પુષ્ટિ બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરતી હતી. પોતે સાવ મૌન હતી. અને તેની આંખ આંસુના કારણે લાલ બની ચુકી હતી. જાણે તેની આંખો તેની વેદનાનું વર્ણન કરી રહી છે. અને જાણે બળવો પોકારી રહી છે. તે મનમાં વિચારે છે ક નીરજે શા માટે મારાથી આ વાત છુપાવી તેણે મને ક્યારેય પણ શા માટે આ વાતની ખબર પડવા ન દીધી સમજાતું નથી. તે ખુબ જ રડે છે.
થોડીવાર પછી તે પોતાના ઘરે જાય છે. અને ઘરે આવે છે તો નીરજ સામે ઉભો હોય છે. તે નીરજ સામે જુએ છે થોડીવાર પછી ત્યાંથી ચાલવા લાગે છે.
નીરજ - પુષ્ટિનો હાથ પકડે છે.
પુષ્ટિ - થોડીવાર માટે બધું જ યાદ કરી અને રડે છે. પણ પછી હાથ છોડાવી અને ચાલવા લાગે છે.
નીરજ - પુષ્ટિ... પુષ્ટિ એમ બોલી અને પુષ્ટિને રોકે છે.
પુષ્ટિ - હવે શુ કામ રોકો છો?
નીરજ - મારે તારી સાથે વાત કરવી છે.
પુષ્ટિ - શુ વાત કરવી છે તમારે? જયારે વાત કરવાની જરૂર હતી ત્યારે કંઈ જ કહ્યું નહિ અને હવે શુ કામ મને રોકો છો?
નીરજ - સોરી. બસ પણ તું આમ વાત ન કર.
પુષ્ટિ - ઓકે ફાઈન બસ તમે સોરી કહી દીધું અને મેં સાંભળ્યું. મેં તમને માફ કરી દીધા છે બસ હવે હું જાઉં અને મહેરબાની કરીને મને હમણાં એકલી જ રહેવા દેજો. મારે તમારી સાથે કાંઈ જ વાત કરવી નથી.
પછી પુષ્ટિ ત્યાંથી જાય છે. પોતાના રૂમ તરફ અને રૂમમાં જઈને બેસે છે. તે ખુબ જ જોરથી રડવા લાગે છે. તે એક ચીસ જોરથી પાડે છે.
આ તરફ નીરજ પોતાની વાત યાદ કરે છે.
બરાબર બે વર્ષ પહેલાની વાત છે. નીરજ એક પ્રોજેક્ટ માટે અમદાવાદ આવે છે. અને ત્યાંથી તે ફરવા માટે 'કાંકરિયા તળાવ' જાય છે. અને ત્યાં તે ફરતો ફરતો કેન્ટીન પાસે આવે છે.
તે ટેબલ પર બેસે છે. અને થોડીવારમાં કેન્ટીનમાં એક માણસ રાડો પાડતો પાડતો આવે છે. પુષ્ટિ.. પુષ્ટિ ક્યાં ગઈ? આ સાંભળી સામેના ટેબલ પર બેસેલી પુષ્ટિ ગભરાય જાય છે.
તે માણસ પુષ્ટિ તરફ આવે છે. અને પુષ્ટિનો હાથ પકડી અને ઝાટકો મારે છે.
આ જોઈ નીરજ તેને રોકવા માટે જાય છે. નીરજ તેમની વચ્ચે આવે છે અને પુષ્ટિ સાથે આવી રીતે બિહેવિયર કરવાની ના પાડે છે. આ જોઈ તે માણસ નીરજને ધક્કો મારે છે.
તે માણસ - કોણ છે તું? અને આ પુષ્ટિ તારી શુ થાય છે?
નીરજ - મારી ફ્રેન્ડ છે. તું શુ કામ પુષ્ટિ સાથે આવુ વર્તન કરે છે?
