કોરોનાકાળ શરૂ થયો ત્યારથી ફ્લેક્સિબલ વર્કપ્લેસ શબ્દ ચર્ચામાં આવ્યો છે. જેમાં પણ ખાસ કરી વર્ક ફ્રોમ હોમ ક્લચર ખુબ જ પ્રચલિત થયું છે. ત્યારે ફ્લેક્સિબલ વર્કપ્લેસના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાથી તક મળી અને તેના જુદા જુદા લાભોનો પણ સ્વાદ ચાખ્યો. પહેલા કર્મચારી સપ્તાહમાં ઓછામાં ઓછા 40 કલાક જેટલો સમય ઓફિસમાં વિતાવતા હતા. એટલું જ નહીં ઓફિસ આવવા જવામાં પણ કલાકોનો સમય વેડફાતો હતો. પરંતુ કોરોનકાળ દરમિયાન આવેલા વર્ક ફ્રોમ હોમ એટલે કે ફ્લેક્સિબલ વર્કપ્લેસના ક્લચરથી કર્મચારીઓનો વેડફાતો સમય બચી ગયો અને તેમની કાર્ય ક્ષમતામાં પણ વધારો થયો છે. વર્ક ફ્રોમ હોમ ક્લચર પર દેશ વિદેશમાં થયેલા સંશોધનો જ બતાવે છે કે વર્ક ફ્રોમ હોમ ક્લચરમાં વ્યક્તિ વધુ પ્રોડક્ટિવ કામગીરી કરી શકે છે.
ફ્લેક્સિબલ વર્કપ્લેસ ક્લચર એટલું લોકપ્રિય બન્યું છે કે, વિશ્વભરના લગભગ 40 ટકા નોકરિયાત વર્ગ કહે છે કે, શેડ્યૂલની ફેલકીબીલીટી તેમની કારકિર્દીની ટોચની ત્રણ બાબતોમાંની એક છે. લગભગ 91 ટકા કામદારો ફેલક્સીબલ ટાઈમિંગ અને કામના કલાકોની ભારપૂર્વક તરફેણ કરે છે અને 61 તક દૂરસ્થ કામદારો માને છે કે, તેઓ આગામી વર્ષોમાં હાઇબ્રિડ વ્યવસ્થામાં કામ કરવાનું ચાલુ રાખશે. જ્યારે ફ્લેક્સિબલ વર્કપ્લેસ ક્લચરનો યોગ્ય ઉપયોગ કરવાં આવે ત્યારે કર્મચારીઓને કામના સમય અને સ્થળના સંદર્ભમાં ફેલક્સીબલ કાર્ય વિકલ્પ આપવાથી ઉત્પાદકતા અને જાળવણી દરમાં વધારો થઈ શકે છે. નોકરીદાતા કે જેઓ સક્રિય રીતે ફ્લેક્સિબલ વર્કપ્લેસ ક્લચર કેળવે છે તેઓ મૂલ્યવાન કર્મચારીને આકર્ષવા તેમજ જાળવી રાખવા ઉપરાંત કંપનીની ટોચની પ્રતિભા જાળવી રાખવા સક્ષમ બને તેવી શક્યતા વધુ હોય છે.જો કે, સફળ ફ્લેક્સિબલ વર્કપ્લેસનો અમલ કરવો દરેક એમ્પ્લોયર માટે પડકારજનક હોઈ શકે છે. સારા સમાચાર એ છે કે સંક્રમણ અને સંચાલનને શક્ય તેટલું સરળ બનાવવામાં મદદ કરવા માટે ઉપલબ્ધ ટેક્નોલોજી ઉપલબ્ધ છે.
ચાલો જોઈએ કે ફ્લેક્સિબલ વર્કપ્લેસ ક્લચર કેવી રીતે સુવ્યવસ્થિત અને સરળ બનાવી શક્ય અને ફ્લેક્સિબલ વર્કપ્લેસ કર્મચારીઓને આપી તેના લાભો મેળવી શકાય.
ફ્લેક્સિબલ વર્કપ્લેસ મેનેજમેન્ટ એટલા શું ?
