A Unique Resume (Season-2) Part-41 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૧

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૧

નિત્યા અને સપનાએ ફાઇલ્સ ડિસ્કસ કરતા કરતા લન્ચ પૂરું કર્યું.પછી નિત્યાએ જેમ જણાવ્યું એ મુજબ સપના એના વર્ક પ્લેસ પર જઇને આગળનું કામ કરવા લાગી.નિત્યા હજી કેન્ટીનમાં જ બેસી હતી.નિત્યા થાકી ગઈ હોય એવું ફીલ કરી રહી હતી.એને કેન્ટીનના ડાઇનિંગ ટેબલ પર માથું ટેકવી લીધું.અચાનક પાછળથી આવીને કોઈએ નિત્યાને પૂછ્યું,"મેમ,કેન આઈ શીટ હિઅર પ્લીઝ?"

નિત્યાએ માથું ઊંચું કરીને જોયું અને બોલી,"ઓહહ અજય.....તમે સાચે જ અહીંયા છો?"

"હા કેમ?"

"નથિંગ"

"મને કેમ એવું લાગે છે કે આ નથિંગ પાછળ ઘણું બધું છુપાયેલું છે"

"એવું કંઈ નથી"

"તમે મને સપનામાં જોયો કે શું?"

"અરે ના,એક્ચ્યુઅલી......."નિત્યા આગળ બોલવા જતી જ હતી પણ એ અટકી ગઈ અને સવાલ બદલી નાખ્યો,"બોલો,તમે અને અહીંયા?"

"હા,હું જરા કામથી આવ્યો હતો.અહીંયા મિસ્ટર જોસેફ છે એ મારા સારા ફ્રેન્ડ છે અને અમારી કંપનીના બધા જ ન્યુઝ એ કવર કરે છે તો એમને અપડેટેડ ડેટા આપવા માટે આવ્યો હતો"

"ઓહહ.....બટ મિસ્ટર જોસેફ તો હમણાં થોડોક ટાઈમ લિવ પર છે"

"યસ....હું અહીંયા આવ્યો પછી મને આ વાત ખબર પડી"

"બરાબર,તો હવે?"

"કંઈ નહીં.....આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય અમે કશું જ કરી શકીએ એમ નથી"

"હમમ"

"આર યૂ ઓકે?"અચાનક અજયે નિત્યાને પૂછ્યું.

નિત્યા અજયના સવાલથી થોડી હેરાન થઈ ગઈ અને મનમાં વિચારવા લાગી કે,"આમને મારા કહ્યા વગર કેવી રીતે ખબર પડી કે આઈ એમ નોટ ઓકે"પછી પોતાની જાતને જ ટોકતા મનમાં જ બોલવા લાગી,"નિત્યા....બહુ ના વિચાર,એમ જ પૂછ્યું હશે"

નિત્યાને પોતાના વિચારોમાં ખોવાયેલી જોઈને અજય બોલ્યો,"ઓ હેલ્લો મેડમ,ક્યાં ખોવાઈ ગયા?"

નિત્યાએ પોતાના મનની ગડમથલમાંથી બહાર નીકળીને પૂછ્યું,"વોટ વિલ યૂ ટેક,કોફી ઓર સમ જ્યુસ ઓર ટી......"

"આ કેન્ટીનમાં સ્પેશિયલ શું મળે છે?"

"આઈ ડોન્ટ નો"

"વ્હોટ?"અજયે સરપ્રાઇઝ થઈને પૂછ્યું.

"યા,આઈ ડોન્ટ નો"

"તમે અહીંયા આટલા સમયથી કામ કરો છો તો પણ તમને એ નથી ખબર કે અહીંયા શું સ્પેશિયલ મળે છે.મતલબ કે તમે અહિયાનું કંઈ જ ટ્રાય નથી કર્યું?"અજયે નિત્યાને પૂછ્યું.

"બિલકુલ નઈ,હું મારુ ટિફિન ઘરેથી જ બનાવીને લઈને આવું છું"

"ઓહહ માય ગોડ,સિરિયસલી?"

"હા,કેમ?"

"કંઈ નહીં"

"મને પણ એવું લાગે છે કે આ કંઈ નહીં પાછળ ઘણું બધું છુપાયેલું છે"

"વાહહ બોસ વાહહ,મેરા ડાયલોગ મુજહી પર ભારી"

આ વાત પર બંને હસ્યા.

"બાય ધ વે,હેવ યૂ હેડ લન્ચ?"અજયે નિત્યાને પૂછ્યું.

"યસ"

"ઑહકે"

"કેમ?"

"મને બહુ જ ભૂખ લાગી છે તો તમારા ટીફીનમાં કંઈ બચ્યું હોય તો......"અજયે નિત્યાના ટિફિન તરફ ઈશારો કરતા કહ્યું.

"છે તો ખરું પણ......."

"પણ શું?"

"અમારું જૂઠું તમે ખાસો....એ સારું ના લાગે.અને......"