તે માણસ - પૂછ તારી ફ્રેન્ડને તેણે મારી ક્મ્પ્લેન ઓફિસમાં કરી છે કે હું સ્મોકિંગ કરું છું. હું જે કરતો હોય પણ પુષ્ટિને તો હેરાન ન હતો કરતો. તો પછી શુ કામ તે કમ્પ્લેન કરવાન ગઈ?
નીરજ - હું વાત કરું છું તું શાંતિ રાખજે.
પુષ્ટિ તે આ માણસની કમ્પ્લેન શુ કામ કરી તું તેને ઓળખે છે?
પુષ્ટિ - ના.
નીરજ - તે માણસને કહે છે તું પુષ્ટિને ઓળખે છે?
તે માણસ - ના.
નીરજ - પુષ્ટિ તો પછી આ વ્યક્તિએ તને હેરાન કરી નથી અને તારૂ કંઈ નુકસાન પણ કર્યું નથી તો તે શુ કામ તેની કમ્પ્લેન કરી?
પુષ્ટિ - મને સ્મોકિંગ કરવા વાળા નથી ગમતા એટલે.
તે માણસ - આ સાંભળી આશ્ચર્ય પામે છે. અરે તને સ્મોકિંગ કરવા વાળા ન ગમે તેમાં મારો શુ વાંક?
નીરજ - આ સાંભળી અને પેલા માણસને કહે છે કે તમે શાંતિથી નીકળી જાવ ભાઈ હું એની સાથે વાત કરું છું. પ્લીઝ કંઈ જ ન બોલતા.
તે માણસ - હા ઠીક છે.
પછી તે માણસ ચાલ્યો જાય છે.
નીરજ - પુષ્ટિને ચેર પર બેસવાનું કહે છે.
પુષ્ટિ - ચેર પર બેસે છે.
નીરજ - પણ ચેર પર બેસે છે. અને પુષ્ટિને કહે છે તારી વિચાર શક્તિ કેવી છે? તને જે માણસ ઓળખતો નથી, તું જેને ઓળખતી નથી તો પછી તેના કંઈ પણ કરવાથી તને શુ પ્રોબ્લેમ તને સ્મોકિંગ કરનારા માણસો પસંદ નથી, સારી વાત છે પણ તે પેલા માણસની કમ્પ્લેન શુ કામ કરી? આ તો સારું થયું કે વાત માત્ર દલીલોથી પુરી થઈ ગઈ. એમણે તને કંઈક કર્યું હોય તો?
પુષ્ટિ - થોડી અવળી રીતે જવાબ આપે છે. એવા તો કંઈક આવ્યા અને ગયા એ મને કંઈ ન કરી શકે. હું કંઈ આવા લોકોથી ડરતી નથી.
નીરજ - એવુ તો તે વ્યક્તિ રાડો નાખતો નાખતો તારી પાસે આવ્યો ત્યારે તારા પરસેવા કેમ છૂટતા હતા?
પુષ્ટિ - અરે એ તો હું નાટક કરતી હતી અને જોતી હતી કે તમે ખરેખર સ્ટ્રોંગ છો કે ખાલી દેખાવમાં મોટા ભાગના લોકો માત્ર દેખાવમાં જ સારા અને બહાદુર હોય છે. પણ તમારામાં કંઈક ખાસ લાગ્યું મને.
નીરજ - આવી મીઠી વાતો બીજા સામે કરજે હું તારી વાતોમાં ઓગળી જાવ એવો ગાંડો નથી.
પુષ્ટિ - હું તમને એવી લાગુ છું.
નીરજ - ના પણ હું એક બ્રામ્હણનો દીકરો છું અને સ્ત્રીઓને સમ્માન આપું છું.
પુષ્ટિ - થૅન્ક્યુ.
નીરજ - તમે અમદાવાદમાં જ રહો છો કે?
પુષ્ટિ - હા.
પુષ્ટિ - તમે?
