A losing bet in Gujarati Love Stories by Jaypandya Pandyajay books and stories PDF | હારેલી બાજી

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હારેલી બાજી

હારેલી બાજી

માધવી પોતાના રૂમમાંથી બહાર નીકળી કિચન તરફ જતી હતી. અને તેનું ઘ્યાન અને મન જાણે સ્થિર હતા નહિ. તેનું ધ્યાન આગલી રાત્રીએ થયેલી લડાઈ તરફ હતું. કૃતાર્થ  એ બાબત માટે માધવીને જ કારણ માનતો  હતા. સૌને એવુ લાગતું હતું કે આ જે કંઈપણ થયું છે તે બધાનું કારણ માધવી છે. આજે માધ્વાર્થ પેલેસનું વાતાવરણ આજે ગમગિન હતું.

માધવીને તે દિવસ આજે પણ યાદ છે કે કૃતાર્થ ઓફિસની ફાઇનાન્સીયલ બુક અને થોડા લેટર લઈને તેની પાસે આવ્યો હતો અને ત્યારે માધવી રૂમમાં બેઠી હતી.

કૃતાર્થ - માધવી માધવી ક્યા છે? 

માધવી - હું અહીં રૂમમાં જ છું બોલોને શુ થયું?  શુ કામ છે?  તે એકદમ સંસ્કારી સુંદર અને કુશળ છે.

કૃતાર્થ - માધવી આ થોડા ડોક્યુંમેન્ટ સાચવીને કબાટમાં મૂકી દે.

માધવી - આ શુ છે? 

કૃતાર્થ - આ ઓફિસના ફાઇનાન્સીયલ ડોક્યુંમેન્ટ છે. તો તું સાચવીને કબાટમાં મૂકી દેજે.

માધવી - હા પાકું.

પછી કૃતાર્થ ચાલ્યો જાય છે. અને માધવી ફાઈલ કબાટમાં મૂકે છે.

બધું નોર્મલ રીતે ચાલતું હતું. અને એક દિવસ અચાનક જાણે પરિસ્થિતિને કંઈક જુદું જ મંજુર હતું.

તે દિવસે માધવી ટેરેસ પરથી નીચે ઉતરતી હોય છે અને ઘરના ટેલિફોનની રિંગ તેને સંભળાય છે. તે ઝડપથી નીચે ઉતરે છે. અને ફોન રિસીવ કરે છે. હેલો કોણ બોલો છો? 

કૃતાર્થ - હેલો માધવી હું છું કૃતાર્થ.

માધવી - હા બોલો.

કૃતાર્થ - તને હમણાં થોડા દિવસ પહેલા એક ફાઈલ મુકવા આપી હતી. યાદ છે તને.

માધવી - હા યાદ છે મેં સાચવીને જ મૂકી છે.

કૃતાર્થ - હું અહીં ઓફિસમાં ક્લાઈન્ટ આવ્યા છે એટલે બીઝી છું  તો તું મને ઓફિસે તે ફાઈલ આપી જઈશ પ્લીઝ.

માધવી - સ્યોર હું હમણાં થોડીવારમાં ઓફિસે આવી અને તમને તે ફાઈલ આપી જઈશ.

કૃતાર્થ - ઠીક છે થૅન્ક્સ રાખું છું.

માધવી - હા.

      પછી માધવી ઝડપથી તે ફાઈલ લેવા માટે પોતાના રૂમમાં જાય છે. અને ડ્રોવરમાંથી ફાઈલ કાઢી તે ઝડપથી સીડી પરથી નીચે ઉતરે છે. અને ઉતાવળમાં ઉતરતી હોવાથી તેનો પગ અચાનક મરડાય જાય છે. અને તેનો હાથ સ્ટેન્ડ પરથી છૂટી જતા તે પગથિયુ ચુકી જાય છે. અને તે નીચે પડી જાય છે. અને ફાઈલ તેના હાથમાંથી છૂટી જાય છે. અને સીડીની ધાર તેની કોણીમાં લાગી જાય છે. અને તેમાંથી લોહી વહેવા લાગે છે. તે ધ્યાન દીધા વિના ઝડપથી ફાઈલ લઈને કૃતાર્થની ઓફિસે જવા માટે નીકળે છે. તે ઝડપથી ગાડી સ્ટાર્ટ કરી કૃતાર્થની ઓફિસે જવા નીકળે છે.રસ્તો સાવ ખરાબ હતો અને ટ્રાફિક પણ વધારે હતું. છતાં તે સ્કૂટી આગળ લે છે. અને ચલાવે છે. અચાનક સામેથી ટ્રક આવે છે અને માધવી ખાડા હોવાથી સ્ટેરીંગનું બેલેન્સ ગુમાવી દે છે. અને પડી જાય છે. પછી ટ્રક ત્યાં ઉભો રહી જાય છે. અને સૌ તેને ઉભી કરે છે. અને ફાઈલના કાગળ ચારે તરફ વિખેરાઈ જાય છે. અને બધા તેને મદદ કરે છે.  છતાં એક પેપર ઉડી જાય છે. માધવીનું ઘ્યાન તે તરફ રહેતું નથી. અને તે ફરિથી ગાડી લઈને કૃતાર્થની ઓફિસે જવા નીકળે છે. અને તે ઓફિસે પહોંચી જાય છે. અને કૃતાર્થની કેબિનમાં જાય છે.

