'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થયો હતો, અને તે આકાશને મારી નાખવાની ધમકી આપી હતી. સાચું કે ખોટું?'
'સર, અમારી વચ્ચે ફકત ઝઘડો થયો હતો. મારા મોઢામાંથી કેટલાક શબ્દો નીકળી પડ્યા હતા. આનો મતલબ આમ તો ના થયો ને કે મેં જ આકાશનું ખૂન કરી નાખ્યું છે.' દિલીપે કહ્યું. આંખોમાં આંસુ લાવી દિલીપ આગળ બોલ્યો.'સર, હું સાચું કહું છું, મેં આકાશનું ખૂન નથી કર્યું, હું કેમ આકાશને મારીશ. સર મારો વિશ્વાસ કરો મેં આકાશનું ખૂન નથી કર્યું.
'અચ્છા, તે ખુન નથી કર્યું? તને ખબર છે તારી કેંચી વડે આકાશનું ખુન થયું છે, ઘટના સ્થળેથી તારી કેંચી અમને મળી છે, અને સૌથી મોટી વાત તો એ કે કેંચી ઉપર તારી ફિંગરપ્રિન્ટના નિશાન પણ છે.'
'સર, મને સાચે જ નથી ખબર કે મારી કેંચી ત્યાં કેવી રીતે પહોંચી. પાક્કું કોઈ મને ફસાવવા આવું બધું કરી રહ્યું છે. સર, આ કોઈની જાણીબૂઝીને કરેલી સાજીશ છે. કોઈ પોતાનો ગુન્હો મારી ઉપર ઢોળી રહ્યો છે.'
'તારી સફાઈ કોર્ટમાં આપજે, હવાલદાર આને હાથકડી પહેરાવો અને બેસાડો ગાડીમાં.'
'સર, સર, સર, પ્લીઝ સર...'
ઓગણીસ તારીખે દિલીપ અને આકાશ ની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થયો હતો ને એકવીસમી તારીખે તો આકાશની લાશ શહેરની બહાર ખેતરમાં પડેલી મળી. લાશની થોડીક નજીક દિલીપની કેંચી લોહીલોહાણ અવસ્થામાં પોલીસને મળી. ને પોલીસે જાહેર કરી નાખ્યું કે ખૂન દિલીપે જ કર્યો છે. પરંતુ ચિન્ટુ પોલીસની આ જાહેરાતથી ખુશ ન હતો.
ચિન્ટુ મૃત આકાશના પાડોશમાં રહેતા રાહુલભાઈનો છોકરો હતો. તેની ઉંમર અંદાજે બાર વર્ષની હશે, પરંતુ તેનું મગજ ગજબનું હતું. ક્રાઈમ પેટ્રોલ અને સીઆઇડી દેખી દેખીને તેનું દિમાગ શાતિર થઈ ચૂક્યું હતું.
ચિન્ટુને લાગતું હતું કે કાતિલ દિલીપ અંકલ નહિ, પરંતુ કોઈ ઓર છે. અને એટલે જ તેણે અસલી કાતિલને શોધી કાઢવાનો નિર્ણય કર્યો.
પોતાની સાયકલ લઈ ચિન્ટુ જ્યાં આકાશનું મર્ડર થયું હતું, તે જગ્યાએ પહોચી ગયો. તેને લાગતું હતું કે કાતિલ કેટલો પણ ચાલક હોય તે કોઈને કોઈ ભૂલ તો જરૂર કરે છે.
'મારે ફકત તે ભૂલ જ શોધવાની છે.' ચિન્ટુએ કહ્યું.
પૂરા એક કલાક સુધી ચિન્ટુએ તે જગ્યા ઉપર ક્લુ શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેના હાથ કંઈ જ ન આવ્યું.
'કદાચ મને અહી કંઈ જ નહિ મળે.' એવું વિચારી ચિન્ટુ ત્યાંથી જવા લાગ્યો. તે પાછો વળતો જ હતો ત્યાં તેને કેટલાક ફાટેલા ફોટોગ્રાફના ટુકડાઓ દેખાયાં.
કદાચ આ જ છે પેલા ખૂનીની ભૂલ. ચિન્ટુએ બધા જ ટુકડાઓ એકઠાં કર્યા ને પોતાની બેગમાં તે ટુકડાઓ ભરી તે ઘરે પાછો ફર્યો.
