Analog Space Mission in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | એનેલોગ સ્પેસ મીશન

Featured Books
Categories
Share

એનેલોગ સ્પેસ મીશન

ઇશરોનું દેશનું પહેલું એનેલોગ સ્પેસ મીશન

લેહ, લદ્દાખમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મહત્વનું મીશન
ભારતના મૂન મીશન માટે એનેલોગ સ્પેસ મીશન સૌથી મહત્વનો ભાગ ભજવશે
હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટર આકા સ્ટુડિયો, લદ્દાખ યુનિવર્સિટી, આઇઆઇટી બોમ્બે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે મીશનનું સંચાલન

ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ પ્રથમ એનેલોગ સ્પેસ મીશન લેહ, લદ્દાખમાં શરૂ કર્યું છે. આ મિશન હેઠળ ઇસરો લેહમાં એક એવી જગ્યા બનાવશે, જે અન્ય ગ્રહની સ્થિતિ જેવી હશે. જેના થકી ઇસરો પૃથ્વીથી દૂરના સ્થળોએ બેઝ સ્ટેશનોમાં આવતા પડકારોનો સામનો કરવા માટે સજ્જતાનું પરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત આવનારા દિવસોમાં ઘણા મહત્વપૂર્ણ મિશનની તૈયારી કરી રહ્યું છે.
ભારતના સૌથી મહત્વના ગગનયાન મિશનને આ એનેલોગ સ્પેસ મીશન સૌથી વધારે મદદરૂપ થશે. ગગનયાન મીશન હેઠળ ભારત પ્રથમ વખત યાત્રીને અવકાશમાં મોકલવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, લેહમાં આવા એનેલોગ સ્પેસ મીશનની તૈયારી મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં આ એનેલોગ સ્પેસ મીશન વિવિધ અવકાશી પદાર્થો પરના મિશન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. એનેલોગ સ્પેસ મીશન થકી અવકાશયાત્રીઓને તાલીમ મળશે. ઘણી સંસ્થાઓ એનેલોગ સ્પેસ મીશનમાં સહયોગ કરી રહી છે. આ પૈકી હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટર આકા સ્ટુડિયો, જે ગગનયાન પ્રોજેક્ટનું સંચાલન કરી રહ્યું છે. તે ઉપરાંત લદ્દાખ યુનિવર્સિટી, આઇઆઇટી બોમ્બે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે.

એનેલોગ સ્પેસ મીશન શું છે?
ઇશરો દ્વારા લેહમાં શરૂ કરવામાં આવેલા પ્રથમ એનેલોગ સ્પેસ મીશન પોતાનામાં એક મોટો પ્રયોગ છે, વાસ્તવમાં, અવકાશની ભાષામાં, એનેલોગ સ્પેસ મીશનએ વાસ્તવિક મીશનની નકલ જેવું છે. આ હેઠળ, વૈજ્ઞાનિકો એવી જગ્યા પસંદ કરે છે, જે અવકાશ અથવા કોઈપણ અવકાશી પદાર્થના વાતાવરણ જેવું હોય છે. આ સ્થાનો પછીથી નિર્ધારિત ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવે છે. જેથી અવકાશયાત્રીઓ અથવા અન્ય અવકાશી પદાર્થોની મુલાકાત લેનારાઓને સમાન સ્થળોએ તાલીમ આપી શકાય.

