ડિસેમ્બરની સીઝન એનઆરઆઇ સીઝન ગણાય છે. જેમાં વિદેશમાં વસેલા મૂળ ભારતીયો વતન આવતા હોય છે. જેને હવાઈ મુસાફરી કરી હશે એને ખ્યાલ હશે કે, ફલાઈટના ટાઈમિંગના ૨થી ૩ કલાક પહેલા પહોંચવું પડતું હતું. કારણ કે, ટેગિંગ, સિક્યુરિટી ચેક, વિદેશ જવાનું હોય તો વિઝા પ્રોસેસ, ઈમીગ્રેશન ચેક ઈન જેવી અનેક પ્રક્રિયા પાછળ સમય જતો હતો. આ ઉપરાંત લાંબી પાકિર્ગ લાઈન, સામાન માટેની ટ્રોલીના ઈસ્યુ જેવી અનેક કડાકુટમાંથી પસાર થવાનું. પણ આવનારા એક દાયકામાં આ તમામ વસ્તુ ભૂતકાળમાં અમર થઈ જવાની છે. કારણ કે, દુબઈ, સિંગાપોર, હોંગકોગ, જાપાન તથા ઓસ્ટ્રેલિયામાં એક એવી એવિએશન સિસ્ટમ તૈયાર થઈ રહી છે જે એરપોર્ટ પ્રોસિજરને જળમૂળથી બદલી નાંખશે. આ ઉપરાંત યુઝર ફ્રેન્ડલી અને ટચ ફ્રી ટેકનોલોજીથી એરપોર્ટ પરિસર બદલી જશે. પાકિર્ગની સમસ્યા પણ નહીં રહે અને લાંબી લાઈનમાં પણ ઊભા રહેવું નહીં પડે. માત્ર સિક્યુરિટી ચેક વખતે ફોર્સની ટીમ તહેનાત રહેશે. બાકી ટેગથી લઈને બારકોડ સ્કેન સુધીની સિસ્ટમ વોઈસ બેઝ અને ટચફ્રી થવા જઈ રહી છે. કોરોના કાળમાં ટચફ્રીનો કોન્સેપ્ટ વધુ ચર્ચામાં રહ્યો હતો. પણ એરપોર્ટ તથા એવિએશન સેક્ટરે તો આ તમામ વસ્તુને એપ બેઝ કરવા માટે વર્ષો પહેલા મૂળીયા રોપી દીધા હતા. જ્યારે એન્ડ્રોઈડ સિસ્ટમ પણ નવી નવી માર્કેટમાં હતી. સામાન લઈ જવાથી લઈને પાર્સલ મોકલવા સુધીની સુવિધા ગણતરીની મિનિટમાં પૂરી થાય એ પ્રકારનું આખું સેટઅપ આકાર લઈ રહ્યું છે. આ વસ્તુ આગામી સમયમાં મુંબઈના નવા ટર્મિનલ પર અને દિલ્હીના બીજા પોર્ટ પર જાેવા મળશે. આ માટે ટેકનોલોજી આધારિત ઓરપોર્ટ ઓથોરિટીએ કરાર કરી સેટ પણ વિચારી રાખ્યું છે. તો યાત્રીઓ અપની ખુરશી કી પટ્ટી બાંધ લો. ફલાઈટ ટેકઓફ હોને વાલી હૈ.
