Hyperloop technology in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | હાઇપરલુપ ટેક્નોલોજી

Featured Books
Categories
Share

હાઇપરલુપ ટેક્નોલોજી

બસ, ટ્રેન, કાર અને એર ટ્રાવેલિંગ બાદ હાઇપરલુપ એક નવું સાહસ
પરિવહનનું સૌથી ફાસ્ટ અને આધુનિક માધ્યમ

આપણા દેશમાં પરિવહન ક્ષેત્રે સારો એવો વિકાસ થયો છે. એ વાત અલગ છેકે પેટ્રોલ ડીઝલના ભાવને કારણે કામ સિવાય કોઈને ફરવું અત્યારે પોસાય એમ નથી. બસ, ટ્રેન, એર સર્વિસ બાદ શિપિંગથી પણ એક પગલું આગળ વધીને હવે ચોથું પરિવહન માધ્યમ તૈયાર થઈ રહ્યું છે. જે રોડ, હવામાં કે પાણીમાં નહીં પણ એક વિશાળ પાઈપની અંદર ચાલે છે. જેમ મેટ્રો રેલ અને મેગ્નેટિક ટેકનોલોજીએ આખી દિશા બદલી નાખી એમ હાઇપરલુપ એક નવા પરિવહન ક્ષેત્રમાં શ્રી ગણેશ કરશે. હાલમાં આ પ્રોજેકટનો પ્રથમ ટેસ્ટિંગ ફેઝ પૂર્ણ થઇ ગયો છે.
મહાનગરમાં વધતા પબ્લિક ટ્રાન્સપોટેશનના ભારણને ઓછું કરવા પહેલા એક શહેર પૂરતી વ્યવસ્થા ગોઠવાય એવું લાગી રહ્યું છે. આ પરિવહનને કેપસુલ ટ્રાન્સમિશન પણ કહેવામાં આવે છે. જેની મદદથી ટૂંક જ સમયમાં વ્યક્તિ લાંબુ અંતર કાપી શકશે. હાલમાં આ પ્રોજેક્ટ મુંબઇ પુણે વચ્ચે શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. જાેકે, ભારત સરકાર તેમજ સરકારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રથમ ડેમો પ્રોજેક્ટ પણ કામ થઇ રહ્યું છે. જે હેઠળ પ્રથમ ટેસ્ટિંગ ટ્રેક પણ તૈયાર કરાયો છે. એટલું જ નહીં તેના પર પ્રથમ ટેસ્ટિંગ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

ભારત જેવા દેશ માટે આ પહેલો અતિ આધુનિક પ્રોજેકટ છે. જેમાં પરિહવનની એક નવી અને રોમાંચ ભરી આવૃત્તિ જાેવા મળશે. વાહનોના વધતા ખર્ચ અને વધી રહેલા ઈંધણના ભાવ વચ્ચે ઘણા માધ્યમ વર્ગના લોકો પબ્લિક પરિવહન માધ્યમનો ઉપયોગ કરતા થયા છે. ખાસ કરીને હવે, નાના શહેરમાં પણ આ પહેલ કામ કરશે તો અનોખો ચીલો શરૂ થશે.

શું છે આ હાઇપરલુપ?
કોઈ પણ પ્રકારના પરિવહન માટે ફ્રેક્શન અને એરડ્રેગ અનિવાર્ય છે. ફ્રેક્શન કોઈ પણ વાહનના ટાયરને જર્ક સાથે અટકાવવાનું કામ કરે છે. જ્યારે એર ડ્રેગ વાહન આગળ ગતિ કરતું હોય ત્યારે આપણે પણ પણ પાછળ ધકેલાતા હોય એવું લાગે. એર ડ્રેગનો ફોર્સ એટલો હોય છે કે, એક આખું વૃક્ષ જડમૂળથી ઉખેડી શકે. આ બે વસ્તુને કારણે ફયુલ વધારે ખર્ચાય છે અને વાહનને જાેઇએ તેટલી સ્પીડ પણ મળતી નથી. આ બે વસ્તુ વધુ પડતી ન થાય એટલા માટે હાઇપરલુપનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો. જેમાં એર ડ્રેગ અને ફ્રેક્શન ખતમ થઈ જાય છે. જેથી વાહનમાં એક એવા ફોર્સથી ગતિ આગળ વધે છે. મેગ્નેટિકના નિયમ પર એક ટ્યુબ કે લુપ બનાવાય છે. જેમાં એ વાહન દોડે છે.

