Is it love or a shadow? in Gujarati Love Stories by Jaypandya Pandyajay books and stories PDF | પ્રેમ છે કે પડછાયો

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

પ્રેમ છે કે પડછાયો

    

હરીશભાઈ એક મધ્યમ વર્ગીય કુટુંબમાં રહેતા હતા. પરિવારમાં તેમના પત્ની સવીતાબહેન અને એક દીકરો નમન હતો. નમન ભણવામાં હોશિયાર હંમેશા ક્લાસમાં પ્રથમ આવતો. તેથી તેના મમ્મી પપ્પાને તે ખુબ જ વહાલો હતો.

નમન - મમ્મી મમ્મી મમ્મી.. એવી બૂમો  પાડતો પાડતો ઘરમાં એન્ટર થાય છે. તેના હાથમા એક સિલ્વર પ્લેટથી જડીત ટ્રોફી છે જલ્દી બહાર આવ જો હું શુ લાવ્યો છું? 

સવીતા -  હા બેટા શુ થયું? 

અને તે જુએ છે તો નમનનાં હાથમા ટ્રોફી હોય છે. અને તે જોઈને સવીતા ખુબ જ ખુશ થાય છે. અને તે નમનનાં હાથમાંથી ટ્રોફી પોતાના હાથમા લઈલે છે અને જુએ છે. તેની આંખો આ સિલ્વર કવરથી જડેલી ટ્રોફી જોઈને અંજાય જાય છે.

તે પોતાના હાથથી આ ટ્રોફી સામેની બાજુ પર રહેલા કાચનાં બોક્સમાં મૂકે છે. બેટા તે તો આખું આ બોક્સ ટ્રોફીથી સજાવી નાખ્યું છે. માણસોના ઘર પૈસા અથવા તો વસ્તુથી ભરેલા હોય છે પણ આપણું ઘર તો તારી જીતેલી ટ્રોફીથી ભરેલું છે. બેટા મને તારા પર ખુબ ગૌરવ થાય છે.

નમન - બસ બસ મમ્મી હવે એ બધું જવા દે મને ભૂખ લાગી છે. જલ્દી જમવાનું લાવ.

સવીતા - હા બેટા તું જલ્દી કપડાં બદલી અને આવી જા જમવાનું તૈયાર છે.

નમન - ઠીક છે.

પછી નમન કપડા બદલી અને જમવા માટે આવે છે. સવીતા અને નમન બંને જમીલે છે. નમન ત્યારબાદ પોતાના રૂમમાં વાંચવા માટે ચાલ્યો જાય છે.

સાંજે હરીશ ઘરે આવે છે અને નમન પોતાના રૂમમાં હોય છે. સવીતા રૂમની સાફ સફાઈ કરી રહી હોય છે.

હરીશ : ઘરે આવી કપડાં બદલાવી અને ખુરશી પર બેસે છે.અને સવીતાને બોલાવે છે. સવીતા..   સવીતા.. અહીં આવ.

સવીતા - હા આવુ છું. પછી સવીતા હરીશ પાસે આવે છે

હરીશ - એક કપ ચા બનાવી આપ ને જરાં.

સવીતા - હા લાવું છું હમણાં.

હરીશ - ઠીક છે ભલે.

પછી થોડીવારમાં સવીતા ચા બનાવી અને લાવે છે.

હરીશ - સવીતા નમન ક્યાં છે? 

સવીતા - તે પોતાના રૂમમાં વાંચે છે. કંઈ કામ છે તો બોલવું.

હરીશ - નાં નાં બસ આમ જ પૂછતો હતો.

સવીતા - આજે નમનનું રિઝલ્ટ આવી ગયું.

હરીશ - શુ આવ્યું? 

સવીતા - એક મિનિટ હમણાં આવુ છું.

હરીશ - ઠીક છે.

