Famous Ghost Stories and Scary Haunted Places - 2 in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 2

Featured Books
Categories
Share

ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 2

ધ એમિટીવિલે હોન્ટિંગ
એમિટીવિલે હાઉસ પણ જાણીતા ભૂતિયા સ્થળોમાં સામેલ કરાય છે અને તેના પર ફિલ્મ પણ બની છે આમ તો આ ઘરનું નામ રોનાલ્ડ ડિફો સાથે સંકળાયેલું છે.આમ તો આ ઘર મુળે નેટિવ અમેરિક્ન્સનું રહેઠાણ હતું જે સનકી અને તરંગી પ્રકારનાં હતા.આ જ આદિવાસીઓને આ સ્થળે દફનાવાયા હતા.જો કે તેમનું મોત બહુ શાંતિપુર્ણ રીતે થયું હતું.જો તેમની સાથે કોઇ અઘટિત કૃત્ય થયું ન હતું તો આ ઘર સાથે જે ટ્રેજેડી સંકળાયેલી છે તેનું કારણ શું છે અને આ ઘર કયા કારણોસર કુખ્યાત બન્યું હતું તેની પાછળ અલગ જ સ્ટોરી કારણભૂત છે.૧૯૭૪ની તેરમી નવેમ્બરે વહેલી સવારે રોનાલ્ડ ડિફોએ તેના પિતા તેમજ બે ભાઇઓ અને તેની બહેન પર ગોળી ચલાવી હતી.તમામે તમામ તેમની પથારીમાં ઉંધા મોઢે પડેલા મળ્યા હતા આમ તો તેમનાં પાડોશીનાં ઘરો તેમનાં ઘરની લગોલગ હતા પણ કોઇએ તેમના તરફથી બૂમાબૂમ કે ચીસોનો અવાજ સાંભળ્યો ન હતો.ડિફોએ તેના આ કૃત્ય અંગે જણાવ્યું હતું કે જ્યારે તેણે આ કૃત્ય કર્યુ ત્યારે પ્રેત ત્યાં હાજર હતાં અને તેમણે જ તેને આ તમામને મોતને ઘાટ ઉતારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.આ મકાન ૧૧૨ ઓસન એવન્યુ પર આવેલું હતું અને ત્યારબાદ તેને વેચવા માટેની જાહેરાત અપાઇ હતી અને આ મકાન જર્યોજ અને કેથી લુત્ઝે ૮૦૦૦૦ ડોલર ચુકવીને આ ઘર ખરીદી લીધું હતું.એમિટીવિલે હોરર નામની ફિલ્મ અને પુસ્તકનાં જણાવ્યાનુસાર ઘર ખરીદ્યાનાં ૨૮ દિવસ બાદ ઘરમાં જે પરિવાર રહેવા આવ્યો હતો તેમણે જે કુતરો પાળ્યો હતો તેણે અહીંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.તેને પકડી રાખવા છતાં તે ફેન્સને કુદીને ત્યાંથી નિકળી જવાનો પ્રયાસ કરતો હતો.તેણે ત્યાં લટકી જવાનો પણ પ્રયાસ કર્યો હતો જો કે તે તો બચી ગયો હતો પણ આ ઘટના જ આગમનાં એંધાણ સમી હતી.ઘરનાં લોકોને ત્યારબાદ એકપછી એક ડરામણાં અનુભવો થવાની શરૂઆત થઇ હતી.તેમનાં ટોયલેટનું પાણી કાળું થઇ ગયેલું હોય તેવું જણાયું હતું તો આખા ઘરમાં ખરાબ દુર્ગંધનો અનુભવ થવા માંડ્યો હતો.જર્યોજ બિમાર રહેવા માંડયો હતો અને તેનું વજન પણ સતત ઘટી રહ્યું હતું.ઘરનાં સભ્યો ખાસ કરીને બાળકો પર પણ ખરાબ પ્રભાવ વર્તાવો શરૂ થઇ ગયો હતો.ઘરમાં સતત વિચિત્ર પ્રકારનાં અવાજો સંભળાતા હતા અને દરવાજા એકાએક જ ખુલતા બંધ થઇ જતા હોવાનું જણાયું હતું.ઘરમાં પગલાનો અવાજ સંભળાતો હતો.ઘરમાં ફર્નિચર આમ તેમ ખસી ગયેલું જણાતું હતું અને કાર્પેટ પણ અસ્તવ્યસ્ત થઇ જતું હતું.ઘરમાં આવતા અન્ય લોકો પણ ભૂતિયા અનુભવોનો શિકાર બન્યા હતા.જ્યારે ઘરમાં પ્રાર્થના કરાતી ત્યારે કોઇ અવાજ બહું ઉંચા સ્વરે તેને બંધ કરવા જણાવતું હતું.કોઇ આત્મા આ પરિવારને તરત જ આ ઘર છોડી જવાની નિશાનીઓ કરતી હતી પણ જ્યારે તેઓ તેને સમજ્યા નહિ ત્યારે તે આત્મા દેખાવાની શરૂઆત થઇ ગઇ હતી.કેથીએ જણાવ્યું હતું કે તેને સતત કોઇ તેની પાછળ હોવાનું તેને લાગ્યા કરતું હતું.પરિવારનાં સભ્યોએ જણાવ્યું હતું કે રાત્રે તેમને તેમની બારીમાંથી કોઇ તાકી રહેતું હોય તેમ લાગ્યા કરતું હતું.