ઈન્ડોર વાયફાઈ કનેક્ટ
આમ તો અત્યારે મોટાભાગના એરપોર્ટ વાઈફાઈથી કનેક્ટ થઈ ગયા છે પણ આ સર્વિસ પ્રવાસીઓ માટે એટલી ઈઝી નથી. જેટલી એરલાઈન્સ સ્ટાફ, એરપોર્ટ સર્વિસ, તેમજ ટિકિટ વેરિફિકેશન કાઉન્ટર માટે છે. એપ્સની મદદથી સૌથી મોટો ફાયદો એ થશે કે, એક વખત શરૂ કર્યા બાદ તે રસ્તો, વોશરૂમ, એક્ઝિટ અને ફલાઈટ ડોર સુધીના તમામ રસ્તાઓ દેખાડશે. ડાયરેક્શનલ સાઈન ઉપરથી તો ખ્યાલ આવી જાય છે પણ ઘણી વખતે ઈમર્જન્સી બદલતા શેડ્યુલમાં ટ્રેક કરવું મુશ્કેલ બની જાય છે. એવા સમયે આ કામ આવે છે. જેમાં એરપોર્ટ પર રહેલી સુવિધાઓને પણ આવરી લેવામાં આવી છે. એશિયાનું સૌથી મોટું અને વિશાળ ઑપરેશનલ કરતું ચાંગી એરપોર્ટ ઘણી બધી રીતે અપગ્રેડ થઈ ગયું છે. જે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ છે. અહીં દુનિયાનું સૌથી ફાસ્ટ અને ઓટોમેટિક ટર્મિનલ તૈયાર થયું છે. જેમાં ઈન્ડોર વાયફાઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. જેમાં મોબાઈલ પિંગ ટેકનોલોજીથી જે તે ડિવાઈસને એક્સેસ આપવામાં આવે છે. જેથી પ્રવાસી વેઈટિંગ ટાઈમમાં પણ ઈન્ટરનેટની મજા લઈ શકે.
સેલ્ફ બેગ ડ્રોપ
આમ તો ઘણી સામાન્ય વસ્તુ છે કે, જે એરલાઈન્સમાં જવાનું હોય ત્યાં એની ટિકિટ કે પાસ દેખાડ્યા બાદ આપણા સામાનનો એક ટેગ બને છે. પછી એ સામાન એ લગેજ લેડરમાં મૂકી દેવાનો હોય છે. પણ ભવિષ્યમાં એવા ડિવાઈસ આવી રહ્યા છે જેમા માત્ર બેગ મૂકી દેવાથી તે સીધુ જે તે ફલાઈટમાં શિફટ થવા માટે રેડી થઈ જશે. એના પર લાગેલા ટેગ અને આલ્ફા કોડ પરથી જર્ની રૂટ નક્કી થાય છે. જેમ કે, દિલ્હીથી અમદાવાદ માટે ડીએલ-એડી કોડનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ફલાઈટમાં બેસતા પહેલા પણ એક ચેક કરાવવાનું હોય છે. જ્યાં ઘણી વાર થઈ જાય છે. પણ આ માટે ફેસ સ્કેન ડોર તૈયાર છે. જે પ્રવાસીનો ફોટો પાડીને સેવ કરશે. વેરિફાઈ પણ કરશે. એટલે ટ્રાફિકમાં લાંબા સમય સુધી ઊભા નહીં રહેવું પડે. આ ઉપરાંત ટ્રોલી મોનિટરિંગ અને ટ્રેકિંગ સિસ્ટમથી એરપોર્ટની ટ્રોલી એરપોર્ટ પરિસરમાં ક્યાં સુધી જઈ શકે અને પડી છે એનો ખ્યાલ આવશે. આ માટે એમાં એક ગુપ્ત રીતે ટ્રેકર ડિવાઈસ પણ સેટ કરેલા છે. હા, એપ્લિકેશનની મદદથી આવી ટ્રોલી ક્યાં છે અને એરપોર્ટમાંથી ફ્રેશ ટ્રોલી કેમ મળે એ પણ જાણી શકાય છે.
