First meeting... in Gujarati Love Stories by Mahesh Vegad books and stories PDF | પહેલી મુલાકાત...

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

પહેલી મુલાકાત...

                              પહેલી મુલાકાત... 

                  નમસ્તે વાચક મિત્રો... કેમ છો..? આપ સૌ મજા માં જ હશો.. આજે ફરી વખત આપના માટે આપને પંદર પડે તેવી એક વાત લઈ ને આવ્યો છું...જેનું શીર્ષક છે... 
" પહેલી મુલાકાત..." જીવન માં આવેલ પ્રેમાળ વ્યક્તિ જે જીવનસાથી હોય કે પછી પ્રેમી પ્રેમિકા તેની સાથેની પહેલી મુલાકાત આજે મારે તમારી સાથે વાત કરવી છે.. 
આ વાત આપને પસંદ પડે.. આપના અમૂલ્ય સૂચનો અચૂક ને જરૂર જણાવશો.. તો શરૂ કરીએ આપણી સૌ ની... જીવનસાથી કે પ્રેમી પ્રેમિકા સાથેની.."પહેલી મુલાકત... ✍🏻 


" સપનાઓ જુઓ પણ તેમાં તણાઈ ન જાઓ..."

પહેલી વાર મુલાકાત માટે જવું એટલે શણણાંઓમાં રાચવું ખૂબ જ સામાન્ય છે. ગમતી વ્યક્તિને પ્રથમવાર મળો ત્યારે તમારા સપના પ્રમાણે જ એ વર્તશે એવી ખોટી અપેક્ષામાં રાચવા કરતા વાસ્તવવાદી બનો. કદાચ તમારી ધારણા પ્રમાણે તેનો ફિડબેક ન પણ મળે.

" વધુ પડતાં રડતા વિચારો ન કરવા..."
                   પહેલી વખત મિત્ર-મૈત્રીણને મળવા
જાઓ ત્યારે વધુ પડતા વિચારો કરવાની જરૂર નથી. 
શાંત રહો. સાથીદારનું નિરિક્ષણ કરો તેના હાવભાવને ઓળખવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમારા મનમાં ઊછળતા પ્રશ્નોના જવાબ તમને મળતા રહેશે. તાણ મુક્ત રહેશો. વધુ પડતી અપેક્ષાઓથી દૂર થશો. પહેલી મુલાકાત એટલે સાથીદાર સાથે મળેલો અમુલ્ય સમય,

આગળના જીવનમાં જેનો સંગાથ મળવાનો છે તે વ્યક્તિને થોડું ઘણું જાણવાની, સમજવાની શરૂઆત. તેના વિચારો સાંભળવાની શરૂઆત, વાતચીત દ્વારા એકબીજાના વિચારો અને સ્વભાવને સમજવાની કોશિશ. પ્રથમ મુલાકાત એટલે સાથીદાર સાથે ખુશ રહેવાની, ખુશ રાખવાની અને ભવિષ્યમાં ફરી મળવાની ઉત્કંઠા કહી શકાય.

" યાદ રાખવા..."

જ્યારે તમે પહેલી વાર કોઈને મળવા જાવ છો ત્યારે એકવાત જરૂર યાદ રાખો કે તમે ફક્ત કોઈને સદેહે મળવા જઈ રહ્યા છો આનો અર્થ એવો નથી કે પહેલીવારમાં જ જીવનભરનાં સંબંધો બંધાઈ જવાના છે. કદાચ તમને સામી વ્યક્તિ ખૂબ જ ગમી જઈ શકે છે અથવા ન ગમે એવું પણ થઈ શકે છે. અથવા સાથીદારને તમારી સાથે ન ફાવે એવું પણ બની શકે છે. તેથી પ્રથમ મુલાકાતમાં સામી વ્યક્તિનો પ્રતિભાવ જુઓ અને વ્યક્તિના સ્વભાવને મુલવવાની કોશિશ કરો.

"સરસ અને વ્યવસ્થિત સુંદર દેખાવ..."


     હંમેશા યાદ રાખો. સુઘડ કપડાં પહેરી વ્યવસ્થિત તૈયાર થાય. તમારો દેખાવ આકર્ષક હોવો જોઈએ. સુંદર અને સુઘડ દેખાવ તમારા વાતચીત કરવાના આત્મવિશ્વાસને પણ વધારશે.

" યોગ્ય જગ્યા પર મળો..."

તમારી પહેલી મુલાકાત માટે મળવાની કે સમય ગાળવાની જગ્યા શાંત હોવી જોઈએ. વધુ ભીડ વારી જગ્યાઓ પર જવાનું ટાળો તેમજ અતિ શાંત અને સુમસામ જગ્યાઓએ પણ જવું નહીં. મોકળાશથી સમય ગાળી શકાય કે કોઈપણ જાતના માનસિક દબાણ વગર હળવાશથી સંગાથ માણી શકાય તેવી જગ્યાએ પ્રથમવાર મળો.