કેટલાકને આ ઘરનાં બીજા માળે કોઇ બાળક હોવાનો આભાસ થતો હતો.ઘરમાં રહેલી એક બાળકી મિસ્સીને અન્ય એક બાળક જેનું નામ તેણે જુડી જણાવ્યું હતું તેની સાથે દોસ્તી થઇ ગઇ હતી અને એ પણ એક પ્રેતાત્મા જ હતી.મિસ્સી કહેતી હતી કે જુડી એક એન્જલ છે જે તેનું રૂપ બદલી શકતી હતી.મિસ્સી કહેતી હતી કે જુડી તેને અહીંથી સદા માટે ચાલ્યા જવાનું કહેતી હતી.જર્યોજ કહેતો હતો કે આખું ઘર ભૂતાળવું હતું અને તેની દિવાલો પણ જીવતી થઇ જતી હતી અને તેમાંથી ઉંહકારાનો અવાજ સતત સંભળાતો હતો.એક રાતે તોફાન આવ્યું તે દરમિયાન તે પરિવારનાં સભ્યો એ કેથીની માતાને ત્યાં ચાલ્યા જવાનો નિર્ણય કર્યો હતો.ત્યારબાદ તેમણે પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર એડ અને લોરેનેને ત્યાં તપાસ કરવા જણાવ્યું હતું.તેઓ ડ્યુક યુનિવર્સિટીનાં એક પ્રોફેસર અને અમેરિકન સોસાયટી ફોર સાયકિક રિસર્ચનાં પ્રમુખને લઇને આ ઘરની મુલાકાતે ગયા હતાં.તેમને તેમની તપાસ દરમિયાન આ ઘરમાં પ્રેતાત્માઓની હાજરીનો અનુભવ થયો હતો.એડે દાવો કર્યો હતો કે તેમને આ ઘરમાં રહેલા પ્રેતોએ ત્યાંથી નિકળી જવાનો આદેશ કરતા બહાર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો.લોરેને આ ઘરમાં ખતરનાક પ્રેતાત્માઓની હાજરી હોવાનો દાવો કર્યો હતો.જો કે ઘણાએ તેમના દાવા નકાર્યા હતા પણ એ હકીકત છે કે એમિટીવિલેની ભૂતાવળની કહાની વિશ્વની સૌથી જાણીતી હોરર સ્ટોરીમાંની એક છે.
બોરલી રેક્ટરી
લોકો મોટાભાગે કહેતા હોય છે કે કોઇ જ્યારે એકાએક મોતને ઘાટ ઉતરે કે કોઇની ઇચ્છાઓ અધુરી રહી ગઇ હોય અને તે મોતને ભેટે ત્યારે તેનો આત્મા પ્રેત રૂપે ભટકતો રહે છે.ઇંગ્લેન્ડમાં આવેલ બોરલી રિકટરીની ઘટનાઓ પણ આ પ્રકારનાં તથ્યો તરફ ઇશારો કરે છે.ઇંગ્લેન્ડનાં સુફોલ્ક બોર્ડર પર આવેલ આ સ્થળે હેરી પ્રાઇસ નામનાં પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટરે પ્રેતાત્માઓનાં આહ્વાનની વિધિ કરી હતી જેને આમ કરવા માટે રેવેરેન્ડ લાયોનલ ફોઇસ્ટર અને તેમની પત્ની મરિએન્નીએ અપીલ કરી હતી.તેણે આ સ્થળે પ્રેતાત્માઓની હાજરીનો દાવો કર્યો હતો.તેરમી સદીમાં ગોથિક બેનેડિક્ટાઇન મોનેસ્ટ્રીની આ ઇમારત હતી.આ સ્થળે કામ કરતા એક પાદરી અને કોન્વેન્ટની એક નન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને તેમણે એક સાથે રહેવાનું નક્કી કર્યુ હતું.જોકે ત્યારનાં લોકોને આ પસંદ પડ્યું ન હતું અને બંને પ્રેમીઓને પકડી લેવાયા હતા અને પાદરીને ફાંસીએ ચડાવી દેવાયો હતો અને તેની પ્રેમિકાને જીવતી ચણી દેવાઇ હતી.ત્યારબાદ ઘણાંએ આ જગાએ એક સફેદ કપડા પહેરેલી યુવતીને ફરતા જોઇ હતી.જો કે ત્યારબાદ અહી ધાર્મિક પ્રવૃત્તિઓ અટકાવી દેવાઇ હતી અને તે ઇમારતને રહેણાંક મકાન તરીકે વાપરવાનો આરંભ થયો હતો.આ મકાન ત્યારબાદ ૧૮૬૨માં રેવરન્ડ હેન્રી બુલ અને તેમનાં પરિવારને વેચવામાં આવ્યું હતું.તેઓ બોરલી ચર્ચમાં પાદરી તરીકે નિમાયા હતા અને લોકોએ તેમને ઘણી ચેતવણી આપી તેમ છતાં તેમણે અહી ઘર બાંધવાની શરૂઆત કરી હતી.લોકો માનતા હતા કે આ સ્થળ શાપિત છે અને તેમને પણ આ વાતની અનુભૂતિ તરત જ થવા માંડી હતી કારણકે તેમનાં ઘરનાં નોકરો અને તેની દિકરીને આ ઘરમાં કોઇનાં હોવાનો અહેસાસ થયા કરતો હતો. ઘણીવાર તેમને કોઇનાં ચાલવાનાં અવાજો સંભળાતા હતા તો ક્યારેક એ પ્રેતાત્મા પણ દેખાતી હતી.