જેવી કરણી કરે છે, તેવી ભરણી ભરે છે.
બદલો ભલા બુરાનો, અહીંનો અહીં મળે છે.
અમન મુંબઈની લીલાવંતી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની જાળ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. તેના પિતા આશુતોષભાઈનું નામ તે જમાનામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની હરોળમાં આવતું હતું. "જોશી નિવાસ " માં રહેતા દરેક સભ્યને પોતાના નામ અને શાખ પર ખુબ જ ગર્વ હતો..
શું કામ ને ન હોય શહેરનો કોઈ વ્યક્તિ તે સમયે એવો ન હતો કે જે તેમને ઓળખતો ન હોય, આ ઘટના આજથી 30 - 40 વર્ષ પહેલાની છે. આશુતોષભાઈ વાણીયાની એક પેઢીમાં મેનેજર હતા. તેઓ 10 ધોરણ પાસ હતા. તે સમયે તેમનો પગાર 20, 000 ( અંકે વિસ હજાર ) હતો. જે સમયે લોકો 100 રૂપિયામાં પોતાની જરૂરિયાત સંતોષી લેતા હતા તે સમયે એટલો પગાર તો બહુ જ સારો ગણાય.
આવા ધનવાન વ્યક્તિના છોકરા કેવા લાડકોડથી ઉછર્યા હોય તેમાં તો કોઈ શંકા નથી..
આશુતોષભાઈને બે સંતાનો હતા 'અમન' અને ' અનામી ' અમન મોટો અને અનામી નાની હતી બંને ભાઈ બહેન સાથે રમતા, જમતા, લેશન પણ સાથે કરતા હતા.
તેમનો નાનો પરિવાર હતો, 'અમન', 'અનામી', 'આશુતોષભાઈ' અને તેમના પત્ની 'અનિલાબહેન'...
સમય વીતતો ગયો શેઠ આશુતોષભાઈ પર પરિવારના સભ્યની જેમ વર્તવા લાગ્યા થયું એવુ કે એકવાર શેઠને બહાર જવાનુ થયું તેથી આશુતોષભાઈએ પેઢી સાચવવાની હતી. તે દિવસે કમાણી સારી થઈ.. એટલે આશુતોષભાઈને થયું હું આમાંથી 1000 રૂપિયા લઈ લઉં, શેઠ તો હિસાબ ક્યાં જુએ છે એવી લાલચ જાગી.
આવુ એકવાર બેવાર, વારંવાર બનવા લાગ્યું પણ એક વખત શેઠને ખબર પડી ગઈ અને તેમણે આશુતોષભાઈને નોકરીમાંથી છુટા કરી દીધા..
પણ આશુતોષભાઈ વ્યાપાર કરતા શીખી ગયા હતા એટલે તેમણે પાંચ વર્ષમાં પોતાનો ધંધો એવો ઉભો કર્યો કે તેમની આવક પેલા શેઠથી પણ વધુ થઈ ગઈ...
ઘરની ચાર ફોરવીલ, જમીન, બંગલો, નોકર ચાકર તમામ સુખ હતું.. સંતાનો મોટા થઈ ગયા હતા.
એકવાર અમન ઘરમાં ચાલતા ચાલતા પડી ગયો અને બેભાન થઈ ગયો, તેને તરત ' લીલાવંતી હોસ્પિટલ' માં દાખલ કરવામાં આવ્યો.
ડોકટરે રિપોર્ટનું કહ્યું તમામ રિપોર્ટ આવ્યા.
ડોકટરે કહ્યું તમારા દીકરાને 'બ્રેઈન ટ્યુમર 'છે આ સાંભળી બંને પતિ પત્ની હેરાન થઈ જાય છે..
આશુતોષભાઈ - મારા દીકરાને ગમે તે રીતે બચાવી લો હું તગડી ફી આપીશ.
ડોક્ટર - હું પુરી ટ્રાય કરીશ..
પછી ડોક્ટર અન્ય છ સર્જનને હાયર કરે છે, બોપોરે 2 વાગ્યાંથી ઓપરેશન શરૂ થાય છે અને રાત્રે 10 વાગ્યાં સુધી ચાલે છે 8 કલાકનું ઓપરેશન ચાલે છે.
ડોક્ટર ઓટીમાંથી બહાર આવે છે અને કહે છે અમે પુરી ટ્રાય કરી પણ તમારો દીકરો હવે વધીને 2 કલાક માંડ જીવશે તમે તેને મળી શકો છો..
આ સાંભળી બંને પતિ - પત્ની ખુબ જ રડે છે દીકરાને મળવા માટે જાય છે.
અનિલાબેન તેના માથા પર હાથ ફેરવે છે.
અમન - મમ્મી... મમ્મી એટલું તૂટતાં અવાજે બોલે છે...
અનિલાબેન - હા બોલ બેટા?
અમનનું ઓક્સિજન ઘટવા લાગે છે.
તે વધુ કંઈ બોલી શકતો નથી અનિલાબેન સામે સ્થિર નજરે જુએ છે અને મોંમાંથી શ્વાસ છૂટી જાય છે.
ડોક્ટર આવીને તપાસે છે
ડોક્ટર - આઈ એમ સોરી.
અનિલાબેન, આશુતોષભાઈ અને અનામી ઊંડા શોકમાં ગરકાઉ થઈ જાય છે..
અમનના શબને ઘરે લાવવામાં આવે છે સૌ સગા સંબંધી અને આડોશી - પડોશી દુઃખમાં સહભાગી થવા આવે છે, ચારે તરફ ગમગીન વાતાવરણ હતું અમનના શબ પાસે બેસી તેના મમ્મી, પપ્પા અને બહેન ખુબ રડે છે તેમના સ્મૃતિ પટ સામે અમનની સાથે વિતાવેલી ક્ષણો તરી આવે છે. સૌ ઊંડા આઘાત સાથે અમનની અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે.
સમય વીતે છે આશુતોષભાઈ પોતાની ભુલનો પશ્ચાતાપ અનિલાબહેન પાસે કરે છે અને બધી સાચી હકીકત કહે છે. અનિલાબહેન ખુબ જ દુઃખી થાય છે,
તેઓ કહે છે તમે પૈસાની લાલચ ન કરી હોત તો આજે અમન આપણી સાથે હોત. ઈશ્વરે આજે આપણને એ વાતનું પ્રમાણ આપ્યું કે પૈસા જ જીવન નથી
આશુતોષભાઈ - હા સાચી વાત છે હવે હું મારી ભૂલ પર ખુબ જ દુઃખી છું, મને ઘણો વસવસો થાય છે.
અનિલાબહેન - તમારા પશ્ચાતાપથી અમન પાછો થોડો આવી જશે?
આશુતોષભાઈ - હા તારી વાત સાચી છે.
પછી બંને પતિ - પત્ની ખુબ જ વલોપાત કરે છે અને પછી આ ઘટના બાદ બંને પતિ - પત્ની એકાંત વાસ કરે છે...
તે ઘટનાને આજે30- 40 વર્ષ આસપાસ થયું છતાં તેને કોઈ ભૂલી શક્યું નથી. આશુતોષભાઈ અને અનિલાબહેન હવે આ દુનિયામાં રહ્યા નથી બહેન અનામી વિશે કંઈ ખ્યાલ નથી અને તેમના અન્ય કુટુંબીજનો જુદા જુદા સ્થાને નિવાસ કરે છે.
નોંધ - આ એક સત્ય ઘટના છે.
લેખન - જય પંડ્યા