The Great Robbary - 1 in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | ધ ગ્રેટ રોબરી - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધ ગ્રેટ રોબરી - 1

ફોર્ટેલ્ઝા બેંક લુંટ હજી પણ એક રહસ્ય

વિશ્વની સૌથી મોટી બેંકલુંટની ઘટનાઓમાં ફોર્ટેલ્ઝા બેંકની લુંટને સ્થાન અપાય છે આ બેંકમાંથી લુંટારાઓ ૧૬૦મિલિયન રૂપિયા એકપણ ગોળી ચલાવ્યા વિના અને કોઇને કશી જ ખબર પડ્યા વિના લુંટીને ફરાર થઇ ગયા હતા.બ્રાઝિલના સૌથી મોટા શહેરનાં સૌથી ભરચક એવા વિસાતારમાં આ ઘટના બની હતી.આ લુંટની તપાસ થઇ ત્યરે અંદાજો લગાવવામાં આવ્યો હતો કે લગભગ પચ્ચીસ જેટલા લોકો આ લુંટમાં સંડોવાયેલા હતા.જો કે પોલીસે તેમાંથી આઠને ઝડપ્યા હતા.તેમની પાસેથી વીસ મિલિયન રૂપિયા બરામદ થયા હતા બાકીની લુંટની રકમનો ત્યારબાદ પત્તો લાગ્યો નથી.આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ફર્નાન્ડો રિબેરો હોવાનું કહેવાય છે જે તેની પાસેથી લુંટની રકમ માટે કિડનેપ કરાયો હતો અને આ ઘટનામાં જ તેનું પણ મોત થયું અને તેના મોતની સાથે આ આખી ઘટના પણ તેની સાથે દફન થઇ ગઇ છે.આ લુંટની વિશ્વની સૌથી મોટી લુંટમાંની એક ગણાવાય છે.બ્રાઝિલના ફોર્ટેલ્ઝા નામના પોર્ટ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ બ્રાઝિલને લૂંટવા માટે એક ટનલ બનાવવામાં આવી હતી, જે ટનલ બનાવવામાં ત્રણ મહિના લાગ્યા અને એમ છતાં લોકલ ઓથોરિટીને એની શંકા પણ ન ગઈ. લૂંટ થયાના લગભગ બે દિવસ પછી ફરિયાદ નોંધાઈ હતી.ઓગસ્ટ, ૨૦૦૫માં થયેલી આ લૂંટની ક્યારેય કોઈ પાક્કી તારીખ અને સમય બહાર આવ્યાં નહીં પણ પોલીસનું અનુમાન રહ્યું છે કે છઠ્ઠી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટની મોડી રાત સુધીમાં આ લૂંટ થઈ હશે. આ અનુમાન પણ એ કારણ પર બાંધી શકાય છે કે શુક્રવાર અને પાંચમી ઓગસ્ટની સાંજે જ્યારે ફોર્ટેલ્ઝા પોર્ટની સેન્ટ્રલ બેંક ઓફ બ્રાઝિલ બંધ કરવામાં આવી ત્યાં સુધી બધું ક્ષેમકુશળ હતું પણ જ્યારે આઠમી તારીખે બેંક ખોલવામાં આવી ત્યારે ઓલરેડી અહીંયાંથી ૬૯.૮ મિલિયન ડોલરની લૂંટ કરી લેવામાં આવી હતી. લૂંટનો આ આખો પ્લાન એટલો સજ્જડ હતો કે એ જોઈને ચમરબંધી કહેવાય એવા ભલભલા ડિટેક્ટિવ પણ પોતાનું માથું ખંજવાળતાં રહી ગયા હતા. ફેડરલ પોલીસના સિનિયર ઓથોરિટી ઓફિસર ઈરોટાઈલ્ડસ બેઝેરાએ કહ્યું હતું કે, “અમને નવાઈ એ વાતની લાગતી હતી કે બેંકની સામેના ભાગમાં જ લૂંટનું આ પ્લાનિંગ ચાલતું હતું, તૈયારી ચાલતી હતી અને એમ છતાં પણ ક્યારેય કોઈને આનો અણસાર પણ આવ્યો નહીં. આને લૂંટારાઓની ખાસિયત જ ગણવી પડે, બીજું કંઈ નહીં.”