What will you do when you see your wife's face when she says she has to work even on Sunday? in Gujarati Anything by Ravi Lakhtariya books and stories PDF | રવિવારે પણ કામ કરવાનું પત્નીના મોઢા જોઇને શું કરશો?

Featured Books
Categories
Share

રવિવારે પણ કામ કરવાનું પત્નીના મોઢા જોઇને શું કરશો?

સમી સાંજનો સમય છે, સર્વને જય શ્રી કૃષ્ણ.
હાલ l & T ના એક કર્મચારી દ્વારા એક કામ પ્રત્યેની ટિપ્પણી કરવામાં આવી. રવિવારે પણ કામ કરો તમારી પત્નીનું મોઢું આખો દિવસ જોઇને શું કરશો?

એક લાંબા સમયથી ઘણી બધી વસ્તુઓ નોંધી રહ્યો છું. ફિલ્મો, વેબસીરિઝ, કે કોઇ પણ ફિલ્મને લગતા સંસાધનો હંમેશા ભારતીય સંસ્કૃતિ તોડવાના પ્રયાસો કરી રહ્યા છે. હવે ઉપરથી આવા લોકો પણ આવા જ કાર્ય કરી રહ્યા છે. આની પહેલા Infosys માંથી પણ આવી કમેન્ટ આવી હતી.

આ દરેક વસ્તુ સતત ભારતીય ધર્મ, ભારતીય કલ્ચરને તોડવાના પ્રયાસો કરે છે. વુમન એમ્પાવર, મહિલા સશક્તિકરણ બને એક જ છે, કરીને મહિલાઓને ઘરની બહાર રહી કામ કરવાની એક ખોટી પ્રેરણા આપી. અને એવું કહીને કે તમે સ્ત્રીની ઇજ્જત નથી કરી રહ્યા, સ્ત્રીઓને આગળ વધવા પ્રોત્સાહન નથી આપી રહ્યા. હવે એમને કોણ સમજાવે સૌથી વધુ શક્તિ વિધાપીઠ ભારતમાં છે જયા સ્ત્રીઓની ઇજ્જત કરવામાં આવે છે. 

પરંતુ આ પાછળ એક સ્પષ્ટ હેતુ ફિલ્મ ઉધોગનો ખ્યાલ આવે કે તેઓ માત્ર સ્ત્રીઓની સાથે ચેડા કરવાના પ્રયત્નો હતા. એવું નથી કે જૂના જમાનામાં સ્ત્રીઓને ભણાવવામાં નથી આવતી. પણ જેનું કાર્ય જે છે તે હેતુથી તેને શિક્ષણ આપવામાં આવતું. જેમ જેમ ભારતીય મૂળના પુસ્તકો વાંચવાનું બંધ કરતા, જ્ઞાન મેળવવાનું બંધ થતા સ્ત્રીઓ પર અત્યાચાર થયા છે. માનું છું. પણ શેને લઇને? અપૂરતા શિક્ષણને લઇને.

હાલ, એક પ્રસંગ યાદ આવે છે. કદાચ ૪-૫ વર્ષ થયા હશે. એક મિત્રને કોઈ દુકાન હતી. તેના બીજા મિત્રો મસ્તી મજાક કરતા કહે એક છોકરીને રાખી લે. સેલ્સ અથવા કસ્ટમર કેર તરીકે. એટલે જો ધંધો વધે. જો કે આ મજાક મસ્તી હતી...પણ જો નાનકડો વિચાર કરીએ તો આ પાછળનો વિચાર શું હશે.

લાગે છે હું મુદ્દો ભટકી ગયો, પણ એવું નહી આ એમાનો જ એક ભાગ છે. ચાલો મુદ્દાને થોડો પ્રાથમિક ક્રમ આપીએ. શા માટે આ મુદ્દો? આ મુદ્દો કંપની એટલા માટે વિચારે છે કે વધુ પ્રોફિટ થાય.  પણ જો મુદ્દો જોઇએ તો જેમ ફિલ્મો કરે છે તેના એકટરો કરે છે તે છે પારિવારિક વિચાર તોડવો. ભારતીય સંસ્કૃતિ તોડવી. પ્રશ્ન થઇ જાય કે આ કઇ રીતે? 

