Daughter-in-law's tears in Gujarati Women Focused by Jaypandya Pandyajay books and stories PDF | વહુના આંસુ

Featured Books
Categories
Share

વહુના આંસુ


સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચીસ પાડે છે. સવીતા ક્યાં છે ? સાંભળે છે કે નહિ બહાર આવ.

હા બોલો મમ્મી,  સવીતા બોલી.

આ અહીં એટલો કચરો પડ્યો છે તે તું ભાળતી નથી ? આંધળી બની ગઈ કે શું ?

નહિ મેં સવારે તો સફાઈ કરી હતી આ કચરો કેમ થયો મને સમજાતું નથી, સવીતા બોલી.

છાંયા બહેન - તો તું કહેવા શું માંગે છે? આ કચરો મે અહી નાખ્યો છે? હું શું કામ હાથે કરીને મારું કર બગાડું? તને શરમ નથી આવતી હું તારી મા સમાન છું, મારા પર આવો આરોપ લગાડે છે.

મગન, મગન ઝડપથી અહીં આવ તારી ઘરવાળી જો મારી પર શું આરોપ લગાડે છે?

મગન  : શું થયું મમ્મી?

છાયા બહેન : આ જો અહીં કચરો છે તો મેં સવિતાને કહ્યું કે આ કચરો અહીં છે તે સાફ શું કામ નથી કર્યો? તો એને એવું લાગે છે કે આકચરો મેં હી કર્યો છે.

મગન :  સવિતા ને જોરથી એક ઝાપટ મારે છે, તારી હિંમત કેમ થઈ મારી મા વિશે આમ બોલવાની?

છાંયા બહેન

આ બધું જોઈ અને મનમાં હસે  છે.

સવીતા - હું ક્યાં મમ્મીને કંઈ કહું છું? હું તો માત્ર એટલું જ બોલી હતી કે મેં સવારે કચરો સાફ કર્યો હતો પણ પાછો કચરો કંઈ રીતે થયો હશે ?

છાયા બહેન - તો એ આડકતરી રીતે મને જ ઈશારો કર્યો ગણાય ને ? ઠીક છે જા હવે કામ કર તારું.

પછી સવિતા રસોડામાં જાય છે.

છાંયા બહેન - તારા લગ્ન થવાના હતા ત્યારે તો  તું કહેતો હતો ને કે  મારે ઘણા દાગીના અને ખૂબ જ રૂપિયા કરિયાવરમાં આવવાના છે. તો પછી આ બધું શું છે એ તો ખાલી હાથે આવી છે.

આ સાંભળીને મગનનું મગજ ચકરાઈ જાય છે.  સવિતા, સવિતા તને કહું છું ઝડપથી બહાર.

શું થયું બોલોને?

મગન - શું શું થયું? આપણા લગ્ન થયા ત્યારે તો તારા પપ્પા બહુ મોટી મોટી વાતો કરતા હતા.  કે હું મારી દીકરીને ઘણું બધું આપવાનો છું. ને તુ આવી  ત્યારે તો ખાલી હાથે આવી.

સવિતા -   મારા ઘરની પરિસ્થિતિ શું છે તે તમે સારી રીતે જાણો છો. છતાં મારા ઘરના એ એમની ક્ષમતા કરતા ઘણું વધારે જ આપ્યું છે.

છાયા બહેન - શું વધારે આપ્યું છે? આ બધો બજારુ  સામાન અમારે ક્યાં રાખવો.

સવીતા -  મમ્મી જો ભગવાને તમને દીકરી દીધી હોત અને તમારી દીકરી આવી ફરિયાદ કરે કે તેના સાસરીયા તેને દહેજ માટે દબાણ કરે છે તો તેનું દુઃખ શું છે તમને ખબર પડી જાત.

મગન - મારી મા સામે જીભ ચલાવે છે, નીકળ અને જ્યાં સુધી 2 લાખ રૂપિયાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘરમાં પગ ના મુક્તી.

સવિતા પોતાના ઘરે તો આવે છે પણ પોતાના મા બાપની સ્થિતિ જોઈ અને તે કંઈ બોલી શકતી નથી, બીજા દિવસે તે પોતાના સાસરે પાછી જાય છે.

છાયા બહેન - તને કાલે  આટલું કહ્યું છતાં ખાલી હાથે આવી ગઈ.