સવીતા - કાચનાં બોક્સમાંથી ટ્રોફી લઈને હરીશ પાસે આવે છે.

આ જુઓ નમન આ ટ્રોફી જીતીને લાવ્યો છે. તે ક્લાસમાં પ્રથમ આવ્યો છે.

હરીશ - આ તો ખુબ જ સરસ વાત છે. હું હમણાં તેને મળી આવુ. અને કોંગ્રેચૂલેસન કરતો આવુ.

સવીતા - તે પોતાના રૂમમાં વાંચે છે. એટલે તે જમવા આવશે ત્યારે તમને તેને કહી દેજો.

હરીશ - ભલે.

પછી હરીશ અને સવીતા બંને પોતાનું કામ કરે છે.

ધીમેધીમે રાત થવા લાગે છે અને નમન પોતાના રૂમમાંથી જમવા માટે બહાર આવે છે.

નમન - મમ્મી.. મમ્મી.. આંખો ચોળતો ચોળતો બોલે છે.

સવીતા - હા બેટા આવુ છું.

પછી તે રસોડામાંથી જમવાના વાસણ લઈ અને બહાર આવે છે. બોલ બેટા શુ થયું? 

નમન - મમ્મી ભૂખ બહુ લાગી છે. જલ્દી જમવાનું આપ પછી મારે સુઈ જવું છે.

સવીતા - હા હા બેટા આ જો તેની જ તૈયારી કરું છું. તું અહીં બેસી જા હું તારા પપ્પાને બોલાવી લઉં પછી સૌ સાથે જમીએ.

નમન - હા ઠીક છે.

પછી સવીતા હરીશને જમવા માટે બોલાવી અને આવે છે.

હરીશ - નમનની સામે જુએ છે અને તેની બાજુમાં આવી અને બેસે છે. બેટા તું ફરિ ક્લાસમાં ફર્સ્ટ આવ્યો છે? 

નમન - હા પપ્પા.

હરીશ - તેને હ્રદય સરસો ચાંપી દે છે.

અને પછી બધા જમેં છે. અને સૌ સુઈ જાય છે.

આમ જ ધીમે ધીમે સમય પસાર થવાનું શરૂ થાય  છે. નમન ધીમે ધીમે ભણવાનું પૂરું કરી અને નોકરી માટે સુરત જાય છે. ત્યાં તેની ઓફિસમાં તેની સાથે કામ કામ કરતી નીતિ સાથે તેને પ્રેમ થઈ જાય છે.  અને બંને લગ્ન કરી લે છે.

હવે નમન એક મલ્ટીનેશનલ કંપનીનો સી.ઈ.ઓ બની ચુક્યો છે. તેના ઘરે દોમ દોમ સાહેબી છે. લક્ષ્મીનો અખૂટ ભંડાર વહે છે. ઈશ્વરનાં ચાર હાથ તેમનાં પર હોય તેમ લાગે છે.

ફોરચુનર ગાડી, રિયલેસ્ટેટનો બંગલો, જાણે લગઝરીયસ લાઈફ સ્ટાઇલ. હરીશ અને સવીતાનું જીવન પણ સુખ આનંદથી ભરપૂર થઈ ચૂક્યું હતું.

પણ જાણે કે આ સુખ, આ આનંદ બધું જ ક્ષણ માટે જ તેમના જીવનમાં આવ્યું હોય તેમ લાગતું હતું.

થોડા સમય બાદ.....

એક દિવસ નીતિ સવારમાં રસોડામાં જતી હોય છે. અને તે જુએ છે તો સવીતા ઉભી હોય છે. અને અચાનક તેને ચક્કર આવે છે. અને તે પડી જવાની હોય છે. ત્યાં નીતિ આ બધું જોઈ અને જોરથી રાડ પાડે છે. મમ્મી...