એક મેગ્નેટના બે ધ્રુવ નોર્થ અને સાઉથ જેને કોઈ બીજા મેગ્નેટ કે લોઢા સાથે ચીપકવા આકર્ષણ જાેઈએ. હવે આથી ઉલટું વિચારીએ કે, બે સાઉથ નોડ હશે તો પણ નહીં ચીપકે. બે નોર્થ નોડ સામસામે હશે તો પણ નહીં ચીપકે. ચીપકવા માટે એક નોર્થ અને એક સાઉથ નોડ હોવું જાેઈએ. આજ કોન્સેપટથી એક ટ્યુબ બનાવામાં આવે છે, જેમાં અંદરની દીવાલ પર બંને તરફ નોર્થ અથવા સાઉથ નોડ સેટ કરી દેવામાં આવે છે. જ્યારે અંદર દોડતી ગાડીમાં પણ બે નોર્થ અથવા સાઉથ નોડ સેટ કરી દેવાય છે. એટલે બનશે એવું કે, તે ચીપકવાના બદલે એકબીજાથી દૂર જશે. ઉપરની તરફ હશે તો એ વાહન થોડું હવામાં રહેશે. એનાથી ફાયદો એ થશે કે, વજનદાર ગાડીને હળવો ધક્કો લાગશે તો પણ આગળ જતી રહેશે. સામાન્ય રીતે કોઈ ખાલી કારને પણ ધક્કો મારીયે તો સ્મૂથ નથી ચાલતી. અહીંયા તો લોકોનો વજન ખેંચવાનો. એટલે એક એવો ફોર્સ જાેઈએ જે જર્ક ઓછા અને સ્મૂથનેસ વધુ આપે. જમીન પર એક કિલોની ગુણીને પણ હલકો ધક્કો મારીયે તો એ હલતી પણ નથી. કારણ કે ત્યાં ફ્રેક્શન થઈ જાય છે. જેમ ફ્રેક્શન ઓછું એમ વાહનની સ્મૂથનેસ વધુ.

ફાયદા :
- વરસાદમાં રેલવે ટ્રેક પર પાણી ભરાય, ખરાબ હવામાનને કારણે વિમાનને તકલીફ થાય, રસ્તા ખરાબ હોવાને કારણે વાહન બગડે સહિતના પ્રશ્ન થતાં નથી
- ઘણી વાર ટ્રેનની અડફેટે ગાય બકરાનો ભોગ લેવાય છે જે અટકશે.
- આમાં ક્યાંયથી ધુમાડો નીકળતો નથી તેમજ ફયૂલ ખુબ જ ઓછું વપરાય છે.
- સૌથી ઓછું મેન્ટેનન્સ. કારણ કે કંઈ ઘસાતું જ નથી તો બદલશું શું? વાહન ઘસાઈ તો સર્વિસ થઈ જાય પણ અહીંયા તો બધું મેગ્નેટ પર જ છે.
- ભાડું પણ ઓછું. આ સેટઅપ જાે ભારતમાં આવી ગયું તો સમજાે ટેકનોલોજીના આશીર્વાદ છે. કારણ કે, મેન્ટેનન્સ ઓછું છે એટલે કોઈ મોટો ઘસારો નથી. તો આમાં ભાડું પણ ઓછું રહેશે.
- હવે કરીયે સ્પીડની વાત. એક કેપસુલ ૧૨૦૦કિમિ/કલાકની સ્પીડથી દોડે છે. ટ્રાફિક નથી અંદર એટલે કોઈ સમય બગાડવાનો નથી. ફલાઇટ કરતા પણ વધારે સ્પીડથી દોડશે.

ગેરફાયદા :
- જમીન પર નહી ચાલે. એટલે આ માટે પાઇપ તૈયાર કરવા અને એને એક પુલમાં બેસાડવામાં ખૂબ જ મોટું રોકાણ કરવું પડશે. દરેક જગ્યા એ જમીન સમતલ નથી હોતી. એટલે એને બ્રિજમાં ફેરવવું પડે છે. એ વસ્તુ અલગ છે કે, એક વાર સેટઅપ લાગી ગયું તો પૈસા બચી જશે.
- એક સરખા પિલર બનાવવા વધુ પૈસા જાેઈશે.
- સ્પીડ વધુ છે એટલે રૂટ સીધો હોય તે સારું જેથી વધુ વૃક્ષો કપાશે.
- ટ્યૂબમાં હવાનું પ્રેશર ઓછું છે. એટલે કાનમાં ધાક પડી જાય એવું બને. જેવું પ્લેનમાં ફીલ થાય એવું ફીલ થશે.
- ઇમર્જન્સી બ્રેક મારવામાં સમસ્યા થશે.
- જેમ એક ટ્રેક પર જુદા જુદા સમયે એકથી વધારે ટ્રેન દોડે છે. એવું નહીં બને. એક કેપસુલ એક જ ટ્યૂબમાં રહેશે
- સૌથી મોટું જાેખમ. જાે ભૂકંપ આવ્યો અને એકાદ પિલર ખરી ગયો તો કોઈ બીજાે જીવ બચાવી શકાય એવો વિકલ્પ નથી. સ્પીડ વધુ હોવાને કારણે જાે કોઈ દુર્ધટના થઈ તો ગયા સમજાે. જેમ વિમાનમાં કોઈ ઘટના થાય તો બચી શકાય એમ નથી એવું જ અહીંયા છે.

