Your and my words in Gujarati Love Stories by Jaypandya Pandyajay books and stories PDF | તારી મારી વાતો

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

તારી મારી વાતો

કલ્પ અને તન્વી  બંનેના મેરેજને પાંચ વર્ષ થઈ ગયા છે. અને બંને આજે પોતાની છઠ્ઠી એનિવર્સરી સેલિબ્રેટ કરવાના છે.

કલ્પ - બેડ પરથી સવારે ઉઠે છે. આજે તે બહુ ખુશ છે. તરત જ  તન્વી  પણ ઉઠે છે.

કલ્પ - હેપ્પી મેરેજ એનિવર્સરી ડીયર.

તન્વી - હેપ્પી મેરેજ એનિવર્સરી ટુ યુ ડીયર.

કલ્પ - આજે તારી સાથે રહેતા રહેતા છ વર્ષ થઈ ગયા પણ ખબર જ ન રહી. જાણે એવુ લાગે છે કે આપણા મેરેજ હજી કાલે જ થયાં અને હજી કાલે જ તું અહીં આવી છે.

આ છ વર્ષમાં ઘણું બધું બદલાયું હશે પણ તું અને આપણે બંને તો કાલે જેમ હતા તેમ આજે પણ છીએ.

તન્વી - વાત સાચી છે તમારી એટલા વર્ષોમાં ઘણું બધું બદલાયું, આપણી લાઈફમાં પણ ઘણા ચેન્જીસ આવ્યા. છતાં આપણે બંને એકબીજાના  હંમેશા પડછાયાની જેમ રહ્યા. અને એક બીજાની તકલીફમાં હંમેશા હિંમત આપી છે. એટલે દરેક પ્રોબ્લેમ દુર થઈ શકી છે.

કલ્પ- આજે આપણે મંદિરે દર્શન કરવા જશુ પછી રાત્રે ફરવા અને હોટેલમાં જમવા જશુ.

તન્વી - ઠીક છે.

પછી તન્વી અને કલ્પ તૈયાર થઈ અને નીચે આવે છે. અને તેઓ ગાયત્રી અને અનિલને પગે લાગી તેમના આશીર્વાદ લે છે.

ગાયત્રી - બંનેને મીઠાઈ ખવડાવે છે.તન્વી ખુબ જ સરસ લાગે છે  બેટા એમ કહીને તન્વીની નજર ઉતારે છે. અને તેના ગાલ પર કાળું ટ્પકુ કરે છે.

કલ્પ- તન્વી સરસ લાગે છે તો હું નથી લાગતો મમ્મી ? 

ગાયત્રી - ના બેટા એવુ નથી.

તન્વી - તમે આવુ શુ કામ બોલો છો?  મમ્મી આપણી વચ્ચે ભેદભાવ થોડા કરે છે.

કલ્પ - એ મમ્મી વાળી તું તો મમ્મીની ચમચી છે. તો પછી તને આશીર્વાદ આપ્યા, તારી નજર ઉતારી, પણ મને તો કંઈ જ ન કહ્યું અરે મને તો એમ પણ ના કહ્યું કે હું હેન્ડસમ લાગુ છું.

તન્વી - મમ્મી કલ્પની સામે મારા વખાણ કરો છો તે તેમનાથી જોઈ શકાતું નથી.

ગાયત્રી - હા બેટા સાચી વાત છે તારી મારો દીકરો એની વાઈફથી ચિડાય છે.

કલ્પ- ના હૉ હું તન્વીની ઈર્ષા નથી કરતો તે તો ખરેખર બ્યુટીફૂલ છે. તેમાં નો ડાઉટ.

અનિલ - ગાયત્રી જોયું તારો દીકરો તને મૂકી અને તન્વીની તરકદારી કરે છે. એમ બોલી અને હસે છે.

તન્વી, અને ગાયત્રી પણ હસે છે.

કલ્પ - મમ્મી તું મારી મજાક કરે છે.