રેવરન્ડ બુલ અને તેમનાં પુત્રએ તેમનાં આનંદ માટે અલાયદું સ્થળ બનાવ્યું હતું જ્યાં જઇને તેઓ સિગારનો આનંદ લેતા હતા ત્યાં પણ કોઇની સતત હાજરી તેમને જણાવા લાગી હતી.રેવરન્ડ બુલ આ ઘરની સૌથી કુખ્યાત કહેવાતી જગા જેને લોકો બ્લુરૂમ તરીકે ઓળખતા હતા ત્યાં ૧૯૨૭માં મોતને ભેટ્યા હતા.રેવરન્ડ ગાય સ્મિથને પણ અહી વિચિત્ર અવાજો સંભળાતા હતા આ કારણે જ તેમણે એક વર્ષની અંદર જ આ સ્થળ છોડી દીધું હતું.ત્યારબાદ આ સ્થળે રેવરન્ડ લિયોનલ ફોસ્ટર અને તેમની પત્ની રહેવા આવ્યા હતા.જો કે તેમને પણ થોડા સમયમાં જ આ ઘરની વિચિત્રતાઓનો અનુભવ થવા માંડ્યો હતો તેમનાં ઘરનાં દરવાજા આપોઆપ જ બંધ થઇ જતા હતા અને બારીઓ પણ એકાએક ખુલતી બંધ થતી રહેતી હતી.તેમની આંખ સામે જ તેમનાં ઘરની વસ્તુઓ તુટતી ફુટતી રહેતી હતી.ત્યારબાદ તો આ પ્રેતાત્મા ખુબ જ વધારે ગુસ્સે ભરાઇ હતી અને તેનો અનુભવ મરિએન્નીને થયો હતો.એક મધરાતે તેને કોઇએ પથારીમાં જ ઉંચકીને નીચે પછાડી હતી એટલું જ નહિ કોઇ અદૃશ્ય શક્તિ તેના ગાલ પર તમાચા મારતી હતી.એક વખત તો તે સુઇ રહી હતી ત્યારે અચાનક જ તેની રજાઇ વડે કોઇએ તેનો શ્વાસ રૂંધવાનો પ્રયાસ કર્યો હતો.એવું લાગતું હતું જાણે કે કોઇને મરિએન્નીની હાજરી જ પસંદ આવતી ન હતી.ત્યારબાદ હેરી પ્રાઇસને આ ઘરની તપાસ કરવા કહેવાયું હતું.તે જ્યારે ત્યાં તપાસ કરતો હતો ત્યારે મરિએન્નીની હાજરીમાં જ દિવાલ પર લખાણ જોવા મળતા હતા જેમાં તેનાં મરવા અંગેની વાતો લખાયેલ જોવા મળતી હતી.જો કે આ ઘટનાઓ બાદ તે પરિવાર તો ત્યાંથી નિકળી ગયો હતો પણ પ્રાઇસને આ ઘરમાં રસ પડ્યો હતો અને તેણે એક વર્ષ માટે આ ઘર ભાડે લીધું હતું.ત્યારબાદ તો તેણે અન્ય તપાસકર્તાઓને પણ તેનાં ઘરમાં આવીને આ પ્રેતાત્માઓની ગતિવિધિઓની તપાસનું નિમંત્રણ આપ્યું હતું.તેની સાથે લગભગ ચાલીસ જેટલા લોકો જોડાયા હતા અને તેમણે ત્યાં આ મામલે ઉંડી તપાસ કરી હતી અને પ્રાઇસે ત્યારબાદ આ ઘર છોડી દીધું હતું.તેમણે જ્યારે આ સ્થળે પ્રેતાત્માઓનાં આહ્વાનની વિધિ કરી ત્યારે ત્યાં એક મેરી લેરી નામની એક નનનો આત્મા હાજર થયો હતો જેણે જણાવ્યું હતું કે તેણે હેનરી વાલ્ડેગ્રેવની સાથે લગ્ન કરવા માટે કોન્વેન્ટ છોડી દીધી હતી જે એક ઉમરાવ પરિવારનું સંતાન હતો.આ પરિવાર રેકટરી બની તે પહેલા અહી રહેતો હતો.તેણીએ જણાવ્યું હતું કે તેના જ પતિએ તેની હત્યા કરીને તેને ભોંયરામાં દાટી દીધી હતી.પ્રાઇસે જણાવ્યું હતું કે તેનો આત્મા રેકટરીમાં આવતા લોકોને હેરાન કરતો હતો.આ દરમિયાન અન્ય એક આત્મા હાજર થઇ હતી અને તેણે પણ અહી એક અન્ય નનનું શરીર પણ અહી દટાયું હોવાની વાત કરતા જણાવ્યું હતું કે આ ઘરમાં એક દિવસ આગ લાગી હતી અને એક નન ત્યાં મોતને ભેટી હતી જેના હાડકા એ આગ લાગ્યાનાં અગિયાર મહિના બાદ તે ઘરનાં નવા માલિક કેપ્ટન ડબલ્યુ એચ ગ્રેસનને મળ્યા હતા. આ આગ લાગવાનું કારણ એ હતું કે આ ઘરમાં રહેલ વ્યક્તિ જ્યારે લાયબ્રેરીમાં પુસ્તકો જોતો હતો ત્યારે ત્યાં રહેલ તેલનો દિવો ઉંધો પડી ગયો હતો અને તેના કારણે આગ લાગી હતી અને જોતજોતામાં બહું ઝડપથી રેક્ટરીમાં પ્રસરી ગઇ હતી.આ ઘર ત્યારબાદ ૧૯૪૪માં તોડી પડાયું હતું અને તે કારણે જે જગા પહેલા છુપી હતી તે હવે ખુલ્લી થઇ જવા પામી હતી.પ્રાઇસે ભોંયરામાં તપાસ કરી હતી અને તેને ત્યાં થોડા હાડકા મળી આવ્યા હતા જે કદાચ પેલી જ યંગ નનનાં હતા.ત્યારબાદ તે હાડકાને વિધિપુર્વક દફન કરવામાં આવ્યા હતા જેથી પેલી આત્માને શાંતિ મળે.
