નિત્યા અને કાવ્યા ગ્લોસરીની બધી જ વસ્તુઓ લઈને ઘરે આવ્યા.વસ્તુઓને સ્ટોરરૂમમાં મૂકી નિત્યા જસુબેનની પાસે ડાઈનિંગ ટેબલ પર બેસી.કાવ્યાએ નિત્યાને પાણી આપ્યું.
જસુબેને સાફ કરીને કટ કરેલ પાલક જોઈને કાવ્યાએ નિત્યાને પૂછ્યું,"વાહહ,આજ તો પાલક પનીર બનાવવાનું છે ને નીતુ?"
"હા"
"નીતુ આની જોડે સાદી રોટી નઈ પ્લીઝ"
"તો તું જ નાન બનાવી દે ને"જસુબેને કાવ્યાને કહ્યું.
"મિસ જશોદાબેન પટેલ,જબ દો છોટે બાત કર રહે હો તો કૃપયા બડો કો બીચમે બોલને કિ કોઈ આવશ્યકતા નહિ હૈ"
"એ ચાંપલી,મમ્મીની વાત સાચી છે.આજ તું જ નાન બનાવ.આમ પણ તારે ક્યારેક તો શીખવું પડશે ને"
"હા તો જ્યારે શીખવું પડશે ત્યારે શીખી લઈશ.અત્યારે તો મને શાહી ભોજનની મજા માણવા દો"એટલામાં દેવ નીચે આવ્યો અને પૂછ્યું,"અહીંયા શું ચર્ચા ચાલી રહી છે?"
"પપ્પા,આ બંને સાસુ-વહુ ભેગા થઈને મારા જોડે રસોઈ બનાવડાવે છે"કાવ્યાએ નાના બાળકની જેમ કમ્પ્લેઇન કરતા કહ્યું.
"કેમ ભાઈ મારી ડોટરને એકલીને જમવાનું બનાવવાનું કહો છો?"
"થેંક્યું પપ્પા.મને ખબર હતી કે તમે મારી સાઈડ હશો"
"બેટા,હું એમને એમ કહું છું કે તને એકલીને કેમ,હું પણ તારી સાથે રસોઈ બનાવીશ"
"વ્હોટ??"કાવ્યા અને નિત્યા એક સાથે બોલ્યા.
જસુબેન તો દેવ સામે જોતા જ રહી ગયા.
"આર યૂ સિરિયસ પપ્પા?"
"યા,ઑફકોર્સ.આઈ એમ સિરિયસ.ચાલ આજ આ બંને સેફને બતાવી જ દઈએ કે અસલી માસ્ટર સેફ આપણે છીએ"
"ના હો,બિલકુલ નહીં"નિત્યાએ દેવ અને કાવ્યાને જમવાનું બનાવવાની ના પાડતા કહ્યું.
"પણ કેમ નિત્યા,બનાવા દે ને આજનું ડિનર એ બંનેને"જસુબેન બોલ્યા.
"મમ્મી,દેવ પહેલા એક વાર રસોઈમાં ગયા હતા.યાદ છે ને તમને કે એમણે રસોડાની અને સાથે આખા ઘરની શું હાલત કરી હતી"
"હા,એ તો હું ક્યારેય ન ભૂલી શકું"જસુબેન એ દિવસને યાદ કરતા બોલ્યા.
જસુબેન,દેવ અને નિત્યા ત્રણેય જૂની યાદોમાં ખોવાઈ ગયા જ્યારે દેવે પહેલી વાર મેગી બનાવવા માટે રસોડામાં પગ મૂક્યો હતો.
એ વખતે દેવ અને નિત્યાના મેરેજ નહોતા થયા.
મસ્તી મસ્તીમાં નિત્યાએ દેવને કંઈક બનાવીને ખવડાવવાનું ચેલેન્જ આપ્યું હતું ને એ ચેલેન્જ પૂરું કરવા માટે દેવે મેગી બનાવી હતી.
બધાને યાદોમાં ખોવાયેલા અને એ યાદોને યાદ કરી મનમાં હસતા જોઈને કાવ્યા થોડી ચિડાઈ અને બોલી,"યાર મને તો કહો શું થયું હતું"
"નિત્યાએ મને ચેલેન્જ આપ્યું હતું"
"કેવું ચેલેન્જ?"કાવ્યા ઇન્ટરેસ્ટથી વાત સાંભળી રહી હતી.