આ લૂંટ માટે લૂંટારાઓએ બેંકની સામેના ભાગમાં આવેલા એક મકાનને ભાડે રાખ્યું હતું અને એ મકાનથી બેંક સુધી આવવા માટે ખાસ ૨૨૫ ફૂટ લાંબી એક અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવી હતી. આ ટનલ બનાવવામાં ઓછામાં ઓછા અઢી મહિના થયા હતા. આ અઢી મહિના દરમિયાન લૂંટારાઓ ચૂપચાપ કામ કરતા રહ્યા અને કોઈને ખબર પણ નહોતી પડવા દીધી કે તે લોકો લૂંટ માટે આવ્યા છે.આ લૂંટનો માસ્ટરમાઈન્ડ લૂઇસ ફર્નાન્ડો રિબૈરો હતો. લૂઈસની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી. પોલીસ સાર્જન્ટ મિનાસ ગેરેઈસના કહેવા પ્રમાણે, લૂઈસને બેંક લૂંટવાનો વિચાર સૌથી પહેલા આવ્યો હતો. લૂઈસે જ આ લૂંટ માટે જરૂર હોય એવા લોકોને એકઠાં કર્યા અને આખા પ્લાનને હકીકતમાં ફેરવ્યો. કોલેજમાં ભણતી વખતે નાના-મોટા ક્રાઈમ કરી ચૂકેલા લૂઈસને બેંક લૂંટનો વિચાર જાન્યુઆરી, ૨૦૦૫માં આવ્યો હતો. એ જ સમય દરમિયાન લૂઈસે નક્કી કરી લીધું હતું કે લૂંટ એ પ્રકારે કરવી કે જેથી લૂંટ થયા વિશે પોલીસને મોડામાં મોડી ખબર પડે અને એ બધા લૂંટના સ્થળેથી દૂર ભાગી શકે. આ આખા કેસની સૌથી મજાની વાત એ છે કે લૂઈસે પહેલાં પોતાનો પ્લાન બનાવ્યો હતો અને એ પ્લાન બનાવ્યા પછી તેણે લૂંટ ક્યાં કરવી એનું વિચાર્યું હતું! લૂંટ માટે જ્યારે પ્લાન બન્યો ત્યારે લૂઈસ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં રહેતો હતો. લૂંટ માટે ટનલ બનાવવી અને એ ટનલમાંથી બેંકમાં જઈને લૂંટ કરવી એ નક્કી કર્યા પછી લૂઈસ પોતાના પ્લાનને અનુરૂપ બેંક શોધવા નીકળ્યો જેમાં તેને ફોર્ટેલ્ઝા પોર્ટની સેન્ટ્રલ બેંક ઓફ બ્રાઝિલ મળી. આ બેંકનું લોકેશન એક્ઝેક્ટ એ જ મુજબનું હતું જે મુજબનું તેને જોઈતું હતું. રસ્તાના ખૂણા પર આવેલી આ બેંકની સામે એક મકાન ભાડે રાખવામાં આવ્યું અને એ મકાનથી બેંક સુધીની ટનલ બનાવવાનું કામ શરૂ કર્યું. આ ટનલ બનાવવાનું શરૂ કરતાં પહેલાં લૂઈસે ભાડે રાખેલા આ મકાનને એક ગાર્ડનિંગ કંપની તરીકે બતાવ્યું હતું અને પોતે એ કંપનીનો સિનિયર ઓફિસર હોય એવું દેખાડવા લાગ્યો હતો. એ મકાનની બહાર બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યું હતું કે અહીંથી રિયલ અને આર્ટિફિશ્યલ પ્લાન્ટસ મળશે. ટનલ બનાવવાનું કામ ચાલતું હોવાથી દરરોજ ઘરમાંથી ઢગલાબંધ માટી નીકળતી હતી. આ માટી ફેંકવા જવામાં કોઈ તકલીફ ન પડે એ માટે આવું નાટક કરવામાં આવ્યું હતું. ટનલ બનાવવાનું કામ લગભગ ત્રણ મહિના ચાલ્યું. ત્રણ મહિના પછી જે ટનલ તૈયાર થઈ એ ચાર ફૂટ પહોળી હતી અને રસ્તાથી લગભગ તેર ફૂટ ઊંડી હતી. આ ટનલ સીધી બેંકના સ્ટોરરૂમમાં ખૂલતી હતી. ટનલ એ હદે મજબૂત રીતે તૈયાર રાખી હતી કે ટનલમાં ચાર જગ્યાએ તેણે કારનાં નાનાં એસી મૂક્યાં હતાં જેનું કનેક્શન ઘરની ઇલેક્ટ્રિસિટી સાથે આપવામાં આવ્યું હતું.લૂંટ કયા દિવસે અને કેટલા વાગ્યે થઈ એની કોઈ ચોક્કસ તારીખ કે સમય ક્યારેય મળ્યાં નથી પણ પોલીસ એવું અનુમાન બાંધે છે કે છઠ્ઠી તારીખે વહેલી સવારે લૂઈસ અને તેની ગેંગે આ ચોરી કરી હશે. આ ચોરીમાં બેંકના સ્ટોરમાંથી સાડા ત્રણ ટનના વજનવાળાં પાંચ કન્ટેઈનર કાઢવામાં આવ્યાં, જેમાં ૬૯.૮ મિલિયન ડોલરની નોટ ભરી હતી. કોઈને આ લૂંટ વિશે અંદાજ નહોતો આવ્યો. ન તો આડોશીપાડોશીને અને ન તો બેંક પાસેથી પસાર થતાં ટ્રાફિકને. લૂંટ કરીને લૂઈસ અને તેની ટીમે ભાડે લીધેલું મકાન ખાલી કરીને બધા ભાગી ગયેલા. સોમવારે આઠમી ઓગસ્ટની સવારે જ્યારે બેંક ખૂલી ત્યારે સ્ટોરરૂમમાં ડોલરનાં કન્ટેઈનર નહોતાં પડયાં એટલે લૂંટ થયાનો ખ્યાલ આવ્યો. લૂંટ પછી જ્યારે પોલીસને બોલાવાઈ અને પોલીસ એ ટનલમાં સૌથી પહેલી ઊતરી હતી. ટનલમાંથી પાસ થઈને જ્યારે પોલીસ સામેના ઘરમાં પહોંચી ત્યારે ઘર ખાલી હતું. પોલીસ સમજી ગઈ હતી કે આ લૂંટ અને આ લૂંટારાઓને પકડવાનું કામ હવે આસાન નથી.જે ઘરમાંથી ટનલ બનાવાઈ હતી તેને કલરને બદલે ચૂનો મારવામાં આવ્યો હતો, એટલે કોઈના ફિંગરપ્રિન્ટ ન મળ્યા. ઘરમાંથી જીપીઆર સિસ્ટમ મળી, જેનો ઉપયોગ સાચી દિશામાં ટનલ બની રહી છે એ માટે થતો હતો. આ ઉપરાંત બીજો અલ્ટ્રા મોડર્ન સામાન પણ મળ્યો, જેનો ઉપયોગ ટનલ બનાવવામાં થયો હતો. બંગલામાં છ - આઠ કે દસ લોકો રહેતા હતા, તેનો કોઈ ચોક્કસ આંકડો જાણવા મળ્યો નહોતો. પોલીસ દિશાશૂન્ય હતી પણ તેમને દિશા મળી ટનલ કામ કરનારાઓને શોધવામાંથી. બ્રાઝિલમાં ટનલ કામ કરવા માટે ખાસ કોર્સ કરાવવામાં આવતો હોય છે. પોલીસે એ ખાસ કોર્સ કરનારા દોઢસોથી વધુ લોકોની ઇન્કવાયરી કરી, જેમાંથી પાંચ શકમંદ પકડાયા અને એ પાંચ શકમંદે સ્વીકારી પણ લીધું કે તેમણે ટનલ બનાવવાનું આ કામ કર્યું છે. આ પાંચ પાસેથી પોલીસને લૂઈસ ફર્નાન્ડો રિબૈરોનું નામ મળ્યું. લૂઈસના ક્યાંયથી કોઈ સમાચાર મળતાં નહોતા અને એટલે જ પોલીસ રઘવાઈ થઈ હતી. પોલીસના આ રઘવાટ વચ્ચે કુલ ૧૦૭ શકમંદોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ચાલીસની અટકાયત પણ થઈ જો કે રિઝલ્ટ કંઈ મળે એ પહેલાં પોલીસને એક સળગેલી વેન મળી, જેમાંથી ડોલરની કેટલીક એવી નોટ મળી, જેના આંકડા લૂંટ દરમિયાન ચોરવામાં આવેલી કરન્સી સાથે મેચ થતા હતા. એ વેનની તપાસ શરૂ થઈ એટલે ખબર પડી કે વેન તો લગભગ છ મહિના પહેલાં જ ચોરાઈ ગઈ હતી. આ જ દરમિયાન એક ઘટના એવી ઘટી કે પોલીસે આ આખો કેસ જ બંધ કરી દેવો પડયો.લૂંટનો માસ્ટરમાઈન્ડ લૂઈસ ફર્નાન્ડો રિબૈરોની ડેડબોડી લૂંટના ત્રણ મહિના પછી રસ્તા પરથી મળી હતી. અવાવરુ જ્ગ્યાએથી મળેલી લૂઈસની લાશમાંથી પોલીસને સાત ગોળી મળી આવી, જે બધી તેની પીઠના ભાગમાં લાગી હતી. સ્પષ્ટ હતું કે લૂઈસની પીઠ પાછળ ઘા કરીને તેને મારવામાં આવ્યો હતો. પોલીસ એવા અનુમાન પર પહોંચી કે લૂઈસની આ હત્યા લૂંટના સંદર્ભમાં જ થઈ હશે. લૂંટ પછી પણ બીજા આરોપીઓને શોધવાનું કામ ચાલુ રહ્યું. આરોપીઓ તો ન મળ્યા પણ લૂંટની રકમમાંથી અલગ અલગ શહેરમાંથી સાત મિલિયન ડોલર કબજે લેવામાં આવ્યા જ્યારે બાકીના ડોલર બ્રાઝિલ સરકારે કાયમ માટે ભૂલી જવા પડયા છે. આ કેસમાં માત્ર એ જ લોકોને સજા થઈ છે જે લોકોએ ટનલ બનાવવાનું કામ કર્યું હતું. લૂંટમાં એક્ટિવ રોલ કરનારા ક્યારેય પકડાયા જ નહીં.માસ્ટરમાઇન્ડ લૂઈસ ફર્નાન્ડો રિબૈરો ઉસ્તાદ હતો. લૂંટ પછી જ્યારે તેના વિશે તપાસ કરવામાં આવી ત્યારે બ્રાઝિલિયન પોલીસને ખબર પડી હતી કે એક સમયના આ મિકેનિકલ સ્ટુડન્ટે અનેક નાના પણ નોંધ લેવી પડે એવા ક્રાઇમ કર્યા હતા. લૂઈસે એટીએમ ખોલીને એમાંથી ડોલર ચોરવાનો ક્રાઈમ પણ કર્યો હતો. એટીએમ લૂંટ દરમિયાન મળેલા ડોલરમાંથી જ બેંક લૂંટના પ્લાનની અમલવારી કરવામાં આવી હતી. લૂઈસના ફેમિલી મેમ્બરની ઇન્કવાયરી દરમિયાન એ લોકોએ સ્વીકાર્યું હતું કે તેમને અને લૂઈસને છેલ્લાં બે વર્ષથી કોઈ વ્યવહાર રહ્યો નહોતો. સેન્ટ્રલ બેંક ઓફ બ્રાઝિલમાં લૂંટ કરીને લૂઈસ ન્યૂઝીલેન્ડ સેટ થવા માંગતો હતો પણ એવું કશું બન્યું નહીં અને સાથી સાથેની અંદરોઅંદરની લડાઈમાં એ માર્યો ગયો. 