ધ ટાવર ઓફ લંડન
આજથી નવસો વર્ષ પહેલા બ્રિટનમાં લંડન ટાવરને સૌથી ભૂતિયા સ્થળ મનાતું હતું.૧૦૭૮માં વિલિયમ કોન્કરનાં સમયમાં આ ટાવરનું બાંધકામ શરૂ કરાયું હતું.જો કે આ ટાવરનું બાંધકામ ધીરે ધીરે કરાયું હતું અને લાંબો સમય બાદ તે તૈયાર થવા પામ્યું હતું.જો કે આ સ્થળે પણ અલ્કત્રાજની જેમ લોકોને સજા આપવા માટે મોકલવામાં આવતા હતા.આ સ્થળે કેદીઓને સજા અપાતી હતી જે પારાવાર યાતનાદાયક રહેતી હતી. તેમનાં પર ભયંકર ક્રુરતા આચરવામાં આવતી હતી અને ઘણાં કેદીઓને પારાવાર યાતનાઓ બાદ માંચડે લટકાવી દેવાતા હતા.અહી સામાન્ય જ નહિ પણ કુખ્યાત લોકોને સજા માટે મોકલવામાં આવતા હતા.આ સ્થળે ભૂતિયા અનુભવોનો આરંભ નોંધાયાની શરૂઆત ઓગણીસમી સદીમાં થઇ હતી.ત્યારે આ સ્થળે રાજઘરાનાનાં ઘરેણાની સાચવણીનું કામ ઇ.એલ.સ્વીફ્ટ કરતો હતો.તે અને તેનો પરિવાર જ્યારે માર્ટિન ટાવરમાં ડિનર માટે ગયા હતા ત્યારે તેમને વસ્તુઓ આપોઆપ ખસતી હોવાનું જણાયું હતું.તેની પત્નીએ જણાવ્યું હતું કે એક ટ્યુબ જેવી વસ્તુમાં ભૂરા રંગની વસ્તુ હતી જેણે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે સ્વીફ્ટે તેના પર ખુરસી ફંગોળી ત્યારે તે વસ્તુ એકદમ જ સીધી થઇ ગઇ હતી અને હવામાં ગાયબ થઇ ગઇ હતી.લંડન ટાવરમાં એક સ્થળ વ્હાઇટ ટાવર તરીકે ઓળખાય છે અહી એન્ની બોલિનનું માથા વગરનું ભૂત ફરતું હોવાની વાતો ચર્ચાસ્પદ બની હતી.એન્ની હેનરી આઠમાની પત્ની હતી જેને મોતની સજા ફરમાવવામાં આવી હતી.હેનરી આઠમાને અન્ય એક પત્ની હતી જેનું નામ કેથરીન હોવાર્ડ હતું.એન્ની સેન્ટ પીટર એડ વિન્કયુલાનાં ચેપલમાં પણ નજરે પડતી હતી જ્યાં તેની જ કબર આવેલી છે.કેથરીને જણાવ્યું હતું કે તેને મોતની સજા કરાઇ તે પહેલા જે રૂમમાં તેને રાખવામાં આવતી હતી ત્યાં તેને ડુસકાનો અવાજ સંભળાતો હતો.એક અન્ય આત્મા થોમસ.એ.બકેટની જોવા મળે છે જેને ટ્રેઇટર્સ ગેટ પરથી નીચે પડી ગયો હતો.આ વ્યક્તિનો આત્મા એક પાદરીને જોવા મળ્યો હતો.આ ઉપરાંત લોકોને બાર વર્ષનાં કિંગ એડવર્ડ પાંચમા અને તેના નાના ભાઇ રિચર્ડ જે ડ્યુક ઓફ યોર્ક હતો તેની આત્મા સફેદ વસ્ત્રોમાં દેખાઇ હતી.ધુમાડા જેવા આકારનાં લોકો, સૈનિકો અને સોળ વર્ષની લેડી જેન ગ્રે જે લંડન ટાવરની લડાઇમાં માર્યા ગયા હતા તેમનાં ભૂતો પણ લોકોને જોવા મળ્યા હતા.અહી આ સ્થળે લોકોને એ સૈનિકો જાણે કે માર્ચ કરતા હોય તેવી રીતે દેખાય છે.બીબીસી અને તેની ટીમે પણ અહીની આ ભૂતાવળને કેમેરામાં કેદ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.તેમણે જે કેમેરાઓ ત્યાં લગાવ્યા હતા તેમાં અનેક વિચિત્ર પ્રકારની વસ્તુઓ કેમેરામાં કેદ થઇ હતી.તેઓ પણ આ બધી વાતો પોકળ હોવાનું પુરવાર કરી શક્યા ન હતા.આ ઉપરાંત એક વિચિત્ર વાત એ છે કે લંડન ટાવર પર હંમેશા કાગડાઓનું ટોળું જોવા મળે છે કહેવાય છે કે જે દિવસે આ ટાવર પરથી કાગડાઓ ઉડી જશે તે દિવસે લંડન શહેર નષ્ટ થઇ જશે.