કૃતાર્થ - આવી ગઈ તું થૅન્ક્સ લાવ જલ્દી મારે હમણાં મિટિંગ છે.તારે બેસવું હોય તો બેસ.

માધવી - ના તમારી ફાઈલ તમને મળી ગઈ એજ જરૂરી હતું. અને આમ પણ મારે કામ છે એટલે હું જાવ છું.

કૃતાર્થ - ઓકે ફાઈન રાત્રે મળીએ બાય.

માધવી - ઓકે બાય.

        પછી માધવી  ઘરે જવા નીકળે છે. અને આ તરફ કૃતાર્થ મિટિંગ માટે બેસે છે. તે વિચારે છે.  ફરી ડોક્યુમેન્ટ ચેક કરી લઉં અને તે ફરીથી બધા ડોક્યુંમેન્ટ ચેક કરે છે. તેમાં એન્યુઅલ પરચેસ પેપર તેમાં હોતું નથી. તે થોડીવાર બધું આમથી આમ કરે છે છતાં તેને મળતું નથી. અને તે થોડીવારમાં શોધી શોધી અને કંટાળી જાય છે. તે માધવીને ફોન કરે છે.

માધવી - ફોન રિસીવ કરે છે.

અને સામેથી એકદમ ગુસ્સાથી ભરેલો અવાજ આવે છે.

કૃતાર્થ - માધવી મારા પરચેસનું પેપર કેમ આ ફાઈલમાં નથી?  ક્યા ગયું? 

માધવી - પણ મેં તો બધું વ્યવસ્થિત રીતે જ સાચવીને મૂક્યું હતું. અને આજે તમને આપ્યું ત્યારે જ ફાઈલ લીધી બાકી મેં કોઈ જ ડોક્યુમેન્ટ લીધું નથી.

કૃતાર્થ - થોડીવાર દલીલ કરી અને ફોન કાપી નાંખે છે. અને તે રાત્રે ઘરે આવે છે.

માધવી - સોફા પર બેઠી બેઠી રડતી હતી. અને કૃતાર્થ આવે છે. આવી ગયા તમે એમ કહી તે કૃતાર્થ માટે પાણીનો ગ્લાસ લાવે છે.

કૃતાર્થ - માધવી સામે ગુસ્સાની નજરથી જુએ છે. અને ટ્રે ને જોરથી હાથ મારી તેનો ઘા કરી દે છે. અને ગુસ્સામાં રૂમમાં ચાલ્યો જાય છે. અને માધવી નીચે સોફા પર બેઠી આસું વહાવી રહી હતી અને વગર ભૂલનો પસ્તાવો કરી રહી હતી.

રાત વીતવા લાગે છે અને આ તરફ કૃતાર્થ સુઈ જાય છે. અને આ તરફ  માધવી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તે આખી રાત વીતવા છતાં સૂતી નથી. અને તે કૃતાર્થ જે રીતથી તેની સાથે વર્તન કરતો હતો તે બધું તે એક એક કરતા યાદ કરે છે. અને દુઃખી થાય છે.

આમ જ રાત વીતે છે અને સવાર પડે છે. સવારમાં તે કૃતાર્થ માટે ચા નાસ્તો બનાવે છે. અને રૂમમાં જાય છે. કૃતાર્થ સૂતો હોય છે. અને માધવી તેના બેડ પાસેના ટેબલ પર તે ચા નાસ્તાની ટ્રે મૂકી કૃતાર્થને ઉઠાડે છે.

કૃતાર્થ - માધવી સામે જુએ છે. તો  માધવીની આંખો રડી રડીને લાલ થઈ ચુકી છે. તે થોડીવાર માધવી સામેથી જોઈને ચાલ્યો જાય છે. અને માધવી નીચે જાય છે. કૃતાર્થ તૈયાર થઈને ઓફિસે જવા નીકળી જાય છે. અને માધવી તેને રોકે છે.