મુદ્દાને વિસ્તારથી સમજીએ તો ખ્યાલ પડે કે કે પરિવાર તોડવાની ભાવના જ છે. કેમ? તો કે જો એક વ્યક્તિ આખું અઠવાડિયું કંપનીમા પસાર કરશે તો પરિવારને સમય ક્યારે આપશે? 


છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં સૌથી સળગતો પ્રશ્ન બાળકોને મોબાઈલની લત.
અમુક હેડલાઇન્સ બધાએ વાચી જ હશે? બાળકો મોબાઈલ વિના તો ખાતા નથી? બાળકો ‌જેને ચડ્ડી પહેરતા આવડતું નથી તેને એકથી વધારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ. (આવી નાના બાળકોની રીલ જોતા જ હશો). બાળકને મોબાઈલની ના પાડી તૌ રિસાઈ ઘર મુકી દીધું? કા આત્મહત્યા કરી લીધી? કા પછી હુમલો કરી દીધો? કા પછી વીડિયો પણ જોયા હશે, બાળક નીંદરમાં પણ વગર મોબાઇલે આંગળી ફેરવી રહ્યો છે.

તો આ પાછળનો જવાબ શું? માતા પિતા નોકરી કરવા જાય છે. ઘરમા સંપૂર્ણપણે આઝાદ હોય છે જેમ ફાવે તેમ કરે છે. પછી કોઇ ટોકે એટલે ગમતું નથી. પ્રશ્ન સંસ્કાર પર થાય છે. પણ સંસ્કાર? કે સમય આપવાનો અભાવ.

રાતદિવસ મહેનત કરે માણસ એટલે સહજ છે કે શાંતિ ઇચ્છે. એવામા ઘરે પહોંચે બાળક રડે એટલે ના ગમતું હોવા છતાં મોબાઇલ આપી દે. રડે નહી એટલે મોબાઈલ. ખાવાનું ન ખાય એટલે મોબાઈલ. પોતે પણ મોબાઇલમા, પત્ની પણ મોબાઇલમાં, બાળક રડે કારણ સમય નથી કોઇ આપી રહ્યું એટલે એ પણ મોબાઇલમાં.

આ સંશોધનમાં સંશોધકો કહે છે શા માટે બાળકમા સંસ્કારની ખામી મળે છે, શા માટે સહન નથી કરતા, બ્લેકમેઇલ કરે છે, હુમલો કરે છે ઘણું બધું.

હમણા જ તાજેતરમાં ઘણી હેડલાઇન્સ આવી પણ જોઇ હશે કે માતાએ બાળકને કાઇ કીધું તો દસ્તો મારી હત્યા કરી નાખી માતાની. જ્યાં માતા એ ભગવાન તુલ્ય સમજવામા આવે છે ત્યા આવું કેમ?

સંશોધકો કહે છે 'બાળકના આ વતૅન પાછળ જવાબદાર છે ‌સમયનો અભાવ'.

હજુ થોડુક વધુ જાણીએ, ઘણા સમયથી પરદેશના માતાપિતા તેમના નવા જન્મેલા બાળકોના વીડિયો બનાવે છે. તેમાં બાળક પહેલા દાદા એટલે કે પપ્પા બોલે છે, મમ્મા નહી બોલતા. પાછળનું કારણ? માતા ઓફિસમાં છે પિતા ઘરમા કામ કરે છે. આવી વિચારધારાને સમૅથન આપતુ એક ફિલ્મ 'કાકી' નહી 'કીકા' બનાવામાં આવ્યું.

આ પત્ની ઘર બહાર કામ કરે અને પતિએ ઘરમા રહેવાની વિચારધારા ક્યાથી ફિલ્મમાંથી. આ સ્ત્રીઓને કામ મળવાનું કારણ? જે મે ઉપર જણાવ્યો. મહિલા સશક્તિકરણનો પ્રોપોગેડા ફેલાવાનું કારણ સ્ત્રીઓને આગળ વધારવા નહી ચારિત્ર્ય હણવા... ઇજ્જત તમારી કામ કરવામાં છે ઘર સંભાળવામા નહી..સૌથી વધારે શારીરિક શોષણનો ભોગ નોકરી કરતી સ્ત્રીઓ પહેલા બની રહી છે.