વ્હાઇટ હાઉસનાં ભૂત
જેમ લંડનનું લંડન ટાવર તેની ઐતિહાસિક ધરોહર છે અને તેમ છતાં અહી ભૂતાવળનો લોકોને અનુભવ થાય છે તેમ અમેરિકાનું વ્હાઇટ હાઉસ આમ તો ત્યાનાં રાષ્ટ્રપતિનું સત્તાવાર રહેણાંક સ્થાન છે પણ તેમ છતાં અહી ઘણાંને ભૂતોનો અનુભવ થયો છે.આ ભૂતોને ના તો સીઆઇએ દુર કરી શકે છે ના તો એફબીઆઇ તેમને હાથ લગાડી શકે છે.અહીની જડબેસલાક સિક્યુરિટી સિસ્ટમ પણ તેમની સામે ફેલ છે.વ્હાઇટ હાઉસમાં ભૂતોનાં અસ્તિત્વની ચર્ચા ૧૭૦૦નાં સમયગાળાથીા થાય છે.આ સ્થળ પરથી પોટોમોક નદી વહેતી હતી અને તે જીવનની સાથોસાથ મૃત્યુનું પણ કારણ બનતી હતી.૧૭૯૭માં ચુંટણી જીત્યા બાદ જહોન આદમ્સ અહી રહેવા આવ્યા હતા.આદમ્સ અને તેમની પત્ની એબિગેલ ૧૮૦૧ સુધી અહી રહ્યાં હતા.તેમની પત્ની એબિગેલને ઇસ્ટ રૂમની લોન્ડ્રીમાં હંમેશા વિચિત્ર અનુભવ થતાં હતા.આ જગાએ એબિગેલને એક મહિલા કેપ અને શોલ ઓઢેલી મળતી હતી.આ જગાએ વ્હાઇટ હાઉસનું નિર્માણ થયું તે પહેલા તે ડેવિડ બર્ન્સની માલિકીની જગા હતી.લોકોને અહી આ વ્યક્તિ આઇ એમ મિ.બર્ન્સ બહુ મોટા અવાજે બોલતો હોવાનું સંભળાયું છે.જો કે તેનો આત્મા ક્યારેય જોવા મળતો ન હતો પણ તેનો અવાજ લોકોને સંભળાતો હતો.આ ઉપરાંત યેલો ઓવલ રૂમમાં પણ લોકોને વિચિત્ર અવાજ સંભળાયાનું નોંધાયું છે.આ સ્થળે રહેનાર ઘણાં રાષ્ટ્રપતિઓને ભૂતોનો અનુભવ થયો છે.વ્હાઇટ હાઉસમાં સૌથી ભૂતાળવી જગા રોઝ રૂમ છે જે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સનનો શયનખંડ હતો.તેમણે જણાવ્યું હતું કે તેમને પુર્વ રાષ્ટ્રપતિ લિંકનની પત્નીનો અવાજ સંભળાતો હતો.મેરી ટોડને તંત્રમંત્રમાં રસ હતો અને તેણીએ તેના પુત્રની આત્મા સાથે સંપર્ક સાધવા માટે આહ્વાન વિધિ કરી હતી પણ તેને એમાં ખાસ સફળતા મળી ન હતી.આ ઉપરાંત વ્હાઇટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓને અને અહી રહેનારાઓને પણ લિંકનનું ભૂત જોવા મળ્યું હોવાનું નોંધાયું છે.કેલ્વિન કુલિઝની પત્ની ગ્રેસને સૌપ્રથમ લિંકનનું ભૂત જોવા મળ્યું હતું.તેઓ અહી ૧૯૨૩ થી ૧૯૨૯નાં સમયગાળા દરમિયાન અહી રહ્યાં હતાં.આ ઉપરાંત ઇલેનોર રૂઝવેલ્ટને પણ લિંકનનાં શયનખંડમાં તેમની હાજરીનો અનુભવ થયો હતો.આમ થવાનું કારણ એ મનાય છે કે તેમની હત્યા કરાઇ હોવાને કારણે તેમનો આત્મા ભટકે છે.અન્ય પણ કેટલાક લોકોએ લિંકનનાં ભૂતને જોયાનો દાવો કર્યો છે.વિન્સ્ટન ચર્ચિલે પણ તેમને ફાયરપ્લેસની પાસે જોયાનો દાવો કર્યો હતો.નેધરલેન્ડની રાણી વિલ્હેમિના જ્યારે અહી આવી હતી અને રાત્રે તેમને તેમનો દરવાજો કોઇએ ખખડાવ્યો તેવું લાગ્યું ત્યારે તેમણે દરવાજો ખોલ્યો તો સામે લિંકન ઉભા હોવાનું તેણીએ જોયું હતું.આમ વિશ્વનાં સૌથી શક્તિશાળી રાજનેતાઓનું સત્તાવાર નિવાસસ્થાન ગણાતું વ્હાઇટ હાઉસ તેની આ ભૂતિયા ગતિવિધિઓને કારણે પણ મશહૂર છે.