એનેલોગ સ્પેસ મીશન માટે જ લદ્દાખ શા માટે?
લદ્દાખ તેની ભૌગોલિક વિશેષતાઓ માટે મહત્વપૂર્ણ છે. અહીંની સ્થિતિઓ અમુક અંશે ચંદ્ર અને મંગળની સ્થિતિ સાથે મેળ ખાય છે. ઠંડા અને શુષ્ક વાતાવરણ અને ઊંચાઈવાળા વિસ્તારને વિવિધ ટેક્નોલોજીના પરીક્ષણ અને લાંબા ગાળાના અવકાશ મિશન માટેની તૈયારીઓ માટે યોગ્ય ગણવામાં આવે છે. લદ્દાખ ઠંડો રણ છે. જાે જાેવામાં આવે તો, અહીંની આબોહવા રણ અને આર્કટિક પ્રદેશોનું મિશ્રણ છે. આ પ્રદેશનું તાપમાન ઉનાળામાં ૩ થી ૩૫ સેલ્સીયસ અને શિયાળામાં -૨૦ થી -૩૫ સેલ્સીયસ સુધી હોય છે. આ પ્રદેશમાં શિયાળા દરમિયાન ભારે હિમવર્ષા થાય છે. નાસા કહે છે કે, એનાલોગ મિશન એ એવા સ્થાનોમાં ક્ષેત્ર પરીક્ષણો છે જે અત્યંત અવકાશ વાતાવરણ જેવું લાગે છે.

મિશન દરમિયાન શું થશે?
ઇસરોની તૈયારીઓ દ્વારા, આ એનેલોગ સ્પેસ મીશનમાં સહભાગીઓ અન્ય ગ્રહો અને અવકાશી પદાર્થોમાં રહેવા યોગ્ય પરિસ્થિતિઓનો અનુભવ કરશે. તે અહીં છે કે તેઓ ભવિષ્યના અવકાશ મિશન માટે તૈયાર કરાશે. વૈજ્ઞાનિકો આવી સ્થિતિમાં મુકાયા બાદ ક્રૂ મેમ્બર્સની મેનેજમેન્ટ અને માનસિક સ્થિતિ પર નજર રાખશે.

પરીક્ષણો કેવી રીતે હાથ ધરાશે?
આ મિશન દ્વારા નવી ટેકનોલોજી, રોબોટિક ઉપકરણો, રોબોટિક વાહનો, રહેઠાણ, સંચાર, વીજ ઉત્પાદન, ગતિશીલતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટોરેજની તપાસ કરાશે. આ મિશન એ પણ જાેશે કે, અન્ય ગ્રહો પર પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને ખતરનાક હવામાનમાં માનવ વર્તન કેવી રીતે બદલાય છે. જેના આધારે જ્યારે રિયલ મીશન હાથ ધરવામાં આવે ત્યારે શું મુશ્કેલી આવશે અને તેનો સામનો કઇ રીતે કરવો તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં રિયલ મીશન સમયે નાણા અને સમયનો વેડફાટ ન થાય.

આ મિશનનો હેતુ શું છે?
મિશનનો હેતુ લદ્દાખના કઠોર આબોહવા અને ભૌગોલિક ભૂપ્રદેશમાં મંગળ અને ચંદ્ર જેવી પરિસ્થિતિઓનું અનુકરણ કરવાનો છે. આ મિશન અવકાશયાત્રીઓને અવકાશીય પદાર્થોની આત્યંતિક પરિસ્થિતિઓમાં સામનો કરતા પડકારોની નકલ કરવાનો પ્રયાસ કરે છે. નાસાના એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો અવકાશમાં ઉપયોગમાં લેવાતા પહેલા કઠોર વાતાવરણમાં પરીક્ષણ માટેની આવશ્યકતાઓ એકત્ર કરવા માટે સરકારી એજન્સીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગો સાથે કામ કરે છે. તેજ રીતે ઇસરો પણ કામ કરી રહ્યું છે. અવકાશમાં રોકાણ કરતા પહેલા પૃથ્વી પર સમાન વાતાવરણનું અનુકરણ કરીને સમય, નાણાં અને માનવશક્તિ બચાવવાનો હેતુ છે. એનાલોગ મિશન અમને એસ્ટરોઇડ, મંગળ અને ચંદ્રના નજીકના ગાળાના અને ભાવિ સંશોધન માટે તૈયાર કરે છે.