Time in Gujarati Short Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે : સમય

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે : સમય

કહેવાય છે કે જો તમારે કોઈને કામ સોંપવું હોય તો જે વ્યકિત ૧૭ કામ કરતી હોય તેને કામ સોંપજો, જેની પાસે બિલકુલ કામ ન હોય તેવી નવરી વ્યકિતને કામ ના સોંપતા નવાઈ લાગે તેવી અને કટાક્ષ ભરેલી વાત લાગે આ તો  તેમાં ભારોભાર સચ્ચાઈ છે. જેની પાસે કરવા માટે સત્તર કામ હશે, તે વ્યક્તિને પોતાના સમયનું મૂલ્ય હશે, તેથી તમે ભરોસો રાખીને પોતાનું કામ તેને સોંપી શકો, જયારે જે વ્યકિત એકદમ નવરી ધૂપ હશે તેના માટે સમય કોઈ વિસાતમાં નહી હોય. તેથી તેને કામ સોંપવામાં પૂરેપૂરું જોખમ! કદાચ તમારું કામ ના પણ થાય ! (મોટે ભાગે ના જ થાય.) ભારતના કરોડો યુવાનો પોતાના જીવનનાં અબજો અમૂલ્ય કલાકો મોબાઈલ ફોન પાછળ વેડફી રહ્યા છે. તે ઘણું જ દુઃખદ છે. આજના યુવાનોને પોતાના સમયની કોઈ કિંમત નથી તે ખેદની વાત છે. આવી લાગણી અનેક લોકોને થાય છે. ભારતનાં માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે અમેરીકા ગયા ત્યારે અમેરીકાને પ્રભાવિત કરીને આવ્યાં. તેમણે અમેરીકામાં વસતાં આપણાં ભારતીયોને સંબોધતા કહ્યું કે ભારત માટે ગૌરવની વાત છે કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. હા યુવા દેશ હોવું એ ગૌરવની, આનંદની અને સિદ્ધિની વાત છે....પણ આપણા યુવાનોનો સમય વેડફાતો હોય તો તે સારી વાત નથી. આ વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે સમય...