જેમ કેટલાક સ્થળો વિશ્વમાં આ પ્રકારની પેરાનોર્મલ ગતિવિધિઓને કારણે જાણીતા છે તે જ રીતે કેટલાક ભૂતોની કથાઓ પણ લોકોમાં એટલી જ જાણીતી છે.દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલ કોરોનાડો શહેરમાં આવેલ હોટલ ડેલ કોરોનાડો આમ તો વિક્ટોરિયન શૈલીએ બંધાયેલ બીચની સામે આવેલ રિસોર્ટનું નામ છે જેની ખુબસુરતી પ્રવાસીઓમાં લોકપ્રિય છે.આ શહેર સાનડિયાગોની દક્ષિણમાં આવેલું છે.આ રિસોર્ટ ખુલ્યાનાં ચાર વર્ષ બાદ ૧૮૯૨ની ૨૪મી નવેમ્બરે કેટ મોર્ગન નામની એક યુવાન મહિલા ત્યાં આવી હતી.જોકે તે ત્યાં આવી ત્યારે તે ખુબ જ બિમાર હતી.તેણે પોતાની મિસકેરેજને ટાળવા માટે ભારે પ્રમાણમાં કિવનાઇનનો ડોઝ લીધો હતો.૨૯મી નવેમ્બરે જ્યારે તે બીચ પર ગઇ ત્યારે તેને ત્યાં કોઇની સાથે બબાલ થઇ હતી.જો કે ત્યારબાદ તેનો મૃતદેહ મળ્યો હતો જેના માથામાં ગોળી લાગેલી હતી અને પાસે જ પિસ્તોલ પણ પડેલી હતી આ કારણે આ કેસને આત્મહત્યા જાહેર કરાયો હતો.જો કે આ ઘટના બાદ હોટેલમાં વિચિત્ર ગતિવિધિઓ નોંધાવાની શરૂઆત થઇ હતી.ક્યારેક વિચિત્ર ન સમજાય તેવા અવાજો સંભળાતા હતા તો ક્યારેક લાઇટો ચાલુ બંધ થવા લાગતી હતી તો ક્યારેક વિક્ટોરિયન ગાર્બ પહેરેલી કોઇ મહિલા પણ હોટેલમાં જોવા મળતી હતી.જો કે આ હોટેલનાં એક ચોક્કસ રૂમમાં આ પ્રકારની ગતિવિધિઓ વધારે નોંધાઇ હતી પણ તેમ છતાં હોટેલ ડેલ કોરોનાડોનું આ ભૂત વધારે પ્રમાણમાં જાણીતું થયું હતું.કોલોરાડોનાં ઇસ્ટેસ પાર્કમાં આવેલી સ્ટેન્લી હોટેલ પણ તેની ભૂતિયા ગતિવિધિઓને કારણે ખાસ્સી કુખ્યાત બની હતી.આ હોટેલની વિચિત્રતા એ હતી કે ગેસ્ટરૂમમાં આવેલ ટેલિવિઝન પર બેત્તાલીસ નંબરની ચેનલ ચાલુ કરો ત્યારે તેમાં હંમેશા એક જ ફિલ્મ ચાલતી જણાતી હતી અને એ ફિલ્મ હતી ધ સાઇનિંગ.આ હોટેલમાં કામ કરનારા કર્મચારીઓએ પણ એ ફરિયાદ કરી હતી કે બોલરૂમમાં ઘણીવાર કોઇ ન હોય તો પણ ત્યાં જાણે મોટી પાર્ટી ચાલતી હોય તેવો શોરબકોર સંભળાયો કરતો હતો.ત્યાં બાળકો ન હોવા છતાં ત્યાં બાળકો રમતા હોવાનાં અવાજો સંભળાતા હતા.રાત્રે ઘણાં રૂમોમાં લોકોને ભૂતો હોવાનો અહેસાસ થયા કરતો હતો.આ હોટેલનાં ચોથા માળે તો આ પ્રકારની ગતિવિધિઓ સૌથી વધારે નોંધાતી હતી.આ હોટેલનાં રૂમ નંબર ૪૦૭ની બારીમાં તો આ હોટેલ જેણે બાંધી હતી તે લોર્ડ ડનરેવેન ત્યાં ઉભેલા જોવા મળતા હતા અને હોટેલમાં ઘણાં વર્ષો સુધી મુલ્યવાન ઘરેણાં ગુમ થવાની ફરિયાદો નોંધાઇ હતી.
