Aakarshan banyu Jivansathi - 1 in Gujarati Love Stories by ચિરાગ રાણપરીયા books and stories PDF | આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

Featured Books
Categories
Share

આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ માટે આવવાનું હોઇ ત્યારે મનિષ સૌથી વહેલા આવી જાય અને નવા મેમ્બરને આવવાની રાહ જોવે..

આજ બરાબર 9:00 વાગ્યા અને એક નવો સ્ટાફ આવ્યો.... જેમનું નામ કાજલ. કાજલ આવતાની સાથે જ મનિષ તેમના આવકાર માટે ઉભો થયો. પહેલી મુલાકાત ઑફિસ મા કાજલ ને મનિષ સાથે જ થઈ હતી. બન્ને ઍ એકબીજાના નામ જાણીને કાજલ ને બોસ ના આવવાની રાહ જોવા મનીષે કહ્યું... થોડા સમય પછી બધો સ્ટાફ આવી ગયો.... અને મનીષે કાજલ ની ઓળખાણ બધાને કરાવી.

10:00 વાગે બોસ આવી ગયા ઍમનુ કામ પુર્ણ કરી. 11:00 વાગ્યે બોસે કાજલને તેમની કેબિન મા બોલાવી.... અને થોડું કામ સોપ્યું. આજ ઑફિસનો પહેલો દિવસ સાથે જોબ નો પણ પહેલો દિવસ માટે કાજલ ને થોડું અજીબ લાગતું.

બપોરે 1:00 વાગ્યો અને લંચ નો સમય થયો. ઑફિસ પર કામ કરતી પાયલ સાથે લંચ કરવા બેઠી અને ફરી કામ પર લાગી ગયા. સાંજે 4:00 વાગ્યા અને કેન્ટિનમા ચા- કોફી માટે મનિષ જતો હતો ત્યારે કાજલ ને પુછ્યું કે ચા - કોફી માટે બ્રેક છે.... આવશો...? કાજલે પાયલ ને ઇશારો કર્યો પણ પાયલ ને ચા - કોફી પસંદ ન હતી માટે ના કહ્યું....... કાજલને ચા વગર ન ચાલે... અને ઑફિસનો પહેલો દિવસ હતો.... માથુ પણ દુખતુ હતુ તો મનિષ સાથે કેન્ટિન મા ગઈ.

કેન્ટીન મા પહોચતા જ મનીષે કાજલ ને પુછ્યું " ચા કે કોફી " ?

કાજલે કહ્યું મારે ચા જોશે  અને મનિષ બંને માટે ચા લાવ્યો. બન્ને ઍક બીજા વિશે વાતો કરવા લાગ્યા...ને જાણવા લાગ્યા. ચા પીધા પછી બન્ને પાછા ઑફિસ પર આવિને કામ પર લાગી ગયા.

સાંજે 6:30 વાગે ઑફિસથી નિકળવાનુ હોઇ.. કાજલ પાસે વ્હીકલ ન હતુ તેને  બસ મા ઘરે જવાનુ હતુ. મનિષ પાર્કિંગ માથી ગાડી લઈ ને બહાર આવ્યો અને કાજલને પુછ્યું " મારી સાથે આવવા પ્રોબ્લમ ન હોઇ તો હું તમને ઘરે મુકી જાવ "

કાજલને થયું કે બસ ની રાહ જોઇશ તો લેટ થઈ જશે. મનિષ સાથે જતી રવ. મનિષ ની ગાડી પાછળ બેસીને કાજલ જાય છે. રસ્તા મા બંને ફેમિલી વિશે વાતચિત કરે છે. મનિષ વિશે કાજલ બધું જાણી લે છે. .... વાત કરતા કરતા કાજલ નુ ઘર આવી જાય છે.

મનિષ હોશિયાર, સ્વભાવે સરળ અને લૂક મા સુંદર હોઇ છે. મનિષની  સુંદરતા ના લીધે કાજલને તે મન મા ગમી જાય છે. બીજા દિવસે સવારે મનિષ ઑફિસ પર આવતો નથી અને કાજલ તેમની રાહ જોતી હૉય છે. મનિષ બપોરે આવૅ છે...તેને જોતા જ કાજલ ને જીવ આવી જાય છે.

પહેલા દિવસની જેમ બંને ચા પીવા માટે જાય છે અને સાંજે મનિષ ની ગાડી પર કાજલ ઘરે જવા નીકળ્યાં આ રૂટિન પંદર દિવસ ચાલ્યુ.


બોસ કાજલ ના કામથી ખુશ હતા...  જેમ મનિષ ના કામ થી હોઇ તેમ જ..   એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવાનો હતો, જ્યારે નવો કોઇ પ્રોજેક્ટ શરુ કરવાનો હોઇ ત્યારે બોસ સૌ પ્રથમ મનિષ ને જ કામ સોંપતા. મનિષ દરેક કામ દીલથી અને સ્વેચ્છાએ પોતાનુ જ કામ હોઇ ઍ રિતે ધ્યાનથી કરતો.

બોસ ને લાગ્યુ કે  આ નવો પ્રોજેકટ મનિષને આપું સાથે કાજલને પણ આ પ્રોજેક્ટ માટે સહભાગી કરું જેથી મનિષને થોડી મદદ મળી રહે અને કાજલ ને શિખવા મળે. બંને ને બોલાવી ને કહ્યું કે આજે ઑફિસ ટાઇમ પછી બન્ને  એક કલાક રોકાજો એક નવા પ્રોજેકટની ચર્ચા કરવી છે.


સમય મુજબ ઑફિસ કાર્ય પુર્ણ થયા બાદ મનિષ અને કાજલ રોકાય છે....મ બધો સ્ટાફ નીકાળયા પછી બોસ, મનિષ અને કાજલ ત્રણ જ પ્રોજેક્ટ માટે હોય છે......