"એને એવું લાગતું હતું કે મને રસોડામાં જઈને પાણી ગરમ કરતા પણ નથી આવડતું તો મેં એને બતાવી દીધું કે હું પણ કંઈક કરી શકું છું.મેં બધાને મસ્ત વેજીટેબલ મેગી બનાવીને ખવડાવી હતી"
"હા,જેનો સ્વાદ અમને હજી પણ બહુ જ સારી રીતે યાદ છે"નિત્યા દેવને ટોન્ટ મારતા બોલી.
"કેવી બનાવી હતી મેગી પપ્પાએ?"
"મમ્મી તમે જ કહો કે મેગી કેવી હતી"નિત્યાએ જસુબેનને કહેવાનું કહ્યું.
"તારા પપ્પાએ મેગી બનાવી હતી એમાં કેપ્સિકમ,ઓનીયન,ગાજર,કોબીજ બધું જ હતું.અને મેગીનો દેખાવ તો એવો હતો કે તને હું શું કહું...."જસુબેન આગળ બોલે એ પહેલાં કાવ્યા એક્સાઇટેડ થઈને બોલી,"આય હાય પપ્પા......સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું"કાવ્યાની આવી એક્સાઈટમેન્ટ જોઈ નિત્યા બોલી,"એ હરકપદુંડી હજી આગળ તો સાંભળ"
"મેગીમાં આ બધું જ હતું.ઈનગ્રીડિયન્ટમાં કોઈ કમી નહોતી રાખી પણ....."
"પણ શું જસુ?"
"બધું જ પાણી અને તેલમાં ઉપર જ તરતું હતું"જસુબેન અને નિત્યા જોરથી હસવા લાગ્યા અને એકબીજાને હાયફાય કર્યું.
થોડીવાર માટે તો દેવ અને નિત્યા સવારે જે થયું હતું એ ભૂલી જ ગયા હતા.એ બંને એવું બીહેવ કરતા હતા જાણે કંઈ થયું જ નથી.
"હા હવે,થોડું પાણી વધારે પડી ગયું હતું"
"થોડું જ?"નિત્યાએ દેવની મજાક ઉડાવતા કહ્યું.
"બસ હવે બહુ હસવાની જરૂર નથી.પહેલી વાર કોઈ માણસ રસોડામાં જાય તો આવું બધું તો થયા કરે"
"અને એમાં પણ દેવે પુરા બે કલાક મેગી બનાવવામાં લીધા હતા છેવટે અમને તરતી મેગી જોવા મળી.અને કિચનની હાલત તો જોવા લાયક હતી.શાકમાર્કેટમાં ઘોડા દોડાવ્યા હોય અને બધું વેરવિખેર કરી નાખ્યું હોય એવી હાલત કિચનની થઈ હતી.અને આખા લોટવાળું એપરોન પહેરીને આખા ઘરમાં લોટ લોટ કર્યો એ તો અલગ"
"પણ એમાં લોટનું શું કામ હતું?"કાવ્યાએ પૂછ્યું.
"શું ખબર?.કદાચ એમની રેસીપીમાં યુસ કરતા હશે એ"
"અરે ના,લોટના ડબ્બા પર મારે જે વસ્તુની જરૂર હતી એ મૂક્યું હતું તો એ લેવા જતા બધો લોટ મારી પર પડ્યો"આ સાંભળી કાવ્યા,જસુબેન અને નિત્યા ખડખડાટ હસવા લાગ્યા.
"એટલે જ તો હું દેવને કિચનમાં જવા માટે ના કહું છું"
"દર વખતે એવું ના થાય.એ વખતે હું થોડો મસ્તીખોર પણ હતો અને હવે હું મેચ્યોર થઈ ગયો છું"
"હા,બહુ વધારે પડતા જ"નિત્યાથી ભૂલમાં બોલાઈ તો ગયું પણ બધા એની સામે જોઈ રહ્યા હતા તેથી એ વાત બદલતા બોલી,"ચલો હું ડિનર બનાવવા જાવ છું નહિ તો આમ જ રાત નીકળી જશે"
"ના નીતુ,હવે તો હું અને પપ્પા જ બનાવીશું ડિનર"
"હા,કાવ્યા ઇસ રાઈટ"દેવ સ્ટોરરૂમમાંથી બે એપરોન લઈ આવ્યો.એક કાવ્યાને પહેરાવ્યું અને બીજું પોતે પહેર્યું અને કાવ્યાને કહ્યું,"લેટ્સ ગો"
"યસ પપ્પા,લેટ્સ ગો"નિત્યા એમના રસ્તામાં ઉભી હતી તેથી દેવે હાથથી ઈશારો કરતા કહ્યું,"પ્લીઝ,જવા માટે જગ્યા આપશો?