ફલેક્સિબલ કાર્ય વ્યવસ્થાને શેડ્યુલિંગ અને સ્થાનની ફ્લેક્સીબીલીટીને સમાવતા કામના માળખામાં કોઈપણ ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. જેમ કે, ફ્લેક્સિટાઇમ (અથવા ફ્લેક્સ સમય), જ્યારે કર્મચારીઓ આખો દિવસ કામ કરે છે પરંતુ કામના કલાકો નક્કી હોતા નથી. હોય છે. સંકુચિત કામના અઠવાડિયા, દિવસ દીઠ લાંબા સમય સુધી કામના સમયગાળા અથવા શિફ્ટ અને એક દિવસની રજા, પાર્ટ-ટાઇમ, ધોરણ 37.5 કરતાં ઓછા અથવા દર અઠવાડિયે 40 કામકાજના કલાકો, રિમોટ વર્ક (નિયમિત કામનો ઓછામાં ઓછો ભાગ ઘરેથી અથવા અલગ જગ્યાએથી કરવામાં આવે છે.), જોબ શેરિંગ (જેમાં ઓછામાં ઓછા બે કામદારો પોઝિશન શેર કરે છે.)
ફ્લેક્સિબલ વર્કસ્પેસ મેનેજમેન્ટ એ હાઇબ્રિડ વર્ક એન્વાયર્નમેન્ટના ધ્યેય પૂરા કરવા માટે ઉપયોગમાં લેવાતી તમામ વ્યૂહરચના અને ટેક્નોલોજીનો સંદર્ભ આપે છે. મુખ્ય ધ્યેય ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ અને અસરકારક ઉપયોગ અને ખુલ્લી અને પારદર્શક પ્રક્રિયાઓને અપનાવવાનો છે. વર્કવીક દરમિયાન યોગ્ય કર્મચારી કવરેજ અને સંગઠનને સુનિશ્ચિત કરવા માટે હાઇબ્રિડ વર્કપ્લેસના સફળ અમલીકરણનો અર્થ પણ વધારાનું આયોજન માનવામાં આવે છે. તેથી, નવા વર્કિંગ મોડલ્સ હાઇબ્રિડ ઓફિસ મેનેજમેન્ટ અને કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ સમર્પિત ટેક્નોલોજીની માંગ પણ વધી છે.
ફ્લેક્સિબલ વર્કપ્લેસના પડકારો
ફ્લેક્સિબલ વર્કસ્પેસમાં ઘણા ફાયદાઓ છે. તેમ છતાં મેનેજર્સને દરરોજ વિવિધ પડકારોનો સામનો કરવો પડતો હોય છે. એક સંશોધન અનુસાર 67 તક મેનેજર્સની મુખ્ય ચિંતા અસરકારક કમ્યુનિકેશન અને અન્ય કર્મચારીઓનો સહયોગ હોવાનું સામે આવ્યું છે. ત્યારે અન્ય કેટલાક સંભવિત પડકારો પણ ફ્લેક્સિબલ વર્કપ્લેસ ક્લચરમાં રહેલા છે. જેની પણ ચર્ચા કરવી ખુબ જ જરૂરી બને છે. તેની વાત કરીયે તો ભૌતિક સલામતી અને સાયબર સુરક્ષાની ખાતરી કરવી, કર્મચારીની ઉત્પાદકતા અને જવાબદારીનું સંચાલન, કર્મચારીને ઓવરવર્ક અને બર્નઆઉટ અટકાવવું, કર્મચારીઓ કામ કરે છે કે નહીં તે જાણવું, તાત્કાલિક કાર્યો માટે કર્મચારીની ઉપલબ્ધતાની ખાતરી, કાર્યની પ્રગતિ અને પૂર્ણતાનું નિરીક્ષણ કરવું અને મેનેજર્સ, કર્મચારીઓ અને સહકર્મીઓ વચ્ચે અસંગત કમ્યુનિકેશન અન્ય કેટલાક પડકારો માનવામાં આવે છે.
ફ્લેક્સીટાઇમ અંગે કર્મચારીઓની ગેરસમજ પણ એક મુખ્ય પડકાર છે. જે સમય અને સ્થાનની સુગમતા કાર્ય કરવા માટે સંચાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે. જો કે, આંગળીના વેઢે યોગ્ય ટેક્નોલોજી સાથે તેનો એક સરળ જવાબ છે. તે અંગે હવે વાત કરીશું.