'સો ગુરુની ગરજ એક મા સારે' આની તો પથારી જ ફેરવી નાખી.

----------------બાળકમા સહનશક્તિ, સંસ્કાર, આત્મહત્યા, હુમલો કરવાની પ્રેરણા મોબાઈલમાં. મોબાઈલમાં શું આવી ફિલ્મો, દ્શ્ય, સંવાદ.

ઉપરથી અમુક રિયાલિટી શોએ કળા વિકસાવવાના નામે બાળકોનું બાળપણ પણ લઇ લીધુ. મા બાપ તેની કેપેસિટી બહાર તેને નાચતા શીખવાડે, ગાતા શીખવાડે, એક્ટિંગ કરતા શીખવાડે. કરાટે, ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ અવનવા કૃત્યો. હવે તો રીલમા પણ બાળકોને લઇ આવે છે. જેને ધોઇ દેવી પડતી હોય તેને ગર્લફ્રેન્ડ કેટલી, બોયફ્રેન્ડ કેટલા જેવા પ્રશ્નો પૂછી કે તેને બોલતા શીખવાડી ખોટી પ્રણાલીને સમૅથન આપે છે. બાળક સમય પહેલા મેચ્યુર કે સમજદાર થઇ જાય છે.

તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઇ હશે ! જેમાં જીલ મહેતા એ ભણવા માટે એક્ટિંગ છોડી દીધી.. કુશ શાહ ગોલી વધુ ભણવા માટે એક્ટિંગ છોડી. તેઓ કહે છે સ્કૂલ લાઇફ શું હોય અમને વધારે ખ્યાલ જ નથી. કારણ કે અમે અહી કામ કરતા. અમારી અટેન્ડ્ન્સ નથી. લોકો અમને ફેમસ જાણે છે. એટલે વિદેશ ભણે છે.

પછી આ એક બીજી પ્રણાલી એવી ફેલાવવામાં આવે છે કે જ્યાં મોટા લોકો કહે છે કે ઉંમર છે આવું થાય. પણ આ સમજાવવાનું હોય છે કે કઇ રીતે આ કાબૂમાં રખાય. એ માતા પિતા ટોકે નહી પછી ખોટા માર્ગે ચડી જાય છે. એવી જ રીતે આજે ગાડી આપી દે છે કે ઉંમર છે એમા શું વાંધો? પછી ક્યાંક અડાડીને આવે છે. 


પછી જો મોટા બાપના દીકરા હોય તો તેના માતા પિતા તેને પ્રોત્સાહન આપે છે. જેમ ઘણી ફિલ્મોમાં દેખાડે છે, એ જ આદત પછી છોકરીઓ ફેરવતો થાય છે, રેપ કરે છે. અને એ વલણ દર્શાવે છે કે ઉંમર છે એવી થાય. જો મોટા અમીર માણસો હોય પોતાના સંતાનોની ભૂલો છૂપાવે છે.

અહી એક પ્રખ્યાત એક્ટર જેની બાયોપિક પણ બની છે એવા સંજય દત... ફિલ્મમાં દર્શાવે છે કે ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતો. એક ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂર સંજય દત્તને એક પ્રશ્ન કરે છે તમે તમારા સંતાનો વિશે શું કહેશો આ બાબતે? તો તે કહે છે મારો છોકરો કરે તો વાંધો નહી, પણ છોકરી કરે તો એ હું બરદાસ્ત નહી કરું. ઘણાએ આ વાયરલ વીડિયો પણ જોયો હશે. પ્રશ્ન થાય કે શું કહેવું વીડિયો પરથી. આ વ્યક્તિ વિશે તેની છોકરી એ છોકરી. પણ બીજાની છોકરીનું ચારિત્ર્ય શું? તેનુ કાઇ નહી?

