🌺ઇડરિયો ગઢ🌺
વર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વારંવાર કાને અથડાતું એટલે જોવાનું મન થતું અને મોકો પણ હતો છતાં એમ લાગતું કે કોઈ સાથે દોસ્ત હોય તો કંપની રહે.જે સંજોગો મને પરિવારના સભ્ય સાથે ત્રણ દિવસ પહેલાં મળી ગયો.
અમેં ઇડરિયો ગઢ જીત્યાં રે આનંદ ભયો ll
દર વરસે ઇડરનો ગરમીનો પારો સૌથી ઊંચો કેમ હોય છે તે પણ સમજવા મળશે,ચારે બાજુ વરસાદ વધુ અને ઇડરમાં વરસાદ કેમ ઓછો તે પણ અભ્યાસ થશે.બગલમાં વહેતી સાબરમતી નદી છતાં આ પ્રદેશ અવિકસિત કેમ!!!ખેતી પાકોમાં ખાસ શિયાળુ પાકોમાં શાકભાજી અને બટેટા સિવાય વિશેષ વાવેતર ઓછું હતું. અમેં ઇડરિયો ગઢ જીત્યાં રે...ગાળામાં ગણગણાટ સાથે આગળ વધ્યાં.આ ગીતના રચનાકારે કેટલી ખુશી સાથે સર્જન કર્યું હશે? એની આંખોમાં જોયેલી નિસર્ગની ખુશહાલીનું વર્ણન ગીતોમાં અને સંગીતમાં વ્હાલુ અને ઇડર સ્ટેટને જોવાનું મન રોકી ના શકો.અરવલ્લીની ગિરીમાળામાં આ ઇડરનો પહાડ એક માળાનો છૂટેલો મણકો છે.જે હારમાં છૂટો પડ્યો વિલાપ કરે છે.મારી આંખોમાં તગતગતો "ઇડરિયો ગઢ" જોવાની તાલાવેલી રૂબરૂ જોયા પછી મોટી પોકે રડવાનું મન થઇ ગયું.કેમ કે જે સાંભળેલું અ્હલાદક વર્ણન અને રૂબરૂ જોતાં જ મારી ખુશીઓની ચરમસીમા તળિયે બેસી ગઈ.ગુગલમાં ઇતિહાસ ફંફોસ્યો પણ ગુગલે આ ગઢને અન્યાય કર્યો હોય તેવું લાગ્યું.મને ઠોસ કશુંજ માહિતી ના મળી કે ના સ્થાનિક લોકો જે ત્યાં હતા તેની પાસે પણ માહિતી ના મળી એટલે ઇતિહાસ નું વર્ણન ફરી ક્યારેક કરીશ પરંતુ હાલ મનમાં "ઇડરિયા ગઢની" વેદના ઠાલવવી છે.શામળાજી તરફથી જેમ જેમ ઇડર શહેર તરફ કાર દોડતી હતી ત્યારે થયું કે ક્યારે આ ડુંગર પર પહોંચું!! બે દિવસનો થાક હતો,સ્થાનિક બધાંને પૂછ્યું કે ગઢ ઉપર કાર જશે? પ્રત્યુત્તરમાં "હા" શબ્દો થકી આશ્વાસન મળ્યું.અમેં ડુંગર ઉપર કાર પાર્ક કરી ચારે બાજુ નજર દોડાવી તો મનમાં ભવ્યતાની કલ્પના સ્વપ્ન જેમ વિખરાવા લાગી.ભૂતકાળની ભવ્યતાની ઝાંખી કરાવતો ઇડરિયો ગઢ બાપડો સાવ કપડાં વિહીન જોવા મળ્યો.ત્યાંના ચોકીદારને પૂછ્યું કે શું જોવા જેવું છે?? તો ખુદ ચોકીદાર પણ ઇતિહાસથી વેગળો હતો.વેરાન ભાસતો આ ગઢ ઘેટાં બકરાં ચરાવતો ગોવાળ,જૈન મંદિરનું કામ કરતા કારીગરો અને મસ્જિદને રંગ રોગાન કરતા મુસ્લિમ બિરાદરો સિવાય અહીં બે પાંચ પ્રેમી પંખીડાં સિવાય વૃક્ષ વગરના ઉઘાડા પથરા જોઈ હ્રદય મારું કંપવા લાગ્યું.આશરે બસો વરસ પહેલાં રાજા માનસિંહ દ્વારા બંધાવેલો એક જર્જરિત મહલ સિવાય ડુંગરની ટોચ ઉપર નાની નાની દેવ દેરીઓ સિવાય બિસ્માર હાલતમાં રસ્તા સિવાય કશુંજ ન મળ્યું.અવાવરુ વાવ,પાણી સંગ્રહ માટેના તળાવ તેમજ ઉબળ ખાબળ રસ્તા સિવાય ફોરેસ્ટ ખાતાએ પણ આ ડુંગરને અણમાનીતો માન્યો હોય એવું લાગ્યું.પાણી સંગ્રહ માટે પૂર્વજ રાજાઓએ ખૂબ મહેનત કરી છે જે ઉડી આંખે વળગે તેવું છે.. સાથે આ ગઢ ઉપર સરક્ષણ દ્રુષ્ટિએ પહેલાં ખૂબ અગત્યનો હશે તેવું જોયા પછી લાગ્યું.પહાડને બચાવવાનો થોડો પ્રયત્ન થયો હોય તેવું દેખાય છે. ખુલ્લી પડેલી પથ્થરની શીલાઓ હવે કોઈ પથ્થરના વેપારી લઈ ના જાય તે કામ જોવાનુ સ્થાનિક તંત્ર નું કામ છે આ ડુંગરની તળેટીમાં "રાણી તળાવ" દર્શનીય લાગ્યું.બાકી પથરા પૂજી અમેં રીર્ટન થયાં.પુસ્તક કે કોઈ લેખ પણ અહીં જોવા ન મળ્યાં.શું લખું?થોડી આ તસવીરો મારા મોબાઈલ પર ક્લિક કરી છે.જે જોઈ ખુશી વ્યક્ત કરીએ એજ આજના લેખની પ્રસન્નતા.
સ્થાનિક તંત્રને વિનંતી કે આ ગઢનો વિકાસ કરવા જેવો છે.સહેલાણીઓ માટે શામળાજી,અંબાજી,ખેડબ્રહ્માજી વગેરે યાત્રાધામો તરફથી અહીં યાત્રિકો ખેંચી લવાય તેવું લોકેશન છે.રાજસ્થાન સરકારે આ ઉપર ખૂબ ખર્ચ કર્યો છે.જેથી આપણા ગૂજરાતી પ્રવાસીનું ખેંચાણ ત્યાં વધુ છે.આપણા ગુજરાતમાં પણ આવી આધુનિક સગવડો વધે તેવી સરકાર અને સ્થાનિક તંત્રને વિનંતી.
- વાત્સલ્ય