વર્ક પ્લેસ સાઇન ઇન સોફ્ટવેર
ફ્લેક્સિબલ વર્કપ્લેસનો અમલ કરવાની તેની સામેના અનેક પડકારોનો પણ મેનેજમેન્ટ કરવો પડે છે. ત્યારે કંપની દ્વારા ડિજિટલ ચેક ઈન સોલ્યુશનનો અમલ કરવાથી કેટલાક પડકારોનું નિરાકરણ લાવી શકાય છે. ડિજિટલ ચેક-ઇન સોલ્યુશનનો અમલ કરવાથી મેનેજમેન્ટ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરીને હાઇબ્રિડ વર્કસ્પેસ મોડલનો મહત્તમ લાભ મેળવી શકે છે. એટલું જ નહીં આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી કાર્યસ્થળની સમાનતાને પ્રોત્સાહન મળે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી કર્મચારીઓ માટે એક સરખી નીતિ બનાવી શકાય છે તેમજ ફ્લેક્સિટાઇમના દુરુપયોગ અને કર્મચારીઓના બર્નઆઉટના કિસ્સાઓને અટકાવી શકાય છે. SwipedOn ની ફ્લેક્સિબલ વર્કપ્લેસ સાઇન ઇન સિસ્ટમ ખાસ કરીને ઓફિસ મેનેજમેન્ટ કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ નવીન ટેક્નોલોજી મેનેજમેન્ટના પડકારનું એક નિરાકરણ માનવામાં આવે છે.
SwipedOn Pocket એ કર્મચારી સાઇન ઇન એપ્લિકેશન છે. જે સ્ટાફને સંપર્ક વિના સાઇન ઇન કરવાની મંજૂરી આપે છે અને તે પણ સૂચવે છે કે શું તેઓ ઓફિસમાં, રિમોટથી અથવા અન્ય સ્થાને રહી ઓફિસનું જ કામ કરી રહ્યા છે. એટલું જ નહીં આ પદ્ધતિથી તેઓ શું કામ કરી રહ્યા છે તે પણ જાણી શક્ય છે. કંપની બિલ્ડિંગમાં રહેલા લોકોનો રીઅલ-ટાઇમ ટેકિંગ કરી શકે છે એટલું જ નહીં તે પણ જાણી શક્ય છે કે હાલમાં ઑફ-સાઇટ પરથી ક્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ પદ્ધતિના ઉપયોગથી મેનેજમેન્ટ દ્વારા ઑફિસ રોમિંગ કાર્યક્ષમતા સાથે સેટેલાઇટ ઑફિસમાંથી કામ કરતા કર્મચારીઓને મેનેજ કરી શકે છે, તે ઉપરાંત ટીમનો સભ્ય ક્યાં છે તેની દૃશ્યતા અને સ્પષ્ટતા પણ મેળવી શકાય છે. આ એપ્લીકેશનના ઉપયોગથી કર્મચારીઓ સંપર્ક રહિત સાઇન ઇનનો આનંદ મણિ શકે છે. કામકાજના દિવસની સલામત અને સીમલેસ શરૂઆત સુનિશ્ચિત કરી શકે છે એટલું જ નહીં એકંદર સકારાત્મક અનુભવમાં પણ કર્મચારીઓ ફાળો આપી શકે છે. જેનો અર્થ શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉત્પાદકતા થાય છે.
કોમ્યુનિકેશન્સ સોફ્ટવેર
નવીનતા અને આધુનિક ટેક્નોલોજીએ અવકાશી અંતરને ધ્યાનમાં લીધા વિના અસરકારક ટીમ કમ્યુનિકેશન અને સહયોગને સક્ષમ બનાવ્યું છે, જે કાર્યસ્થળની ફ્લેક્સિબલ વ્યવસ્થા માટે આવશ્યક છે. ટીમ કલ્ચર જાળવવા માટે નિયમિત વિડિયો કોન્ફરન્સ મીટિંગ્સ દ્વારા વિડીયો કમ્યુનિકેશન કરવું પણ મેનેજમેન્ટ માટે ખુબ જ જરૂરી હોય છે. જેથી મેનેજમેન્ટ કર્મચારીઓ સાથે સતત જોડાઈ રહી તેમની પ્રોડકટીવીટીમાં વધારો કરી શકે છે. જેની માટે Skype, Microsoft Teams, Google Hangouts અને Slack જેવા પ્લેટફોર્મ કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. જેના થકી ટીમ મીટિંગ કરવામાં આવતી હોય છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગએ કોમ્યુનિકેશનનું બીજું એક લોકપ્રિય સ્વરૂપ છે અને ત્રણ અગ્રણી એપ્સ-WhatsApp, Facebook Messenger અને WeChat-માં અનુક્રમે 2 બિલિયન, 1.3 બિલિયન અને 1.2 બિલિયન સક્રિય યૂઝર્સ છે. જેનો ઉપયોગ પણ કંપનીઓ દ્વારા કમ્યુનિકેશન માટે કરવામાં અવતો હોય છે. કર્મચારીઓને તેમના મુલાકાતી અથવા ડિલિવરીના આગમન વિશે જણાવવા માટે SMSથી આપવામાં આવતી સૂચનાઓ પણ એક અસરકારક રીત છે. આ સૂચનાઓનો ઉપયોગ કાર્યસ્થળના સાઇન ઇન સોફ્ટવેર સાથે થઈ શકે છે અને ટીમને હંમેશા ટ્યુન ઇન રાખવામાં મેનેજમેન્ટની મદદ કરી શકે છે.