નિત્યા ટિફિન હાથમાં લઈને કંઈક બોલવા જતી હતી પણ એ પહેલાં જ અજય બોલ્યો,"એન્ડ વ્હોટ?"

"આ ટિફિન પણ મારુ નથી"

"તો કોનું છે?"

"સપના"

"એને જમી લીધું?"

"હા"

"તો પછી લાવ"અજયે નિત્યાના હાથમાંથી ટિફિન લઈ લીધું અને ટિફિન ખોલ્યું.વેઇટર પાસેથી પ્લેટ મંગાવી અને જમવાનું કાઢીને ખાવા લાગ્યો.નિત્યા અજયને જોતી જ રહી ગઈ.

નિત્યાને આમ પોતાની તરફ જોતી જોઈને અજય બોલ્યો,"તમે એમ વિચારતા હશો કે હું કેટલો ભુખ્ખડ ટાઇપનો માણસ છું નઈ?"

"નો,આઈ ડિડન્ટ થિંક સો"

"તો....."

"હું એમ વિચારતી હતી કે અત્યારના સમયમાં મેં લોકોને ફાઈવસ્ટાર હોટેલમાં ખાવા માટે તરફળતા જોયા છે પણ તમે આ ઘરનું બનાવેલ ટિફિન જોઈને જ ખુશ થઈ ગયા અને કંઈ પણ વિચાર્યા વગર ખાવા લાગ્યા"

"જેને જે વસ્તુ ના મળતી હોય એને જ એ વસ્તુની સૌથી વધારે કદર હોય"

"સાચી વાત છે"

"એમાં એવું છે કે મને હોમમેડ જમવાનું રેરલી જમવા મળે છે.તો જ્યાં મળે છે ત્યાં તૂટી પડું છું"

"તો તમે રોજ બહારથી જ જમવાનું ઓર્ડર કરો છો?"

"હા,અમુક વાર જાતે કંઈક બનાવવાનો ટ્રાય કરી લવ પણ તમારા લોકો જેવું તો ના જ બને"

"આઈ ડોન્ટ થિંક સો"

"મતલબ?"અજય નોનસ્ટોપ ખાતા ખાતા વાત કરી રહ્યો હતો.

"મતલબ કે મોટી મોટી ફાઈવ સ્ટાર હોટેલ્સના કુક મેલ હોય છે તો તમે પણ સારું જમવાનું બનાવી શકો છો"

"હા,પણ મને કોઈ સાથે રહીને શીખવવાવાળું હોય તો જલ્દી ફાવે,બાકી ફોનમાં તો હું રેસિપી જોવા માટે ખોલું તો કેટલાય મેઈલ કે કોલ આવી જાય એટલે એમાં મારુ ધ્યાન કિચનમાંથી કામમાં જતું રહે અને જો રસોઈ બનાવતા બનાવતા આવા અખતરા થાય એટલે તો પછી જમવાનું કેવું બને એનો અંદાજો તમે લગાવી જ શકો છો"

"હા,ધેટ્સ ટ્રુ.તમે કુકિંગ ક્લાસીસ જોઈન કરી લો ને"

"આઈડિયા સારો છે પણ એના માટે ટાઈમ નથી"

"જો તમારે હોમમેડ ફૂડ ખાવું હોય તો શીખવું તો પડશે જ ને.ફ્યુચરમાં તમારી વાઇફને પણ તમારા હાથનું જમવાનું નસીબ થશે"નિત્યાએ મજાક કરતા કહ્યું.

"હાહાહાહા,જોક સારો હતો"અજયે ખોટું ખોટું હસતા કહ્યું.

"મારી ફ્રેન્ડ દિપાલી...જે કાલ ડિનર માટે આવી હતી યાદ છે"

"હા,માનુજની વાઈફ"

"હા,એ જ દિપાલી.એ કુકિંગ ક્લાસીસ ચલાવે છે.તમારી ઈચ્છા બદલાઈ જાય તો મને કહેજો હું દિપાલી સાથે વાત કરી લઈશ"

"સ્યોર સ્યોર,અત્યારે તો આમાં...."અજય આગળ બોલવા જ જતો હતો ત્યાં એને અચાનક ઉધરસ આવવા લાગી.કદાચ જમતી વખતે બોલવામાં જમવાનું શ્વાસનળીમાં જવાને કારણે અજયને જોર જોરથી ઉધરસ ચાલુ થઈ ગઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય એવું પણ થવા લાગ્યું.નિત્યા એની જગ્યાએથી ઉભી થઇ અને ટેબલ પર પડેલ જગમાંથી ગ્લાસમાં પાણી કાઢ્યું અને અજયને આપતા કહ્યું,"અજય....આર યૂ ઓકે?"

અજય બોલી શકતો ન હતો પણ એ ઈશારમાં જ કહેવા માંગતો હતો કે,"પોતે ઠીક છે"

નિત્યા અજયની પીઠ પર હાથ ફેરવવા લાગી અને બોલી,"અજય,તમે જરા ઉપરની તરફ જોવો અને થોડુંક પાણી પીવો"

અજયે નિત્યાએ કહ્યું હતું એમ જ કર્યું.હવે અજયને ઉધરસ ઓછી થઈ અને થોડી રાહત થઈ હતી.

