rupali in Gujarati Women Focused by pravin Rajput Kanhai books and stories PDF | રૂપાલી

Featured Books
Categories
Share

રૂપાલી

કાલની રાત અમે હોટેલમાં રોકાયા હતા. હા! અમે બધાના રૂમ અલગ અલગ છે. આજે આખો દિવસ અમે આગ્રામાં જ રહીશું. તાજમહલ અને બીજા નજીકના સ્થળોએ ફરીશું. 
          'સારું હવે ફોન રાખું છું.' કહી કૃપેશ ફોન કટ કરવા ગયો.
          'અરે રૂક કટ ના કરતો, પેલી શરત યાદ છે ને?' સામેથી અવાજ સંભળાઈ.
          'હા ભાઈ યાદ છે મને. થોડો ટાઈમ તો લાગે ને યાર. સારું, તને પછી ફોન કરીશ હવે.' કહી કૃપેશે ફોન કટ કર્યો.


                               **                   **


          'અદ્ભુત! કેટલો સુંદર છે આ તાજમહલ!' કૃપેશના મોઢામાંથી ઉદગારો સરી પડ્યા.
          'ચાલો એક ગ્રુપ સેલ્ફી લઈએ.'  કૃપેશે કહ્યું. 
          ઓફિસના બધા મેમ્બરો સેલ્ફીમાં આવવા ધક્કા મુક્કી કરવા લાગ્યા.
          'બધા આવી ગયા ને?' કૃપેશે પૂછ્યું.
          'રુકો રુકો, રૂપ બાકી છે.' કૃપાલીએ કહ્યું.
          'એય રૂપ, આવને સેલ્ફીમાં.' કૃપાલીએ બૂમ પાડી.
          'ચાલશે! તમે લઈ લો, મારે નથી આવવું.' કહી રૂપ નજીકની બેન્ચ પર જઈને બેસી ગઈ.
          બધાએ સાથે ઘણા બધા ફોટો પડાવ્યા, પરંતુ રૂપ હજુયે પેલી બેન્ચ ઉપર એકલી બેઠી રહી.
          'આ રૂપ ત્યાં એકલી કેમ બેઠી છે?' કૃપેશે કૃપાલીને પૂછ્યું.
          'તું ઓફિસમાં નવો છે, નહિ? એટલે જ તને નથી ખબર. રૂપને એકલું રહેવું વધારે પસંદ છે.
          આવું કેમ?
          "લોકો લાગણીઓ સાથે રમી જાય તેના કરતાં એકલા રહેવું વધારે સારું." એવું રૂપ વિચારે છે.
          'ઓહ! મતલબ કોઈએ તેનું દિલ તોડ્યું છે!'
          'અફેર હતો. જેને પોતાની જાન કરતા પણ વધુ પ્રેમ કરતી હતી, તેનો કોઈ બીજી છોકરી સાથે અફેર હતો. પૂરી દુનિયા કરતા વધુ પ્રેમ પોતાના પ્રેમીને કરતી હતી, પરંતુ પેલો સાલો લંપટબાજ નીકળ્યો. દિલ તૂટી ગયું બિચારીનું.'
          'ઓહ! તેની સાથે સારું ન થયું.'
          રૂપ જે બેન્ચ ઉપર બેઠી હતી કૃપેશ પણ તેની બાજુમાં જઈને બેસી ગયો 
          'હાય! આય એમ કૃપેશ.'
          'હેલ્લો!'
          'ખુબ જ સુંદર છે, નહિ?'
          'હા. સુંદર! ખુબ જ!'
          'ખબર છે પ્રેમનું પ્રતીક છે આ. પોતાની પત્ની મુમતાઝના મરી ગયા પછી તેની યાદમાં શાહજહાંએ તાજમહલ...'
          'કોઈના મૃત્યુ પછી તેની યાદમાં ઈમારત બનાવવાનો શું ફાયદો? જીવતે જીવ વ્યક્તિની દરકાર કરવી સાચો પ્રેમ છે!' કૃપેશની વાત કાપી રૂપે કહ્યું. 
          'થોડીક પળો શાંત રહી કૃપેશે કહ્યું. ' કેટલીક વખત વ્યક્તિ પોતાનો પ્રેમ જતાવવામાં સહેજ મોડો પડી જાય છે, પરંતુ આનો મતલબ આમ તો ના થયો ને કે તે વ્યક્તિને તમારા પ્રત્યે પ્રેમ જ ન હતો.' આટલું કહી કૃપેશ બેન્ચ ઉપરથી ઊભો થઈને જવા લાગ્યો.      
          કૃપેશનાં શબ્દોએ રૂપના મન ઉપર ગહેરી અસર છોડી. તેના શબ્દોએ રૂપને વિચારતી કરી મૂકી.
          કૃપેશ જઈ રહ્યો હતો ત્યાં જ રૂપે પાછળથી તેના નામનો ટહુકો કર્યો. 
          'બાય ધ વે, મારું નામ રૂપ છે! મારું સાચું નામ રૂપાલી હતું, પરંતુ બ્રેક અપ પછી મે મારુ નામ ફકત રૂપ રાખી લીધુ.
          'તારા બંને નામ સુંદર છે, રૂપ' કહી કૃપેશ પાછો બેન્ચ ઉપર આવીને બેસી ગયો.       
          'થેંક્સ.' રૂપે કહ્યું.
          કૃપેશ અને રૂપની સારી એવી મિત્રતા થઈ ગઈ. બંનેએ એકબીજાને નંબર એક્સચેન્જ કર્યા. રૂપને કૃપેશ સાથે ફાવવા લાગ્યું. તે કૃપેશની કંપનીમાં હવે પહેલા કરતા વધારે ખુશ રહેતી હતી. તેણે કૃપેશ ગમવા લાગ્યો હતો.
          ટ્રીપ પૂરી થવાને હવે ફકત બે જ દિવસો બાકી હતા.