ક્લાઉડ બેઇઝડ સિક્યુરિટી
લીડર્સ, મેનેજર્સ અને કર્મચારીઓ માટે સુરક્ષાની ખાતરી કરવી એ ટોચની પ્રાથમિકતા છે. ક્લાઉડ-આધારિત સિસ્ટમોને ડેટા, એપ્લિકેશન્સ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત કરે છે. તેની ખાતરી આપવા માટે ખાસ સુરક્ષાના પગલાં લેવાની જરૂરિયાત છે. તે નિયમનકારી ડેટા અનુપાલનની ખાતરી કરે છે અને ડેટા ગોપનીયતા, યૂઝર્સ અને ઉપકરણ પ્રમાણીકરણ અને ઍક્સેસ નિયંત્રણ કરી શકે છે. જેથી કંપનીના જરૂરી અંગત દસ્તાવેજોકે માહિતી અન્યો સુધી પહોંચી શકે નહીં. સિસ્ટમની સારી ડિજિટલ તપાસ મેનેજમેન્ટને આ તમામ સુરક્ષા લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી શકે છે. જેની માટે મેનેજમેન્ટ પણ કેટલાક મહત્વના નિર્ણય લેવાની જરૂરિયાત હોય છે. જેમાં અસુરક્ષિત પરંપરાગત પેપર લોગબુકને સચોટ ડિજિટલ લોગ સાથે બદલવી, સુરક્ષિત GDPR-સુસંગત ડેટા પ્રોસેસિંગની ખાતરી કરવી, કર્મચારી અને મુલાકાતીઓના ડેટાને સરળતાથી આર્કાઇવ અને અનામી બનાવવા તેમજ ડેટા અને સંસાધનોના ઍક્સેસ નિયંત્રણની ખાતરી કરવોનો સમાવેશ થાય છે. એક બહુપક્ષીય કાર્યસ્થળ સાઇન ઇન સોલ્યુશન મેનેજમેન્ટને ક્લાઉડ કમ્પ્યુટિંગ સુરક્ષાના લાભોને મહત્તમ કરવામાં અને સુરક્ષિત તેમજ ઉત્પાદક વાતાવરણની ખાતરી કરતી વખતે હાઇબ્રિડ કાર્યને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરી શકે છે.
ડેસ્ક બુકિંગ સોફ્ટવેર
ડેસ્ક બુકિંગ સોફ્ટવેર એ મેન્યુઅલ ડેસ્ક શેડ્યુલિંગ અને આરક્ષણ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત અને સ્વચાલિત કરવા માટે રચાયેલ એક શક્તિશાળી સાધન છે. કાર્યસ્થળનું સ્થાન, ઉપલબ્ધ સાધનસામગ્રી અને ઉપલબ્ધતાની સ્થિતિ જેવી સરળ માહિતી સાથે કર્મચારીઓ કોઈપણ સમયે સ્ક્રીન પર ડેટા જોઈને વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવી જગ્યા સુનિશ્ચિત કરી શકે છે. SwipedOn Desks એ એક સમર્પિત, ક્લાઉડ-આધારિત સોલ્યુશન છે. જે વ્યક્તિને વર્તમાન અને ભૂતકાળના બુકિંગ, ઑફિસની ડેન્સિટી, ચપળ ઉપલબ્ધતા, સૌથી વ્યસ્ત અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કાર્યસ્થળો, બુકિંગનો સમયગાળો અને વધુ મૂલ્યવાન આંતરદૃષ્ટિ સાથે સશક્ત બનાવવા માટે રચાયેલ છે. આ પારદર્શિતા શેર્ડ ડેસ્ક જગ્યાઓને વધુ અસરકારક રીતે સંચાલિત કરવા, વધુ સારી રીતે સંસાધનોની ફાળવણી કરવા અને કર્મચારીઓની સંતોષને વધારવા માટે સક્ષમ બનાવે છે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ
પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોજેક્ટ ટાસ્ક શેડ્યુલિંગ, સોંપણી અને દેખરેખને સમર્થન આપવા માટે રચાયેલું છે. એપ્લિકેશનનો ઉપયોગ કરી પ્રોજેક્ટ પર કામ કરતી ટીમના કોઈપણ સભ્ય લોગ ઇન કરી શકે છે અને વ્યક્તિ જે કાર્યો કરવા માંગે છે તે કરી શકે છે. એટલું જ નહીં વ્યક્તિની કર્યોને અનુસરવા માટે જરૂરી સમય લઇ શકે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ એપ્લિકેશન સોંપેલ કાર્યો બાબતે કર્મચારીની પ્રગતિને લૉગ કરવાનો અને કોઈપણ ફેરફારો વિષે સંબંધિત નોંધ દાખલ કરવાનો વિકલ્પ આપે છે. તે ઉપરાંત પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઍપ થકી વ્યક્તિ નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈને વેબસાઈટ ડેવલપમેન્ટ તેમજ વેચાણ ઝુંબેશ સેટ કરવા સુધીના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સને ટ્રૅક અને મેનેજ કરી શકે છે. બહુવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરતી ટીમો તેમના આગામી કાર્યોને સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે.