"નિત્યા વિચિત્ર નજરે દેવને જોઈ રહી અને એ બંનેને કિચનમાં જવા માટે રસ્તો આપ્યો.
દેવ અને કાવ્યા બંને કિચનમાં ગયા.અને જતા જતા કાવ્યા કહેતી ગઈ કે,"અમે જ્યાં સુધી કિચનમાં છીએ ત્યાં સુધી કોઈએ કિચનમાં આવવું નહીં.ડોન્ટ વરી નીતુ,કિચનની સફાઈની જવાબદારી મારી છે"
"ઓકે મેડમ"કહીને નિત્યા જસુબેનની સાથે બેસીને વાત કરવા લાગી.
દેવ અને કાવ્યા જેવા રસોડામાં ગયા એવો જ જોરથી કંઈક પડવાનો અવાજ આવ્યો.જેવો અવાજ આવ્યો કે તરત જ નિત્યા ઉભી થવા ગઈ પણ એને કાવ્યાની કહેલ વાત યાદ આવી કે કોઈએ ઈન્ટરફેર કરવું નહીં એટલે જસુબેન સામે મોઢું બગાડતી નિત્યા પાછી બેસી ગઈ અને બોલી,"મમ્મી,હું સુઈ જાઉં છું.કારણ કે,મને નથી લાગતું કે આપણને આજે ડિનર નસીબ થાય"
"મને પણ ડાઉટ તો છે પણ મારા દીકરા પર ભરોસો રાખવો એ મારું કર્તવ્ય છે"
"વાહ મમ્મી,શું વાત કરી તમે.તો મારું કર્તવ્ય હું પણ નિભાવીશ"
"કેવું કર્તવ્ય?"
"મારી દિકરી પર વિશ્વાસ કરવાનું"
"ઓહહ હા"રસોડામાંથી આવીને દેવ બોલ્યો,"બાય ધ વે નિત્યા,તારા ફોનમાં તારા બોસનો કોલ આવ્યો હતો.તારા માટે ગુડ ન્યુઝ છે.કોલ હિમ નાવ"
"ઓકે"
"હા નિત્યા,હું પણ તને કહેવાનું ભૂલી ગઈ કે તારા સરનો ઘણીવાર ફોન આવ્યો હતો એટલે દેવે ફોન ઉપાડીને વાત કરી લીધી"
"અચ્છા,આમ તો સર ઓફીસ હવર પછી ક્યારેય કોલ નથી કરતા પણ કર્યો હશે તો કંઈ ઈમ્પોર્ટન્ટ વાત હશે.હું એમને કોલ કરીને આવું"
"હા,અને ગુડ ન્યુઝ પણ છે એવું કંઈક કહેતો હતો દેવ"
"હવે કોલ કરું એટલે ખબર"
"હા"નિત્યાનો ફોન ઉપર પડ્યો હતો એટલે નિત્યા એના રૂમમાં ગઈ.એણે એના બોસને કોલ કર્યો.એના બોસે એણે સવારના સક્સેસફૂલ મિશનની વાત કરી.નિત્યા ખુશ થઈ ગઈ.એણે પણ એના બોસને અભિનંદન પાઠવ્યા.બીજી થોડી કામની વાત થઈ.આમ નિત્યાને લગભગ કલાક જેવો કોલ ચાલ્યો.કામની વાત હતી એટલે વાત કરતા કરતા સમયનું ભાન જ ન રહ્યું.