માધવી -  તમે નાસ્તો કર્યો?  પૂછે છે પણ કૃતાર્થ કંઈ જ જવાબ આપતો નથી. આગળ ચાલવા લાગે છે. તે કૃતાર્થની પાછળ પાછળ જાય છે. પણ કૃતાર્થ ત્યાંથી નીકળી જાય છે.

આવુ ને આવુ એક અઠવાડિયા સુધી ચાલે છે છતાં ઘરના વાતાવરણ કે કૃતાર્થના બિહેવિયરમાં કોઈ જ ફેરફાર ન હતો. અત્યાર સુધીનું આ બધું જ દ્રશ્ય માધવી યાદ કરે છે. અને પછી ચાલવા લાગે છે. તેને આગલી સાંજની વાત યાદ આવે છે. આગલી સાંજે પણ માધવી ઘરના ગેટ પર ઉભી હતી. થોડીવાર રાહ જોયા બાદ કૃતાર્થ આવી રૂમમાં જતો હોય છે.

માધવી - હું જમવાનું તૈયાર કરું છું ત્યાં તમેં ફ્રેશ થઈ આવો.

કૃતાર્થ - કોઈપણ રીપ્લાય આપ્યા વિના રૂમમાં જાય છે.

થોડીવાર બાદ તે નીચે આવે છે.

કૃતાર્થ - ખુબ જ ગુસ્સામાં હતો.

માધવી -  ચાલો જમવાનું રેડી છે.

કૃતાર્થ - મને ભૂખ નથી.

     છતાં માધવી તેને આગ્રહ કરે છે. બધું જ ઠીક થઈ જશે.

કૃતાર્થ - રાડ પાડીને આ પ્રેમ અને શાંતિના પોટલાં બીજા સામે ખોલજે મારી સામે નહીં સમજી. તું મને શુ સમજે છે કે આ  બાળક છે હું જે કહું તે માનસે  તે ઘ્યાન રાખ્યું હોત તો બધું બરાબર જ હોત તું બને તેટલી મારી સાથે વાત ઓછી કર અને દુર જ રહેજે. એમ બોલી તે રૂમમાં ચાલ્યો જાય છે.

અને આજની રાત પણ કકળાટ સાથે પુરી થાય છે. આ બધું યાદ કરી માધવી સ્ટ્રેસમાં હતી. અચાનક કૃતાર્થ ત્યાંથી નીકળે છે.

માધવી - તેની પાસે જઈને તમે નીચે આવો મેં બ્રેકફાસ્ટ રેડી રાખ્યો છે.

કૃતાર્થ - આ સાંભળી ગુસ્સામાં આવી જાય છે અને પાછળ ફરિ માધવીનો હાથ જોરથી પકડે છે. માધવીને જ્યાં લાગ્યું હતું ત્યાંથી જ ભાર દઈને પકડે છે. અને ગુસ્સે થઈ ઝડપથી ચાલે રાખે છે.

માધવી - ક્યા લઈ જાવ છો મને? અને આમ શુ કામ કરો છો? 

કૃતાર્થ - ઝડપથી તેને લઈ સીડી પરથી ઉતરે છે. અને તેને જોરથી ખેંચે છે. માધવીની રાડ ફાટી જાય છે.

માધવી  - આ આ તમને શુ થઈ ગયું છે?  તમે મારી સાથે આમ શુ કામ કરો છો?  મારાથી એવી શુ ભૂલ થઈ ગઈ?

કૃતાર્થ - શુ ભૂલ થઈ?  અરે તે જે પેપર ખોઈ નાખ્યું છે તેનાથી મારા ક્લાઈન્ટ મને કેટલું સંભળાવે છે?  તારામાં મેંનર્સ સહેજ પણ નથી. જો તારામાં એટલી જ હિંમત હોય તો મારું તે પેપર મને શોધી આપ સમજી એમ રૂઆબથી બોલી કૃતાર્થ ચાલ્યો જાય છે.

માધવી - મારે કંઈપણ કરીને તે પેપર શોધવું પડશે. તે ફરીથી પેલા રસ્તા પર જઈ ત્યાં આજુબાજુમાં બધી દુકાનો, મોલ અને લારીવાળાને એ પેપર  વિશે પૂછે છે પણ બધા ના પાડે છે. અચાનક ત્યાંથી એક પુરુષ નીકળે છે. અને તે માધવી સામે જુએ છે.

પુરુષ - આ મેડમ તો તે દિવસે ગાડી પરથી પડી ગયા હતા તે છે. તેમનું એક પેપર પડી ગયું હતું તે મારી પાસે છે. તેમને પૂછી લઉં કદાચ તેમના કામનું હોય. તે પુરુષ માધવી પાસેથી આવે.

