કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ આ વાત છે કાવ્યા અને કૃણાલ નાં કોલેજ સમય ની
કૃણાલ એક નાનકડાં ગામમાં થી ધોરણ ૧૨ કોમર્સ પાસ થયેલ હતો
આખું ગામ અને પરિવાર નું નામ ઊજળું કર્યું હતું
કૃણાલ ને નાનપણ થી ભણવા નો ખૂબ શોખ રહ્યો હતો
ચાર ભાઈ ઓ માથી સૌથી નાનો ભાઇ એટલે કૃણાલ
કૃણાલ તેના માતા અને પિતા અને ત્રણે મોટા ભાઈ નો
ખૂબ લાડકવાયો હતો
અને આખા ગામમા કૃણાલ હોશિયાર અને બધા નો વહાલો હતો
કૃણાલ નું ગામ ખૂબ નાનકડું હતું એટલે ગામના કુલ ૬૦-૭૦જેટલા ઘર હતા
અને નાનકડું ગામ એટલે બધા ખૂબ હળી મળીને આનંદ કરતાં
સૌ સાથે મળીને રહેતા
કૃણાલ તેના ગામ નો પેહલો છોકરો હતો જેને ધોરણ ૧૨ કોમર્સ મા
સમગ્ર જીલ્લા મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું
એટલે ગામ ના લોકો નો હરખ બમણો થયેલ હતો
ધોરણ ૧૨ કોમર્સ પાસ કર્યા પછી કૃણાલ કોલેજ કરવા શહેર મા જવાનો છે તે કૃણાલ ના પરિવાર અને ગામ ના લોકોનું સપનું પૂરું થવા જય રહ્યું હતું
થોડા દિવસો પછી કૃણાલ અને તેના મોટા ભાઈઓ
શહેર મા આવી કોલેજો જોવા નું ચાલુ કર્યું હતુ
કૃણાલ અને તેના મોટા ભાઈ એ શહેર ની ત્રણ - ચાર મોટી કોલેજો જોઈ હતી અને એમાં થી શહેર ની સૌથી મોટી અને ઊંચા દરજ્જાની કોમર્સ કોલેજ પસંદ કરી હતી તે કોલેજ
કૃણાલ અને તેના ભાઈઓ ને ગમી હતી
કૃણાલ અને તેના ભાઈઓ ત્યાં ના પ્રિન્સિપલ ને મળે છે અને પ્રિન્સિપાલે કૃણાલના ધોરણ ૧૨ના માર્કસ અને રીઝલ્ટ જોઈને કોલેજના પ્રિન્સિપલ કુણાલ પર ઇમ્પ્રેસ થયા હતાઅને કુણાલ ને તરત જ એડમિશન કરી આપ્યું હતું
કૃણાલ ને જે કોલેજ ગમી હતી તે ખૂબ અધ્યતન અને આધુનીક સુવિધા સાથે હતી
કોલેજ ની જે સુવિધા હતી તેમાં -એર કન્ડિશન રૂમ કોમ્પ્યુટર લેબ- કેન્ટીન - કેમ્પસ - ઇન્ડોર ગેમ -આઉટડોર ગેમ
આ બધી સુવિધા ઉપલબ્ધ હતી
કૃણાલ પણ કોલેજ જવા માટે ખૂબ આતુર હતો
કૃણાલ ના ગામમા શહેર જવા માટે રોજ વેહલી સવારે બસ આવતી હતી અને કોલેજ જવા માટે તેનો પાસ પણ બનાવી લીધો હતો
કૃણાલ ને કોલેજ જવા માટેની ડોક્યુમેન્ટ પ્રક્રિયા અને કોલેજ ના વિષય પ્રમાણે ના પાઠ્ય પુસ્તકો તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી
બસ હવે રાહ જોવાની હતી કે નવું સત્ર ચાલુ થાય અને કોલેજ શરૂ થઈ જાય
૧૫-૨૦ દિવસ પછી કોલેજ શરૂ થઈ ગયેલ હતી
કોલેજ નો પ્રથમ દિવસ હોવાથી કૃણાલ પણ સવારમાં વહેલો તૈયાર થઈ ગયો હતો ભગવાન પોતાના માતા-પિતા પોતાના ભાઈઓ અને ગામ લોકોના વડીલ લોકોના આશીર્વાદ લઈ લીધા અને કોલેજ જવા માટે બસમાં બેસી ગયો હતો