બેન્ક નહિ આખો ડેપો જ લૂંટયો

૨૨મી ફેબ્રુઆરી, ૨૦૦૬ના દિવસે થયેલી આ લૂંટ ઇંગ્લેન્ડની છેલ્લા દશકાની સૌથી મોટી લૂંટ તો છે જ પણ સાથોસાથ ઇંગ્લેન્ડમાં થયેલી છેલ્લાં સો વર્ષની લૂંટમાં પણ આ સૌથી મોટી લૂંટ છે કે જેમાં ફક્ત કેશ કરન્સી જ લૂંટવામાં આવી હોય. લૂંટનું પ્લાનિંગ જડબેસાલક હતું. આ પ્લાનિંગને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડના ડિટેક્ટિવ વોલ્ગા ડિકોને એક આખી નોવેલ લખી, જે નોવેલના રાઇટ્‌સ ફોક્સ પિક્ચર્સે ખરીદ્યા અને હવે એ નોવેલ પરથી જ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ૭૮ મિલિયન યુરો એટલે કે ૯૨.૫ મિલિયન ડોલરની આ લૂંટનું પ્લાનિંગ છેક સપ્ટેમ્બર, ૨૦૦૫થી ચાલી રહ્યું હતું.બ્રિટિશ પોલીસનું માનવું છે કે આ આખી લૂંટનો પ્લાન કાઝી મુસ્તાક, ડિનો કેપ્રિઆનો અને જ્યોર્જ વિલ્ટોફ નામના કોલેજિયનોએ બનાવ્યો હતો. આ પ્લાન બનાવવાની જવાબદારી અને ટીમના લીડ બનવાની તૈયારી કાઝી મુસ્તાકે દેખાડી હોય એવા પુરાવા પણ પોલીસને મળ્યા છે. છેલ્લી ત્રણ પેઢીથી બ્રિટનમાં સેટલ થયેલો કાઝી મુસ્તાક ઓક્સફર્ડ યુનિર્વિસટીમાં ભણ્યો હતો. ઓક્સફર્ડમાં જ કાઝી ડિનો અને જ્યોર્જને મળ્યો અને ત્યાં જ કેન્ટ ફંડ ડેપો લૂંટવાનો પ્લાન બનાવવામાં આવ્યો. લૂંટનો પ્લાન કેવી રીતે બન્યો એ પહેલાં આ કેન્ટ ડેપો શું છે એ જાણવું જરૂરી છે.કેન્ટ ફંડ ડેપો એ બ્રિટિશ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ છે, જ્યાં બ્રિટિશ ગવર્નમેન્ટની કેશ પડી રહેતી હોય છે. આ જ ફંડ ડેપોમાંથી કેન્ટ રેન્જમાં આવતી બેન્કોને કેશ ડિલિવરી કરવામાં આવતી હોય છે. કાઝી મુસ્તાકને આ વાતની ખબર હતી અને એ જ કારણે તેણે બેન્ક લૂંટવાને બદલે ડેપો લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનમાં ડિનો અને જ્યોર્જ જોડાયા એટલે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું કે ડેપોના મેનેજરના ફેમિલી મેમ્બર્સને કબજે લઈને આ આખી લૂંટ કરવી. ફંડ ડેપોમાંથી કરન્સી બહાર લઈ જવાનો ઓર્ડર આપવાના પાવર ફક્ત મેનેજર પાસે હોવાથી મેનેજરને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું. મેનેજર કોલિન ડિક્સનના ઓર્ડર પરથી ફંડ બહાર આવતું હોવાથી એવું પણ નક્કી થયું કે જ્યાં સુધી બધી કરન્સી બહાર ન આવી જાય ત્યાં સુધી કોલિનને પણ કબજામાં રાખવો. લૂંટ કઈ રીતે થશે અને લૂંટ પછી કેવી રીતે રવાના થવામાં આવશે એ નક્કી કરવામાં અને સાથીઓને ટ્રેનિંગ આપવામાં ચાર મહિના નીકળી ગયા. ચાર મહિનાની ટ્રેનિંગ પછી ફાઇનલી લૂંટની તારીખ નક્કી કરી. ૨૧મી ફેબ્રુઆરીએ સાંજે એક્ઝેક્ટ સાડા છ વાગ્યે કાઝી અને ડિનો કેન્ટ ફંડ ડેપોની બહાર પહોંચી ગયા.