ઓ મેડમ...

માધવી - તે અજાણ્યા પુરુષ પાસે જાય છે. અને કહે છે તમે મને કંઈ કહ્યું ભાઈ? 

પુરુષ - હા તે દિવસે તમારું એક્સીડેન્ટ થયું ત્યારે તમારી ફાઈલ પડી ગઈ હતી. તેમાંથી એક પેપર પડી ગયું હતું. હું તમારી રાહ જોતો હતો કે તમે પાછા મળો તો આપીશ પણ તમે ન મળ્યા આજે દેખાયા તો તમને આપી દઉં આલ્યો.

માધવી - તે પેપર જુએ છે. અને તેના આનંદનો પાર નથી રહેતો. થૅન્ક્યુ થૅન્ક્યુ વેરી મચ હું આ જ પેપર શોધવા આવી હતી. હું તમારો આભાર શી રીતે વ્યક્ત કરું?  માને સમજાતું નથી.

પુરુષ - તેમાં થૅન્ક્સ ન હોય મને લાગ્યું કે તમારા કામનું હશે એટલે મેં તમને આપી દીધું. આમ પણ એક માણસ બીજા માણસની મદદ કરવી એ તો આપણી ફરજ છે. માટે થૅન્ક્સ ન હોય.

માધવી - બધા તમારી જેવા સારા મનના નથી હોતા તમે મારી મોટી તકલીફ દુર કરી નાખી. તે પોતાના પર્સમાંથી 100રૂપિયા કાઢે છે. અને પેલા પુરુષને કહે છે તમારી ઈમાનદારીનું વળતર આલ્યો.

પુરુષ - ના ના એ તો મારી ફરજ છે.

માધવી - પ્લીઝ લઈલો આ તમારી મદદનું વળતર સમજીનેલઈ લો .

પેલો પુરુષ ના પાડે છે છતાં માધવી તેને પૈસા આપે છે. અને ઘરે આવે છે. અને કૃતાર્થની રાહ જુએ છે. કૃતાર્થ આવે છે.

માધવી - બેઠી હોય છે. અને કૃતાર્થ આવે છે. માધવી તેને ગળે વળગી પડે છે.

કૃતાર્થ - આ શુ કરે છે છોડી દે મને એમ ગુસ્સાથી કહે છે.

માધવી - મારી પાસે એક એવી વસ્તુ છે જેથી તમારો ગુસ્સો ઓગળી જશે.

કૃતાર્થ - જો હું મજાકના મૂડમાં નથી. જે કહેવું હોય તે ઝડપથી બોલ.

માધવી - પેલા પેપર તરફ આંગળી ચીંધી કૃતાર્થને કહે છે. સામેથી ટેબલ પર શુ છે જરાં જુઓ તો? 

કૃતાર્થ - ટેબલ પાસે જાય છે. અને પેપર હાથમા લઈને જુએ છે. તે જોઈને હરખાય જાય છે. અને માધવીને ગળે મળે છે. તને આ ક્યાંથી મળ્યું? 

માધવી - બધી વાત માંડીને કરે છે. અને તે પણ ખૂબ જ ખુશ થાય છે.

કૃતાર્થ - થૅન્ક્યુ એન્ડ સોરી મેં તારી સાથે આવુ બિહેવિયર કર્યું.

માધવી - ના ના હું સમજી શકું કે તમને કેટલું ટેન્શન હતું.

કૃતાર્થ - પોતાના ક્લાઈન્ટને ફોન કરી આ જણાવે છે. અને તેની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે.

પછી બંને સાથે જમવા બેસે છે. અને આજે માધ્વાર્થ પેલેસ ઉત્સવનું  આંગણુ બની ગયું અને બધું જ ઠીક થઈ ગયું. બંને ભગવાનને પ્રાર્થના કરે છે, આભાર માને છે. અને કૃતાર્થ ભગવાન અને માધવી બંનેની માફી માંગે છે. મને સમજાય ગયું કે હું જો મારા ઘરની લક્ષ્મીને ખુશ રાખીશ તો મારા જીવનમાં રોજ માટે ઉત્સવ અને સુખ રહેશે. ખરેખર માધવી તું જ મારી સાચી સંપત્તિ છે. બંને આજે ઈશ્વર કૃપાથી ગદગદ થઈ જાય છે.

       અને અંતે માધ્વાર્થની   આ વિરહ વેદના એક સુખી અને આનંદ રૂપી પ્રેમકથામાં  પરોવાય જાય છે. અને  વિરામ લે છે. તેઓ આ હારેલી બાજી જીતી જાય છે.

                                                        લેખન - જય પંડ્યા