વ્યક્તિ TeamGantt, Trello, Basecamp, Airtable, Zoho Projects અને ProofHub જેવી પ્રોજેક્ટ મેનેજમેન્ટ એપ્લિકેશન્સની વિશાળ પસંદગીમાંથી કોઈ પણ એક પસંદ કરી શકે છે. વિશ્વસનીય ઉકેલ અપનાવીને વ્યક્તિ ખાતરી કરી શકે છે કે કર્મચારીઓ અસરકારક રીતે સહયોગ કરે છે કે નહી. ઉપરાંત મેનેજમેન્ટ પ્રોજેક્ટ વર્કની પ્રગતિની આંતરદૃષ્ટિ પણ મેળવી શકે છે. એટલું જ નહીં કોઈપણ સંભવિત પ્રશ્નનો જવાબ પણ આપી શકે છે.
કાર્યસ્થળની સુગમતાનો ખ્યાલ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ તેના અમલીકરણ અને સંચાલનમાં હજુ પણ અનેક પડકારો અને ચિંતાઓ મેનેજમનેટ સામે ઊભા છે. યોગ્ય ટેક્નોલોજી સાથે તમામ સંભવિત સમસ્યાઓ ઊભી થાય તે પહેલાં વ્યક્તિ કે મેનેજમેન્ટ તેને સંબોધિત કરી શકે છે અને તમારા કર્મચારીની ઉત્પાદકતા અને સંતોષને વધારી શકે છે.
ફ્લેક્સિબલ વર્કપ્લેસના ફાયદા અને ગેરફાયદા
ફ્લેક્સિબલ વર્કપ્લેસને અમલી કરતા સમયે મેનેજમેન્ટ સામે અન્ય પ્રશ્નો ઉભા થાય છે. એટલું જ નહીં ફ્લેક્સિબલ વર્કપ્લેસને લઈને થયેલા સંશોધનો અનુસાર તેના અનેક ફાયદા અને ગેરફાયદા છે. જેના પર હવે, આપણે ચર્ચા કરીશું. Flexibility.co.uk માં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર કામદારો માટે આરોગ્યના સ્તરે યોગદાન પણ મહત્વપૂર્ણ છે. કામના ફ્લેક્સિબલ સ્વરૂપો હૃદય રોગ અથવા તણાવ જેવા અન્ય રોગોના જોખમને ઘટાડી શકે છે.
વર્ક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં પાંચસો કર્મચારીઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી. જે અનુસાર 69 ટકા કર્મચારીઓના મતે તેઓ તેમના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માંગે છે. જેમાં ખાસ કરીને ફૂલ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ સુવિધા પાર્ટ-ટાઈમ વર્ક જેવી ફ્લેક્સિબલ એમ્પ્લોયમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી કર્મચારીને આપી શકાય છે, કારણ કે કાર્યકર તેના સમયને વધુ સારી રીતે ગોઠવી શકે છે અને આ રીતે કાર્ય અને જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકે છે.
