Mobile's doctor in Gujarati Motivational Stories by મનોજ નાવડીયા books and stories PDF | મોબાઇલનો ડોક્ટર

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોબાઇલનો ડોક્ટર

મોબાઈલનો ડોક્ટર

વ્યસન એ શરીરને ઉંધઈ‌ની જેમ ખાઈ છે.

આ સમય એટલે કે ૨૦ સદીના સમયગાળામાં એક નવો અને ખૂબ ખતરનાક વ્યસનનો‌ રોગ લાગું પડ્યો છે. આ વ્યસન એટલે એક ખરાબ‌ લત, "કુટેવ" જેને માણસ જલ્દી છોડી‌ શક્તો નથી અને એના વગર એ રહી પણ નથી શક્તો. આજે આપણાં જ સમાજમાં ઘણાં બધાં માણસો જુદાં જુદાં વ્યસનો કરતાં જોવા મળે છે. જેમ કે તંબાકુ, પાન માવા, બીડી, સીગારેટ, ગુટખા ખાવાનાં વ્યસની બની ગયાં છે. 

આ‌ જ સુધી ખૂબ જ ઓછાં લોકોએ તંબાકુ, પાન માવા, બીડી, સીગારેટ અને ગુટખા ખાવાનું વ્યસન છોડ્યું છે. આવાં દ્રઢ મનોબળ વાળા માણસને હું હ્દયથી આભાર માનું છું કે એ લોકો વ્યસને છોડી શક્યા છે. આ વ્યસન માણસનાં શરીરને ક્ષણીક જ આનંદ આપે છે. આમ આ મનનાં ક્ષણીક આનંદ માટે એ વારંવાર વ્યસન કરતો બની જાય છે. મારાં જ ઘરની વાત કરું તો મારાં કાકા વચ્ચે વાતો થતી હોય ત્યારે એ કહે કે આજથી મેં માવા ખાવનું છોડી દીધું છે. હવે હું ક્યારેય માવો નહીં ખાવ, પરંતુ ૩-૪ દિવસ જાય ત્યાં પાછા માવા ખાવાનું ચાલું કરી દેતાં હોય છે. આમ આ વ્યસન એ ખૂબ જ મોટી ભયંકર બીમારી જ કહેવાય. આજે આ વ્યસનો સિવાય પણ એક મોટું વ્યસન માર્કેટમા આવી ગયું છે અને એ છે મોબાઇલનું વ્યસન. 

"હજું તો‌ જુનાં વ્યસનો નથી છુટતા ત્યાં તો નવાં વ્યસનો જન્મ લઈ લે છે"

આજે મોબાઈલની‌ લત બધાં લોકોને લાગી છે. બાળકોથી લઇને મોટાંઓ અને વડીલો પણ આમાં બાકાત રહ્યા નથી. લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’ નામની માનસિક બીમારી ખૂબ વધી રહી છે. મનોવૈજ્ઞાનિકોના મત મુજબ તો ભવિષ્યમાં મોબાઇલનું વ્યસન કેફી પદાર્થ કે પીણાઓ કરતા પણ વધુ નુકસાનકારક સાબિત થશે. આજે જ જોવાને જ્યાં જાવ ત્યાં દરેક વ્યક્તિ મોબાઈલની અંદર જ ઘુસેલા રહે છે. કોઈ સગાં સંબંધીઓને ઘરે જઈએ તો બધાં જ દિકરાઓ, દિકરીઓ, માતા, પિતા, દાદા, દાદી પોત પોતાના હાથમાં મોબાઈલ લઈને જોતાં રહેતાં હોય છે. 

જેમ લાકડામાં ઉધઈ લાગી જાય છે અને એ ઉંધઈ ધીરે ધીરે સંપૂર્ણ લાકડાને અંદરથી ખોખલું કરી દે છે. એમ જ આ વ્યસન પણ સંપૂણ માણસનાં શરીરને ધીરે ધીરે મૃત પ્રાયઃ કરી દે છે.

આથી‌ આ બીમારીથી પીડાતા લોકો માટે માર્કેટમાં મોબાઈલના નવા ડોક્ટર આવ્યા છે. જેમ શહેરમાં હાડકાંના ડોક્ટર, કાન, નાક અને ગળાના ડોક્ટરો, હ્દયના ડોક્ટરોની હોસ્પિટલ હોય છે. હાડકાંના ડોક્ટર એટલે હાડકાંમાં થતી બીમારીના ડોક્ટરો, કાન, નાક અને ગળાના ડોક્ટરો એટલે કે કાન, નાક અને ગળામાં થતી બીમારીનો ઇલાજ કરે છે, હ્દયના ડોક્ટર હ્દયમા થતી બીમારીનો ઇલાજ કરે છે. એજ રીતે એક નવો મોબાઈલનો ડોક્ટર, જે મોબાઈલના વપરાશથી થતી બીમારીનો ઈલાજ કરે છે..