અમન ગુપ્તા બાગબાનમા મોટા પુત્રનો રોલ નિભાવનાર વ્યક્તિ. એક જગ્યાએ 'હુ તમને રોલ અપાવું કઇક કરવું પડશે' આ સ્ટીગ ઓપરેશન એક મહિલા પત્રકારે કર્યું હતું. અને ન્યૂઝ માં આ સમાચાર ને ખૂબ નિંદા થઇ હતી. ત્યારે બીજા ફિલ્મ એકટરો એના સપોર્ટમા આવ્યા હતા અને એક ફિલ્મ કલાકારે કહ્યું હતું કે એની ઉંમર છે એની કોઈ ભૂલ નહી.

જોવો જે ફિલ્મ હીરોને તમે ફોલો કરો છો તેઓની સોચ કેવી છે. મહિલા સશક્તિકરણ એક પ્રોપોગેડા છે... સ્ત્રીઓને કામ કરવું જોઈએ. આ બધા વિચારો પરથી ખબર પડે સ્ત્રીઓનું શોષણ જ કરે છે.

બીજા દેશભક્તિના નામે રુસ્તમ ફિલ્મ જોઇ હશે, ફિલ્મને જો યોગ્ય રીતે નિહાળો તો ખ્યાલ પડે સ્ત્રીએ કરેલી ભૂલને બચાવવા પ્રયાસ થયો છે...કોઇ દેશભક્તિનો મુદ્દો ન હતો.

એક ફિલ્મ જોલી એલ એલ બી ૨ મા હીરો પત્ની હિરોઈનને સિગરેટ કે દારુ લઇને આપે છે. જો ફિલ્મમાં હીરોની પત્નીનો એવો કોઇ રોલ હતો જ નહી તો જો સિગરેટ પીતા કે દારુ પીતા ન દેખાડી હોત તો ચાલત. પણ કેમ નહી.

કબીર સિંઘ, ઉડતા પંજાબ, એનિમલ, જેવી ઘણી ફિલ્મો જોતા શું શીખ મળે સંબંધો બાંધવા, દારુ, સિગરેટ પીવુ એ જ હિરોની નિશાની. 
એક સમજદાર વ્યક્તિ કે ઉંમરલાયક વ્યક્તિ જેને સમજણ છે તે સમજે. જ્યારે એક બાળક જેને સાચું શું ખોટું શું ખબર નથી પડતી તે જુએ તો તેને શું શીખ મળે? 
તે જોવે ક્યાથી સમય ના આપી શકે અને મોબાઇલ આપી દે છૈ ત્યાંથી.
મોબાઈલ કેમ આવે છે નોકરી કરવાની છે પૈસા કમાવામાં પડ્યાં છે. 

પરંતુ પ્રશ્ન થાય કે એ જ છોકરી અને છોકરાને બીજે પરણાવો છો સાચું તો કહેશો નહીં...તમે એક અસામાજિક વ્યક્તિનું નિર્માણ કરો છો. અને રેપ થવું, દારુ પીવું, કોઇની સાથે સંબંધ હોવો ખોટું નહી. 
વફાદારી ક્યાં?

--------કયાથી આવ્યું સમયનો અભાવ, સંસ્કાર આપવામાં ખામી, ફિલ્મોમા દર્શાવાતુ અયોગ્ય વસ્તુઓનો મારો...

હાલ, એક લિન્કડીન પ્લેટફોર્મ પર એક વ્યક્તિ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. જ્યા ૩૧ના રોજ બધા ભણેલ વ્યક્તિને પોલીસ ‌પીધેલી હાલતમા, ડ્રગ્સની હાલતમાં પકડી રહી હતી. બેન્ગલોર જેવા મોટા સિટીના જ દ્રશ્યો હતા. અને વ્યક્તિએ પોસ્ટ કરી કીધું આ છે ભણેલ વ્યક્તિની હાલત. નોકરી કરનાર સ્ત્રીઓ હુક્કા, સેક્સ કેન્ડલમા પકડાય છે. ક્યાંથી શીખે છે? મોબાઇલ ફિલ્મોમાં, કેમ શીખે છે? રોક ટોક નથી. રોક ટોક કેમ નથી? માતા પિતા નોકરી ધંધામાં વ્યસ્ત છે.
લક્ઝરી જીવન માટે પૈસા કમાવવામા વ્યસ્ત છે. પહેલા આ સમસ્યા ન હતી તો હવે કેમ? હવે તો દરેક શાળાએ જાય છે ભણે છે. તો શિક્ષણમાં જીવન જીવાની શિક્ષા જ નથી અપાતી.