નીરજ - હું આણંદ રહુ છું. એક બિઝનેસ પ્રોજેક્ટ પ્રોજેક્ટ માટે અહીં આવ્યો છું. આજે તે પ્રોજેક્ટની મિટિંગ હતી. તે પુરી થયાં પછી હું અહીં ફરવા આવ્યો છું.
પુષ્ટિ - ઠીક.
નીરજ - તમે શુ જોબ કરો છો?
પુષ્ટિ - મારા પપ્પાને કમ્પ્યુટરનો બિઝનેસ છે. તમારે શેનો બિઝનેસ છે?
નીરજ - મારે જવેલરી અને ડાયમંડનો બિઝનેસ છે. તમે વડિયા જવેલર્સનો શો રૂમ જોયો છે. ગાંધીનગર હાઇવે પર તે અમારો છે.
પુષ્ટિ - એમ અમે ત્યાં ઘણી વખત ગયા છીએ.
નીરજ - અમે ઘણા ટાઈમથી આ બિઝનેસ કરીએ છીએ. મારા ફાધરે જયારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. ત્યારે હું ખુબ જ નાનો હતો.
પણ ડેડ પાસેથી હું ઘણું શીખ્યો અને આજે હું આ બિઝનેસ હેન્ડલ કરું છું.
પુષ્ટિ - ગુડ.
નીરજ - ઓકે બાય હવે પછી મળશું. તમારા નંબર આપશો મને? ઇફ યુ ડોન્ટ માઈન્ડ.
પુષ્ટિ - સ્યોર.
પછી બંને એકબીજાના નંબર લે છે. અને ઘરે જાય છે.
આ વાતને ઘણા દિવસ વીતી જાય છે પછી એક દિવસ અચાનક પુષ્ટિ નીરજને ફોન કરે છે.
પુષ્ટિ - હેલો, મિસ્ટર નીરજ
નીરજ - યસ તમે કોણ બોલો છો?
પુષ્ટિ - તમે મને હમણાં મળ્યા હતા કદાચ જો યાદ હોય તો?
નીરજ - કોણ મને યાદ નથી પ્લીઝ તમે જ કહી દો.
પુષ્ટિ - હું પુષ્ટિ પટેલ બોલું છું. યાદ આવ્યું?
નીરજ - હા હા પાકું યાદ આવ્યું કેમ છો તમે?
પુષ્ટિ - ફાઈન તમે કેમ છો?
નીરજ - બસ મજામાં.
પુષ્ટિ - અમદાવાદ છો ને?
નીરજ - હા.
પુષ્ટિ - હમણાં આવવાનું થશે કે?
નીરજ - લગભગ તો નહીં પણ આવીશ તો જરૂર કહીશ.
પુષ્ટિ - ઓકે બોલો બીજું શુ ચાલે?
નીરજ - બસ એક ડીલ સાઈન કરવા કાલે રાજકોટ જવાનુ છે. તમે.
પુષ્ટિ - હું મારા ડેડ સાથે અહીં ઓફિસ વર્ક કરું છું.
નીરજ - ગુડ.
પુષ્ટિ - અહીં આવો ત્યારે કહેજો હું અમદાવાદના ગોતામાં રહુ છું.
નીરજ - ચોક્કસ હું કોલ કરીશ તમને.
પુષ્ટિ - ઓકે બાય.
નીરજ - ઓકે બાય. મળીયે પછી.
પુષ્ટિ - હું.
પછી થોડો સમય વીતે છે. અને નીરજ અમદાવાદ આવે છે. અને પોતાની મિટિંગ થઈ ગયા પછી તે પુષ્ટિને કોલ કરે છે.
નીરજ - હેલો પુષ્ટિ?
પુષ્ટિ - આ તરફ પુષ્ટિ ફોન રિસીવ કરે છે. યસ બોલું છું તમે કોણ બોલો છો?
નીરજ - નીરજ વડિયા.
પુષ્ટિ - કેમ છો?
નીરજ - મજામાં. તમે?
પુષ્ટિ - ફાઈન.
નીરજ - હું અમદાવાદ આવ્યો છું.
