College campus bhag-124 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 124

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 124

જેના હોઠ લાલ બુંદ જેવા હતા..જેનો ચહેરો માસુમ અને ભોળો લાગતો હતો અને દરરોજ કોલેજ જતી વખતે જ્યારે તે પોતાની મોમને પગે લાગીને "જય શ્રી કૃષ્ણ" કહીને નીકળતો હતો અને ત્યારે મોમ તેના આ ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવતી હતી અને તેને કહેતી હતી કે, "જલ્દીથી પાછો આવી જજે બેટા.."પોતાની મોમનો પ્રેમાળ સ્પર્શ તેને અત્યારે તેની ગેરહાજરીમાં ખૂબ સાલવા લાગ્યો હતો અને તેનાથી છૂટ્ટા મોં એ રડાઈ ગયું...કદાચ પોતાની મોમ અને ડેડને છેતર્યા અને પોતે અવળા ધંધા કર્યા તેનો આ જ ખરો પશ્ચાતાપ હતો....હવે આગળ....તેણે કવિશાને ફોન લગાવ્યો..રીંગ વાગી રહી હતી પરંતુ કવિશાએ ફોન ન ઉઠાવ્યો..દેવાંશે ફરીથી કવિશાને ફોન લગાવ્યો...આ વખતે તેનો ફોન ઉપડી ગયો.."બોલ દેવાંશ, શું થયું કેમ અત્યારે ફોન કરવો પડ્યો ? શું કામ પડ્યું અમારું?"બે મિનિટ સુધી દેવાંશ મૌન રહ્યો..અને કવિશા "હલ્લો હલ્લો" બોલતી રહી..બે મિનિટના મૌન પછી દેવાંશ જરા દબાયેલા રડમસ અવાજે બોલ્યો, "કવિ, હું મારી જાતને માફ નથી કરી શકતો... આ બધું મેં શું કરી કાઢ્યું? મોમ અને ડેડ આવશે અને મોમને આ બધી ખબર પડશે તો..? ઑહ નો, હું આ વિચાર માત્રથી ધ્રુજી ઉઠું છું..મારી કંઈ જ સમજમાં નથી આવતું કે હું શું કરું..?"કવિશા દેવાંશને શાંતિથી સાંભળી રહી હતી...તે સમજી રહી હતી કે દેવાંશને હવે પસ્તાવો થઈ રહ્યો છે...પોતે જે પણ કંઈ ખોટું કર્યું છે તેનો પૂરેપૂરો પસ્તાવો...તેણે દેવાંશને આખે આખો ઠલવાઈ જવા દીધો.. ખાલી થઈ જવા દીધો...અને થોડીવાર પછીથી શાંતિથી કવિશા બોલી..."દેવાંશ શું થયું છે તને એકદમ..."કવિશાને આગળ કંઈપણ બોલવા દેતા  પહેલાં તો દેવાંશ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો...."દેવાંશ કામ ડાઉન, કેમ આટલું બધું રડી રહ્યો છે થોડો શાંત થા..."પરંતુ દેવાંશનું રડવાનું આજે બંધ થતું નહોતું..."તું શાંત થઈ જા દેવાંશ બસ બહુ થયું..અને સાંભળ હું આવું છું તારા ઘરે..."અને કવિશાએ પરીને કહ્યું કે, દેવાંશ ખૂબજ રડી રહ્યો છે અને ડિપ્રેશનમાં આવી ગયો લાગે છે મારે એના ઘરે જવું જ પડશે.."પરી એક ડોક્ટર હતી એટલે દેવાંશની પરિસ્થિતિ સમજી શકતી હતી. તે પણ કવિશાને કહેવા લાગી કે, "હા તું જા જલ્દીથી જા અત્યારે દેવાંશને તારી ખૂબ જરૂર છે."દેવાંશનું ઘર કવિશાના ઘરની નજીક જ હતું એટલે અને કવિશા પોતાનું એક્ટિવા લઇને દેવાંશના ઘરે પહોંચી ગઈ.તેણે ડોરબેલ વગાડ્યો એટલે રામુકાકાએ દરવાજો ખોલ્યો...બિલકુલ અજાણ્યો કદી ન જોયો હોય તેવો માસુમ ખૂબસુરત ચહેરો તેમની સામે હતો...તે એકાદ બે મિનિટ વિચારમાં પડી ગયા...પરંતુ પછીથી કવિશાએ જ તેમની દ્વિધા દૂર કરુ અને તે બોલી, "હું દેવાંશની ફ્રેન્ડ છું અને તેને મળવા માટે આવી છું."