સવિતા  -  મારા મા બાપ પોતાનું જીવન માંડ માંડ પસાર કરે છે, તેમની પાસે બે ટંકના રોટલાના પૈસા નથી, બિચારા બે લાખ   ક્યાંથી આપે?

મગન - એ અમે કંઈ ન જાણીએ  તું  ગમે ત્યાંથી બે લાખ રૂપિયાની વ્યવસ્થા કર બાકી આ ઘરમાં  ન આવતી.

બાદમાં સવિતા  ત્યાંથી નીકળી જાય છે. તે એક પહાડ પાસે પહોંચે છે અને વિચારે છે કે આ પહાડ પરથી કૂદી જાઉં ત્યાં જ એક જટા ધારી સાધુ તેને અવાજ કરે છે.

ક્યાં જાય છે દીકરી ?

બસ હવે હું મારા જીવન થી થાકી ગઈ છું એટલે મારે મરી જવું છે. સવિતા બોલી.

એમ કંઈ જીવનથી હારી ન જવાય,  શું સમસ્યા છે ?

સવિતા બધી જ વાત કરે છે.

બાદમાં તે સાધુ અમુક મંત્રો મનમાં બોલે છે.   અચાનક સવિતાના હાથમા મોતી આવે છે.  તે  સાધુ કહે છે દિકરી આ વેચીને જે દામ મળે તેનાથી તારું જીવન નિર્વાહ કરજે, બાદમાં સાધુ ચાલ્યા જાય છે.

સવિતા તે મોતી વેચે છે જેની તેને સારી એવી રકમ મળે છે.  તેનાથી તે એક જનરલ સ્ટોર શરૂ કરે છે થોડાક સમયમાં  તે લાખોપતિ બની જાય છે. તેની પાસે ગાડી,  બંગલો તમામ ભૌતિક સુખની તે ભોગી બને છે.  અચાનક એક દિવસ એક વૃદ્ધ સ્ત્રી તેના મોલમાં આવે છે અચાનક તેની નજર સવિતા પર પડે છે, તે સવિતા પાસે જાય છે, સવિતાને કહે છે સવિતા તું!  આ બધું કઈ રીતે?

તમે કોણ છો ? તમે મને કઈ રીતે ઓળખો છો? સવિતા બોલી

મને ભૂલી ગઈ સવિતા વૃદ્ધ સ્ત્રી બોલી.

પછી સવિતા વ્યવસ્થિત તે સ્ત્રી સામો જુએ છે. મમ્મી તમે આ સ્થિતિમાં કઈ રીતે? શું થયું?

શું વાત કરું સવિતા મગને બીજા લગ્ન કરી લીધા, તે છોકરી બહુ પૈસા વાળી છે. બંનેએ મને ઘરમાંથી કાઢી મૂકી. તારી સાથે જે કર્યું તે મારા કર્મોની સજા છે આ.

એવું ના બોલો મમ્મી તમે મારી સાથે મારી ઘરે ચાલો, સવિતા બોલી

સવિતા છાયા બહેનને પોતાના ઘરે લઈ જાય છે છાયા બહેનને પોતાના ઘરે લઈ જાય છે, છાયા બહેન સવિતાનું જીવન જોઇ નવાઈ પામે છે.

બીજા દિવસે બંને મગનના ઘરે જાય છે, મગન સવિતાનું જીવન જોઈને હેરાન થઈ જાય છે. મગન સવિતાને કહે છે તું આટલી બધી ક્યાંથી બદલાઈ ગઈ? 

હું નથી બદલાઈ ગઈ,  ઈશ્વરે મારા પર કૃપા કરી છે.  તમે તમારી મા ને શું કામ ઘરમાંથી કાઢી મૂકી? તમને શરમ આવવી જોઈએ. બે દિવસથી આવી છે, એ  રૂપાળી છોકરીને જોઈ  તમે તમારી માને તરછોડી દીધી.

પછી સવિતા મગનની નવી પત્નીને કાઢી મૂકે છે, અને છાયા બહેનને રસોઈ કરી અને જમાડે છે.  પછી પોતાના ઘરે જતી હોય છે, છાયા બહેન તને રોકી લે છે. તેની માફી માંગે છે. પછી મગન છાયા બહેન અને સવિતા સુખેથી રહે છે.

                                                                     લેખન - જય પંડ્યા