ચોવીસ કલાક ચાલુ રહેતા કેન્ટ ફંડ ડેપોમાંથી કોલિન ડિક્સનની ડયુટી પૂરી થઈ એટલે કોલિન પોતાની કારમાં બહાર આવ્યો અને કારને સ્ટોકબરી એરિયાની દિશા આપી. હજુ તો કાર માંડ ચારેક માઈલ ચાલી હશે ત્યાં એક પોલીસ વેન કોલિનની કારની આડે આવીને ઊભી રહી ગઈ. વેનમાં બ્રિટિશ પોલીસમેનને જોઈને કોલિને કોઈ વિરોધ વિના કાર ઊભી રાખી દીધી. બ્રિટિશ પોલીસમેન પાસે ફંડ ટ્રાન્સફરનો ઓર્ડર હતો. કોલિને પોતાના સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું કે, “રાતે દોઢ વાગ્યે અમારે ૭૮ મિલિયન યુરો સ્ટેટ બેન્કની સાત બ્રાન્ચને આપવાના હતા, એ જ કેશ ભરવાનો ઓર્ડર એમની પાસે હતો. ફરક માત્ર એટલો હતો કે કેશ અમારે એક કલાક પહેલાં આપી દેવાની હતી. ઓબ્વિશયલી, મને કોઈ વાંધો નહોતો એટલે હું તેમની સાથે ફરીથી ફંડ ડેપો ગયો.પોલીસ બનીને જે આવ્યા હતા એ કાઝી અને ડિનો હતા. કાઝી અને ડિનોનું ફંડ ભરાવવું શરૂ થયું. એ દરમિયાન કોલિને પોતાના ઘરે ફોન કર્યો જ્યાં તેને ખબર પડી કે ઘરે એની વાઇફ અને એના સાડા ચાર વર્ષના દીકરા પાસે પોલીસ પહોંચી છે. જોકે આ પ્રોસિજર પણ કોલિન માટે કોઈ નવી નહોતી. ફંડ ડેપોની સિનિયર પોસ્ટ પર કામ કરતા ઓફિસરના ઘરે અવારનવાર આવું ચેકિંગ થતું રહેતું હોય છે એટલે કોલિને ઘરને બદલે પોતાના કામ પર ધ્યાન આપ્યું. હકીકત એ હતી કે કોલિનના ઘરે કાઝી અને ડિનોનો જ ત્રીજો સાથીદાર જ્યોર્જ અને આ જ ટીમના બીજા ગુંડાઓ પહોંચી ગયા હતા. પ્લાન મુજબ જો કોલિન કોઈ વિરોધ કરે તો એ બધાને મારી નાખવાનો આર્ડર પણ ઓલરેડી પહેલેથી આપી દેવામાં આવ્યો હતો. અલબત્ત, એવું કંઈ ન થયું અને કોલિન પહેલેથી આ બધાને સાચા પોલીસમેન માનીને કામે લાગી ગયો હતો.લૂંટનો આખો ભાંડો ત્યારે ફૂટયો જ્યારે રાતના દોઢ વાગ્યે રિયલ પોલીસ ફંડ લેવા માટે આવી ગઈ, પણ મજાની વાત એ છે કે આવેલી એ રિયલ પોલીસ પણ પોતાના કામ માટે બિલકુલ બેજવાબદાર થઈને વર્તી હતી.કેશ ફંડ લેવા માટે એકસાથે છ પોલીસકર્મીઓએ ફંડ ડેપોમાં આવવાનું એવો નિયમ છે, પણ ક્યારેય કોઈએ ફંડ ડેપોને લૂંટવાની હિંમત કરી નહીં હોવાથી પોલીસની માનસિકતા પણ ધીમે ધીમે કટાઈ ગઈ હતી અને એ જ કારણે ક્યારેય બધા પોલીસમેન એકસાથે અંદર આવતા નહોતા. એ રાતે પણ વેનમાંથી એક પોલીસમેન ફંડ ડેપોની ઓફિસમાં દાખલ થયો અને તેણે જોયું કે તેની પહેલાં ઓલરેડી પોલીસમેન પહોંચી ચૂક્યા છે. આ શું ચાલી રહ્યું છે એ સમજવામાં પોલીસમેનને સહેજ વાર લાગી. એવી જ વાર કોલિનને પણ લાગી. એ બંને હજુ કંઈ કહે એ પહેલાં તો કાઝી અને ડિનો બંને બહાર કોણ આવ્યું છે એ જોવા માટે રવાના થયા અને પછી એક્ઝિટ ગેટમાંથી કેશ ભરેલી વેન સાથે ભાગી ગયા.