પુષ્ટિ - ક્યાં એરિયામાં છો?
નીરજ - હું અત્યારે બાપુનગરમાં છું.
પુષ્ટિ - તમારી પાસે કાર છે કે બસમાં આવ્યા છો.
નીરજ - હા.
પુષ્ટિ - નહિતર હું કાર મોકલું છું તમે આવો મારા ઘરે.
નીરજ - ના ઘરે પછી આવીશ તમે આ વખતે કેફેમાં આવો ત્યાં મળીએ.
પુષ્ટિ - ઓકે ક્યારે આવુ?
નીરજ - જયારે તમેં ફ્રી થઈ જાવ.
પુષ્ટિ - સાંજે 5:00 વાગ્યે હું આવુ તો ચાલશે?
નીરજ - હા.
પુષ્ટિ - ઓકે તો મળીએ સાંજે.
નીરજ - ડન.
પછી સાંજે પુષ્ટિ કેફેમાં આવે છે.
પુષ્ટિ - અંદર કેફેમાં આવે છે તો રેડ સૂટ અને વાઈટ ટાઈ પહેરેલો નીરજ સામે બેઠો હતો. પુષ્ટિ તેને ઓળખી જાય છે.
નીરજ - હેલો.
પુષ્ટિ - હેલો.
નીરજ - સીટ પ્લીઝ.
પુષ્ટિ - યસ.
પછી બંને વાતચીત કરે છે.
નીરજ - સોરી તમને ડિસ્ટર્બ કર્યા.
પુષ્ટિ - અરે ના ના.
નીરજ - શુ પીસો?
પુષ્ટિ - કંઈ નહિ?
નીરજ - એમ ન ચાલે કોફી લઈએ બંને.
પુષ્ટિ - ઓકે.
નીરજ - પછી કોફીનો ઓર્ડર આપે છે.
પછી બંને કોફી પીએ છે.
ત્યારબાદ નીરજ થોડો શરમાળ સ્વભાવમાં કહે છે કે હું તમને એક વાત પૂછવા માંગુ છું.
પુષ્ટિ - હા કહો ને.
નીરજ - વીલ યુ મેરી મી.
પુષ્ટિ - નવાઈ પામે છે. તમે શુ કહો છો?
નીરજ - હા તમે મને પસંદ છો. હું અહીંથી ગયો પછી સતત તમારા વિશે જ વિચારતો હતો. હું તમને પસંદ છું કે નહીં. જો તમને બીજું કોઈ પસંદ હોય તો આઈ હેવ અ નો પ્રોબ્લેમ.
પુષ્ટિ - ના ના એવુ નથી. તમે મને પસંદ જ છો.
નીરજ - આપણે ફેમિલી સાથે વાત કરી લઈએ.
પુષ્ટિ - ઓકે.
પછી બંને પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરે છે. અને બધું જોયા બાદ બંનેના પેરેન્ટ્સ હા પાડે છે. પછી બંનેના લગ્નની તૈયારી શરૂ થાય છે.
પણ અહીં એવુ બન્યું. કુદરતનું કરવું અને પુષ્ટિના પપ્પાઓફિસે જવા માટે નીકળે છે અને અચાનક એક કારે ટક્કર મારી દેતા તેમનું એક્સીડેન્ટ થાય છે.
અને તે સમાચાર નીરજને મળે છે. નીરજ તરત અમદાવાદ પાછો આવે છે. પુષ્ટિના પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
નીરજ અને પુષ્ટિ હોસ્પિટલમાં હોય છે. સામેથી ડોક્ટર આવે છે.
નીરજ - ડોક્ટર સાથે વાત કરે છે. સર પપ્પાને શુ થયું છે? તેઓ ઠીક તો થઈ જશે ને?