ફોન મૂકીને નિત્યાએ વિચાર્યું કે,"હજી જમવાનું નહિ બન્યું હોય.જો બની ગયું હોત તો નીચેથી કોઈએ એને બોલાવી જ હોત"આમ વિચારીને નિત્યા કપડાં ચેન્જ કરીને પછી નીચે ગઈ.નીચે જઈને જોયું તો નિત્યા ચોંકી ગઈ.પંજાબી સ્ટાઇલ તડકા સાથે પાલક પનીર અને બટર નાન ડાઈનિંગ ટેબલ પર રેડી હતું.પણ કાવ્યા અને જસુબેન ડાઈનિંગ ટેબલ પર નહોતા દેખાઈ રહ્યા.ત્યાં ફક્ત દેવ જ બેસ્યો હતો.આમ જમવાની તૈયાર પ્લેટ જોઈ નિત્યા બોલી,"દેવ સાચું બોલો,તમે જમવાનું બહારથી ઓર્ડર કરી લીધું ને?"
"યાર નિત્યા સાવ આવું,મેં અને તારી ચકલીએ બનાવ્યું છે.તું ટ્રાય તો કર"
"પણ એ અને મમ્મી છે ક્યાં?"
"એ જમીને બસ હમણાં જ એમના રૂમમાં ગયા"
"સોરી,મારો ફોન એટલો લાંબો ચાલ્યો કે મને ટાઇમની ખબર જ ના રહી"
"ઇટ્સ ઓકે,ચલ હવે ટેસ્ટ કરીને કે મને,કેવું બનાવ્યું છે?"
"ઓકે ઓકે"નિત્યા પહેલો કોળિયો એના મોઢામાં મુકવા જ જતી હતી ત્યાં એને અચાનક યાદ આવ્યું એટલે એણે દેવને પૂછ્યું,"તમે જમ્યા?"
"મારી તો ભૂખ જ મટી ગઈ છે આની સ્મેલથી.સાચે જ તમે લોકો મહાન છો.અમે આ કામ રોજ ના કરી શકીએ"
"તો તમે હજી નથી જમ્યા?"
"ના,તારી વેઇટ કરતો હતો"
"કંઈ ખુશીમાં?"
"નિત્યા તું તો એવી વાત કરે છે જાણે મેં પહેલા જમવામાં તારી રાહ જ ન જોઈ હોય"
"જોઈ હશે પણ ઘણો સમય થયો એટલે ભુલાઈ ગયું.બાકી અત્યારે તો હું જ તમારો વેઇટ કરતી બેસી રહું છું"નિત્યા આજે ફૂલ કમ્પ્લેઇન કરવાના મૂડમાં હતી.
"ઓકે હવે જમીશ તું?"
"હા,પણ પહેલા તમે લો"પહેલો કોળિયો દેવને ખવડાવતા કહ્યું.
"હું પછી ખાઈશ,પહેલા તું"
"નોટ એટ ઓલ,હું રિસ્ક નથી લેવા માંગતી.એટલે તમને પહેલા ખવડાવું છું"
"બકા,મમ્મીએ બહુ વખાણ કર્યા છે.બસ હવે તું ચુપચાપ જમી લે"દેવ થોડો ચીડવા લાગ્યો.
"ઓકે ઓકે,હું ખાઉ છું"નિત્યાએ ખાધું.
દેવ નિત્યા શું કહેશે એની રાહ જોઇ રહ્યો હતો પણ નિત્યા તો આંખ બંધ કરીને બેસી ગઈ હતી.
"બોલ ને કેવું લાગ્યું?"
"દેવ,તમે ટેસ્ટ કર્યો?"
"ના કેમ?,કંઈ વધારે કે ઓછું છે.જો એવું હોય તો મમ્મી અને કાવ્યા કેમ કશું બોલ્યા નહીં....."દેવ હજી આગળ કઈ બોલે એ પહેલાં તો નિત્યાએ દેવના મોઢામાં કોળિયો મૂકી દીધો.
ખાતા ખાતા જ દેવ બોલ્યો,"વાવ યાર,જોરદાર બન્યું છે.આઈ લવ ઇટ"
"આઈ ઓલ્સો"એ પછી બંને વાતો કરતા કરતા જમ્યા.
અચાનક દેવ ઉભો થયો અને કાન પકડીને નિત્યા સામે ઉભો રહી ગયો અને બોલ્યો,"સોરી નિત્યા,આઈ એમ રિઅલી વેરી સોરી"