રામુકાકા ખુશ ખુશ થઈ ગયા અને બારણું ખોલતા ખોલતા બોલ્યા કે, "આવો આવો બેટા મેં તમને પહેલી જ વખત જોયા ને એટલે...""ઓકે, નો પ્રોબ્લેમ. ક્યાં છે દેવાંશ?"બોલતાં બોલતાં કવિશા દેવાંશના આલિશાન બંગલામાં પ્રવેશી...મોટો વિશાળ હોલ, જેમાં વચ્ચે જ મધ્ય ભાગમાં એક મોટું ઝુમ્મર લટકાવેલું હતું. જેને જોતાં જ ઘરના માલિકની તવંગરાઈ મપાઈ જતી હતી.જમીન ઉપર નીચે વુડન ફ્લોરિંગ કરેલું હતું.બેફક રૂમમાં ફરતે સી આકારમાં લેધરના વ્હાઈટ કલરના પોચા બેસીએ તો અંદર ખૂંપી જવાય તેવા સોફા ગોઠવેલા હતા.દિવાલ ઉપર મોટી એન્ટિક વોલક્લોક લગાવેલી હતી.સોફાની સામેની સાઈડમાં જૂનવાણી પ્રકારના પિત્તળના વાસણો ગોઠવેલા હતા જે ગામડાનું કોઈ સુંદર ઘર હોય તેવી ફીલીન્ગ્સ અપાવતા હતા.કવિશા મોટો પહોળો વિશાળ ડ્રોઈંગ રૂમ ઓળંગીને દેવાંશના બેડરૂમ તરફ આગળ વધી...દરવાજો અંદરથી બંધ હતો..કવિશાએ ચાર થી પાંચ વખત નોક કર્યું પછીથી દરવાજો ખૂલ્યો...દેવાંશની આંખો રડી રડીને લાલ ઘૂમ થઈ ગઈ હતી...તેના હોઠ પણ સૂકાઈ ગયા હતા..તે ખૂબજ દુઃખી દેખાઈ રહ્યો હતો...કવિશા તેની નજીક ગઈ કે તુરંત જ તે કવિશાને વળગી પડ્યો અને ફરીથી જોર જોરથી રડવા લાગ્યો..કવિશાએ તેને તેના બેડ ઉપર બેસાડ્યો અને પાણીનો ગ્લાસ લેવા માટે કિચનમાં ગઈ.."લે પાણી પી લે ચાલ અને હવે શાંત થઈ જા..." કવિશા તેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગી..પરંતુ દેવાંશના મગજમાં જે વાત ઘર કરી ગઈ હતી તે ખસતી જ નહોતી...તે ફરીથી કવિશાને વળગી પડ્યો અને રડવા લાગ્યો...કવિશા વિચારી રહી હતી કે, હવે શું કરવું? આને કઈરીતે શાંત પાડવો?તેણે એક નુસખો અજમાવ્યો.."દેવાંશ હવે જો તું શાંત નહીં થાય તો હું રામુકાકા પાસેથી તારી મોમનો નંબર લઈને તારી મોમને ફોન કરું છું."ના, મોમને ફોન ન કરીશ, નહીં તો મોમ મારી આ વાતને સાંભળી જ નહીં શકે અને સહન જ નહીં કરી શકે.. પ્લીઝ તું મોમને ફોન ન કરીશ..""ઓકે તો તું બિલકુલ શાંત થઈ જા.."અને કવિશાએ ફરીથી દેવાંશની સામે પાણીનો ગ્લાસ ધર્યો...દેવાંશ પાણી ગટગટાવી ગયો અને શાંત થઈ ગયો.કવિશાએ રામુકાકાને તેના જમવા વિશે પૂછ્યું.રામુકાકાએ તેને માટે તેનું ભાવતું સેવ ટામેટાનું શાક અને ભાખરી બનાવીને રાખ્યા હતા તે ગરમ કરીને ડાઈનીંગ ટેબલ ઉપર પીરસી દીધા.કવિશા તેનું જમવાનું તેના રૂમમાં લઈ આવી અને પોતાના હાથથી તેને જમાડવા લાગી..દેવાંશની કેટલાય વર્ષોની ભૂખ જાણે આજે તૃપ્ત થઈ હતી.દેવાંશને જમાડીને સુવડાવીને રામુકાકાને તેનું ધ્યાન રાખવાનું કહીને કવિશા ત્યાંથી પોતાના ઘરે પરત ફરી..રસ્તામાં તે વિચારી રહી હતી કે, દેવાંશ ખૂબ ડિપ્રેશનમાં આવી ગયો છે અને જો તેની આ જ પરિસ્થિતિ રહેશે તો તેને સાઈક્રાઈટીસ પાસે લઈ જવો પડશે..અને તેણે એક ઉંડો નિસાસો નાખ્યો...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    3/1/25