ડોક્ટર - તેમની કન્ડિશન ક્રિટીકલ છે. તેમનું ઓપરેશન કરવું પડશે. માથામાંથી ખુબ જ લોહી નીકળ્યું છે. ઇમરજન્સીમાં બ્લડ મેળવવું પડશે. મારી ટીમ બ્લડ બેન્ક પાસેથી બ્લડ અરેન્જ કરે છે પણ જો તમારું અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બરનું બ્લડ મેચ થાય તો..
પુષ્ટિ - પપ્પાનું B+ બ્લડ છે. પણ મારું બ્લડ A+ છે. હવે શુ કરવું? પુષ્ટિ ખુબ જ ડરે છે. અને જોરથી રડવા લાગે છે.
નીરજ - પુષ્ટિની પાસે આવે છે. અને તેનો હાથ પકડે છે. અને કહે છે. તું રડીશ નહીં. મારે B+ બ્લડ છે. એટલે હું પપ્પાને જેટલું લોહી જોશે આપીશ પણ પપ્પાને કંઈ જ થવા દઈશ નહિ.
તે દોડતો દોડતો ડોક્ટર પાસે જાય છે. અને પુષ્ટિ પણ તેની સાથે આવે છે. નીરજ ડોક્ટરને કહે છે કે મારે B+ બ્લડ છે. અને જેટલું લોહી જોઈએ તેટલું લઈ લો પણ પપ્પાને સાજા કરી દો.
પછી નીરજ અને પુષ્ટિ ડોક્ટરની સાથે લેબોરેટરીમાં આવે છે. અને નીરજ પોતાનું બ્લડ આપે છે.
થોડીવાર બાદ ઓપરેશન સ્ટાર્ટ થાય છે. અને સમય વીતતો જાય છે. અચાનક ડોક્ટર ઓપરેશન થિએટર માંથી બહાર આવે છે.
નીરજ - ડોક્ટર પાસે આવે છે. સર પપ્પાની તબિયત કેમ છે? તેઓ ઠીક છે ને?
અચાનક પુષ્ટિ પણ ત્યાં આવે છે. અને તે પણ ડોક્ટરને આ જ પ્રશ્ન પૂછે છે. ડોક્ટર કેમ છે મારા પપ્પા? તેઓ ઠીક તો થઈ જશે ને?
ડોક્ટર - પોતે કંઈ જ બોલી શકતા નથી. તે માત્ર એટલું કહે છે કે નીરજ તમે મારી સાથે કેબિનમાં આવો મારે તમારી સાથે વાત કરવી છે.
નીરજ - ઠીક છે. પછી નીરજ ડોક્ટર સાથે તેમની કેબિનમાં જાય છે.
ડોક્ટર - બેસો. પછી નીરજ બેસે છે. જુઓ બહાર જે લેડી છે તે તમારા શુ થાય છે?
નીરજ - તેની સાથે મારા મેરેજ થવાના છે કેમ શુ થયું ડોક્ટર કોઈ ટેન્શનની વાત છે?
ડોક્ટર - તેમના પપ્પાના માથા માંથી ખુબ જ લોહી નીકળી રહ્યું હતું. અને અમે ઓપરેશન તો કરી નાખ્યું છે પણ...
ડોક્ટર આગળ કંઈ જ બોલી શકતા નથી.
નીરજ - પણ શુ ડોક્ટર? તમે આમ ચૂપ કેમ થઈ ગયા? કંઈક તો જવાબ તો આપો મને?
ડોક્ટર - પણ મને નથી લાગતું કે તેઓ વધુ સમય જીવી શકશે. બસ તેઓ હવે બે ત્રણ દિવસના મહેમાન છે એમ સમજી લો.
નીરજ - તમે શુ બકવાસ કરો છો આ ડોક્ટર? તમે મશકરી કરો છો ને?
ડોક્ટર - અરે ના કોઈની લાઈફ સાથે મશકરી થોડી હોય? હું સાચું કહું છું. તે આ વાત મેં તમને એટલા માટે કહી કારણ કે તમારી વાઈફ પોતાના ફાધર વિશે આ સાંભળી ન શકે. અમે પુરી ટ્રાય કરશું કે તેઓ ઠીક થઈ જાય. બાકી તો પછી લક બાય ચાન્સ છે.