એટલું જ નહીં કર્મચારીને નોકરીમાં વધુ સંતોષ પણ મળે છે, કારણ કે તેની પાસે કામ કરવાના સમય અને પરિસ્થિતિને પસંદ કરવાની તક હોય છે. તે ઉપરાંત વ્યક્તિ પોતાની સાથે કામ કરનાર વ્યક્તિની પણ પસંદગી કરી શકે છે. અંતે એમ્પ્લોઇમેન્ટમાં ફ્લેક્સિબિલિટી પરિવહન ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યામાં પણ ઘટાડો થઇ શકે છે. તેમજ વ્યક્તિના તણાવના પરિબળોમાં પણ ઘટાડો આવે છે જેનાથી વ્યક્તિની પ્રોડક્ટીવીટીમાં પણ વધારો થાય છે. જે સીધી રીતે મેનેજમેન્ટને ફાયદો કરાવે છે.
બીજી તરફ રોજગારની સુગમતા કામદારો માટે કેટલાક જોખમો પણ સાથે લાવે છે. જો કર્મચારી ઓફિસની બહાર અને અન્ય સાથીઓ વિના કામ કરે તો પરિણામે, કાર્યકર એકલતા અને સામાજિક રીતે એકલતા અનુભવી શકે છે. એટલું જ નહીં તે અલગતાની ભાવનાનો પણ અનુભવ કરી શકે છે. જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે છે. જો આમ થાય તો વ્યક્તિની કાર્યક્ષમતા અને પ્રોડક્ટિવિટીમાં ઘટાડો આવી શકે છે. તદુપરાંત, ઓફિસની બહાર કામ કરતી વ્યક્તિએ ખૂબ જ સારી સંસ્થા અને શિસ્તની સમસ્યાને આવરી લેવી પડે છે. જરૂરી દબાણ દ્વારા દબાણ કર્યા વિના જે લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. અન્ય સમસ્યા કે જે કર્મચારીને આવરી લેવાની જરૂર છે તે છે ઘરે અથવા અન્ય જગ્યાએ યોગ્ય કાર્યસ્થળ પ્રદાન કરવી અને ઉચ્ચ સંચાર ખર્ચ. જેની સામે પણ કર્મચારીએ જાતે જ લડવાની નોબત આવે છે.
મોટાભાગના કિસ્સાઓમાં, કામદારનો પગાર કામના કુલ કલાકો દ્વારા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિને ઓફસીમાં આઠ કલાક જેટલો સમય કામ કરવું પડતું હોય છે. ત્યારે ફ્લેક્સિબલ એમ્પ્લોયમેન્ટના કિસ્સામાં કામદારને સામાન્ય કલાકો કરતા વધારે અથવા તો ઓછા કલાકો કામ કરવું પડશે. જેના કારણે વ્યક્તિને આવક પર સીધી અસર પડતી હોય છે. ઓફિસના કલાકોમાં વ્યક્તિને મળતા પગાર કરતા ફ્લેક્સિબલ એમ્પ્લોઇમેન્ટના કલાકો વધારે હોય તો તેની સામે પગાર ઓછો લાગે અને કલાકો ઓછા હોય તો મેનેજમેન્ટને તેનો પગાર વધારે લાગે તેવા સંજોગો ઊભા થાય છે. જેના કારણે એમ જોવા જઇયે તો કામદાર અથવા મેનેજમેન્ટ બેમાંથી એકને નુકશાન જવાની શક્યતાઓ રહેલી છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવું પણ ખુબ જ જરૂરી બને છે.
આવા સંજોગોમાં વ્યક્તિની સ્થિતિની સ્થિરતાની સમસ્યાને આવરી લેવી પડે, કારણ કે નોકરીદાતાઓ પાસે વધુ સરળ રીડન્ડન્સીની શક્તિ છે. આ કારણોસર, ઘણા દલીલ કરે છે કે, નોકરીદાતાઓ કામદારોના ખર્ચે ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેમનું શોષણ કરે છે. તે ઉપરાંત ઑફિસની બહાર કામ કરવું એ માહિતી સુરક્ષાના જોખમને અવગણી શક્ય તેમ નથી, કારણ કે વ્યક્તિ ક્યાંથી અને કોની સાથે રહી કામગીરી કર્યો છે તેની દેખરેખ રાખવા માટે કોઈ નથી. આવી વ્યક્તિની હાજરીનો અભાવ કંપનીમાં કર્મચારી સાથેની કમ્યુનિકેશનની સમસ્યા વધે છે.