બાયોમેટ્રિક ટેકનોલોજી
દરેક એરપોર્ટ પર સીસીટીવી કેમેરા તો હોય જ. પણ સતત એનું ઓબઝર્વેશન ક્યારેય ડ્યૂટી પર રહેલાનું માથું પકવી દે. ખાસ કરીને જ્યારે કોઈ કાંડમાં અટવાયેલો અથવા દાણચોરી કરીને આવતો વ્યક્તિ હોય ત્યારે થોડું મુશ્કેલ બને છે. પણ આટલી ભીડમાંથી એવા કોઈને પકડવા સમય માગી લે છે. ક્યારેક તો ઘાસમાંથી સોય શોધવા જેવું થાય છે. પણ કતારના દોહામાં આવેલા એરપોર્ટ પર લાગું છે બાયોમેટ્રિક ટેકનોલોજી સિસ્ટમ. બાયોમેટ્રિક સેલ્ફ ચેકઈન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેમાં વ્યક્તિના ફેસનો એક ફોટો ઓટોમેટિક ક્લિક થઈને કોમ્પ્યુટરમાં સેવ થઈ જાય છે. આ એક સિંગલ ટોકન આઈડેન્ટિટી સિસ્ટમ છે. જે ફાસ્ટ છે અને એક વખત એરપોર્ટમાં પ્રવાસ કે કોઈ સર્વિસ અર્થે આવેલી વ્યક્તિનો ડેટા મેન્ટેન કરે છે. એનાથી ફાયદો એ પણ થાય છે કે, સામાન મિસપ્લેસ થવાના ચાન્સ ઘટી જાય છે. કારણ કે, સામાન ઉપર પણ સ્કેન સિસ્ટમ કેપ્ચર થયેલી હોય છે. આ ઉપરાંત ફેસ આઈડેન્ટિફિકેશનથી પણ ટિકિટ વેરિફાઈ થઈને પ્રોસેસ થઈ જાય છે. આ ઉપરાંત બોર્ડિગ પાસ પણ લગેજ પાસ પણ સરળતાથી પ્રિન્ટ થઈને આવે છે. જેમાં એક સ્કેન અને બારકોડ પ્રિન્ટ થઈને આવે છે. જે એક બેગમાં લાગે છે અને મોબાઈલમાંથી એને સ્કેન કરી એપ્લિકેશનમાં સામાનના માલિક અંગે, પ્રવાસ અંગેની જાણકારી મળે છે. હા, સામાન આપણો હોવો જાેઈએ. બીજામાં સ્કેન જ નહીં થાય.
અરાઈવલ બેગ નોટીફાઈ
કોઈ ફલાઈટ આવવાની હોય અથવા તો લેન્ડ થઈ ગઈ હોય ત્યારે એરપોર્ટ પર ફલાઈટ બોર્ડમાં ઘડીના છઠ્ઠાભાગમાં અપડેશન થઈ જાય છે. એ જ રીતે અરાઈવલ બેગ નોટિફાઈ એક પ્રકારનું એપ ફીચર છે. ઘણી વખત એરપોર્ટ પરથી સામાન બદલી જવાના કે ખોવાઈ જવાના કિસ્સા બને છે. ત્યારે રોકાણ કે કામ પૂરુ કરીને ઘરે પહોંચી જઈએ ત્યારે બેગ આપણા ડેસ્ટિનેશન પર પહોંચતું હોય છે. આ ઉપરાંત ઘણી વખત સામાન બીજી ફલાઈટમાં આવે ત્યારે હેરાન થવું પડે છે. થોડા વર્ષો પહેલા મુંબઈ એરપોર્ટ પર બેગના ઘા કરવામાં આવી રહ્યા છે અને લગેજ લેડરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે એવો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે એમ થાય કે, આપણા જે સામાનને આપણે ખૂબ સાચવ્યો એના આ રીતે ઘા? પણ હવે આવું નહીં થાય. અરાઈવલ બેગ નોટિફાઈ ફિચર જેવું પ્લેન લેન્ડ થશે એટલે નોટિફિકેશન આપશે. આ ઉપરાંત તમારો સામાન ક્યાં ગેટમાંથી આવી રહ્યો છે એ પણ દેખાડશે. એનાથી પણ આગળ દુબઈમાં એક પ્રયોગ હજું ટ્રાયલ ઝોનમાં છે જ્યાં સામાન પર લાગેલુ ટેગ મોબાઈલથી સ્કેન કરી વેરિફાઈ થશે એ વસ્તુ આવી રહી છે. જેથી સામાન ચોરી થવાનો કોઈ ચાન્સ જ નથી. હાલમાં કોમ્પ્યુટર સ્કેન લગેજ સિસ્ટમ આપણે ત્યાં અમલી છે. જ્યાં લગેજમાં શું પડ્યું છે એ જાેઈ શકાય એ પણ બેગ ખોલ્યા વગર. અહીં સિક્યુરિટી મેનની જરૂર પડે છે. પણ હોંગકોંગના એરપોર્ટ પર સ્માર્ટ સ્કેન ટેકનોલોજીનું ટ્રાયલ ચાલે છે. જેમાં એક પેરામીટર સેટ કર્યા બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ આગળ પ્રોસેસ થશે જ નહીં. પણ આ મુશ્કેલી વધારી દેશે.
