Acceptance of love in Gujarati Love Stories by Jaypandya Pandyajay books and stories PDF | પ્રેમનો સ્વિકાર

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

પ્રેમનો સ્વિકાર

  

તનય  એક સુખી પરિવારમાં ઉછરેલો પોતાના માતા પિતાનું એક સંતાન હતું. તનય સિવાય તેના પેરેન્ટ્સને બીજું કોઈ સંતાન નહતું.

તનયના પિતા અનિલભાઈ ભાવનગર શહેરની ખ્યાત નામ શામળદાસ ર્કોલેજમાં પ્રિન્સિપાલ હતા. સાથે તેઓ ગુજરાતી વિષયના અધ્યાપક પણ ખરા.   અને તેના મમ્મી ભવ્યા બહેન હાઈસ્કૂલમાં ટીચર હતા. એટલે પૈસાથી સદ્ધર જ સ્થિતિ હતી.

તનય પોતે ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો. તે ભણી અને 'GYNECOLOGIST'  ડોકટર બને છે.  તે પોતાની પ્રેક્ટિસના કારણે ખુબ જ ફેમસ થાય છે. અને  ખુબ જ નામ અને પૈસા કમાય છે.

અનિલભાઈ ગુજરાતી વિષયના અધ્યાપક હોવાથી તેમનામાં કાવ્ય તથા સાહિત્ય સર્જનની કુશળ કારીગરી હતી. પોતે ખુબ સાદાયથી જીવન જીવતા હતા. અને બંને જ્ણ ગવર્મેન્ટ  સર્વન્ટ હોવા છતાં અભિમાન જેવું જરાં પણ નહીં. ખુબ જ સરળ સ્વભાવ. દરેક સાથે હળીમળી જતા. તેથી તેમનું માન પણ  સમાજમાં અને તેમના સ્ટાફમાં સારું હતું.

તેમનો દીકરો તનય પણ માતાપિતાની માફક સાવ સાદો હતો. પોતે યુનિક ફેશન મુજબ જરૂર જીવતો હતો. પણ સ્વભાવથી ખુબ જ સીધો, સરળ અને સંસ્કારી હતો. પોતે દરેક વ્યક્તિ સાથે વિવેકપૂર્ણ વર્તન કરતો. તેથી તેના પણ ખુબ જ વખાણ થતા.

તનયના સગા સંબંધી અને બીજા આજુબાજુના લોકો કહેતા હતા કે તનય પોતે ડોકટર છે અને મમ્મી પપ્પા બંને ગવર્મેન્ટ સર્વિસ કરે છે. એટલા પૈસા આટલી પ્રોપર્ટી છતાં તેનામાં પણ અભિમાનની છાંટ નહીં. ભગવાન કોઈકને જ આવો દીકરો આપે છે.

અનિલભાઈ અને ભવ્યા બહેન ખરેખર ખુબ જ સુખી અને ભાગ્યશાળી કહેવાય.

તનય દેખાવમાં ખુબ સોહામણા યુવાન સમો હતો. પહેલી નજરમાં જ કોઈપણ તેની તરફ ઈમ્પ્રેસ થઈ જાય. તેની બોલવાની  છટા પણ એવી જોરદાર હતી. કે બોલે તો સૌ સાંભળ્યા કરે.

તે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડોકટર છે.  અને તેનો પગાર પણ ખુબ જ સારો છે.

પોતે બ્રાહ્મણ છે. તનય જોષી જે પોતાની  આસપાસના વિસ્તારમાં ખુબ જ ખ્યાતિ ધરાવે છે.

તે એક દિવસ પોતાના એક રિલેટિવને ત્યાં મેરેજમાં જાય છે.

ત્યાં આલીયા શર્મા નામની એક છોકરી પણ આવે છે આલીયા દેખાવમાં ખુબ જ આકર્ષક હોય છે.

તનય બધા મહેમાનો અને રિલેટિવ્સને મળે છે. અને પછી જમવા માટે બેસે છે.

ત્યાં થોડીવાર બાદ અચાનક તેની મુલાકાત આલીયા સાથે થાય છે.