નીરજ - બહાર આવે છે. અને પુષ્ટિ સામે ઉભી હતી. તેની આંખો રડીને લાલ થઈ ચુકી હતી.
પુષ્ટિ - નીરજ સામે જુએ છે. અને તેની પાસે દોડતી દોડતી આવે છે. તે નીરજને પૂછે છે શુ કહ્યું ડોકટરે?
નીરજ - ( મનમાં ) હવે તને કેમ જવાબ આપું કે ડોકટરે મને શુ કહ્યું? તેના મનમાં વિચારોનું ધમાસાણ યુદ્ધ શરૂ થઈ જાય છે. તેને સમજાતું નથી કે હવે પુષ્ટિને શુ કહું?
પુષ્ટિ - બોલોને કેમ કંઈ જવાબ આપતા નથી?
નીરજ - પુષ્ટિ સામે જુએ છે. અને કહે છે કે પપ્પા સારી રીતે ઠીક થઈ જશે અને આપણે બે દિવસ પછી તેમને ઘરે લઈ જઈ શકીશું.
પુષ્ટિ - ખરેખર?
નીરજ - હા.
પુષ્ટિ - ખુબ જ ખુશ થાય છે અને નિરજને ભેટી પડે છે.
નીરજ - પુષ્ટિને પોતાના હૃદય સરસી ચાંપી લે છે.
નીરજ ઉભો હોય છે ત્યાં નર્સ આવે છે. અને કહે છે કે તમને તમારા ફાધર બોલાવી રહ્યા છે. પછી પુષ્ટિ અને નીરજ પુષ્ટિના પપ્પાને મળવા જાય છે.
પુષ્ટિ - અંદર આવી અને પોતાના પપ્પાને વળગી પડે છે. તમને શુ થયું પપ્પા?
પુષ્ટિના પપ્પા - નીરજ બેટા મારી દીકરીનું ઘ્યાન રાખજે.
પુષ્ટિ - નીરજ શુ કામ ઘ્યાન રાખે તમારે જ મને સાચવવાની છે.
પુષ્ટિના પપ્પા - બેટા લગ્ન પછી હું તારી સાથે તારા સાસરે થોડો આવિશ ત્યાં તો નીરજ છે એટલે મને તારી ચિંતા નથી.
નીરજ - બસ હવે તમે આરામ કરો અમે બહાર છીએ.
પુષ્ટિ - નહીં હું મારા પપ્પા પાસેથી નહિ જઈશ.
નીરજ - પુષ્ટિનો હાથ પકડે છે પ્લીઝ તું ચાલ પપ્પા ઠીક થઈ જાય પછી તું રહેજે એમની પાસે બસ.
પછી પુષ્ટિ બહાર જાય છે.
પુષ્ટિના પપ્પા - નીરજને બોલાવે છે. નીરજ અંદર આવે છે.
નીરજ - હા બોલો પપ્પા.
પુષ્ટિના પપ્પા - જો બેટા મને ખ્યાલ છે કે હું સાજો થઈને પાછો ઘરે જવાનો નથી.
પણ તું મારી દીકરીનું ધ્યાન રાખજે તેને દુઃખી ન થવા દેતો. મારી ઈચ્છા છે કે તમે કાલે લગ્ન કરી લો હું વધીને હવે બે થી ત્રણ દિવસનો મહેમાન છું. તો મારી દીકરીના લગ્ન જોઈ લઉં.
નીરજ - પણ..
પુષ્ટિના પપ્પા - પણ પણ કંઈ નહિ મારી વાત માની લે.
નીરજ - ઠીક છે.
પુષ્ટિના પપ્પા - તું પુષ્ટિને બોલાવી અને મારી સામે જ આ વાત કરી દે.
નીરજ - હા.
નીરજ પુષ્ટિને અંદર બોલાવે છે.