હાલ મધ્યપ્રદેશમાં એક શાળાના દરેક વિદ્યાર્થી પોતે શાળાની સફાઇ નહી કરે તેમ કરી હડતાળમા ઉતરી. માતા પિતા સપોર્ટ કરવા આવ્યા. કેમ શાળાની સફાઇ ન કરાય?

જાપાનમા શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઇ કરાવવામાં આવે છે તેવા પ્રેરણા વીડિયો જોવા મળે છે.

તો જાપાનની સારાઇ. જાપાનમાથી શીખવું જોઈએ. ના નથી આજે જાપાન પાસેથી જ આ શીખવું જોઈએ. કારણ કે આપડે આપણા ગુરુકુળની વ્યવસ્થાને માનતા નથી. અને કોઇ દિવસ વ્યવસ્થા કેવી હતી તે જોવા પણ પ્રયત્ન કર્યો નથી. આપણે સાફસફાઈ કરવી, પોતે પોતાના કામ જાતે કરવા, બહું પહેલા જ શીખવવામાં આવતું હતું.

રવિવારે પણ કામ કરવાનું. તો સંસ્કાર ક્યારે આપશે? સમય નહી આપે તો કયારે થશે? 

સંગતતા - કેવા મિત્રો હોવા જોઈએ કોની સાથે ઉઠાય બેસાય આ પણ શિક્ષણ છે. આજે એવા કલાસ ખૂલ્યા છે જયા ગુડ ટચ અને બેડ ટચ શીખવા માતા પિતા પોતાના બાળકને આવા ક્લાસમાં મોકલે છે. પણ સંસ્કાર પોતે આપી શકતા નથી...નોકરીના પ્રોજેક્ટ, પ્રોસેસ, દેખાડવાની છે. એવામા રવિવારે પણ કામ કરવું.

હકીકત એ છે કે બધા નોકરી કરવા જાય છે. તો ધ્યાન ક્યારે આપશે....છોકરી છાના મુના ઘરમાં બોલાવે છે, શાળા કે નોકરીના બહાને ફિલ્મો જોવા જાય છે પર પુરુષ કે પર સ્ત્રી સાથે... 
કોએજ્યૂકેશનો મુદ્દો..આજના માતા પિતા તેમા મુકે છે મર્યાદા શાળામાં રાખવી એ શીખવવામાં આવતું જ નથી....

તમે વીડિયો પણ જોઇ હશે જયા શાળામાં વાર્ષિક મહોત્સવમા ડાન્સ કરાવવામાં આવે છે. માતા પિતા તો નોકરીમા છે...કયારે થશે...
આ ખોટું કહેવાય કયારે સમજણ આવશે.... સંસ્કાર આપશે તો...

આ સંસ્કાર ક્યારે આપી શકશે જો એને યોગ્ય સમય મળશે તો... રવિવારે કે કોઈપણ તહેવારે રજા ન મળે...તો છોકરાને પોતાના તહેવારો, ઉત્સવના મૂલ્ય ખબર નહી પડે.

આજે સરકાર અને પરદેશની કંપનીઓ અહી લાવવામાં આવે છે. તેઓને ભારતીય સંસ્કૃતિનું મહ્ત્વ નથી. તેઓ રજામા કાપ મૂકવા માટે જ છે. જે સરકાર નથી સમજી શકતી. અને આપણે પૈસા પાછળ આપણા તહેવારોથી દૂર થઇ રહ્યા છીએ.

પરદેશમા દારુનું ચલણ છે. તેથી તેઓ ૩૧, ૧ ના રજા આપે છે. આપણે લોકો સાથે લોકોમા ભળી જઇએ..એ દેખાડવા આપણે ચલણ વધી ગયું છે.

આપણા તહેવારો નામ પૂરતા રહી ગયા છે. ફરી કયા સમયના અભાવે.


લખવાનું ઘણું છે..ભાગ ૨ મા એક બીજા મુદ્દો રજૂ કરીશું જે પણ 
રવિવારે પણ કામ કરવાનું પત્નીના મોઢા જોઇને શું કરશો તે પર જ આધારિત છે....

રવિવારે