એવિએશન ટેકનોલોજી એટલે શું?
જે લોકો એરપોર્ટ પર ગયા હશે અથવા તો હવાઈ મુસાફરી કરી હશે એને ખ્યાલ હશે કે, ટર્મિનલ નંબર ભૂલાઈ જાય તો ફલાઈટ ગુમાવવાનો વારો આવે. માત્ર ચેકઈન જ મહત્ત્વનું નથી. સામાનનું ધ્યાન રાખવાનું, સિક્યુરિટી ચેક, ટેગિંગ સહિતના વિષયમાંથી દરેકે પસાર થવાનું રહે છે. પણ બેથી ત્રણ કલાકનો ફલાઈટ હોલ્ટ હોય ત્યારે એરપોર્ટમાં શોપિંગ મોલ, ફૂડ ઝોન તથા વેઈટિંગ એરિયાની ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી હોય છે. ખાસ કરીને વેઈટિંગ રૂમ આપણે ત્યાં લોકલ ટ્રેનના કોચ જેવા નથી હોતા. ગંદા અને ગંધાતા. પણ પ્રવાસને આરામદાયક બનાવવા માટે અને પ્રવાસીઓને ઓછામાં ઓછી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહે એ માટે એક ટેકનિકલ પ્રોસેસ તૈયાર કરવામાં આવી રહી છે. હોંગકોંગ એરપોર્ટે આ સેટઅપ શરૂ કરી દીધું છે. ઓછા સમયમાં વધુ ફલાઈટના સૌથી વધારે ઑપરેશન થાય એવો એરપોર્ટનો હેતું છે. જેમાં હોંગકોગ ઓથોરિટીએ એચ.કે.જી ફલાઈટ મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેમાંથી અરાઈવલ, ડિપાર્ચર, એરલાઈન્સની માહિતી જેવા અનેક ફીચર્સને આવરી લેવામાં આવ્યા છે. આપણે ત્યાં દરેક એરપોર્ટ આ પ્રકારની એપ્સ બનાવવાની તૈયારીમાં છે. જેમાંથી નેટ ચેકઈન કરી શકાય છે. સૌથી ખાસ વાત અને મોટો ફાયદો એ થશે કે, રીયલ ટાઈમ ફલાઈટ્સની અપડેટ મળી રહેશે, બોર્ડગિં એલર્ટ મળશે, માય ટેગ તથા બેગેજની સર્વિસ મળી રહેશે. આ ઉપરાંત જે રીતે બસ સ્ટોપ પરથી પાર્સલ સર્વિસ મળી રહે છે એ રીતે એરપોર્ટ ઉપર પણ પાર્સિલને ટ્રેક કરી શકાશે. આ ઉપરાંત લોકેશન ટ્રેકિંગ સિસ્ટમને પણ અહીં આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત નજીકમાં પબ્લિક ટ્રાંસપોર્ટ, પાકિર્ગ સ્પેસ તેમજ જે તે શહેરના ટ્રાફિક એલર્ટ પણ આપશે. આ માટે લોકેશન ઓન રાખવાનું રહેશે.