સમય એક એવી જડી બુટ્ટી છે જે તમને બધું જ આપી શકે છે. જો તમે આજે સમયને સાચવો તો આવતીકાલે સમય તમને સાચવી લે છે. સમય અખંડ વહેતો પ્રવાહ છે. એ પ્રવાહમાં વહીને આપણે સફળતાં અને સમૃદ્ધિ મેળવવાનાં હોય છે. જિંદગીની પ્રત્યેક ક્ષણનો જે ઉપયોગ કરે છે તે જ મોટાં મોટાં લક્ષ્યાંકો મેળવી શકે છે. ઈતિહાસ બયાન કરે છે કે જેમણે નાની– નાની ક્ષણો સાચવી હોય છે તે જ મોટી મોટી સિદ્ધિઓ પામી શક્યા છે. ભગવાને આ પૃથ્વી પર વસતી દરેક વ્યક્તિને દરરોજ કડકડતી નોટ જેવો ૨૪ કલાકનો દિવસ આપે છે. રોજ સૂરજ ઉગે છે અને સવાર પડે છે અને દરેકને એક દિવસ મળે છે. દરેકને આવો એક જ દિવસ મળે છે. કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખનાં ખભા ઉપર વધારે જવાબદારી હોય એટલે તેને ૫૪ કલાકનો, અભિતાભ બચ્ચને ૪૮ કલાકનો, ધોનીને ૪૨ કલાકનો કે પછી વૈજ્ઞાનિકોને ૩૮ કલાકનો દિવસ નથી મળતો. સમય પાસે બધા સરખા છે. બધાને ૨૪ કલાકનો દિવસ મળે અને દરેક માટે કલાકની મિનિટો પણ એક સરખી જ હોય! બાળક, કિશોર, યુવાન વિદ્યાર્થી કે પછી શિક્ષક, વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, નોકરિયાત કે વેપારી, મજૂર કે શેઠ. પ્રત્યેકને નવો નક્કોર, કોરા ચેક જેવો એક દિવસ મળે જ છે. એ દિવસની પ્રત્યેક ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ જે તે વ્યકિતના હાથની વાત છે. આજનો યુવાન પોતાનો અમૂલ્ય સમય વેડફી રહ્યો છે. મોબાઈલ ફોન નામના એક ઉપકરણે તેને કોમામાં નાખી દીધો છે. મોબાઈલ ફોન હવે યુવાનના શરીરનું જ એક અંગ બની ગયું છે. સેલ ફોન વગર આજના યુવાનનો દિવસ ચાલુ જ નથી થતો. સવાર-સવારમાં મોબાઈલ ફોનનો 'સેલ' વાગે એ પછી જ કરંટ આવે છે અને યુવાનના દિવસનું એન્જીિન ચાલુ થાય છે. મેસેજ, વોટ્સ એપ, ફેસબુક, ચેટિંગ, કોલ અને રીલ્સ, ગીતો અવનવી એપ્સ, વિડીયો અને ઓડિયો કિલપ્સ...બસ જાણે કે મોબાઈલ ફોનને ઓપરેટ કરવા માટે જ આજનો યુવાન જન્મ્યો છે. ચાલતાં, હરતાં ફરતાં, ઉઠતાં બેસતાં સૂતાં-જાગતાં તે મોબાઈલ ફોનને વળગેલો રહે છે અને પોતાનો અમૂલ્ય સમય બરબાદ કરે છે.... આમાં ઘણા અપવાદ હોય છે, જેઓ મોબાઈલ ફોન સહિતની ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે. યુવા મિત્ર, કોઈ પણ ઉપકરણ, યંત્ર કે સાધન કયારેય નબળું કે ખરાબ નથી હોતું. આપણે તેનો ઉપયોગ શા માટે કેવી રીતે અને કેટલો કરીએ તેના પર ઘણો મોટો આધાર હોય છે. મિત્રો, જો કે વાતો કરવાનું સૌને ગમે. એ ખૂબ જ જરૂરી હોય છે. પણ એ વાતો ગામ-ગપાટા, કૂથલી અને નિંદા, ફિલ્મો અને ક્રિકેટની લપ્પન-છપ્પન જ હોય તો યુવાનના હાથમાં શું આવવાનું? યુવાનો પંચાત અને ખપ્પત કરવામાં અનેક કલાકો બગાડે તો તેઓ રાષ્ટ્રીય સંપત્તિનો દુરોપયોગ કરી રહ્યા છે તેમ અચૂક કહેવાય. યુવા મિત્ર એ તો ઊર્જા નો ગોળો છે. તેને તેના સમયનું ચોક્કસ આયોજન કરવું જોઈએ. વિતેલો સમય કયારેય પાછો આવતો નથી. સમયની પ્રત્યેક ક્ષણમાં તેને જીવનરસ માણવાનો છે. તેને કારકિર્દી બનાવવા માટે ઘણું કામ કરવાનું છે. તેને શોખને પોષવા માટે પણ સમય આપવાનો છે. આ અફાટ વિશ્વમાં અનેક નવી નવી બાબતો છે તેના વિશે જાણવાનું અને સમજવાનું છે. સમય એક એવું હથિયાર છે. જેનો ઉપયોગ કરીને તેને જીવનના અનેક ઝંઝાવાતોનો સામનો કરવાનો છે. સફળતાની પહેલી શરત છે. સમયનો મહત્તમ અને શ્રેષ્ઠ ઉપયોગ સફળતા સુધી પહોંચવા દરેકે સમયનું આયોજન અને મેનેજમેન્ટ કરવું જ પડે છે. વિતેલા સમય પર આપણો કોઈ અધીકાર નથી હોતો પણ આવનારી પ્રત્યેક ક્ષણના આપણે માલિક હોઈએ છીએ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તે માટે વૈજ્ઞાનિક ઢબે ચોક્કસ આયોજન કરી શકાય. કઈ પ્રવૃત્તિ માટે કેટલો સમય જોઈએ તે નક્કી કરીને જે-તે પ્રવૃત્તિને સમય ફાળવવાનો નિરર્થક અને ઓછી જરૂરી બાબતો માટે વપરાતા સમય બાબતે ખૂબ જ કડક બનવાનું આ વિશ્વમાં અનેક લોકો એવા જનમ્યા હોય છે જેમનું મુખ્ય કામ લોકોનો સમય બગાડવાનું હોય છે. તમારી આજુબાજુ પણ આવા સમયચોર લોકો હશે જ! તક મળી નથી કે તેઓ તમારા સમયને બરબાદ કરવા માટે ટપકી પડયા નથી ! તેમને તો સમયની કોઈ કિંમત હોતી જ નથી, પણ બીજાનો સમય પણ સાવ જ નકામો છે તેવું તેઓ માને છે. આવા લોકોને તો ખરેખર તો રાષ્ટ્રદ્રોહીઓ જાહેર કરીને તેમના પર કેસ ચલાવવો જોઈએ. પણ એવો કોઈ કાયદો નથી એટલે આપણા હાથ બંધાયેલા છે. પણ આપણો સમય એ આપણી બહુમૂલ્ય સંપત્તિ છે અને તેના પર આપણો અબાધિત અધીકાર છે. આપણા સમયને બીજો કોઈ બગાડી જાય તે ના ચલાવી લેવાય. આપણે એવું વાતાવરણ ઊભું કરવાનું કે આપણા સમયને ચોરવા આવનારી વ્યકિત ઊભી પૂંછડીએ ભાગે, શરૂ થતાં નવા દર અઠવાડિયે, દર સોમવારે સાત દિવસનું આયોજન કરવાનું આયોજન કરવા માટે ફાળવેલી પાંચ મિનિટથી તમને કલાકોનો ફાયદો થશે. સપ્તાહના અંતે તાળો મેળવી લેવાનો કે સમયના આયોજન પ્રમાણે જીવનની ગાડી ચાલી રહી છે કે નહીં, નાની મોટી ચુક હોય તો તેને સુધારી લેવાની હું દરરોજ સુધરવાનો પ્રયાસ કરું છું. કારણ કે ભગવાન આપણને દરરોજ એક નવો દિવસ સુધરવા માટે જ આપે છે ! આપણી જિંદગી સમક્ષ ધરવા માટે, સમયના સર્વોત્તમ ઉપયોગથી બીજી કોઈ શ્રેષ્ઠ ભેટ ના હોઈ શકે !

છેલ્લે : હું ખુબ જ વ્યસ્ત રહું છું તેવું કહેનારા મોટા ભાગનાં લોકો ખરેખર તો અસ્ત વ્યસ્ત હોય છે.

- ઉમાકાન્ત