સોસિયલ મીડિયા આપણને કઈ દિશામાં લઇ જાય છે એ જોઈએ.
(A) એક વિડીઓ આવ્યો કે જેમાં એક ૧૬ વર્ષની છોકરી નાચતા ગાતા આવે છે અને કહે છે કે .. મેં કુચ નહિ કરુગી. ન મૈ સ્કુલ જાઉંગી, ન મેં જોબ કરુગી, બસ એસે હી વિડીઓ બનાઉગી ઔર રૂપિયા કમાઉગી.
(B) એક ૮ વર્ષનો છોકરો પાપા આપણે નવી કાર લઈએ. થાર મસ્ત કાર છે , માત્ર ૨૦ લાખની આવે છે.
(C) અન્ય એક યુટુબર ... આઈ.આઈ.ટીમાં ભણેલ વ્યક્તિ ને વર્ષનાં ૩૫ % ટેક્સ ભરવો પડશે. જયારે પાણીપૂરી વેચનાર ઉપર કોઈ ટેક્સ નહિ લાગે.
(D) અન્ય એક યુટુબર તમારે શેયર માર્કેટ માં કમાવવું હોય તો ટ્રેડીંગ કરવું જ પડે, એમાજ નફો રહેલ છે. લોંગ ટર્મ શેયર માં તમને વર્ષનાં ૧૦% થી વધે જ નહિ.
(E) સ્ટેન્ડઅપ કોમેડીનાં નામે થતી ગાળીઓ.
(F) વડાપાઉં વેચનારને બીગ- બોસ જેવા શો માં એન્ટ્રી.
(G) હું વિડીઓ બનાવીને રૂપિયા કમાવીશ.
ચાલો જોઈએ એમાં વિચારવા જેવું શું છે. (A) ભણવાની કોઈ જરૂર નથી. રૂપિયા કમાવવા માટે માત્ર એક સાધન અને એ રીલ્સ બનાવવી. આનાથી કઈ નહિ થાય. માત્ર અમારી નવી જનરેશન એજ્યુકેશનથી દુર થશે. શું આ ચાલશે.? એજ્યુકેશનથી દુર થવું એટેલ? આપણા બાળકોની વિચારસણી કેવી હશે. ? વિચારવાની શક્તિ જ બાકી નહિ હોય તો પ્રગતિ કેવી રીતે થશે.? શું સાચે જ એજ્યુકેશનની જરૂર નથી? એના વગર ચાલી જશે? એજ્યુકેશન નહિ હોય તો સાચું અને ખોટું કેવી રીતે નક્કી થશે. વગર એજ્યુકેશને દેશનો વિકાસ શક્ય છે? આવનાર પેઢી ક્યા પહોચશે આવા વિચારોથી.
મુજબ માત્ર ૨૦ લાખ માં નવી કાર આવે છે. શું એ છોકરાને ખબર છે કે ૨૦ લાખ કેટલી રકમ છે. એક મધ્યમ વર્ગ માટે એ નાના સરખા ધર જેટલી કિંમત છે. એ બાળક ને ખબર હશે કે એના પિતા પાસે આ રકમ છે કે કેમ? શું ભવિષ્યમાં એ બાળકનાં માતા-પિતા પાસે આ રકમ આવશે. શું ૨૦ લાખ એ માત્ર ૨૦ લાખ છે. જે દેશનાં બધા નાગરિક પાસે છે.? સોશિયલ મીડિયા દ્વારા જે રીતે રૂપિયાને સસ્તું બનાવી નાખ્યું છે એ કેટલું યોગ્ય છે. ? મતલબ રૂપિયાની કોઈ વેલ્યુ રાખી નથી આ લોકોએ. નાના બાળકો કરોડો રૂપિયાની વાત કરે છે જે કમાવવામાં માટે એક આખું જીવન વીતી જાય છે એ વાત બાળકોને કોણ સમજાવશે.
આઈ.આઈ.ટી માં ભણેલ વ્યક્તિ અને પાણીપુરી વેચનાર ની તુલના જ ખોટી છે. ચાલો માનીએ કે પાણીપુરી વેચનાર મહેનત કરીને આગળ આવે છે. પણ શું એની વિચારસણી અને આઈ.આઈ.ટી માં ભણેલ વ્યક્તિની વિચારની માં ફર્ક નહિ હોય? એનો મતલબ એ કે આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ કે અન્ય યુનિવર્સીટીમાં ભણવાની જરૂર નથી. તમે ભણશો તો તમારે ટેક્સ ભરવો પડશે. જ્યારે પાણીપુરી વેચનારને કોઈ ટેક્સ ભરવો નહિ પડે. આ તુલના જ ખોટી છે.
