The Power of Your Subconscious Mind in Gujarati Motivational Stories by Tanu Kadri books and stories PDF | પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ

અચેતનમન ખુબ સમજદાર છે. એ તમારા બધા પ્રશ્નોના જવાબો જાણે છે. જો કે એને ખબર નથી કે એ બધું જાણે છે કે સમજે છે. એ તમારી સાથે ચર્ચા નથી કરતો કે પાછા ફરીને તમને જવાબ નથી આપતો.

        જયારે તમે કહો છો કે “ હું આ નહિ કરી શકતો, મારી આયુ વધી ગઈ છે. હું આ જિમ્મેદારી નહિ ઉપાડી શકું, મારું જન્મ સારા ઘરમાં નથી થયો. હું સારા નેતાઓને નથી ઓળખાતો. તો આ બધા નકારાત્મક વિચારો માત્ર પોતાના અચેતન મન માં ભરી રહ્યા છો. અચેતન મન આ વિચારોને અનુરૂપ પ્રતિક્રિયા કરશે તેમજ તમારી કામયાબીનો રસ્તો રોકે છે.

        જ્યારે તમે તમારા ચેતન મનમાં અવરોધ, અને વિલંબની કલ્પના કરો છો તો તમે તમારા અચેતન મનની બુદ્ધિમત્તા અને જ્ઞાનનાં લાભ ખબર નથી. તમને એ વાતનો વિશ્વાસ હોય છે કે તમારો અચેતન મન તમારી સમસ્યાનો ઉકેલ લાવી નહિ શકે. આના પરિણામે માનશીક અને ભાવાત્મક વિચારો ઉત્પન થાય છે. જેના પછી બીમારી અને ન્યુરોટિક પ્રવૃતિઓ આવે છે.

        તમે તમારી ઈચ્છાઓના સાકર માટે અને તમારી પરિસ્થિતિમાંથી ઉભરવા માટે દિન માં થોડાક સમય આ વાક્યો બોલવાના રાખો.

        “ અસીમિત બુદ્ધિમત્તાએ મને આ વિચાર આપ્યો છે. અને આ વિચાર સફર કરવાની આદર્શ યોજનાનો રસ્તો બતાવ્યો છે. એની તરફ લઇ જતી અન્ય વાતો અને આવશ્યક વસ્તુઓ મને દેખાડવામાં આવી રહેલ છે. મને ખબર છે કે મારા અચેતન મન વધારે વિશાળ સમજ હવે પ્રતીકીયા કરી રહેલ છે અને જે હું વિચારું છું તેના પર મનમાં દાવો કરું છું કે તે બહાર આવે છે.

        બીજી બાજુ જો તમે એમ કહો કે “ હવે કોઈ રસ્તો બાકી નથી. બધું પૂરું થયું, આ પ્રોબ્લેમ માંથી બહાર આવવાનું કોઈ માર્ગ નથી. તો તમને તમારા અચેતન મન કોઈ જવાબ કે પ્રતિક્રિયા નહિ મળે. જો તમે ઈચ્છો છો કે તમારો અચેતન મન તમારા માટે કામ કરે તો આનો સાથ મેળવવા માં તમારે એને સાચી દિશા આપવી પડશે. એ તમારા માટે હંમેશા કામ કરતો રહેશે. આ સમયે પણ એ તમને નિયંત્રિત કરી રહેલ છે. જયારે તમારી આંગળી કાપી જાય છે તો એ તમને ઉપચારની પ્રક્રિયા શરુ કરવાનું જણાવે છે. અચેતન મન તમારી દેખભાલ કરે છે અને તમને સુરક્ષિત રાખે છે.

        તમારા અચેતન મન પાસે પોતાની બુધ્ધી છે. પણ એ તમારા વિચારોને સ્વીકારે છે જયારે તમે કોઈ સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરતા હશો તો તમારો અચેતનમન પ્રતિક્રિયા કરશે. પરતું એ તમારાથી અપેક્ષા કરશે કે તમે તમારા અચેતનમનને કોઈ ખાસ નિર્ણય ઉપર પહોચાડવા માટે તમારે એમ માનવું પડશે કે તમારા અચેતન મન પાસે જવાબ છે. જો તમે એમ કહેશો કે મને ખબર નથી , કે કોઈ ઉપાય નીકળશે કે કેમ એ પણ મને ખબર નથી. હું બહુ મોટા પ્રોબ્લેમમાં છું અનેક સમસ્યાઓએ મને ધેરી રાખ્યો છે. મને જવાબ નથી મળતા તો તમે તમારી પ્રાથનાનો નકાર કરો છો.

        અચેતનમન પાસે કામ લેવા સૌથી પહેલા તમે આરામથી  શાંતિથી વિચારો....

        મારું અચેતનમનને જવાબની ખબર છે તે અત્યારે દરેક પ્રતિક્રિયાનો જવાબ આપે છે. હું આભાર માનું છું એનો કેમકે હું જાણું છું કે મારું અચેતનમનન અસીમીતી બુધ્ધિમત્તા આ બધી વાતો જાણે છે અને મને આ સમયે જવાબ આપે છે મારા સાચા વિશ્વાસ મારા અચેતનમન ની બુદ્ધિમત્તા અને જ્ઞાનને મુક્ત કરી રહે છે મને ખુશી છે કે આવું થઇ રહેલ છે.

યાદ રાખવા જેવા વિચારો

(1)     સારું વિચારો સારું થશે. ખરાબ વિચારશોતો ખરાબ થશે તમે એ જ બનશો જે તમે વિચારશો.

(2)     તમારા અચેતનમન તમારી સાથે ઝગડતો નથી. એ તમારા ચેતનમન નાં આદેશોને સૂચના માની લે શ્હે. જો તમે કહો છો કે હું આનો કહ્રચો નહિ કરી શકું તો  તમારો અચેતન મન સાચુ બનાવવા માટે કામ કરશે એની જગ્યાએ તમે એને આદેશ આપો કે હું આને ખરીદી લઈશ.

(3)     તમારા શબ્દો ઉપર ધ્યાન આપો. તમારા દરેક ખોટા શબ્દોનો હિસાબ આપવો પડશે. ક્યારેય એવું ન કહો કે હું નિષ્ફળ થઇ જઈશ મારી નોકરી છૂટી જશે, કે હું ભાડું નહિ બાહરી શકું, તમારો અચેતનમન મજાક નથી સમજતો તે આ વાતો ને હકીકત માં બદલશે.