પુષ્ટિ - અંદર આવે છે. હા બોલો.
નીરજ - પપ્પાની ઈચ્છા છે કે કાલે આપણે લગ્ન કરી લઈએ.
પુષ્ટિ - પણ.
પુષ્ટિના પપ્પા - પણ પણ કંઈ નહિ તારી બધી વાત મેં અત્યાર સુધી માની છે તો તું મારી એક વાત નહીં માનીશ બેટા?
પુષ્ટિ - ઠીક છે.
પછી બંને મંદિરમાં જઈ અને લગ્ન કરી લે છે. અને હોસ્પિટલમાં પાછા આવી તેના પપ્પાના આશીર્વાદ લે છે. અચાનક તેમની તબિયત બગડવા લાગે છે.
નીરજ - દોડી અને ડોક્ટરને બોલાવવા માટે જાય છે. આ તરફ પુષ્ટિ પોતાના પપ્પા પાસે ઉભી હોય છે.
પુષ્ટિ - પપ્પા તમને શુ થઈ રહ્યું છે? હમણાં નીરજ આવશે અને ડોક્ટર તમને ચેક કરી લેશે. તમને કંઈ જ નહિ થાય. તમને ભગવાન ઠીક કરી દે શે. તમારે મારા માટે ઠીક થવાનું જ છે સમજ્યા ને તમે.
પુષ્ટિના પપ્પા - મને પણ ઈચ્છા છે કે હું ઠીક થઈ જાઉં પણ ઈશ્વર જે કરશે એમ થશે. ત્યાં તો તારું કે મારું ચાલવાનું નથી.
પુષ્ટિ - ઈશ્વર બધું સારું જ કરશે. તમે જલ્દી ઠીક થઈ જશો.
પુષ્ટિના પપ્પા - હા બેટા.
અચાનક તેમનો શ્વાસ રૂંધાવા લાગે છે. બેટા મને છાતીમાં ખુબ જ દુખાવો થાય છે. તું ડોક્ટરને બોલાવી લે.
પુષ્ટિ - હા પપ્પા નીરજ ડોક્ટરને લઈને આવે જ છે. તે પોતાના પપ્પાને પકડી રાખે છે.
નીરજ ડોક્ટરને લઈને આવે છે.
ડોક્ટર - તપાસે છે.
અચાનક પુષ્ટિના પપ્પા સ્થિર બની જાય છે. અને કાંઈ જ બોલતા નથી.
પુષ્ટિ - ડોક્ટર શુ થયું છે પપ્પાને?
ડોક્ટર - આઈ એમ સોરી પણ તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા.
પુષ્ટિ - પર આભ તૂટી પડે છે. શુ શુ કહી રહ્યા છો તમે આ ન બને.
ડોક્ટર - નીરજને ઈશારો કરે છે.
નીરજ - પુષ્ટિ સંભાળ પોતાને આ હકીકત આપણે સ્વિકાર કરવી જોઈએ.
પુષ્ટિ - કેમ સ્વિકારી લઉં ?
પછી બધા પુષ્ટિના મમ્મી પપ્પાના અગ્નિ સંસ્કાર કરી અને ઘરે પાછા ફરે છે.
થોડા દિવસ વીતે છે.
પુષ્ટિ રૂમમાં બેઠી હોય છે. અને નીરજ બહાર હોય છે. નીરજના ફોનમાં રિંગ વાગે છે. પુષ્ટિ ફોન રિસીવ કરે છે.
પુષ્ટિ - હેલો કોણ?
ડોક્ટર - સામેથી વાત કરતા હોય છે. હેલો નીરજ તમે તમારા વાઈફને કહી દીધુંને કે તેમના ફાધર ઠીક થઈ શકે એમ ન હતા.
આ સાંભળી પુષ્ટિ ફોન કટ કરે છે. અને બહાર ગાર્ડનમાં જાય છે. ત્યાં હીંચકા પર બેસી તે ખુબ રડે છે. થોડીવાર પછી તે ચાલતી ચાલતી વિચાર કરે છે કે નીરજ આ વાત શુ કામ મને ન હતા કરતા?