એર ડ્રેગીંગ પણ થતું નથી
હવે આટલું વાંચ્યા બાદ એટલું તો સમજ્યા કે, એક મેગ્નેટિક ફોર્સથી વાહન કેમ દોડે છે. પણ ટ્રેન જેવી ચાલુ થાય અટલે બારીમાંથી વાવાઝોડા જેવો પવન તો દરેકે ફિલ કરેલો હશે. અહીંયા તેને રોકવા વેક્યુમ પાઇપ છે. જ્યાં આ ટ્યુબનું સેટઅપ હોય છે ત્યાં બાજુમાં મોટામોટા વેક્યુમ પાઇપ હોય છે. જે ટ્યુબમાં રહેલી હવાને ખેંચવાનું કામ કરે છે. મેગ્નેટ વાહનને ઉપર ધક્કો મારે છે અને વેક્યુમ હવા બહાર કાઢે છે. આવી સ્થિતિમાં હવે એર ડ્રેગ થવાનો પ્રશ્ન જ નથી.

શું કરે છે કેપસુલ ?
જેમ દવાની કેપસુલમાં દવા ભરેલી હોય છે. એમ અહીંયા માણસોને બેસવા માટે ખાસ વ્યવસ્થા હોય છે. અહીં કેપસુલ સ્ટેશન હોય છે. હવે એ ટ્યુબમાં અંદર જાય તો હવા પણ સાથે જશે. પણ ના. અંદર રહેલા પમ્પ એ હવાને ખેંચી લેશે. અમેરિકાના લાસવેગસમાં પરીક્ષણ થઈ ચૂક્યું છે. જયારે દુબઈમાં ટેસ્ટ ચાલુ છે. વર્જિન નામની કંપની આ ટેકનોલોજીનું સંચાલન કરે છે. એક પ્રકારની લીનીયર મોટર છે. જે ફોર્સ ભેગો કરીને આગળ ધકેલવાનું કામ કરે છે. હવે ફાસ્ટ દોડતી કેપસુલને રોકવા શું કરવું? આ માટે ટ્યુબમાંથી ૧૦૦ ટકા હવા કાઢવામાં આવતી નથી. ૧૦ ટકા રાખવામાં આવે છે.

ઊંધું ચક્કર ફરે એટલે બ્રેક લાગે
કેપસુલમાં બ્રેકના પટ્ટા નથી. હવા નથી તો બ્રેક કેમ લાગશે? જ્યારે કેપસુલમાં આગળ અને પાછળ મુકાયેલા પંખા પોતાની યોગ્ય દિશામાં ગતિ કરશે તો વાહન આગળ જશે. પણ જાે આજ પંખાને એની ફરતી દિશામાંથી ઉલટી દિશામાં ફેરવશું તો બ્રેક લાગશે. આ કારણસર કેપસુલમાં બંને છેડે પંખા મુકાયા છે. ખાસ વાત એ છે કે, આમાં વીજળીની જરૂર ખૂબ ઓછી છે. કારણ કે ફ્રિકશન થતું નથી. અહીં સોલાર પેનલનો ઉપયોગ એના રૂફટોપ પર કરાશે. એટલે દિવસે તો ડે લાઈટથી ચાલશે. રાત્રે સોલારે ભેગી કરેલી વીજળી કામ આવશે. જે એક સોલાર બેટરીમાંથી મળશે.

નાના શહેરમાં બુલેટ ટ્રેનનો વિકલ્પ બની રહે
જાે સુરક્ષામાં થોડો વધારો કરવામાં આવે અને જાેખમ ઓછું થાય તો એ મેટ્રો અને બુલેટ ટ્રેનનો વિકલ્પ બની શકે. કારણ કે બુલેટ અને મેટ્રો માત્ર મહાનગર માટે કામના સાધન છે. બીજી તરફ નાના શહેરમાં આના પિલરનો ખર્ચો લોકોના ટિકિટ ભડામાંથી ઉભો થઇ શકે.