A Unique Resume (Season-2) Part-42 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૨

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૨

"ચલો આજ આપણે દેવને સાઈડમાં મૂકીને એક નવું રિલેશન ક્રિએટ કરીએ"અજય ઉભો થઈને નિત્યાની સામે ઉભો રહ્યો અને હાથ આગળ કરતા બોલ્યો.

આ સાંભળી નિત્યા ચોંકીને ઉભી થઇ ગઈ અને બોલી,"વ્હોટ?"

અજય નિત્યાએ એના બોલ્યાનો શું મતલબ નીકાળ્યો એ સમજી ગયો એટલે એ નિત્યાને એક્સ્પ્લેઇન કરતા બોલ્યો,"નો નો નો નો,આઈ ડિડન્ટ મીન ધેટ.તમે જેવું સમજી રહ્યા છો એવું નઈ.મારો કહેવાનો મતલબ એ હતો કે અત્યાર સુધી આપણે દેવના લીધે એકબીજાને ઓળખતા હતા તો હવે આપણે ફ્રેન્ડ બનીને દેવને બાજુમાં મૂકીએ અને આપણી ન્યુ ફ્રેન્ડશીપના લીધે આ તમે તમે કહેવાનું બંધ કરીને આપણા વચ્ચેની ઓકવર્ડનેસને દૂર કરીએ"

"ઓહહ,તો બરાબર"નિત્યાને થોડી હાશ થઈ અને એ પછી ચેરમાં બેસી ગઈ.અજય એમ જ ઉભો રહીને ફ્રેન્ડશીપ કરવા માટે હાથ લંબાવતા બોલ્યો,"નિત્યા,શું તું મારી ફ્રેન્ડ બનીશ?"

જેવો અજયે નિત્યા સામે ફ્રેન્ડશીપ કરવા માટે હાથ લંબાવ્યો કે તરત જ નિત્યાએ અજય સાથે હેન્ડસેક કરી લીધો.અજયને આશ્ચર્ય થયું કે નિત્યા બધું જ સમજી વિચારીને કરે એવી છે તો એ ફ્રેન્ડશીપ કરવા માટે આટલું જલ્દી કેવી રીતે માની ગઈ.અજયના મનમાં આવી બધી ગડમથલ ચાલતી હોવાથી અજયે કનફોર્મ કરવા માટે નિત્યાને પૂછ્યું,"તો હવે આપણે ફ્રેન્ડ ને?"

અજયના સવાલથી નિત્યાના ચહેરા પરની એક્સાઈટમેન્ટ ગાયબ થઈ ગઈ અને એનો હાથ તરત જ પાછો ખેંચી લીધો.નિત્યા વિચારવા લાગી કે,"કઈ પણ વિચાર્યા  વગર મેં કેમ અજયની ફ્રેન્ડશીપ એક્સેપ્ટ કરી લીધી.જ્યારે મને ખબર છે કે આ ફ્રેન્ડશીપથી દેવને..........ના ના..પણ હું અજયને શું કહીશ કે એમના ફ્રેન્ડ અને બીઝનેસ પાર્ટનર એમના વિશે આવું વિચારે છે.પણ મારાથી કેમ આમ હાથ અપાઈ ગયો.કદાચ મારુ મન અજય સાથે મિત્રતા કરવા આતુર છે કારણ કે અજય મને સમજવા લાગ્યા છે.આજ પણ મારા કહ્યા વગર જ એમને મારી ઉદાસી વિશે ખબર પડી ગઈ.અને હું પણ અજય સાથે બેસીને વાતો કરવામાં મારી અને દેવની આરગ્યુમેન્ટ ભલે થોડાક જ ટાઈમ માટે પણ ભૂલી જ ગઈ હતી.કદાચ આ જ કૉમ્ફર્ટનેસ હોય છે દોસ્તીના સંબંધમાં જે પહેલા ક્યારેક મારા અને દેવ વચ્ચે પણ હતી.હવે જાણે ક્યાં ખોવાઈ ગઇ.હું અજયને મારા મિત્ર તો બનાવી જ શકું છું.એમાં મારે કોઈની સાથે સલાહ-સૂચનો લેવાની જરૂર નથી"આટલું વિચારીને નિત્યા ઉભી થઈ અને તરત જ અજય સાથે ફરી હેન્ડસેક કર્યું અને બોલી,"યસ,નાવ વી આર ફ્રેન્ડસ"

અજયે જોરથી આંખો બંધ કરીને બોલ્યો,"ઓહહ....ઓહ માય ગોડ"

"શું થયું?"

"મને લાગ્યું કે હમણાં તમે મને એક લાફો મારશો કે પછી રિસાઈને બેસી જશો"

"આ...આ....આ......આપણી વાત શું થઈ હતી અજય,ફ્રેન્ડશીપ થયા પછી તમે નઈ ઓનલી તું.એટલામાં ભૂલી ગયો તું?"

અજય હસ્યો અને બોલ્યો,"તું પણ યાર,ખરેખર હું ડરી જ ગયો હતો"

"બટ વ્હાય,હું તને ખાઈ થોડી જવાની હતી"

"અરે તે વચ્ચે કેટલો મોટો બ્રેક લીધો હતો.બાય ધ વે,શું વિચારતી હતી એ પોસમાં?"