તે નીરજ પાસે આવે છે?
નીરજ - તેની સામે જુએ છે. અને કહે છે શુ થયું?
પુષ્ટિ - મારા પપ્પા ઠીક થઈ શકે એવી કન્ડિશનમાં ન હતા તે તમને ખબર હતી?
નીરજ - પુષ્ટિ તું મારી વાત તો સાંભળ.
પુષ્ટિ - મેં તમને જે પૂછ્યું તેનો જવાબ આપો.
નીરજ - હા.
પુષ્ટિ - તો શુ કામ ન કહ્યું મને?
નીરજ - મારે તારી સાથે વાત કરવી છે.
પુષ્ટિ - જ્યારે વાત કરવાની જરૂર હતી ત્યારે કંઈ કહ્યું નહિ હવે શુ? તે રૂમમાં જતી હોય છે. થોડીવાર પછી તે જોરથી ચીસ પાડે છે.
નીરજ - પુષ્ટિનો હાથ પકડે છે. તું મારી વાત તો સાંભળ.
પુષ્ટિ - મને છોડી દો અને હમણાં મને એકલી જ રહેવા દે જો. પછી તે રૂમમાં જાય છે .
તે ખુબ જ વિલાપ કરે છે.
નીરજ - થોડીવાર પછી રૂમમાં આવે છે.
પુષ્ટિ - સેટી પર બેઠી હોય છે.
તે નીરજને આવતો જુએ છે. અને પછી ફરી જાય છે.
નીરજ - તેના પગ પાસે આવી અને નીચે બેસે છે. અને પુષ્ટિના ખોળામાં માથું ઢાળી રડવા લાગે છે.
પુષ્ટિ - હવે શુ કામ રડો છો. તમે મને વાત શુ કામ ન કરી?
નીરજ - કેમ કે ડોક્ટર અને તારા પપ્પા બંને એ મને ના પાડી હતી. તું તે સમયે આ વાત સાંભળવાની સ્થિતિમાં ન હતી. સોરી બસ. મેં તને કેટલી વાર સોરી કહ્યું?
પુષ્ટિ - તમારા સોરી કહેવાથી મારા પપ્પા પાછા આવશે? હું તમને માફ નહીં કરી શકું.
નીરજ - ઠીક છે. જ્યાં સુધી તું મને માફ નહિ કરીશ ત્યાં સુધી હું નહીં જમીશ.
પુષ્ટિ - જુઓ તમારે કામ કરવાનું હોય છે જમવું અને આ બંને અલગ વાત છે.
નીરજ - ગમે તે થાય. પણ હું નહિ જમીશ.
પુષ્ટિ - જુઓ તમે આમ ન કરશો તબિયત પર અસર કરશે.
નીરજ - ભલે કરે પણ જ્યાં સુધી તું મને માફ નહીં કરીશ ત્યાં સુધી હું નહીં જમીશ... નહિ જમીશ એટલે નહીં જમીશ.
પુષ્ટિ - ઉભા થઈ જાવ.
નીરજ - પણ..
પુષ્ટિ - તમે ઉભા થઈ જાવ.
પછી નીરજ ઉભો થાય છે.
પુષ્ટિ - તેને ભેટી અને ખુબ રડે છે.
નીરજ - સોરી.
પુષ્ટિ - પણ તમે મને વાત શુ કામ ન કરી?
નીરજ - ત્યારે તું ટેન્શનમાં હતી અને આ વાત કહી હું તને વધુ ટેંશન આપવા ન હતો ઇછતો.
પછી બંને એકબીજાની સામે જુએ છે. અને એકબીજાને સોરી કહે છે. અને જાણે કે બંનેની આંખો આજે વાત કરી રહી હોય તેવું લાગતું હતું.
લેખન - જય પંડ્યા