નિત્યાએ ફરી પૂછ્યું,"અજય,આર યૂ ઓકે?"

"યા...યા,આઈ એમ ફાઇન.થેંક્યું"

"ઇટ્સ ઓલ રાઈટ"એટલામાં ત્યાં સપના આવી અને બોલી,"મેમ,બાતો બાતો મેં હમારા ટિફિન એક્સચેન્જ હો ગયા થા"

"હા"

"લિજીયે,યે આપકા હૈ"નિત્યાએ સપનાને એનું ટિફિન આપતા કહ્યું,"આજ તો તુમ્હે ઘર જા કર અપના ટિફિન સાફ નહિ કરના પડેગા"

"ક્યૂ?"

"ક્યુકી,આપકા બચા-કુચા સારા ખાના મૈને ખતમ કર લિયા"અજય સપનાને જણાવતા બોલ્યો.

"ઓહહ,બાય ધ વે....આપકી તારીફ"સપનાએ અજયને ઓળખાણ પૂછતાં કહ્યું.

"હેલો મિસ સપના,આઈ એમ અજય.નિત્યાસ હસબન્ડસ બીઝનેસ પાર્ટનર"

"નાઇસ ટુ મીટ યૂ સર"

"સર?"

"આપ દેવ સર કે બીઝનેસ પાર્ટનર હો તો આપ ભી મેરે સર હુએ"

"અરે તુમ મુજે સિર્ફ અજય કેહ કે હી બુલાના"

"ઓકે સર"

"ફિર સર"

"સોરી....ગલતી સે નિકલ ગયા"

"મજાક કર રહા હૂ,ઇટ્સ ઓલ રાઈટ.બૈઠો ના તુમ"

"નહિ,મુજે થોડા કામ હૈ તો મેં ચલતી હૂ.મેં યે ટિફિન મેમ કો વાપસ કરને આયી થી"

"થેંક્યું વેરી મચ સપના,ખાના બહોત હી બઢીયા થા"

"નોટ નિડેડ અજય"સપના સ્માઈલ કરતા કરતા કહેતી ગઈ.

નિત્યા બેસીને અજય અને સપનાને જોઈ રહી હતી અને એ બંનેની વાતચીત સાંભળીને વિચારી રહી હતી કે,"અજય બધાની સાથે કેટલું ફ્રેન્ડલી રહે છે.સપના સાથે પણ આજ પહેલી વાર મુલાકાત થઈ એમની પણ છતાં બંને વર્ષો જુના ફ્રેન્ડ હોય એવો બીહેવ કરી રહ્યા હતા"

નિત્યાને લોસ્ટ જોઈને અજય બોલ્યો,"નિત્યા તમે પાછા વિચારોમાં ખોવાઈ ગયા"

"આ,તમે મને તમે કહીને કેમ બોલાવો છો,આઈ થિંક હું તમારાથી એજમાં નાની હોઈશ"

"કારણ કે તમે પણ મને તમે કહીને બોલાવો છો"

"પણ....."

"પણ શું,હું તમારી એજ તો નહીં પૂછું પણ તમને બીજું કંઈક કહેવા માગું છું"

"યસ,ટેલ મી"

"ચલો આજ આપણે દેવને સાઈડમાં મૂકીને એક નવું રિલેશન ક્રિએટ કરીએ"અજય ઉભો થઈને નિત્યાની સામે ઉભો રહ્યો અને હાથ આગળ કરતા બોલ્યો.

આ સાંભળી નિત્યા ચોંકીને ઉભી થઇ ગઈ અને બોલી,"વ્હોટ?"

અજય નિત્યાએ એના બોલ્યાનો શું મતલબ નીકાળ્યો એ સમજી ગયો એટલે એ નિત્યાને એક્સ્પ્લેઇન કરતા બોલ્યો,"નો નો નો નો,આઈ ડિડન્ટ મીન ધેટ.તમે જેવું સમજી રહ્યા છો એવું નઈ.મારો કહેવાનો મતલબ એ હતો કે અત્યાર સુધી આપણે દેવના લીધે એકબીજાને ઓળખતા હતા તો હવે આપણે ફ્રેન્ડ બનીને દેવને બાજુમાં મૂકીએ અને આપણી ન્યુ ફ્રેન્ડશીપના લીધે આ તમે તમે કહેવાનું બંધ કરીને આપણા વચ્ચેની ઓકવર્ડનેસને દૂર કરીએ"

"ઓહહ,તો બરાબર"નિત્યાને થોડી હાશ થઈ અને એ પછી ચેરમાં બેસી ગઈ.અજય એમ જ ઉભો રહીને ફ્રેન્ડશીપ માટે હાથ લંબાવતા બોલ્યો,"નિત્યા,શું તું મારી ફ્રેન્ડ બનીશ?"