         રાતના દસ વાગી ચુક્યા હતા ને રૂપ હોટેલના પોતાના રૂમમાં અરીસાની સામે બેઠી હતી. તેના રૂમમાં હળવા રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા. તે અરીસા સામેથી ઊભી થઈને અચાનક તેના રૂમની ડોરબેલ વાગી.
         રૂપે દરવાજો ખોલ્યો તો સામે કૃપેશ ઊભો હતો.
         'અરે રૂપ યાર, મને ઊંઘ જ નહતી આવતી. તો મેં વિચાર્યું કે તારાથી થોડી વાતો કરી લઉં. એટલે હું આવી ગયો. બાય ધ વે, તું ઊંઘવા તો નહતી જતી ને..?'
         'ના રે ના. સારું થયું તું આવી ગયો. મને પણ ઊંઘ નહતી આવતી. અને આમેય મને તારી કંપની ગમે છે, સો...'
         'સાચે જ તને મારી કંપની ગમે છે?'
         'હા ગમે છે!
         બંને વચ્ચે કલાકો સુધી વાતો ચાલી. વાતો કરતા કરતા બંને ક્યારે એકબીજાની સાવ નજીક આવીને બેસી ગયા તેની તે બંનેને ખબર જ ન પડી.
           'દેખ, આ મારી મમ્મી છે.' પોતાના ફોનમાં પોતાની મમ્મીની ફોટો બતાવતા રૂપે કહ્યું.
           પરંતુ કૃપેશનું ધ્યાન તો ફોન તરફ હતું જ નહિ. તે તો રૂપના રેશમી વાળોને પોતાના ચહેરા ઉપર હળવેથી અડકી રહ્યાનો આનંદ અનુભવી રહ્યો હતો.
           ફોનમાં ફોટો બતાવતા બતાવતા રૂપે કૃપેશ તરફ દેખ્યું.
           રૂપ કૃપેશની આંખોમાં દેખવા લાગી. તે પોતાના હોઠને કૃપેશના હોઠની સાવ નજીક લઈ ગઈ. 
           થોડીક ક્ષણોમાં જ બંનેના હોઠ એકબીજા સાથે રમવા લાગ્યા. શરૂઆતમાં થોડાક ચુંબનો થયા ને પછી વારો શરીર પરના કપડાના આવરણોને ઉતારવાનો આવ્યો. બંનેના હોઠોથી શરૂ થયેલો પ્રેમ હવે તે બંનેના શરીરના બીજા અંગો સુધી પહોંચ્યો. 
           શરીર ઉપર રહેલો કપડાનો છેલ્લો આવરણ પણ ઉતારી લેવામાં આવ્યો. અને શરૂઆત થઈ એકબીજામાં શરીરમાં પ્રવેશવાની. 
           રૂમમાં વાગી રહેલા રોમેન્ટિક ગીતના અવાજની સાથે સાથે હવે રૂપના ઉંહકારાની અવાજ પણ ઉમેરાઈ.
          


                          **                       **


          'બધા જલ્દી તૈયાર થઈને પોતાના બેગ સાથે નીચે આવી જાય.' સવારના છ વાગ્યે ઓફિસની ટ્રીપના વોટસએપ ગ્રુપમાં મેસેજ આવ્યો.
          રૂપ ઝડપથી તૈયાર થઈ કૃપેશના રૂમ તરફ જવા લાગી. કૃપેશના રૂમનો દરવાજો ખુલ્લો હતો.
          રૂપે ધીમે રહીને દરવાજો ખોલ્યો.
          કૃપેશ કોઈ સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો.

          અરે કાલની તો વાત જ મત પૂછ. મજા જ આવી ગઈ. દેખી લે, તેં જે શરત રાખી હતી તે મેં પૂરી કરીને બતાવી.   
          ઓફિસની કોઈ એક છોકરી સાથે રાત ગુજારવાની હતી, મેં ગુજારી બતાવી. પરંતુ યાર, બીચારીનું દિલ ફરીથી તૂટી જશે. ચલ છોડ, આપણે કેટલા ટકા? પરંતુ યાર, તારે એક વાત તો માનવી પડશે હોં! તેનું શરીર ગજબનું હતું! મને આટલી મજા પહેલી વાર આવી છે. તેના શરીરને તો છોડવાનું મન જ નહતું થતું મારું. આ...હા...હા... જે મજા આવી છે બોસ, જબરદસ્ત! 




                                     - પ્રવિણ રાજપુત 'કન્હઈ'