કામમાં ફ્લેક્સિબિલિટી વ્યવસાયિક વાતાવરણમાં એમ્પ્લોયર માટે ઘણા ફાયદા લાવે છે. સૌથી મહત્વપૂર્ણ પૈકીની એક એ છે કે ઊર્જા અને જગ્યાની બચત કરીને અને મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો દુરુપયોગ થતો પણ અટકાવી શકાય છે. એટલું જ નહીં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અથવા તો વર્ક ફ્લેક્સિબિલિટી આપવા છતાં કંપની તેના ખર્ચમાં ઘટાડો કરી શકે છે. જોકે, હાલની પરિસ્સ્થીતીમાં મેનેજમેન્ટ દ્વારા કામદારોને ફ્લેક્સિબલ વર્કિંગ દરમિયાન આપવા આવતી સુવિધાઓ સામાન્ય રીતે કર્મચારીને ઓફિસમાં મળતી સુવિધાઓ કરતા ઘણી ઓછી હોય છે. તો તેની સામે મેનેજમેન્ટ દ્વારા કર્મચારી પાસે ઓફિસમાં કરે તેના કરતા વધારે કામની આશા રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને તેના કામના કલાકો ઉપરાંત પણ વ્યક્તિને કામ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે. જે સીધી રીતે કર્મચારીનું એક પ્રકારે શોષણ જ કહી શકાય.
જોકે, કંપનીના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવતા ફ્લેક્સિબલ વર્કીંગના કારણે કર્મચારી મેનેજમેન્ટ સાથે જોડાયેલો રહે છે તેમજ અન્ય કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ આકર્ષે છે. કર્મચારીની ભાગીદારી અને તેનું મનોબળ વધે છે ત્યારે કંપનીની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા હકારાત્મક રીતે પ્રભાવિત થાય છે. ફ્લેક્સિબલ રીતે કામ કરતી વખતે કર્મચારી વધુ આરામદાયક અને તણાવમુક્ત અનુભવી શકે છે. તદુપરાંત, કંપનીને નિર્ધારિત ઉદ્દેશ્યોના સમયમાં સુધારો કરીને ટર્નઓવર, ગેરહાજરી અને કર્મચારીની માંદગીના દિવસોમાં પણ ઘટાડો થાય છે. જે કંપની માટે પણ ફાયદા કારક માનવામાં આવે છે.
કંપનીઓ માટે બીજી સકારાત્મક અસરની વાત કરી એ તો વર્તમાન કર્મચારીઓ કરતાં વધુ કુશળતા અને જ્ઞાન ધરાવતા યુવા કામદારોને આકર્ષવામાં મેનેજમેન્ટને સૌથી વધુ સફળતા મળે છે. વર્તમાન જીવનશૈલીને કારણે ફ્લેક્સિબલ વર્ક ટાઈમનું આ નવું મોડલ ઝડપથી સફળ થઇ રહ્યું છે, જે સામાન્ય રીતે યુવાન કામદારોની પ્રથમ પસંદગી છે. મેનેજમેન્ટ દ્વારા ફ્લેક્સિબલ વર્કપ્લેસનો અમલ કરવાથી કંપનીઓ ગ્રાહકોનો સંતોષ વધારવામાં અને નોકરીદાતાઓ કામ અને પારિવારિક જીવન વચ્ચેના સંતુલનને વધારે સારું બનાવવામાં સફળ થઇ શકે છે. જેના પગલે કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચે વધુ મૈત્રીપૂર્ણ અને સંવેદનશીલ સંબંધો બને છે. જે કર્મચારી અને મેનેજમેન્ટ બન્ને માટે ફાયદા કારક નીવડી શકે છે.
એમ્પ્લોયર તરફથી ફ્લેક્સિબલ મોડલની પસંદગી કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. જેમાં એક ગેરલાભ એ છે કે કંપની કર્મચારી અને તેઓ કેવી રીતે કામ કરે છે તેની સતત દેખરેખ રાખી શકતી નથી, જેનાથી પ્રોજેક્ટના પરિણામનું જોખમ ઊભું થાય છે. કર્મચારીની ફ્લેક્સિબિલિટીની સીધી અસર કંપની પર પણ થઇ શકે છે. જેમાં કર્મચારી વારંવાર રાજીનામું આપે છે, જેના કારણે કંપની પર નવો સ્ટાફ શોધવાનું ભારણ વધે છે અને તેમાં કંપનીનો ખર્ચ પણ વધે છે.