" ચહેરા પર મીઠું હાસ્ય..."

આ એક સામાન્ય વાત છે. પ્રથમવાર કોઈને મળો ત્યારે હોંઠ પર હાસ્ય આવી જ જશે. પરંતુ ખુશી સાથે અપાતી સ્માઈલ આંખોની ચમક વધારશે અને ચહેરાને આનંદી દર્શાવે છે. એક લોભામણાં સ્મિતની શરૂઆત આગળની મુલાકાતને સહજ બનવામાં મદદ કરે છે.

" વાતચીત સંબંધોને સહજ બનાવે છે..."

યાદ રાખો બંને બાજુએથી કરાતી ઉમેળકાભેર વાતચીત વાતાવરણને હળવું રાખે છે. સાથીદારની વાતમાં ખુશીથી સહભાગી બનો. તેની પ્રત્યેક વાતને સાંભળો અને પ્રતિસાદ આપો. ટુંકાક્ષરી જવાબો કે તમારું મૌન ગૈરસમજો પેદા કરી શકે છે. જો તમે નર્વસનેસ અનુભવતા હોય તો પણ સાથીદારને પ્રશ્નો પૂછતા રહો અથવા તેની વાતના જવાબ આપવાની કોશીશ કરતાં રહો. પરંતુ વધુ પડતા વાચાળ બનવાનું ટાળો.

" સકારાત્મકતા જરૂરી છે..."

પહેલી મુલાકાત પર જાવ ત્યારે તમારો મુડ સકારાત્મક રાખો. ભલે તમે કોઈ વાતને લઈને ગમગીન હો, તમારે ઑફિસ કે ઘરની કોઈ સમસ્યા હોય પરંતુ તેને આબાદ રીતે છૂપાવો. સાથીદાર સાથે મળેલા સુંદર સમયમાં તમારુંદુ:ખ ભૂલી જાવ.

" પહેલી જ મુલાકાતમાં ગાઢ સંબંધ..."

પ્રથમ મુલાકાતમાં સાથીદાર પર હુકુમત ગજાવો નહીં. કદાચ તેને તમારું વર્તન નહીં ગમશે. વધુ પડતા નીકટ જવાનું પ્રથમ મુલાકાતમાં યોગ્ય નથી. સરતા સમય સાથે યોગ્ય શબ્દોના આદાનપ્રદાન દ્વારા સંબંધને ગાઢ બનાવવાનો કે નજદિકી કેળવવાનો પ્રયાસ કરો. પોતાના વિચારો સાથીદાર પર થોપવાનો કે બળજબરીનો પ્રયાસ તમને દૂર

હડસેલી મૂકશે. 

" નજરોંથી નજર મેળવો..."

અમે તો ફના થઇ ગયા
એમની એક ઝલક માણીને,
ના જાણે દરરોજ અરીસા પર
શું વીતતી હશે !!
 સાથી સાથે વાતચીત કરતી વખતે વધુ પડતું શરમાઈને ચાલશે નહીં. ખોટાં વેવલાવેડાથી દૂર રહો. વાતચીતમાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. નજર સાથે નજર મેળવી વાત કરો.

" વધુ વખાણ અને બિન જરૂરી વાતો ટાળો..."

વાતચીતમાં ખોટી પ્રશંસા કે બિન જરૂરી વાતો થી દૂર રહો. સાથીદારના અંગત જીવનને લગતા પ્રશ્નો કે તેના સ્પાષ્ટિકરણના વિશ્લેષણોમાં નહીં પડવું. ધંગઢડા વગરના વિશ્લેષણો અને વિચારો મુલાકાત બગાડશે. આને તમારું પંચાતિયાપણું છતું કરી દેશે. એક હળવી લય સાથે સામાન્ય વાતચીત જારી રાખો. વધારે મગજ દોડાવવાની જરૂર નથી. પહેલી મુલાકાત છે જીવનભરનો સાથ નથી.

" અંતે ધન્યવાદ માનો...

કોઈના ઊછીના લીધેલા પૈસા પાછા આપી શકો છો. પરંતુ કોઈએ તમને આપેલો સમય પરત કરી શકાતો નથી. તમારી સાથે ગાળેલા સુંદર સમય બદ્દલ છુંટાં પડતી વખતે સાથીદારનો આભાર જરૂર માનો. ભલે તમે પાછા મળશો કે નહીં મળો પરંતુ પ્રથમ મુલાકાતને જીવનભર યાદ રાખો. સાથીદારનો સારા શબ્દોમાં ધન્યવાદ માનો.

જિંદગી ની યાદો માં એ યાદ ને હમેશાં યાદ રાખવી ,
જે યાદો ને યાદ કરવાથી આ જિંદગી યાદગાર બનતી હોય છે..!✍🏻 ✨ 
ધન્યવાદ વાચક મિત્રો...✨ ✍🏻 

રાધે રાધે 
જય દ્વારકાધીશ