"કંઈ ખાસ નહીં"

"ઓકે,તો હવે તો આપણે પાક્કું ફ્રેન્ડ ને?"

"હા બાપા,કેટલી વાર કહું"

"તો પછી મને એમ કહે કે ઉદાસ કેમ હતી,કઈ થયું છે?"

"અરે સાચે જ,કંઈ જ નથી થયું"

"ઓકે,તું કે છે તો હું માની લઉં છું.બાકી એક વસ્તુ યાદ રાખજે,હવે આપણે મિત્રો છીએ.તું મને કંઈ પણ કહી શકે છે.તારે જ્યારે પણ જરૂર હશે ત્યારે તારો આ દોસ્ત હંમેશા માટે હાજીર રહેશે"

"ઓકે દોસ્ત,થેંક્યું વેરી મચ"

"દોસ્તી મે નો સોરી,નો થેંક્યું"

"યસ,યૂ આર રાઈટ"

"ઓકે બાય,હવે મારે જવું પડશે"

"હા,મિસ્ટર જોસેફ આવે એટલે હું ઈંફોર્મ કરીશ"

"ઓકે બાય,સી યૂ સુન"

"બાય"

*

રાતના સવા નવ વાગ્યા હતા.દેવ એના રૂમની બાલ્કનીમાં બેસીને કોફી પી રહ્યો હતો અને આકાશમાં જોઈ રહ્યો હતો.એનો ચહેરો એકદમ શાંત જણાઈ રહ્યો હતો પણ મનમાં ઘણું બધું ચાલી રહ્યું હોય એમ આંખો ઝીણી કરીને કંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો.કદાચ સવારે જે નિત્યા અને એની વચ્ચે થયું એના વિશે વિચારી રહ્યો હશે!,કે કદાચ એના કામને લઈને કોઈ ગડમથલ ચાલી રહી હશે!.કારણ કે પુરૂષો હંમેશા આરગ્યુમેન્ટ કે ઝગડા પછી વાતને એમ જ છોડી દે અને સામેવાળા માણસને ઇગ્નોર કરવાનું ચાલુ કરી દે જ્યારે સ્ત્રીઓ વાતનું સમાધાન શોધવા માટે એ જ વાતને વારંવાર વાગોળ્યા કરે અને વાતને જડમૂળથી ખતમ કરવાનો પ્રયત્ન કરે.

દેવ બેસ્યો હતો ત્યારે રૂમમાં ટેબલ પર પડેલ નિત્યાના ફોનમાં રીંગ વાગી.દેવે રૂમની અંદર જાંખ્યું પણ નિત્યા રીંગ સાંભળીને પણ આવી નહીં.દેવ ઉભો થવા જ જતો હતો ત્યાં ફોનની રીંગ બંધ થઈ ગઈ.દેવ ફરી એના પગ ટેબલ પર ટેકવીને આરામથી બેસી ગયો અને આંખો બંધ કરીને કોફીની મજા માણવા લાગ્યો.થોડી વાર પછી ફરી નિત્યાના ફોનમાં રીંગ વાગી.દેવને લાગ્યું કે હવે તો નિત્યા રૂમમાં આવશે જ એટલે એ ફોન રિસીવ કરવા માટે ઉભો ના થયો.પણ રીંગ વાગતી બંધ થઈ ગઈ તો પણ નિત્યા રૂમમાં ન આવી.લગભગ એક-બે મિનિટ પછી ફરી રીંગ વાગી.દેવને થયું કે,"નિત્યાને આટલા બેક ટૂ બેક કોલ કોણ કરતું હશે?.કાવ્યા,હું અને મમ્મી તો ઘરે જ છીએ અને એની ઓફિસમાંથી પણ સાત વાગ્યા પછી ક્યારેય કોલ નથી આવતો તો પછી કોણ નિત્યાને વારંવાર કોલ કરતું હશે.શું અજય..........ના ના,મારે અજય પર આમ શક ના કરવો જોઈએ.આમ પણ આજે હું ગુસ્સામાં બહુ જ વધારે પડતું બોલી ગયો છું.મારે નિત્યા સાથે વાત કરવી પડશે.પણ પહેલા ફોન નિત્યાને આપી આવું.કદાચ કોઈને અરજન્ટ કામ હોય શકે.

દેવે રૂમમાં જઈને ટેબલ પર પડેલ નિત્યાનો ફોન જોયો.હજી રીંગ વાગી જ રહી હતી.ફોન નિત્યાના બોસનો હતો.દેવ તરત જ નિત્યાને ઈંફોર્મ કરવા નીચે ગયો.દેવ નીચે ગયો ત્યારે જસુબેન ડાઈનિંગ ટેબલ પર બેસીને શાકભાજી સુધારી રહ્યા હતા.દેવ સીધો જ રસોડામાં જતો હતો.દેવને રસોડામાં જતો જોઈને જસુબેન બોલ્યા,"કંઈ જોઈએ છે તારે દેવ?"