પોતાના રૂમમાં જઈ ચિન્ટુએ બેગ ખોલી. ને ટુકડાઓ બહાર કાઢી તે તમામ ટુકડાઓ જોડવા લાગ્યો. તેની આંખો ખુલ્લી જ રહી ગઈ જ્યારે તેણે પેલા ફોટોગ્રાફમાં આકાશ અંકલની પત્ની અને દિલીપ અંકલને અંગત પળો માણતા દેખ્યો.
'ઓહ માય ગોડ, આ લોકો તો પોર્ન કરી રહ્યા છે.' ચિન્ટુએ કહ્યું.
કદાચ આકાશ અંકલને તેમની પત્ની અને દિલીપ અંકલ ના આ સંબંધની ખબર પડી ગઈ હશે. અને એટલે જ દિલીપ અંકલે આકાશ અંકલને મારી નાખ્યો. કદાચ સાચા ખૂની દિલીપ અંકલ જ છે. પોલીસ અંકલે સાચા જ ખૂનીને પકડ્યો છે.
'ચિન્ટુ બેટા જમવાનું તૈયાર છે.' ચિન્ટુને તેની મમ્મીની અવાજ સંભળાઈ.
'હા, આવું છું મમ્મી.'
'આ ફોટોગ્રાફસ્ મને જ્યાંથી મળ્યા છે, મારે તેને ત્યાં જ ફેંકી દેવા પડશે.'
ચિન્ટુએ પાછા તે ટુકડાઓને પોતાના બેગમાં રાખી લીધા.
'ચિન્ટુ બેટા, જમી ને ઝડપથી પોતાના રૂમમાં જઈ સૂઈ જજે. તારી મમ્મી કહેતી હતી કે રોજ સવારે મોડો ઉઠે છે ને સ્કૂલ માટે લેટ થઈ જાય છે'
'ઓકે પપ્પા.'
જમી ને તરત ચિન્ટુ પોતાના રૂમમાં પાછો આવ્યો. તે પોતાના પલંગ ઉપર આડો પડ્યો પરંતુ તેને ઊંઘ ના આવી.
તે સુવા જ જઈ રહ્યો હતો કે તેને એક અવાજ સંભળાઈ. ચિન્ટુ પલંગ પરથી ઉભો થયો. ખુબ જ ધીમે રહી તેણે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. તેણે દરવાજો એટલો જ ખોલી રાખ્યો હતો, જેટલું ખુલ્લું રાખવાથી બહારનું દ્રશ્ય દેખી શકાય.
ચિન્ટુના પપ્પાએ પોતાના ડાબા હાથ વડે ચિન્ટુની મમ્મીનો એક હાથ પકડી રાખેલો હતો, જ્યારે બીજા હાથ વડે તે તેની મમ્મીને મારી રહ્યા હતા.
'આમનું રોજનું થઈ ગયું છે.' ચિન્ટુ બબડ્યો.
દરવાજો બંદ કરી ચિન્ટુ પોતાના પલંગ ઉપર પાછો આવ્યો ને પલંગ ઉપર આડો પડ્યો.
રાતના બાર વાગી ચૂક્યા હતા, ને અચાનક ચિન્ટુની આંખો ખુલી ગઈ. તેની પાસે પડેલા પાણીના જગમાંથી ચિન્ટુ પાણી પીધું. તે પાછો સુવા જતો હતો, ત્યાં જ તેને કેટલીક અવાજ સંભળાઈ. તેણે ધીમે રહીને દરવાજો ખોલ્યો, તેણે દેખ્યું કે બધી લાઈટો હૉલની બધી લાઈટો બંધ હતી, પરંતુ ટીવી ચાલુ હતી. તેના પપ્પા સોફા ઉપર બેસી કોઈ સાથે ફોન ઉપર વાતો કરી રહ્યા હતા.
'પપ્પા રાતના બાર વાગ્યે કોની સાથે વાતો કરી રહ્યા છે? મારે કદાચ સાંભળવી જોઈએ.' ચિન્ટુએ પોતાનું ધ્યાન તેના પપ્પાની વાતો સાંભળવામાં લગાવ્યું.