ભવિષ્યમાં કોઈ પણ દેશ હોય કે પછી કંપની તમામ દ્વારા કામના ફલેક્સિબલ સ્વરૂપોની ચર્ચા કરવામાં આવશે તે નક્કી જ છે. ભારત સરકાર દ્વારા પણ સપ્તાહમાં ચાર દિવસ કામ અને બાકીના દિવસ રજાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં ફ્લેક્સિબલ વર્ક પ્લેસના કારણે ભવિષ્યમાં ઔદ્યોગિક સંબંધો અને કાર્યકારી વાતાવરણને નોંધપાત્ર રીતે અસર થશે. સકારાત્મક તત્વો કર્મચારીઓ અને તેમના એમ્પ્લોયર માટે પૂરતા છે, પરંતુ તે બંને બાજુથી, ફોર્મમાં તેનો તર્કસંગત ઉપયોગ થવો જોઈએ. જેની પાછળનું મુખ્ય કારણ છે આ પદ્ધતિ પાછળ છુપાયેલા જોખમો. જો આ બાબતે વધુને વધુ ચર્ચા થાય અને વિચારણા કરાવમાં આવે તો એવા નિયમો અને નીતિ બનાવી શકાય છે જે આ પદ્ધતિમાં રહેલા જોખમોનું નિરાકરણ લાવી શકે. અલબત્ત, પુરાવા દર્શાવે છે કે ગ્રીસ જેવી સરકારો દ્વારા તેનો ઉપયોગ બેરોજગારી ઘટાડવા માટે કરવામાં આવતો હોવા છતાં, ત્યાં બેરોજગારી વધી રહી છે. તેથી, કોઈ પૂછશે કે સુગમતાના કર્મચારીઓ માટે શું ઘણા ફાયદા છે? જો કે, આપણા દેશમાં તેની હકારાત્મક અસર થાય તેવી શક્યતાઓ પણ છે, તો તેવી પણ શક્યતાઓ છે કે આ પદ્ધતિથી આપણા દેશમાં તેની નકારાત્મક અસરો પણ થઇ શકે છે. ત્યાં સુધી ફલેક્સિબલ કાર્યના અન્ય મોડ્સને પણ શોધી કાઢવામાં આવશે. કારણ કે ઇતિહાસે આપણને બતાવ્યું છે કે, ટેક્નોલોજી ક્યારેય વિકસિત થતી અટકતી નથી.
બોટમ લાઈન : જો આપણા દેશમાં ફલેક્સિબલ વર્કપ્લેસનો અમલ કરવામાં આવે તો આજનો યુવાન માત્ર દેશમાં જ નહીં વિદેશમાં રહીને પણ સ્થાનિક કંપની માટે કામ કરી શકે છે. એટલું જ નહીં, ગુજરાતની કે અન્ય કોઈ રાજ્યની કંપની દ્વારા માત્ર દેશના જ નહીં વિશ્વના કોઈ પણ ખૂણેથી કંપની માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકાય છે. જેનો સીધો ફાયદો કંપનીને તો થાય છે પરંતુ તેનો ફાયદો દેશના આર્થિક વિકાસમાં પણ થઇ શકે છે. અન્ય દેશમાં રહેલા યુવાનની વિચારધારા અલગ હોવાથી તે અલગ રીતે વિચારી કંપનીના પ્રોજેક્ટમાં નવીનતા લાવી શકે છે. હાલમાં જે પ્રકારે ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે તે જોતા યુવાનો જયારે ગેમીંગ કરતા હોય છે ત્યારે અનેક દેશના યુવાનો સાથે રમતમાં જોડાઈ રમતા હોય છે. તે સમયે તમામ સીમાડા વટાવે તેઓ એક ટિમ બનીને કામ કરે છે. તે જ પ્રકારે જયારે કંપની ફલેક્સિબલ વર્કપ્લેસનો અમલ કરે તો તેના કર્મચારીઓ દેશના કે વિશ્વના કોઈ પણ ખૂણે રહી એક બીજા સાથે કમ્યુનિકેશન કરી શકે છે અને પ્રોજેક્ટને વધુ સારી રીતે પૂર્ણ કરી શકે છે. જોકે તેના ફાયદા અને ગેરફાયદા બન્ને હોય છે. પરંતુ ટેક્નોલોજી દરેક સમસ્યાનો ઉકેલ લેવામાં સક્ષમ છે. ભૂતકાળમાં આવેલી સમયસ્યાનો ટેક્નોલોજી હાલ ઉકેલ લાવી રહી છે. તેમજ હાલમાં આવેલી સમયનો ભવિષ્ય્માં ઉકેલ આવશે તે નક્કી છે. પહેલાના સમયમાં આવતી મુશ્કેલીઓના નિરાકરણ આવતા સમય લાગતો હતો. પરંતુ હવે, ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે મુશ્કેલીઓના નિરાકરણનો સમય પણ ઘટ્યો છે. જે સમય ભવિષ્યમાં હજી વધારે ઘટશે તે નક્કી છે.