નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડાયો પણ મન પર તો નવા વાતાવરણ નો થોડો ડર હતો વિચારો માં ગરકાવ કિસન ને ઘરે વાત કરવાનું બહુ મન થયી આવ્યુ પણ શું કરે ઘરે ફોન જ નોહતો, મન મા જ વિર્ચાયુ કે સૌથી પહેલા ઘરે એક ફોન લગાવવો છે, સાથે તે પણ વિચાર આવ્યો કે કયાં સુઘી હુ ગોપાલ કાકા ના પર બોજ બની રહીશ મારો ખાવાપીવા નો ખર્ચો નીકળી રહે તે માટે મારે નાની મોટી નોકરી તો કરવી જ રહી, એક દ્રઢ નિસ્ચય સાથે કિસને કોલેજ જવા બંગલા બહાર પગ મુક્યો.
પરસો્તમદાસ ખીમજી કોલેજ બહુ દૂર તો નહોતી બસ ચાલી ને પહોંચતા ૧૦ મીનીટ ની સમય નો લાગતો હતો, એક વિશાળ બે માળ ની બિલ્ડિંગ ની કોલેજ હતી મોટું કેમ્પસ, લાઈબ્રેરી, કેન્ટીન, ઓડીટોરીયમ, બધી જ સુવિધા હતી રંગ બે રંગી કપડાં માં છોકરાં છોકરીઓ આમ તેમ ફરતા હતા પોતાની વાત પોતાની જ દુનિયા મા મસ્ત, ચારે બાજુ થી હસીમજાક નો શોર હતો. એક નવી દુ્નયા મા પ્રવેશી રહ્યા નો એહેસાસ થયો કિસન ડર અને થોડી લધુતા ગ્ંથી થી એ ઘીમે ઘીમે બિલ્ડીંગ તરફ આગળ વધ્યો, અચાનક પાછળ થી ધક્કો લાગતા પાછળ જોયુ તો એક ભારે ભરખમ, કાળી ફ્રેમ વળા ચશ્માં, સફેદ ટી શર્ટ અને ખભા પર આડો થેલો ભરાવેલો એક છોકરો પોતાને પડતા બચાવી રહ્યો નજર આવ્યો.
અરે રે સત્યનાશ, આજ પહેલાં દિવસે પડવાનું આવ્યુ સાલું નસીબ માં? કિસન તરફ જોયા વગર જ બોલ્યો શું આ કોલેજ મા આંઘળા લોકો ને પણ એડમિશન આપવા માં આવ્યુ છે કે શું? પોતાના ચશ્માં ઠીક કરતા તેણે ઉપર જોયું.
શોરી ભાઈ પણ હુ તો આગળ હતો જોવાનુ તો તમારે હતુ.
હા તો શું તારે ચાલતી વખતે પાછળ પણ જોઈ લેવાનુ હતુ, સાંભળતા એકદમ જ બન્ને જોર થી હસી પડ્યા.
મારુ નામ આકાશ,તારું?
હુ કિસન
હં નવુ એડમિશન લાગે છે કેમ?
હા ભાઈ કયાં જવુ કોને પુછવુ એ જ નથી સમજાતું.
અરે એમા શું મુંજાવાનુ ચાલ શોધીએ સાથે મળી ને. એક રાહત ની સાંસ સાથે કિસન આકાશ સાથે આગળ વધ્યો. થોડી પુછ પરછ પછી કીસન અને આકાશ કોરીડોર મા લાગેલા નોટીસ બોઁડ આગળ આવી ઊભા રહ્યા. નોટિસ બોર્ડ માં નવા એડમિશન ના લિસ્ટ માં કિસન અને આકાશ નું નામ ક્લાસ નંબર ૨૦ ની આગળ લખ્યું હતું બંને એકબીજાં ની સામે જોઈ બંને મોજ માં આવી ગયા. ક્લાસ નંબર ૨૦ ઉપર છે તેની જાણ થતા બંને એક માળ ચઢી ઉપર આવ્યા ક્લાસ માં આવતા નજીક ની બેન્ચ પર બેસવા ગયા ત્યાં તો એક પાયલ ની છણકાર જેવો અવાજ આવ્યો, આવો આવો તમારું સ્વાગત છે, પણ માફ કરજો આ ક્લાસ માં બેન્ચ પર બેસવા ની કિંમત આપવી પડશે, કિસને અવાજ ની તરફ નજર ફેરવી જોઈ અચરજ પામી ગયો જીભ લડખડાઈ ત ત તમે અહીં??
અદિતિ- કેમ આ કોલેજ માં ફક્ત તમે જ એડમિશન લઈ શકો?
કિશન - ના ના મારો મતલબ એ નહોતો હું તો માત્ર આશ્ચર્ય પામ્યો કે કાલે તમે કઈ ના કીધું કે તમે પણ આજ કોલેજ માં છો, કિસન એક શ્વાસ માં બોલી ગયો. અદિતિ એક નાજુક સ્માઈલ સાથે આગળ આવી ને કિસન તરફ હાથ લંબાવ્યો અને કઈક અંદાજ માં બોલી hello i am Aditi નામ તો સાંભળ્યું હશે ને જોર થી એક ઠહાકા સાથે હસી રહી.કિશન થોડો પાછળ ખસી ગયો કિશન ની જગ્યા એ આકાશે હાથ લંબાવ્યો hello i am Akash જરૂર થી તમે નામ નહીં જ સાંભળ્યું હોય ને ક્લાસ માં બધા જોર જોર થી હસવા લાગ્યા.