ઇંગ્લેન્ડનાં નોર્ફોકમાં એક ભૂત આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે જેને લોકો બ્રાઉન લેડી તરીકે ઓળખે છે.આ તો એવું ભૂત છે જેના ફોટો પણ પ્રસિદ્ધ થયાં છે.આ ભૂત બ્રાઉન લેડી તરીકે પ્રસિદ્ધ છે કારણકે હંમેશા મોંઘા એવા બ્રાઉન બ્રોકેટ ડ્રેસમાં જોવા મળતું હતું.આ ભૂત લેડી ડોરોથીનું હોવાનું મનાય છે જે સર રોબર્ટ વાલ્પોલની બહેન હતી અને બીજા ચાર્લ્સની સાથે ૧૭૧૩માં પરણી હતી.જો કે ૧૭૨૬માં તેનું મોત ઘણાં રહસ્યમય સંજોગોમાં થયું હતું.તેના મોત બાદ જ તેનું પ્રેત દેખાયાની શરૂઆત થઇ હતી.આ પ્રેતને કેમેરામાં ૧૯૩૬માં ક્લિક કરાયું હતું.૧૮૪૯માં રેનામ હોલમાં મેજર લોફ્ટસ રોકાયા હતા જે એક રાતે પોતાના બિસ્તરમાં આડા પડ્યા હતા ત્યારે તેમની સાથે તેમનો મિત્ર હોકિંસ પણ હતો.તેણે બ્રાઉન બ્રોકેડમાં એક મહિલાને જોઇ હતી અને મેજરે જ્યારે તેને બોલાવી ત્યારે તે હવામાં જ ઓગળી ગઇ હતી.તે જ મહિલા તે જ સ્થળે બીજી રાતે પણ જોવા મળી હતી જો કે ત્યારે તેને જોઇને તે ડરી ગયો હતો અને જ્યારે તેણે તેના ચહેરા સામેે ધ્યાનથી જોયું તો તેને જણાયું કે તેની આંખોના સ્થાને માત્ર બાકોરા હતા.
ઇંગ્લેન્ડનાં નોટિંગહામ શાયરમાં અગિયારમી સદીમાં ક્લિફટન હોલ ભારે પ્રસિદ્ધ હતો જેના પર ક્લિફટન પરિવારનો કબજો હતો.આ પ્રોપર્ટીનું વેચાણ ૧૯૫૮માં કરાયું હતું અને ત્યારબાદ ત્યાં એક શાળા બનાવવામાં આવી હતી.જો કે ત્યારબાદ અહી એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી.આ એપાર્ટમેન્ટમાં ત્યારે અનવર રાશિદ, તેમની પત્ની અને ચાર બાળકોની સાથોસાથ કેટલાક ભૂતો પણ રહેતા હતા.આ એપાર્ટમેન્ટમાં સત્તર બેડરૂમ, દસ બાથરૂમ, દસ રિસેપ્શન રૂમ, પ્રાઇવેટ જીમ અને સિનેમા હોલ હતા.રાશિદ પરિવારને ત્યાં કશુંક વિચિત્ર થતું હોવાનો અહેસાસ થયો હતો.તેમના રૂમનાં દરવાજાને કોઇ ખખડાવતું હતું અને પુછતું હતું કે કોઇ છે...એક વાર વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ અનવરની પત્ની નાબિલા પોતાનાં નાના બાળક માટે દુધ તૈયાર કરવા માટે નીચે આવી ત્યારે તેણે જોયું કે તેની નાની પુત્રી ત્યાં બેઠી હતી અને સામે ટેલિવિઝન ચાલું હતું.નાબિલાએ જ્યારે તેને બુમ પાડી ત્યારે તેણે કોઇ જવાબ આપ્યો ન હતો નાબિલાને કશુંક વિચિત્ર લાગ્યું તે જ્યારે ઉપર ગઇ ત્યારે તેની પુત્રી તો ત્યાં ઘસઘસાટ ઉંઘતી હતી.આ પ્રકારનાં અનુભવો બાદ રાશિદ ફેમિલી તો આઠ મહિનામાં જ અહીથી ચાલ્યું ગયું હતું.આ ઘટનાઓને કારણે આ સ્થળ કુખ્યાત બની ગયું હતું.