કૃણાલ જ્યારે પ્રથમ દિવસે કોલેજમાં આવ્યો ત્યારે કોલેજનું વાતાવરણ જોયું અને કુણાલ ને હૃદય ની અંદર એક અલગ જ અહેસાસ થયો હતો કારણ કે
કૃણાલ પોતાની ગામ ની શાળા મા સાંભળ્યું હતું કે શહેર ની કોલેજો મા છોકરા અને છોકરી ઓ તો સાથે ભણતાં હોય
કોલેજ ના કલાસ મા સરખી સંખ્યા મા છોકરા અને છોકરી ઓ હતા
કૃણાલ એ ક્યારેય છોકરા અને છોકરીઓ એકજ ક્લાસ મા
સાથે ભણતાં હોય તેવું જોયું ન હતું માત્ર શહેરો મા હોય તેવું
સાંભળ્યું હતું
કૃણાલ ખૂબ ભાવુક બનીને ક્લાસ ની લાસ્ટ બેંચ પર બેસ્યો હતો
કારણ કૃણાલ ને ક્લાસ મા કોઈ ઓળખતું નહોતું
કૃણાલ માટે તો બધા વિદ્યાર્થીઓ અજાણ્યા જ હતા
બીજા જેટલા છોકરા ઓ અને છોકરી ઓ પોત પોતાના
ગ્રુપ મા એડમિશન સાથે મેળવી ને આવ્યા હતા
કૃણાલ કોલેજ ના પ્રથમ દિવસે જ એક ખૂબસુંદર છોકરી ને તેના ક્લાસ મા આવતા જોવે છે
થોડીવાર મા ક્લાસ ના પ્રોફેસર સાહેબ આવે છે
અને વિદ્યાર્થીઓ નું ક્લાસ મા સ્વાગત અને ઇન્ટ્રોડક્શન કરે છે
ઇન્ટ્રોડક્શન દરમિયાન ક્લાસના દરેક વિદ્યાર્થીઓને પોતપોતાનું નામ અને કય સ્કૂલ અને ક્યાંય થી આવે છે તે બોલવાનું રહે છે
આવી રીતે દરેક વિદ્યાર્થીઓને ક્રમશ વારો આવે છે
એટલામાં કૃણાલ નો પણ વારો આવે છે
કૃણાલ એ વિનમ્રતા થી પોતાનો પરિચય આપે છે
કૃણાલ જે ખૂબસુંદર છોકરી ને જોવે છે તેપણ પોતાનો પરિચય આપે છે
અને તે છોકરી નું નામ કાવ્ય હોય છે
કાવ્યા આખા ક્લાસ અને આખી કોલેજમા ખુબસુંદર હતી
કાવ્યા શહેર ની હતી અને શહેર ની સ્કૂલ મા જ ભણી હતી
કોલેજના થોડા દિવસો જતા રહ્યા કૃણાલ ને પણ કોલેજ ખૂબ ગમી ગઈ હતી અને રેગ્યુલર બસમાં અપડાઉન કરવા લાગ્યો હતો
ધીરે ધીરે કોલેજના અને તેના ક્લાસ ના ઘણા બધા
શહેર ના મિત્રો પણ બની ગયા હતા કૃણાલ રેગ્યુલર કોલેજ આવવા લાગ્યો હતો
કૃણાલ ભણવા મા હોશિયાર તો પહેલેથી જ હતો તેથી તેને
કોલેજ ના લેકચરો કે પ્રોજેક્ટ બનાવવામાં કોઈ વાંધો ન આવતો
કૃણાલ પહેલેથી જ ખૂબ શાંત સરળ અને સૌમ્ય હતો
કૃણાલ ના શાંત અને સરળ અને વિનમ્રતા થી ક્લાસ ના
છોકરાઓ કૃણાલ ના મિત્રો બની ગયા હતા
અને કૃણાલ ને પણ એક સારું ગ્રુપ બની ગયું હતું અને કૃણાલ ના ત્રણ અંગત મિત્રો પણ બની ગયા હતા
કૃણાલ ,આશિષ, જીગર અને રવિ આ ત્રણ મિત્રો હતા
કોલેજ ની સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે ઇન્ડોર એક્ટિવિટી હોય
તે દરેક એક્ટિવિટી હોય તેમા કૃણાલ પાર્ટિસિપેટ થવા લાગ્યો હતો
કૃણાલ કોલેજ ના ત્રણ ચાર મહિના મા કોલેજ અને તેના ક્લાસ ની શાન બની ગયો હતો