ગાયત્રી - કેમ તારા ડેડ તારી મજાક કરી શકે તો હું કેમ ન કરી શકુ

કલ્પ- તન્વી તું પણ આજે મને હસે છે એમ ને હવે તું જોઈ લે જે.

તન્વી - મમ્મી જુઓ તો મને ડરાવે છે.

ગાયત્રી - ચાલ ચાલ હવે મારી દીકરીને શુ ડરાવે છે?  હિંમત હોય તો તેની માં સાથે વાત કર

કલ્પ - બસ બસ હું હારી ગયો પણ હું શુ કહું છું  ડેડ આજે અમે સાંજે ફરવા જઈએ? 

અનિલ - હા હા અફકોર્સ બેટા જવું જ જોઈએ ને આજે ખાસ તમારો દિવસ છે. અને સાંભળ તન્વીને  સારી ગિફ્ટ આપજે.

કલ્પ - થૅન્ક્સ.

ગાયત્રી - આજે બધી જ રસોઈ તારી  અને તન્વીની પસંદની બનાવી છે મેં.

કલ્પ- થૅન્ક્સ મમ્મી

પછી બધા જમવા માટે બેસે છે.

તન્વી - કલ્પને કહે છે તમે બહુ ન જમી લેતા.

કલ્પ - કેમ? 

તન્વી - તમે નિરાંતે જમી અને સુઈ જશો તો ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે. એમ બોલી જોરથી હસે છે.

ગાયત્રી અને અનિલ પણ હસે છે.

કલ્પ - એવુ છૅ તો તો હું વધારે જમીશ અને સુઈ જઈશ.

તન્વી - મમ્મી જુઓ તો કલ્પ સમજતા જ નથી. કેવી વાતો કરે છે. 

ગાયત્રી - ખબરદાર જો એવુ કર્યું તો મારી દીકરીની વાત ન માની તો તારા સારા વાટ નથી.

કલ્પ - આ તો ખુલ્લી દાદાગીરી છે.

ગાયત્રી - દાદાગીરી સમજ કે ધમકી પણ તારે તન્વીની વાત માનવી પડશે અને તેને ફરવા લઈ જ જવી પડશે.

કલ્પ - હા ઠીક છે. બસ સાંજે તૈયાર થઈ જજે.

ગાયત્રી - હવે ઠીક બોલ્યો ચાલ જમી લે હવે.

પછી બધા જમી લે છે અને પોત પોતાના રૂમમાં જાય છે.

સાંજના 4 વાગ્યાં હોય છે.

કલ્પ - તન્વી જલ્દી ઉઠીજા અને તૈયાર થઈજા ચાલ.

તન્વી - ઉઠે છે. હા.

પછી બંને તૈયાર થાય છે.

તન્વીએ લાલ કલરનો ડ્રેસ પહેર્યો હોય છે. અને જાણે તે આખા રૂમને ઉજાસમય બનાવતી હોય તેવું લાગી રહ્યું હતું. તે હિરોઈન જેવી સોહામણી લાગતી હતી.

કલ્પ - વ્હાઇટ શૂટ પહેરી અને આવે છે. તે પણ જાણે હિરો જેવો લાગતો હતો.

બંને એકબીજાને જોતા જ રહી જાય છે.

કલ્પ - વાવ સોં બ્યુટીફૂલ.

તન્વી - થૅન્ક્યુ યુ આર સોં હેન્ડસમ.

કલ્પ - એ તો હું છું જ. તો પણ થૅન્ક્સ.

તન્વી - ચાલો જઈએ હવે.

કલ્પ - હા ચાલ.

પછી બંને નીચે આવે છે. ગાયત્રી અને અનિલ સોફા પર  બેઠા હોય છે.

તન્વી અને કલ્પ સીડી પરથી નીચે ઉતરી તેમની પાસે આવે છે.

ગાયત્રી - તમે બંને ખુબ જ સરસ લાગો છો બેટા.

તન્વી અને કલ્પ - થૅન્ક્સ.

કલ્પ - તો મમ્મી અમે નીકળીયે હવે? 

ગાયત્રી - હા હા ભલે.