ફિલિપાઇન્સનું વ્હાઇટ લેડીનું પ્રેત તો આખા વિશ્વમાં કુખ્યાત છે.ફિલિપાઇન્સનાં ક્વેઝોન શહેરમાં સ્થાનિકો જો કે આ વ્હાઇટ લેડીનાં ભૂતની વાતને અફવા ગણાવે છે.જો કે ઘણાં લોકોએ સફેદ વસ્ત્રોમાં લાંબા વાળવાળી મહિલા જેના ચહેરા પર કશું જ જોવા મળતું ન હતું તે લોકોને દેખાતી હતી.બેલેટ ડ્રાઇવનાં રોડ પર આ મહિલા લોકોને દેખાતી હતી આ કારણે જ આ રોડ પર રાત્રે ડ્રાઇવિંગ નહિ કરવાની લોકોને સલાહ આપવામાં આવતી હતી.જો ખાલી વાહન સાથે આ રોડ પરથી પસાર થાવ તો એ મહિલા તે સીટ પર બેઠેલી જોવા મળતી હતી અને આ અનુભવ અનેક વાહનચાલકોને થયો હતો જેણે આખા વિસ્તારમાં ભારે તહેલકો મચાવ્યો હતો.
લુઇસિયાનાનાં સેન્ટ ફ્રાંસિસવિલેનાં મિર્ટેલ્સ પ્લાન્ટેશનમાં ક્લોએ નામનો ગુલામ રહેતો હતો જેને ત્યાં રહેતા લોકોની વાતો કીહોલ દ્વારા સાંભળવાની બદઆદત હતી.એક દિવસ ઘરનાં માલિકે તેને આ હરકત કરતા પકડ્યો હતો અને તેના કાન કાપી નાંખવાની સજા કરાઇ હતી.આ કારણે તે પોતાને ઘા છુપાવવા માટે માથા પર લીલો ફટકો પહેરતો હતો.આ ઉપરાંત તે વિસ્તારમાં મળી આવતા ઝેરી ઓલેન્ડરનાં પત્તાઓની કેક બનાવવાની સજા કરાઇ હતી.આ કેક ખાધા બાદ તેનો પરિવાર મોતને ભેટ્યો હતો.જો કે આ ઘટના ખરેખરમાં બની હતી કે કેમ તેનો કોઇ પુરાવો નથી પણ આ વિસ્તારમાં આ પરિવારનાં પ્રેતોની વાતો ભારે પ્રસિદ્ધિ પામેલી છે.આ ઘરનાં દાદર પાસેનાં અરીસામાં હંમેશા એક છોકરીની છાયા જોવા મળે છે અને એક ઓરડામાં સુવા જનારા લોકોને તો એક છોકરી વુડુનાં મંત્રો બોલતી હોય તેવો અનુભવ થયો છે.આમ તો આજે આ સ્થળ પ્રવાસીઓમાં આ પ્રકારની વાતોને કારણે બહુ લોકપ્રિય બની ગયું છે અને લોકો ત્યાં બ્રેકફાસ્ટ અને રાત્રિનાં રોકાણ માટે આવે છે.
ઇલિનોઇસનું રિસરેક્સન કબ્રસ્તાન અને વિલોબ્રુક બોલરૂમ પ્રવાસીઓમાં ખુબ જ લોકપ્રિય છે.ઘણાં લોકોને ત્યાં એક યુવતી સામાન્ય રીતે જોવા મળે છે.તેના માથાનાં વાળ સફેદ રંગનાં હોય છે અને તેની આંખો ભૂરા રંગની હોય છે અને તે હંમેશા પાર્ટીમાં પહેરાતા સફેદ વસ્ત્રોમાં જોવા મળે છે.આ મહિલા ૧૯૩૦માં મોતને ભેટી હતી.જો તે રોડ પર કોઇને મળે તો તેને રિસરેક્સન કબ્રસ્તાન પર રોકે છે અને ત્યારબાદ કારમાં જ ગાયબ થઇ જાય છે.૧૯૭૩માં એક કેબ ડ્રાઇવરને એક છોકરી મળી હતી જેણે ચેટ્‌સ મેલોડી લાઉન્ઝ સુધી કાર કરી હતી અને આ કબ્રસ્તાન પાસે એ છોકરી ભાડુ આપ્યા વિના જ ગાયબ થઇ ગઇ હતી.
૧૬૪૧માં કેપ્ટન હેન્ડરીક ડેર ડેકને કેપ ઓફ ગુડ હોપની પ્રદક્ષિણા કરવાની સોગંદ લીધી હતી અને તે પોતાના ફ્લાઇંગ ડચમેન નામનાં જહાજ સાથે નિકળી પડ્યા હતા જો કે તેમની એ પ્રતિજ્ઞા પુરી થઇ ન હતી અને આજે પણ આ જહાજ દરિયામાં ઘણાં વહાણોને મળી જાય છે.જ્યારે પણ આ જહાજ કોઇ જહાજને જોવા મળે છે ત્યારે તેને અપશુકન ગણવામાં આવે છે કારણકે તેને જોયા બાદ વહાણો સાથે કોઇને કોઇ કમનસીબ ઘટના બનતી જ હોય છે.આ જહાજ કિંગ જર્યોજ પાંચમાએ ૧૮૮૧માં જોયું હતું અને તેની નોંધ પણ લખી હતી.જો કે બીજા દિવસે આ જહાજ જેણે જોયું હતું તે નાવિક મોતને ભેટ્યો હતો જો કે કિંગ જયોર્જને કશું થયું ન હતું.