Benefits of online shopping in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | ઓનલાઈન શોપિંગના ફાયદા

Featured Books
Categories
Share

ઓનલાઈન શોપિંગના ફાયદા

કોઈ પણ ટેક્નોલોજીના બે પાસા હોય છે એક ખરાબ અને એક સારૂ
ઈન્ટરનેટ દ્વારા ગ્રાહક માટે શોપિંગ સરળ અને અનુકૂળ બનાવવામાં આવે છે

ઓનલાઇન ક્લ્ચર ટેક્નોલોજીની દેન છે. હવે સ્થાનિક વેપારીઓ પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ ફેબસાઇટ પર વેપાર કરતા થયા છે. ત્યારે યૂઝર્સ માટે ઈ-કોમર્સ વેબસાઈટ અને એપ્લીકેશનના કારણે શોપિંગ પણ એક્સેસિબલ બની ગઈ છે. આ ઇઝી ઍક્સેસિબલ શોપિંગ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે.
કોઈ પણ એપ્લિકેશન કે વેબબાઈટ પર વસ્તુની ખરીદી કરવાનો વિચાર વ્યક્તિને આવે એટલે તે તેના ભાવ અને વસ્તુના ફીચરની ચકાસણી કરે છે. તેની સાથે જ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે વસ્તુની જાહેરાત શરૂ થઇ જતી હોય છે. એટલું જ નહીં, કેટલીક વખત આ લોભામણી જાહેરાતોના કારણે વ્યક્તિને ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો થકી જ હેકર્સ અથવા તો ઠગ ભગતો દ્વારા ફિશિંગ કરવામાં આવતું હોય છે. જેમાં વ્યક્તિ ફસાઈ જાય તો તેના બેન્ક એકાઉન્ટ પણ ખાલી થઇ જતા હોય છે.
એવું કહેવાય છેને કે, કોઈ પણ ટેક્નોલોજીના બે પાસા હોય છે એક ખરાબ અને એક સારૂ. આ લેખમાં અમે ઓનલાઇન એટલે કે ઍક્સેસિબલ શોપિંગના ફાયદા અને ગેરફાયદા બન્ને બતાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. તો આવો પહેલા ઓનલાઇન શોપિંગના ફાયદા જાણવાનો પ્રયાસ કરીએ.

ઓનલાઈન ખરીદીની સગવડ : ગ્રાહકો તેમના પોતાના ઘર અથવા કામના સ્થળે આરામથી વસ્તુઓ જાેઈ અને ખરીદી શકે છે. ઈન્ટરનેટ દ્વારા ગ્રાહક માટે શોપિંગ સરળ અને અનુકૂળ બનાવવામાં આવે છે. એટલું જ નહીં ગમે ત્યારે ડિલિવરી મેળવ્યા પહેલા અને તે પછી પણ તે રદ કરી શકાય છે. ઓનલાઇન ખરીદ માટે સૌથી મહત્વના કેટલાક કારણો અહીં દર્શાવવામાં આવ્યા છે. જેમાં સમય અને પ્રયત્નો બચાવે છે, ઘરે બેઠા ખરીદી કરવાની સુવિધા, ઉત્પાદનોની વિશાળ શ્રેણી, સારું ડિસ્કાઉન્ટ તેમજ નીચા ભાવ, ઉત્પાદનની વિગતવાર માહિતી અને વિવિધ મોડલ/બ્રાંડ્‌સની સરખામણી કરી શકાયનો સમાવેશ થાય છે.

કોઈ દબાણ વિના ખરીદી : સામાન્ય રીતે, ભૌતિક સ્ટોર્સમાં, વેચાણ પ્રતિનિધિઓ ખરીદદારોને ઉત્પાદન ખરીદવા માટે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. તેમજ લોભામણી જાહેરાતથી ગ્રાહક પર એક પ્રકારનું દબાણ લાવવામાં આવે છે. જ્યારે ઓનલાઈન સ્ટોર્સમાં ગ્રાહકો પર કોઈપણ રીતે દબાણ કરવામાં આવતું નથી.

સમયનો બચાવ : ગ્રાહકોએ તેમના દ્વારા ખરીદેલ ઉત્પાદનો માટે ચૂકવણી કરવા માટે કેશ કાઉન્ટરની લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. પરંતુ ઓનલાઇન શોપિંગ માટે પેમેન્ટ કરવા માટે કોઈ લાઈન હોતી નથી. વ્યક્તિ પોતાના ઘર અથવા કાર્યસ્થળથી ખરીદી કરી શકે છે અને મુસાફરીમાં સમય પસાર કરવો પડતો નથી. ગ્રાહકો મુખ્ય શબ્દો દાખલ કરીને અથવા સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને તેમના દ્વારા જરૂરી ઉત્પાદનો શોધી શકે છે.

સરખામણી : વિવિધ રુચિઓ અને જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ તેમના દ્વારા ઓફર કરાયેલ ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરે છે. આનાથી ખરીદદારોને ડિસ્પ્લે પરના ઉત્પાદનોની પૂર્ણાહુતિ, સુવિધાઓ અને કિંમતની સરખામણી કર્યા પછી વિવિધ મોડલ્સમાંથી પસંદ કરવાની તક મળે છે. કેટલીકવાર કિંમતની સરખામણીઓ ઑનલાઇન પણ ઉપલબ્ધ હોય છે.

અવેલિબિલીટી : ઑનલાઇન દુકાન મોલ ૩૬૫ ટ ૨૪ ટ ૭ ખુલ્લો રહે છે. તેથી, વિક્રેતા અને ખરીદદારો જ્યાં પણ હોય ત્યાં સમયનો કોઈ બાધ રહેતો નથી. ભૌતિક ખરીદી સમયે ગ્રાહકે દુકાનનો સમય ધ્યાનમાં રાખવો પડે છે. તે કેટલા વાગે ખુલે છે, કેટલા વાગે બંધ થાય છે સહિતનું ધ્યાન રાખવું પડે છે. પરંતુ ઓનલાઇન દુકાન કે મોલમાં સમયનો કોઈ બાધ હોતો નથી. વ્યક્તિ પોતાના ફુરસદના સમયે ખરીદી કરી શકે છે, ભલે પછી તે મધ્ય રાત્રિનો સમય કેમ ન હોય.

નલાઇન ટ્રેકિંગ : ઓનલાઈન શોપિંગ કાર્ય બાદ ગ્રાહકો ઓર્ડરની સ્થિતિને ટ્રેક કરી શકે છે અને શિપિંગની ડિલિવરી સ્થિતિ ટ્રેકિંગ પણ ઉપલબ્ધ છે.

પૈસાની બચત : ગ્રાહકોને ઓનલાઈન ખરીદી કરવા આકર્ષવા માટે, ઈ-ટેલર્સ અને માર્કેટર્સ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. જાળવણી, રિયલ-એસ્ટેટ ખર્ચને દૂર કરવાને કારણે, રિટેલરો ઓનલાઈન દ્વારા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. કેટલીકવાર, મોટી ઓનલાઈન શોપિંગ સાઇટ્‌સ સ્ટોર સરખામણી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

આ હતા ઓનલાઇન શોપિંગના ફાયદા પરંતુ હવે, આપણે આવતા અંકમાં ઓનલાઇન શોપિંગના ગેરફાયદા જાણવાનો એક પ્રયાસ કરીશું.