અનિલ - બાય બાય.

કલ્પ - બાય.

તન્વી - બાય.

પછી બંને ફરવા માટે જાય છે. અને તેઓ રોસ ગાર્ડનમાં આવે છે. અને સીટ પર બેસે છે.

થોડીવાર પછી.

કલ્પ - કંઈક વિચારમાં હોય છે.

તન્વી - કલ્પ..

કલ્પ - હ બોલ

તન્વી - શુ વિચારો છો? 

કલ્પ - કંઈ નહિ બસ આમ જ.

તન્વી - મને નહીં કહો?  બોલોને શુ થયું?  સવારની વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી બસ.

કલ્પ - ના ના એમાં ખોટું લગાડવા જેવું છે જ શુ?

તન્વી - તો પછી તમે શેના વિચારમાં ગુમ છો? 

અચાનક ત્યાં એક સમોસા વાળો સમોસા વેંચવા માટે આવે છે. એક નાનો છોકરો તેની પાસે આવે છે. ભાઈ મેં બે દિવસથી કાંઈ જ ખાધું નથી મને એક સમોસુ આપો ને.

સમોસાવાળો - લાવ 10 રૂપિયા. પછી સમોસુ આપું.

બાળક - પૈસા તો નથી મારી પાસે

સમોસાવાળો - તો હું ફ્રીમાં નથી વહેંચતો ચાલ નીકળ જા.

બાળક - ભાઈ પ્લીઝ એક સમોસુ આપો ને.

સમોસાવાળો - બાળકને ધક્કો મારી દે છે. અને બાળકને પછાડી દે છે.

આ બધું જ દ્રશ્ય ત્યાં બેંચ પર બેઠેલા કલ્પ અને તન્વી જુએ છે. અને કલ્પને દયા આવે છે. તે ઉભો થઈ અને પેલા બાળક પાસે જાય છે. અને તેને ઉભો કરે છે. શુ થયું બેટા? 

બાળક - જુઓને આ ભાઈ મને એક સમોસાની પણ ના પાડે છે. કહે છે કે પૈસા હશે તો જ આપીશ. પણ મારી પાસે પૈસા નથી. મેં બે દિવસથી કાંઈ જ ખાધું નથી મને બહુ ભૂખ લાગી છે.

કલ્પ - ઠીક છે તને ભૂખ લાગી છે અને તારે સમોસા ખાવા છે ને? 

બાળક - હા.

કલ્પ - 100 રૂપિયાની નોટ સમોસાવાળાને આપે છે. અને કહે છે કે ભાઈ આ બાળકને જેટલા સમોસા ખાવા હોય તેટલા ખવડાવી દેજો.  અને વધારે પૈસા આપવા પડે તો કહેજો. હું આપી દઈશ પણ આ બાળકને ભૂખ્યો ન રાખતા.

સમોસાવાળો - હા ઠીક છે.

પછી કલ્પ પાછો બેંચ પર તન્વીની બાજુમાં બેસી જાય છે.

તન્વી - કલ્પની સામે જુએ છે. તમે આ બાળકને જોઈને એની હેલ્પ કરી મને એ ગમ્યું.

કલ્પ - તું પૂછતી હતી ને મને હું શુ વિચાર કરું છું? 