આલીયા - hii

તનય - hii

આલિયા - how are you

તનય - i am good and you ? 

આલિયા - what is your name? 

તનય - my name is tanay joshi.

આલિયા - તમે અહીં કોના મેરેજમાં આવ્યા છો? 

તનય - હું અહીં મારા અંકલના સનના મેરેજમાં આવ્યો છું. તમે કોના મેરેજમાં આવ્યા છો? 

આલિયા - હું અહીં મારી કઝીનના મેરેજમાં આવી છું.

તનય - ઓકે.

તનય - તમારું નામ જણાવશો? 

આલિયા -  મારું નામ આલિયા શર્મા છે.

તનય - પછી જમી અને ઉભો થાય છે. ઓકે બાય તમારી સાથે મજા આવી પછી મળીયે.

આલિયા - ઓકે.

થોડીવાર પછી તનય પોતાના રિલેટિવ્સ સાથે બેઠો હોય છે.

બધા તનયના ખુબ વખાણ કરે છે. તેમાંથી એક કહે છે.

આવ ડોક્ટર આવ

આલિયા - ( મનમાં ) હું તો આ ડોક્ટર છે એમ ને થોડી જાણકારી તો મળી. થોડી વધુ વાતચીત થાય તો વધુ જાણવા મળે.

પછી લગ્ન પુરા થાય છે અને સૌ પોતાના ઘરે આવે છે.

તનય - આલિયા સાથે વધુ વાતચીત ન થઈ નહીંતર તે શુ જોબ કરે છે, તેની ફેમિલી  વિશે વધુ જાણવા મળી શકે એમ હતું.

આ તરફ આલિયા પણ વિચારે છે કે તનય કંઈ  હોસ્પિટલમાં ડૉક્ટર છે. તે જાણવા મળ્યું હોત તો સારું હતું. ક્યારેક કામ તો આવે.

આમ થોડા દિવસો પસાર થાય છે.

આલિયાને ફીવર થાય છે. અને તે હોસ્પિટલમાં ચેકપ કરાવવા માટે આવે છે. તે ડોકટર પાસેથી ચેકપ કરાવી અને કેબિનમાંથી બહાર આવે છે.

ત્યાં અચાનક તેનું ઘ્યાન જાય છે કે તનય સામેથી ચાલીને આવતો હોય છે.

તનય પણ આલિયાને જોઈ જાય છે. અને તે આલિયા પાસે આવે છે.

તનય - hii

આલિયા - hii

તનય - કેમ છો?  કેમ અહીં? 

આલિયા - મને કાલે થોડું ફીવર જેવું લાગતું હતું એટલે ચેકપ માટે આવી છું.

તનય - મારી ઓફિસમાં બેસીને વાત કરીએ.

આલિયા - ઓકે.

પછી તનય અને આલિયા તનયની ઓફિસમાં આવે છે.

તનય - શુ લેશો ટી, કોફી, કોલ્ડ્રિંક્સ? 

આલિયા - ના ના કંઈ જ નહીં.

તમે આ હોસ્પિટલમાં ડોકટર છો. તે દિવસે મેરેજમાં તમારા રિલેટિવ્સ  તમારી સાથે વાત કરતા હતા ત્યારે ખબર પડી કે તમે ડોકટર છો.

તનય - હા.

આલિયા - તમે કોણ કોણ રહો છો અહીં? 

તનય - હું મમ્મી અને પપ્પા ત્રણ રહીએ છીએ.

આલિયા - તમે કેટલા ભાઈ બહેન છો? 

તનય - મારા મમ્મી પપ્પાનું હું એક જ સંતાન છું.

તમે કેટલા ભાઈ બહેન છો? 

આલિયા - હું છું અને મારાથી નાની એક બહેન છે. તમે મેરિડ છો કે? 

તનય - ના ના હજી મારા મેરેજ થયાં નથી. તમે મેરિડ છો? 

આલિયા - ના.

તનય - તમે શુ જોબ કરો છો? 

આલિયા - હું સોફ્ટવેર એન્જીનીયર છું. અને સાથે સાથે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું.