મારો દોસ્ત મોબાઇલનો ડોક્ટર છે,
પણ શું કરવું હવે એ કંઈ સુઝતું નથી,

મોબાઇલનું દવાખાનું ખોલ્યું છે,
પણ હજું કોઈ દર્દી‌ આવ્યું નથી,

બધાને મોબાઇલનું બોવ વળગણ છે,
એની બીમારી હવે લોકોથી છુટતી નથી,

બીમારી ઊંડે સુધી મનમાં બેસી ગઈ છે,
હવે દર્દીઓ દવાખાનું શોધી‌ રહ્યાં છે,

એ દર્દીઓને ચીંધ્યું મેં નવું દવાખાનું,
દવા લઈને દર્દી બહાર સાજ ફરે છે,

દવાખાનામાં હવે બોવ ભીડ લાગે છે,
ડોક્ટર પુસ્તકનાં જુદા ટીકડાઓ આપે છે.

મારો એક દોસ્ત છે, જે હજું નવો‌ નવો મોબાઈલનો ડોક્ટર બન્યો હોય છે. આ ડોક્ટર બનવાની સલાહ મેં જ આપેલી હતી. સાચી સલાહ આપવી એ ખૂબ જ મોટી વાત હોય છે. અત્યારે તો સમાજમાં બધાં જ ડોક્ટરોના અલગ અલગ દવાખાનાં હોય છે. પરંતુ પોતે તો એ મોબાઈલનો ડોક્ટર બન્યો છે, એટલે એ મુંજાય જાય‌ છે કે હવે શું કરવું. મેં કહ્યું દોસ્ત નવાં ડોક્ટર માટે શરૂવાત તો કપરી જ હોય છે. આથી મારાં કહેવાથી જ એ સુરત શહેરમાં એક મોબાઇલનું દવાખાનું ખોલે‌ છે.

શરુઆતમા તો મોબાઇલના દવાખાને કોઈ દર્દી આવતુ નથી. પણ મોટાં ભાગનાં લોકો દવાખાનાના બોર્ડને જોઇને અને હસીને હાથમાં રહેલા મોબાઈલને જોતાં જોતાં આગળ જતાં રહે છે. આમ જોતા દેખાય આવે છે કે હવે લોકોમા મોબાઇલનું વળગણ ખૂબ વધ્યું છે. નાના બાળકોથી લઈને યુવાનો અને વૃધ્ધોના હાથમાં પણ ફક્ત મોબાઈલ જ રમતો હોય છે. આ બીમારીની લત એવી લાગી ગઈ છે કે હવે એ છોડી જ શકાતી નથી. 

મોબાઈલના ઉપયોગથી ઘણી બીમારીઓ વધી છે, જેમ કે નોમોફોબીયા જેમાં મોબાઈલ વગર ના‌ રહી શકવાનો ડર, કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જેમાં આંખોની બીમારી, અલ્ઝાઈમર, માથામાં દુઃખાવો, અનિંદ્રા, થાક, આળસ, સ્વભાવમાં ચીડિયાપણું, માનસિક તણાવ, એકાગ્રતાનો અભાવ એવી ઘણી બધી બીમારીઓ. હવે તો આ બીમારીઓ મનમાં એટલે ઉંડે સુધી બેસી ગઈ છે કે હવે બધાં લોકો મોબાઈલના ડોક્ટરને શોધે‌ છે. 

દોસ્ત માટે મેં છાપાંમાં એક જાહેરાત છપાવી દીધી કે "મોબાઇલનો ડોક્ટર" મોબાઈલથી થતી બીમારીનો ઇલાજ કરે છે. આમ બીજાં જ દીવસે ઘણાં બધાં બીમાર લોકો મને રસ્તામા મળે છે અને મેં મારાં દોસ્ત ડોક્ટરનુ સરનામું ચીંધી દીધું. એ લોકો દોસ્તના મોબાઈલના ડોક્ટર પાસે પહોંચી જાય છે અને પાછા સાજા થઈને બહાર નીકળે છે. હવે દવાખાનામાં બોવ જ ભીડ લાગેલી હોય છે. બધાજ દર્દીઓ સાજા થઈ જાય છે, કારણે કે મારો દોસ્ત બધાને મોબાઈલથી દુર રહેવા માટે પુસ્તકના જુદા જુદા ટીકડાઓ આપતો હોય‌ છે. જેવી માણસોની વાંચવાની રુચિ એવાજ પુસ્તકનાં જુદાં જુદાં ટીકડાઓ.

આમ ફક્ત પુસ્તકો વાંચવાથી જ માણસને મોબાઈલથી દુર કરી શકાય છે. ડોક્ટર બીજા નુસખાઓ પણ આપે છે કે, મોબાઈલથી દૂર રહેવા માટે બને તેટલા વધુ પ્રયાસો કરવા જોઈએ, પરિવાર, બાળકો કે વડીલો સાથે વાતચીતમાં સમય પસાર કરવો જોઈએ, ચાલવા જવું, કસરતો કરવી, નવા નવા શોખ કેળવવા જોઈએ, ખાસ તો પુસ્તકાલયોમો વાંચવા જવું જ જોઈએ..


ખૂબ આભાર,

મનોજ નાવડીયા.
Manoj Navadiya 
E-mail: navadiyamanoj62167@gmail.com