વેન નીકળી ગઈ અને જતાં પહેલાં એક્ઝિટ ગેટ પર ગેટપાસ પણ જમા કરાવતી ગઈ એટલે એ વેનને ત્યાં રોકવામાં ન આવી. કોલિન અને પોલીસમેન હરકતમાં આવ્યા અને બંનેએ બીજા બધાને એલર્ટ કર્યા એટલે ફંડ ડેપોમાં રહેલા ચૌદ કર્મચારી, બહારથી આવેલા પાંચ પોલીસમેન અને એન્ટ્રી-એક્ઝિટ ગેટ પર બેસતા આઠ સિક્યુરિટી ગાર્ડે ભાગાભાગી કરી મૂકી, પણ ત્યાં સુધીમાં તો કાઝી અને ડિનો બંને હવામાં ઓગળી ગયા હતા. તાત્કાલિક પોલીસ ફરિયાદ થઈ અને વધુ પોલીસને કામે લગાડવામાં આવી. હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યા. સવા કલાક પછી કાઝી અને ડિનોની વેન કેન્ટ હાઈવેના એક ફાર્મહાઉસ પાસે રેઢી પડેલી મળી. સ્વાભાવિક રીતે વેન ખાલી હતી. આ ખાલી વેનમાંથી મળેલી ફિંગરપ્રિન્ટનો કોઈ રેકોર્ડ પોલીસ પાસે નહોતો. ઇન્ટરનેશનલ લેવલ પર આ ફિંગરપ્રિન્ટ સાવ નવી હતી. કોલિનની વાતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક એના ઘરે તપાસ કરવામાં આવી, ત્યાંથી પણ જ્યોર્જ અને બીજા બધા નીકળી ગયા હતા. કોલિન અને બીજા સ્ટાફમેમ્બર તથા કોલિનની વાઇફના નેરેશનના આધારે બધાના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા અને ઇંગ્લેન્ડ આખામાં લગાડવામાં આવ્યા. ચાર મહિના પછી કાઝી, જ્યોર્જ અને ડિનોની ઓળખ થઈ. આ ઓળખ પછી તેમનાં ઓરિજિનલ પિક્ચર્સ શોધવામાં આવ્યાં અને ઓફિશિયલ એ લોકોને વોન્ટેડ જાહેર કરાયા, પણ ઓગસ્ટ, ૨૦૦૬ના એક શનિવારે આ મુખ્ય ત્રણેય વોન્ટેડ શખ્સની ડેડબોડી ર્બિંમગહામના એક ગાર્ડનમાંથી મળી આવી હતી.પોલીસને લૂંટના યુરો પાછા મળ્યા નહીં હોવાથી ૨૦૦૮માં એક સિંગલ ઠરાવ સાથે લૂંટાયેલી રકમના સિરિયલ નંબરને ચલણમાંથી રદ કરી એ કરન્સીને રદ કરી.કાઝી મુસ્તાક આ આખી લૂંટનો માસ્ટર માઇન્ડ હતો એવું પોલીસનું માનવું છે. કાઝીનો કોઈ ક્રાઇમ રેકર્ડ નથી, પણ બ્રિટિશ પોલીસ માને છે કે કાઝી લશ્કર-એ-તોયબા કે ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હશે અને એ સંસ્થાને આર્થિક સહાય મળી રહે એ માટે તેણે આ લૂંટ કરી હશે. બ્રિટિશ પોલીસ એ પણ માને છે કે લૂંટાયેલા યુરો પોતાના કબજામાં આવી ગયા પછી એ જ આતંકવાદી સંગઠને કાઝી, જ્યોર્જ અને ડિનોને મારી નાખ્યા હશે. બ્રિટિશ પોલીસે કાઝીના ફેમિલી મેમ્બરને શોધવાની બહુ કોશિશ કરી, પણ એ કોઈ ક્યારેય મળ્યા નહીં જ્યારે જ્યોર્જ અને ડિનોના ફેમિલી મેમ્બરને એ લોકોના આ કારસ્તાન વિશે ખબર નહોતી એ પુરવાર થઈ ચૂક્યું છે.