'હા રણજીત, પેલા દરજીને આમ તો પોલીસે પકડી જ લીધો છે. તેની પેલી કાતર પણ પોલીસને મળી ચૂકી છે. આમ તો હવે બચી જ નહિ શકે, પરંતુ પેલા ફાટેલા ફોટોગ્રાફસ્ પણ પોલીસ ને મળી જાત તો વધારે શાંતિ હોત.' રાહુલભાઈએ કહ્યું.
'ક્યાં મળ્યા છે યાર! હજી નથી મળ્યા.' ચાલ પછી વાત કરું કહી રાહુલભાઇએ ફોન કટ કર્યો.
'પપ્પાને ફોટોગ્રાફસ્ વિશે કેવી રીતે ખબર? કદાચ પપ્પા જેનાથી વાત કરી રહ્યા છે તે જ તો આકાશ અંકલનો ખૂની? મારે પપ્પાનો રૂમ ચેક કરવો પડશે. કાલે સ્કૂલથી પાછો આવી હું પપ્પાનો સામાન ચેક કરીશ. કદાચ કોઈ સબુત મળી જાય.'
સ્કુલથી પાછા ફરી ચિન્ટુએ ઝડપથી જમવાનું લીધું. જમી ને તરત જ તે તેના મમ્મી પપ્પાના રૂમમાં પહોંચી ગયો. તેની મમ્મી રસોડામાં વાસણ માંજતી હતી એટલે તે આરામથી બધું ચેક કરી શકતો હતો.
સમય વેડફ્યા વગર તેણે રૂમમાં સબુત શોધવાનો શરૂ કર્યું. કદાચ કબાટમાં હશે? ચિન્ટુએ વિચાર કર્યો. તેણે ચાવી લઈ કબાટ ખોલ્યો. સામે એક બ્લેક કલરનું બેગ પડ્યું હતું. ચિન્ટુએ તે બેગ બહાર કાઢ્યો. બેગમાં ખુબ બધી. પેનડ્રાઈવ અને કેટલાક ફોટોગ્રાફ પડ્યા હતા. તે ફોટોગ્રાફ અલગ અલગ લોકોની અંગત પળો માણતાના હતા.
'ઈયું...પપ્પા પાસે આટલી બધી ગંધાતી ફોટો કેવી રીતે આવી. શું પપ્પાને પોર્ન દેખવાનો શોખ છે? પણ તેમણે આ ફોટોગ્રાફ બેગમાં કેમ મૂકી રાખ્યા છે? તે મોબાઈલમાં પણ તો રાખી શકતા હતા.'
ચિન્ટુ એક એક કરી બધી તસવીરો દેખવા લાગ્યો. તેની આંખો પહોળી જ રહી ગઈ જ્યારે તેણે પાડોશના આકાશ અંકલ અને પોતાની મમ્મીનાં અંગત પળો માણતી તસવીરો દેખી.
'મમ્મી સાથે આકાશ અંકલ...'
આ ફોટોગ્રાફમાં રૂમ તો એ જ છે જે આકાશ અંકલની પત્ની અને દિલીપઅંકલની અંગત પળો માણતી ફોટોગ્રાફમાં હતો.
મતલબ...!
** **
'હા, રણજીત, કોઈ બીજો કપલિયો આપણા ઓયો રૂમમાં આવ્યો છે એમ. તું બધા કેમેરા ચાલુ કરી રાખ, મને થોડું મોડું થશે.'
'કેમ મોડું થશે?' રણજીતે પ્રશ્ન કર્યો.
'યાર, પેલી જ ચિંતા છે. આપણે પેલા આકાશ, મારી પત્નીના આશિકને મારી નાખી, તેના મર્ડર કેશમાં પેલા દરજીને નહોતો ફસાવ્યો, હા તો કોર્ટ તેની સજા પેલા દરજીને સંભળાવે ત્યાં સુધી થોડું ટેન્શન જેવું રહેશે. ત્યાં સુધી હું આપણા આ બ્લેકમેઈલીંગના ધંધામાં વધારે ધ્યાન નહિ આપી શકું.'
'મારી પત્નીને તો મેં ફટકારી. એ તો સારું થયું કે આપણા જ ઑયો રૂમમાં તે આવી ને પકડાઈ, નહિતર હજુયે પેલા આકાશ સાથે મજા માણતી હોત.'
- પ્રવિણ રાજપુત 'કન્હઈ'