તનય - હું.  મારા પપ્પા કોલેજમાં પ્રિન્સિપાલ છે. અને ગુજરાતી વિષયના પ્રોફેસર છે. તે પોએમ અને સ્ટોરી પણ ખુબ સરસ લખે છે.

મારા મમ્મી ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ટીચર છે.

આલિયા - ઠીક છે.સારું.

તમારા નંબર આપશો?  થોડા ધીમા અવાજે તનયને કહે છે.

તનય - હા.

પછી તનય પોતાના નંબર આલિયાને આપે છે.

અને આલિયા પોતાના નંબર તનયને આપે છે.

થોડા દિવસ બાદ

તનયના મોબાઈલમાં એક કોલ આવે છે.

તનય ફોન રિસીવ કરે છે. હેલો

સામેથી અવાજ આવે છે. હું આલિયા.

તનય - કેમ છો?  તમને હવે સારું છે? 

આલિયા - હવે તો સારું થઈ ગયું. તમે કેમ છો?  અને સોરી તે દિવસે તમને હોસ્પિટલમાં હેરાન કર્યા  તમે તમારા કામમાં બીઝી હતા.

તનય - અરે નો પ્રોબ્લેમ. એમાં શુ?  દરેક વ્યક્તિની મદદ કરવી જ જોઈએ ને અને તમે તો મને એટલી વખત મળ્યા છો. તો મારે  તમારી હેલ્પ કરવી જ જોઈએ ને.

આલિયા - થૅન્ક યુ વેરી મચ.

તનય - આપણે મળવું જોઈએ તમે ફ્રી હોય તો.

આલિયા - ચોક્કસ તમે કહો ત્યાં મળીએ. 

તનય - ઠીક છે તો ગાર્ડન પાસેના કેફેમાં કાલે સાંજે 4:00 વાગ્યે મળીએ.

આલિયા ઠીક છે.

પછી બીજા દિવસે સાંજે બંને કેફેમાં આવે છે. અને બેસે છે.

તનય - તમે આવ્યા એ માટે થૅન્ક્સ.

આલિયા - એમાં શુ થયું?  તેમાં થૅન્ક્સ ન હોય.

તનય - તમારું ડ્રિમ શુ છે?  આઈ મીન તમારે શુ બનવું છે? 

આલિયા - મારે ગવર્મેન્ટ જોબ કરવી છે. મારે કલેકટર બનવું છે.

તનય - ગુડ

આલિયા - હું એક વાત પૂછી શકું તમને? 

તનય - પૂછો ને. 

આલિયા - તમે મારી સાથે મેરેજ કરશો? 

થોડીવાર આ સાંભળી અને તનય આશ્ચર્યમાં પડી જાય છે.

આલિયા - શુ થયું મેં કંઈ ખોટું કહ્યું?  તમને કોઈ બીજી છોકરી પસંદ હોય તો આઈ હેવ અ નો પ્રોબ્લેમ.

તનય - અરે ના એ વાત જ તો હું તમને પૂછવાનો હતો તે માટે તો મેં તમને બોલાવ્યા. હતા.  હું તમને પસંદ છું? 

આલિયા - હા.

તનય - આપણે આપણા ઘરે વાત કરી દઈએ.

આલિયા - ઠીક છે.

પછી બંને પોતાના ઘરે વાતચીત કરે છે. પણ અને બંનેના પરિવાર ખુશીથી લગ્ન માટે હા પાડે છે.  તનય અને આલિયા પોતાના રિલેટિવ્સની હાજરીમા ધામધૂમથી લગ્ન કરે છે.

થોડા સમય બાદ કલેકટર માટેની એક્ઝામમાં આલિયા મેરીટમાં ફર્સ્ટ આવે છે. અને ભાવનગર જિલ્લાની કલેકટર બને છે. અને તનયના પરિવારનું સમાજમાં ખુબ જ સમ્માન થાય છે.

આમ આલિયા શર્મા, આલિયા જોષી બને છે. અને તનય તથા આલિયા એકબીજાના 'પ્રેમનો સ્વિકાર' કરે છે.

                                                        લેખન - જય પંડ્યા