ગૂગલ સ્ટ્રીટ
અતિ વિશાળ એરપોર્ટની કોઈ ખાસ મુલાકાત માટે જેવાનું તો શક્ય નથી. એક વખત પ્રવાસ માટે ગયા હોય તો આખું એરપોર્ટ ફરવું શક્ય નથી હોતું. પણ હવે આ વસ્તુ શક્ય બનશે ગૂગલ સ્ટ્રીટ વ્યુથી. જ્યાં ટેબલેટ પર માત્ર એક ફોર્મ ભરીને સમગ્ર એરપોર્ટનું એનિમેશન, ૩ડી, ઑપરેશન, વચ્ર્યુઅલ ટૂર એટલું જ નહીં લાઈવ સ્ટ્રિમિંગ પણ જાેઈ શકાશે. આ ઉપરાંત જે તે શૉપનું તમારે સજેશન આપવું હોય તો પણ થઈ શકશે. આ ઉપરાંત ઝુમઈન, ઝુમ આઉટ તેમજ પ્રિન્ટ પણ લઈ શકાય છે. જેને ઈન્સ્ટન્ટ ટુર પણ કહે છે. આ વચ્ર્યુઅલ ટુરની ખાસ વાત એ છે કે, તે પ્રવાસીના ફાઈનલ એક્ઝિટ કે જ્યાંથી તે વિમાનમાં બેસે છે તે રન વે સુધીનો પ્રિવ્યૂ આપે છે. આ સુવિધા પ્રવાસીઓને મળી રહેશે. પણ મૂકવા માટે આવનારાને અંદર પૈસા ખર્ચીને જવું પડશે. જાેકે, આ તમામ સિસ્ટમ અંદરના વિભાગો માટેની છે. બહાર માત્ર એક લોબીથી કામ પૂર્ણ કરી દેવામાં આવે છે.
ડેસ્ટિનેશન ઈન્ફો
જે રીતે આપણે ત્યાં એરપોર્ટ પર થીમ મેઈનટેન કરવાનો ટ્રેન્ડ છે. એમ હવે વિદેશમાં હોટ અને મોસ્ટ રીસન્ટ ડેસ્ટિનેશન ફ્રેમ તૈયાર કરવામાં આવી રહી છે. જેને ડેસ્ટિનેશન ઈન્ફો ડેસ્ક કહેવાય છે. જ્યાંથી સૌથી વધારે જતા કે આવતા સ્થળ, રૂટ, લેન્ડમાર્ક, સ્પોટ, સ્થળ, સિટી કે ત્યાંના સૌથી લોકપ્રિય કાર્યક્રમ અંગેની માહિતી એરપોર્ટ પરથી જ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ઘણી વખત ફલાઈટ વાયા ડેસ્ટિનેશન થઈને જતી હોય છે ત્યારે ૫ થી ૬ કલાકમાં ક્યાં શું કરી શકાય એ મુંઝવી દે છે. ત્યારે આ વસ્તુ કામ આવે છે. જે એરપોર્ટથી કેટલા કિમી દૂર છે એ પણ કહેશે અને ચાર્જ કેટલા થશે એની પણ ગણતરી કરીને આપશે. દાયકા પહેલા દોહામાં આ ટેકનોલોજી દરેક ટુરિસ્ટ સ્પોટ માટે નક્કી કરવામાં આવી હતી. અંતે એરપોર્ટ પર ડેસ્ટિનેશન ફ્રેમ મૂકવામાં આવી. ખાસ વાત એ છે કે, તે એરપોર્ટ શેડ્યુલમાં આવતા ડેસ્ટિનેશન અને ઈન્ટરનેટ ફીચર્સથી કનેકટેડ હોય છે.