને અંદરો અંદર સંવાદ કરી શકે છે જેને પિકોનેટ્‌ કહે છે. જ્યારે માસ્ટર બ્લૂટૂથ રિક્વેસ્ટ આપે ત્યારે જ સ્લૅવ એક્ટિવ થાય છે. જેમ કે સામસામે નબંર મેચ આવ્યા બાદ પેર કરો તો જ એક્ટિવ થાય એ રીતે. આ દરેકની ફ્રિકવન્સી અને એડ્રેસ અલગ અલગ રહેવાના
સ્કેટરનેટ ઃ એકથી વધારે પિકોનેટ નેટવર્ક કૉમ્બિનેશનને સ્કેરનેટ કહેવાય છે. આ એક ટ્રી જેવું માળખું છે. જેમાં મુખ્ય ટાઈમશૅર કરવો પડે છે. પિકોનેટ માસ્કટ સાથે સિંક્રોનાઈસ થવું પડે છે. અલગ અલગ વર્ઝન પર આધારિત ડેટા રેટને તે સપોર્ટ કરે છે. ૧૦૦ મીટર સુધીનો એરિયા કવર કરે છે. પણ એક વખત એક નેટવર્કમાં કોઈ ગડબડ થઈ તો બીજા એક્ટિવ રહી શકે છે. છેલ્લે બ્લૂટૂથનું વી૫.૦ વર્ઝન આવ્યું હતું. જે આજે મોટાભાગના મોબાઈલને સપોર્ટ કરે છે.

રિમોટવાળા ટીવીમાં કામ કરે છે ઈન્ફ્રારેડ
કોઈ પણ રિમોટવાળા ટીવી કે એસીમાં આગળ એક નાની એવી લાઈટ હોય છે જે ઈન્ફ્રારેઈડને એક્ટિવ કરીને બિંબ સુધી પહોંચાડે છે. પહેલાં સીધી રેખામાં જ આ ટ્રાંસમિશન થતું પણ હવે સી કર્વ સુધીની રેન્જ આવતા ખૂણામાંથી પણ ટીવીની ચેનલ્સ બદલી શકાય છે. ખાસ તો સતત જે એનાલોગ ડેટાઆવે છે એને બ્રેક કરીને બીજામાં સ્વિચ કરવાનું કામ ઈન્ફ્રારેડ કરે છે. નાસાએ આ વાતને વિસ્તૃત રૂપમાં સમજાવે છે. જુદા જુદા ફંક્શનને કંટ્રોલ કરવામાં પણ તે અગત્યનો ભાગ ભજવે છે. જેટલી ઍપ્લિકેશન બ્લૂટૂથની છે એટલી ઈન્ફ્રાની નથી. એટલે રેન્જ પણ સિમિત અને કામ પણ સિમિત છે.