શેયર બજાર... આપને બધા જાણીએ છીએ કે હાલનાં સમયમાં શેયર માર્કેટને ઝડપી રૂપિયા કમાવવાનાં એક સાધન તરીકે જુએ છે. અને એમાં પણ યુટ્યુબ ઉપર આવતા વિડીઓ એવા હોય છે કે જેમાં હંમેશા ટ્રેડર દિવસનાં લાખો રૂપિયા કમાવે છે. તો શું આ ખરેખર સાચું છે ? માર્કેટમાં ઓપ્શન ટ્રેડીંગથી એ વિડીઓ બનાવનારને કોઈ નુકશાન નહિ થતું હોય. આવા વિડીઓ જોઈને લાખો લોકોએ કરોડો રૂપિયા ડુબાવી નાખ્યા છે. તો પણ વિડીઓ બનાવનાર તો એનો નુકશાન કોઈ દિવસ નહિ બતાવે. આ બધું વિડીઓ જોનારને જ સમજવું પડશે.
સૌથી મહત્વની વાત જે રીતે કોમેડીનાં નામે અપશબ્દોનો પ્રસાર થઇ રહેલ છે એ આપણી સભ્યતા માટે સૌથી વધારે ચિંતા જનક વાત છે. આજે નાના નાના છોકરાઓ જે રીતે શબ્દો નો ઉપયોગ કરે છે એ ગંભીર વાત છે અને એની ઉપર વહેલીતકે એક્શન લેવા જોઈએ. શું બાળકોની આવી ભાષા સાંભળીને લોકો કહેશે નહિ કે એના માં-બાપે કઈ શીખવાડ્યું નથી? બાળકોની ભાષા માટે કોણ જવાબદાર રહેશે.
અહિયાં સોશીયલ મીડિયાનો વિરોધ નથી. પરતું એ કેટલી માત્રમાં જરૂરી છે એ વિચારવું જોઈએ. હાલ બે દિવસ પહેલાજ એક આઠમાં ધોરણ માં અબ્યાસ કરતી દીકરી સાથે એની મમ્મીએ વિડીઓ બનાવ્યો, એ છોકરી એની કોઈ ફ્રેન્ડ ની વાત કરતી હતી અને કહેતી હતીકે એની ફ્રેન્ડ કોઈની સાથે રિલેશનશીપ માં છે. અને જેની સાથે એ રીલેશનશીપમાં છે એ છોકરો અન્ય સાથે રિલેશનશીપમાં છે. જે વાતની છોકરી ને ખબર છે. આઠમા ધોરણમાં ભણતી છોકરી એટલે માત્ર ૧૩ -૧૪ વર્ષ ની ઉંમર. શું આ ઉમરે રિલેશનશીપ યોગ્ય છે. ? ચાલો માનો કે સમાજમાં કોઈને ફરક નથી પડતું. તો પણ આ સંબધો કેટલા ખતરનાક હોય શકે એ વાત આ બાળકોને ખબર હશે. શું એમના ધરમાં પેરેન્ટસ દ્વારા તેઓને સંબધ કેટલી હદે બાંધવા એ જણાવ્યું હશે. જો આ બાળકો શારીરિક સંબધમાં હશે તો એના પરિણામો આ બાળકોને ખબર હશે? શું આ બાળકો જાતીય રોગો વિષે માહિતગાર હશે?
અત્યારથીજ વિચારવાનું ચાલુ કરો. શું તમારો બાળક તો આવું નથી વિચારતોને? સોશિયલ મીડિયા ઉપર સારી વાતો પણ હોય છે. એ વિશે બાળકને જણાવો. જો જરૂર ન હોય તો બાળકોને મોબાઈલથી દુર જ રાખો. બાળકોને જેમ બને તેમ હકીકતથી વાકેફ કરો. તમે મધ્યમ વર્ગનાં છો તો બાળકોને એ બતાવો કે ૨૦ લાખ રૂપિયા બહુ મોટી રકમ છે. એમને કમ્ફર્ટજોન માંથી બહાર લાવો . અને આ બધું જેમ બને તેમ જલ્દી કરો. સમય ઝડપથી પસાર થાય છે. કઈ વધારે મોડું ન થાય.