તન્વી - હા

કલ્પ - હું એ જ વિચાર કરતો હતો કે ભગવાન આવુ દુઃખ શુ કામ આપતા હશે?  જેની પાસે બધું જ છે તેને કોઈ જ કદર નથી. અને જેને કદર છૅ, જેને ખરેખર જરૂર છે તે લોકો બે ટાઈમના ખાવા માટે વલખા મારે છે. તન્વી મને આ વસ્તુ જરાં પણ ગમતી નથી. મને આમ અંદરથી તકલીફ થાય છે. જાણે કે મારું મન આ બધું જોવા માટે અને સ્વીકારી લેવા માટે તૈયાર નથી. આવી સ્થિતિ ભગવાન કોઈપણ માણસને શુ કામ આપે છે?  હું કોઈની પણ તકલીફ જોઈ શકતો નથી. એમાં પણ એક બાળક અને લેડીઝ હું કોઈપણ બાળક ભૂખ્યું, ભૂખ્યું ખાવા માટે તડફડિયા મારે એ હું નથી જોઈ શકતો. મને નથી ખબર હું આવો શા માટે છું પણ મારાથી  બાળપણથી જ કોઈની તકલીફ જોવાતી નથી. મને કોઈપણ લોકોને તકલીફ કે દુઃખમાં જોવા ગમતા નથી. હું સ્કૂલમાં હતો ત્યારે કોઈ ટીચર કે સર કોઈ છોકરીને ખીજાય તો મને ન ગમતું. તે આખા ક્લાસ વચ્ચે છોકરીઓને ખીજાય અને તે છોકરી ધ્રુસકે ધ્રુસકે રડતી હોય અને આખો ક્લાસ તેને હસે. તેની મજાક કરે. અરે સર પોતે પણ તે છોકરીને હસે. આ બધું મારાથી જોઈ શકાતું નથી. અને આજે  આ બાળક આવી રીતે ખાવા માટે સમોસાવાળાને લબડી રહ્યો હતો. એ મને ન ગમ્યું. એટલું બોલતા તેની આંખમાં આંસુ આવી જાય છે.

તન્વી - રૂમાલથી કલ્પના આસું લુછે છે. અને કલ્પને ભેટી પડે છે. તમે સાચે જ ખુબ ભાવુક છો. અને લેડીઝને રિસ્પેક્ટ આપો છો થૅન્ક્સ.

કલ્પ - મેં આજ સુધી ક્યારેય પણ તારી સામે ઊંચા અવાજે વાત કરી નથી. ક્યારેય લડ્યો કે ઝઘડો કર્યો નથી. કેમ કે તું મારી વાઈફ છે. મારા ઘરની લક્ષ્મી છે. જો હું તને ખુશ ન રાખી શકું તો મારા પૈસા કે પ્રોપર્ટી કાંઈ જ કામના નથી. તું છે તો બધું જ મારી પાસે છે. એટલે પ્લીઝ તું મારાથી ક્યારેય પણ દુર નહિ જઈશ પ્રોમિસ કર. તારા થકી જ હું છું. તું જ મારું સર્વસ્વ છે. એટલે જ તું મને બહુ ગમે છે. તને જે ગમશે એ બધું હું તને આપીશ. તારી બધી ઈચ્છા પુરી કરીશ બસ તું મારી સાથે રહેજે. તે મને મારી તકલીફોમાં પણ હૂંફ આપી અને હિંમત રાખી સાંભળ્યો છે. તને શુ કહેવું?  કેવી રીતે કહેવું મારી પાસે શબ્દો નથી.

તન્વી - કાંઈ જ કહેવાની જરૂર નથી. તમે મને કેટલો પ્રેમ કરો છો તે હું સારી રીતે જાણું છું.  હા હું તમારી પાસેથી ક્યાંય પણ નહિ જઈશ. અને આમ પણ મમ્મી - પપ્પા મને દીકરીની જેમ સાચવે છે. તમેં મારું ઘ્યાન રાખો છો. મારી બધી જ વિશ પુરી કરો છો તો પછી આટલુ સુખ અને એટલો સારો પરિવાર મૂકી અને હું ક્યાં જાવ.

પછી પાછા બંને એકબીજાને ભેટી પડે છે. અને રાત્રી થવા આવે છે. અને કલ્પ અને તન્વી બંને હોટેલમાં જમી અને ઘરે જાય છે. કલ્પ અને તન્વીના ઉજ્વળ ચરિત્રથી ભરપૂર એવી એક પ્રેમાળ અને સ્નેહાળ પ્રેમકથા અહીં પુરી થાય છે. અહીં કલ્પનું નારીવાદી વલણ આ પ્રેમકથાને વધુ ઉજાગર કરે છે.

                                                        લેખન - જય પંડ્યા