અને તે સવીતાની નજીક જઈને તેને સંભાળી લે છે. અને નમન અને હરીશને બોલાવી લે છે. પછી સૌ સવીતાને લઈ અને હોસ્પિટલે જાય છે. ત્યાં ડોક્ટર કહે છે કે સવીતાને નાકનું કેન્સર છે. અને સૌ  આશ્ચર્ય પામે છે. આ વિશે કોઈ સવીતાને કહેતું નથી. અને બધા તેને લઈ અને ઘરે આવે છે. ધીમે ધીમે સવીતાનું માનસિક વલણ બદલાવવા લાગે છે. અને તેનો સ્વભાવ ગુસ્સાવાળો બની જાય છે.

આ જોઈ નીતિ અને નમન હરીશને કહે છે કે આ બધું હવે અમે વધારે સહન નહીં કરી શકિયે.

નમન અને નીતિ ઘરે છોડી અલગ રહેવા ચાલ્યા જાય છે. સવીતાનાં ખુબ આગ્રહ છતાં નમન અને નીતિ રોકાતા નથી ઘરેથી અલગ થઈ ચાલ્યા જાય છે. તેઓ પોતાની લાઈફ જીવવાની શરૂઆત કરે છે.  આ તરફ સવીતા અને હરીશ પોતાની તકલીફ સાથે જીવનની શરૂઆત કરે છે. સવીતા પોતાની જાતે કંઈ જ કરી શકતી નથી. હરીશ સવીતાની બધી જ દિનચર્યા કરે છે. આમ બંને જોડીનાં અલગ - અલગ સ્થળે અલગ રીતે જીવનનાં પંથ શરૂ થાય છે. નમન નીતિને ખુબ પ્રેમ કરે છે. તેથી તે હંમેશા નીતિનું કહ્યું જ કરે છે.

આ તરફ હરીશ પણ સવિતાની ખુબ જ સારવાર કરે છે. નમન દર મહિને સવીતા પાસે આવતો અને દવાના તથા સારવારનાં પૈસા આપે છે.

સવીતા - આપણો નમન કેટલો બદલાઈ ગયો. પહેલા રોજ આપણી પાસે બેસતો અને વાતો કરતો. ક્યાંય નહતો જતો. પણ હવે સાવ દુર થઈ ગયો અને ક્યારેક જ મળવા  આવે છે.

અચાનક સવીતાતબિયત બગડવા લાગે છે. હરીશ નમનને ફોન કરી અને કહે છૅ કે તારી મમ્મીની તબિયત જરાં પણ સારી નથી અને તને યાદ કરે છે તું અહીં આવીજા.

નમન - પપ્પા મારે એક મિટિંગ છે જો ટાઈમ હશે તો સાંજે આવીશ. આ સાંભળી હરીશ દુઃખી થાય છે. તેની આંખો ભીની થઈ જાય છે.

આ તરફ નમન...  નમન...  નમન...  બોલતા સવીતાનાં શ્વાસ છૂટી જાય છે. અને સવીતા મૃત્યુ પામે છે. હરીશ ખુબ રડે છે.

સાંજે નમન અને નીતિ અહીં આવે  છે.  આ જોઈ નમન ખુબ રડે છે. તે મને સાચવ્યો પણ હું તને તારા છેલ્લા સમયે ન સાચવી શક્યો મને માફ કરજે એમ બોલી ખુબ રડે છે.

ત્યારબાદ સૌ ભીની આંખે સવીતાનાં અગ્નિ સંસ્કાર કરે છે.

હરીશ કહે છે ઈશ્વર સવિતા મારા જીવનમાં પડછાયાની માફક સહકાર આપતી હતી. આ તારી કેવી લીલા આ ઘટનાને હું શુ કહું, આ બનાવને હું શુ કહું?   'પ્રેમ છે કે પડછાયો'? 

અહીં એક કરુણ ઘટનાથી ભરપૂર શોકમય અધ્યાય સમાપ્ત થાય છે.

                                                        લેખન - જય પંડ્યા