"ના મમ્મી"

"નિત્યા રસોડામાં નથી"

"પણ તમને કેમ ખબર કે હું નિત્યાને......."

"તું રેર કેસમાં જ રસોડામાં જાય છે.અને જો તને કંઈ જોઈતું ના હોય તો નિત્યા સિવાય બીજું કોઈ કારણ નથી કે તું રસોડામાં જાય"

"વેરી સ્માર્ટ મમ્મી"

"એ તો હું પહેલેથી જ છું"

"તો નિત્યા ક્યાં છે?"

"એ અને કાવ્યા ગ્લોસરી લેવા માટે મોલમાં ગયા છે"

"હું નિત્યાને કેટલી વાર કહું કે કંઈ પણ કામ માટે બહાર જવાની જરૂર નથી.ઓનલાઈન આટલી સરસ સુવિધા તો છે.પણ મારું કહ્યું માને એ બીજા"

"દેવ,એને આ બધા ઘરના કામ જાતે કરવા પસંદ છે.એણે આમાં ખુશી મળે છે તો એને કરવા દે,જે કરતી હોય એ"

"પણ મમ્મી......ચલ છોડ,તું તો એની જ સાઈડ લઈશ ને"

"હા,હંમેશા"

"ઓકે"કહીને દેવ પાછો એના રૂમમાં જતો હતો ત્યાં જસુબેને પૂછ્યું,"શું કામ હતું એ તો બોલ"

"એના ફોનમાં કોલ આવે છે"

"અચ્છા"

"હા"

"કોનો હતો"

"હતો નઈ,ચાલુ જ છે.એના બોસનો ફોન આવે છે.બે-ત્રણ વાર આવ્યો એટલે મને લાગ્યું કે નિત્યાને ઈંફોર્મ કરું.અરજન્ટ કામ હોઈ શકે"

"એને તો આવતા વાર લાગશે.તું જ વાત કરીને કહી દે"

"ગુડ આઈડિયા"

દેવ ફટાફટ એના રૂમમાં ગયો.રીંગ વાગતી તો બંધ થઈ ગઈ હતી પણ દેવે વિચાર્યું કે,"પાછો થોડી વાર પછી સર કોલ કરે એ પહેલાં દેવ એમને જણાવી દે કે નિત્યા ઘરે નથી અને ફોન ઘરે જ ભૂલી ગઈ છે.અને જો કંઈ ઈમરજન્સી હોય તો કાવ્યાનો નંબર આપી દવ"

આવું બધું વિચારીને દેવે નિત્યાના ફોનમાંથી એના બોસનો નંબર ડાયલ કર્યો.જાણે એક ખેડૂત વરસાદની રાહ જોઇને બેસ્યો હોય એમ નિત્યાના બોસ એના ફોનની જ રાહ જોઇને બેસ્યા હોય એમ તરત જ કોલ રિસીવ કરી લીધો અને બોલ્યા,"નિત્યા,કોંગ્રેચ્યુલેશન્સ ડિયર.વી આર સક્સેસફૂલ ઇન અવર પ્લાન"

નિત્યાના બોસ અવાજ પરથી એક્સાઇટેડ જણાઈ રહ્યા હતા.એમની એક્સાઈટમેન્ટને ધ્યાનમાં રાખી દેવે શાંતિથી કહ્યું,"સર,ધીસ ઇસ નોટ નિત્યા.ધીસ ઇસ મી,નિત્યાસ હસબન્ડ દેવ"

"ઓહહ,મિસ્ટર દેવ.હાવ આર યૂ?"

"ઓલ વેલ સર"

"વ્હેર ઇસ નિત્યા?"

"શી ઇસ ગોન આઉટ ફોર શોપિંગ"

"ઓહહ...ઓકે"

"બાય ધ વે,કોંગ્રેચ્યુલેશન્સ ટુ યૂ ટૂ સર"

"થેંક્યું થેંક્યું મિસ્ટર દેવ.યે સબ કમાલ નિત્યા કિ વઝહ સે હુઆ હૈ.આજ સુબહ હમ જીસ કામ કિ વઝહ સે ઓટાવા ગયે થે વો કામ બહુત હિ અચ્છી તરહ સે સક્સેસફૂલ હુઆ.ઇસી લિએ મૈને સબસે પહેલે નિત્યા કો ગુડન્યુઝ દેને કે લિએ કોલ કિયા થા લેકિન......"

"સોરી સર,નિત્યા વિલ બી બેક આફ્ટર સમ ટાઈમ.આઈ ઈમિડીએટલી ઈંફોર્મ હર"

"ઓકે મિસ્ટર ડીપી,નો પ્રૉબ્લેમ.બાય"

"બાય સર"

ફોન મૂકીને દેવ પોતાની સાથે જ વાત કરતા વિચારવા લાગ્યો કે,"નિત્યા સાચું કહેતી હતી.સવારે નિત્યા એની ઓફિસમાં હતી જ નહીં અને હું ગુસ્સામાં જેમ-તેમ બોલી ગયો.આઈ એમ સોરી નિત્યા,મને માફ કરી દે જે.દર વખતે હું તને હર્ટ કરું છું.આઈ એમ રિઅલી સોરી"