Prem thay ke karay? Part - 36 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 36

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 36

લાગણીઓ 

કાલે બપોરે જમવામાં નીતાબેનની કહેલી વાતો કેવિનનાં મનમાં ખૂંચી રહી છે. નીતાએ મારા મમ્મી પપ્પાને અમદાવાદ બોલાવાનું કેમ કહ્યું? તેને ખબર છે કે હું માનવીને નહીં પણ તેને દિલ દઈ બેઠો છું. તો પછી તેને માનવી આગળ મારી સગાઈની વાત કેમ કરવાનું કહ્યું? આમ પણ આજે નહીં તો કાલે માનવીને સાચી વાતની જાણ થઈ જ જવાની છે તો પછી નીતા આટલું બધું નાટક કેમ કરી રહી હતી કે પછી હું તેને હવે પસંદ નથી રહ્યો? વિચારોનું વંટોળ કેવિનનાં મગજમાં ઘૂમી રહ્યું છે.

"કંઈ જ ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે?" કેવિન ઓફિસમાં ટેબલ પર હાથમાં રહેલી બોલપેન પછાડતા બોલે છે. ત્યાં તેની નજર બાજુમાં પડેલા મોબાઈલ પર જાય છે. તે નીતાને કોલ કરવાનું વિચારે છે. તે ફોનમાંથી નીતાને કોલ કરે છે.

                                  ***

નીતાબેન રસોડામાં ટિફિન બનાવી રહ્યાં છે, પણ તેમનું ધ્યાન હવે પહેલા જેવું ટિફિન બનાવવામાં નથી રહ્યું. તે દાળમાં મીઠું નાખવાનું ભૂલી જાય છે ક્યાં તો પછી શાકમાં મરચું વધારે પડી જાય છે. જેની ફરિયાદ છેલ્લા થોડાક દિવસથી સોમાકાકા તરફથી અનેકવાર તેમને મળી ચુકી છે. 

"મમ્મી મરચું અને મીઠું બરાબર નાખજે. નહીંતર પાછા સોમાકાકા પાસેથી ફરિયાદ આવશે, પણ મને એમ કહે કે એવું તો શું થયું છે કે રસોઈની રાણીનાં હાથની બનેલી રસોઈમાં ફરિયાદો હમણાંથી વધી રહી છે." માનવી રોટલીનો લોટ બાંધતા બાંધતા તેની મમ્મીને ટકોર કરે છે.

નીતાબેનનું ધ્યાન બીજે ક્યાંક છે. તેમને માનવીની વાત સંભળાતી નથી.

"એ મમ્મી શું તું બહેરી થઈ ગઈ છે? " માનવી ઊંચા અવાજે બોલે છે.

" ના ના બોલ શું કહેતી હતી કહે? "

"કંઈ નહિ." માનવી વાત ટાળી દે છે.

ત્યાં જ નીતાબેનના ફોનમાં રિંગ વાગે છે, પણ બેધ્યાન બનેલા નીતાબેનને ફોનની રિંગ સંભળાતી નથી. માનવી તેની મમ્મી સામે જોવે છે.

"એ બહેરી. તારા ફોનની રિંગ વાગે છે. શું થયું છે તને આજકાલ સાવ ગાંડા જેવું વર્તન કરે છે." માનવી એની મમ્મીનાં કામથી ચિડાઈને બોલે છે.

નીતાબેન માનવીની વાત સાંભળીને તરત જબકીને હાથ લૂછીને બહાર રૂમમાં પડેલા ફોન પાસે પહોંચે ત્યાં તો ફોનની રિંગ બંધ થઈ જાય છે. નીતાબેન ફોન હાથમાં લઈ પાછો મૂકે ત્યાં ફરીથી રિંગ વાગે છે.

નીતાબેન સ્ક્રીન પર કેવિનનું નામ જોઈને તેમના ચહેરા પર પરસેવો છૂટી જાય છે. તે તરત જ ફોન કટ કરી દે છે.

                               ***

" નીતાએ મારો ફોન કટ કરી દીધો! મારો ફોન!" કેવિન ફરીથી ટ્રાય કરે છે.

                               ***

નીતાબેન ફરીથી કેવિનનો ફોન જોઈને કટ કરી દે છે. તેમના ધબકારા વધવા લાગે છે. લાગે છે કે કાલની વાતનો જવાબ સાંભળવા તે કોલ કરી રહ્યો છે, પણ આને કેમ કરી સમજાવું કે આપણા લગ્ન શક્ય નથી. શું કરું? નીતાબેન આગળ કંઈ વિચારે ત્યાં ફરીથી રિંગ વાગવા લાગે છે. નીતાબેન ફરીથી ફોન કટ કરી દે છે.

"કોણ છે મમ્મી ઘડીએ ઘડીયે ફોન કરી રહ્યું છે. તું પણ ફોન ઉપાડી જે હોય જવાબ આપી દે ને." માનવી રસોડામાંથી તેની મમ્મીને વણમાંગી સલાહ આપે છે.

"કંઈ નહિ બેટા આ લોન અને ક્રેડિટ કાર્ડવાળા ફોન કરી રહ્યા છે." નીતાબેન એક જૂઠ છુપાવવા બીજા અન્ય જૂઠ બોલી રહ્યા છે.

"તો એમાં કંઈ નહિ એ નંબર બ્લોકમાં નાખી દે. એટલે બીજીવાર કોલ જ ના આવે." માનવી તેની મમ્મીને એક સૂચન કરે છે.

નીતાબેનનાં મગજમાં એક જબકારો થાય છે. કે માનવીની વાત તો સાચી છે. તે કેવિનનો નંબર બ્લોકમાં નાખી દે છે.

                                ***

કેવિન ફરી એકવાર ફોન ટ્રાય કરે છે, પણ તેનો નંબર આ વખતે બ્લોકમાં બોલતા જ તે ગુસ્સામાં આવી જાય છે.

"મારો નંબર બ્લોકમાં નાખ્યો, પણ કેમ? તું તો મને પ્રેમ કરે છે?" કેવિન મનોમન ગુસ્સામાં બબડીને લંચ બ્રેકમાં નીતાબેનનાં ઘરે જઈ રૂબરૂ વાત કરવાનું વિચારે છે.

                                ***

નીતાબેન રાહતનો શ્વાસ લઈને રસોડામાં જઈને ટિફિન બનવવા લાગી જાય છે. નીતાબેનનાં ચહેરા પર ચિંતાઓની રેખાઓ જોઈને માનવી સવાલ પૂછે છે.

"મમ્મી તારી તબિયત તો ઠીક છે ને? કંઈ ટેન્શન જેવું છે?"

" ના ના બેટા આ તો ગરમીનાં કારણે જરાક નબળાઈ જેવું લાગી રહ્યું છે એટલે."

"એક કામ કર તું જઈને આરામ કર. હું તારા માટે મસ્ત મજાનું લીંબુ પાણી બનાવી લાવું." તેની મમ્મીની ના હોવા છતાં તે તેની મમ્મીનો હાથ પકડીને રૂમમાં જઈને સોફા પર બેસાડી ને રસોડામાં તે લીંબુ પાણી બનાવવા આવે છે.

નીતાબેન માનવીની એક દીકરી તરીકેની લાગણીઓ જોઈને રડી પડે છે. કે હું જ મારી દીકરી સાથે વિશ્વાસઘાત કરી રહ્યું છું? શું હું એક મા કહેવાને લાયક પણ છું? જે દીકરી મારી આટલી કાળજી લઈ રહી છે તેને ખબર પડશે કે તેની મા જ...
નીતાબેનની આંખો વરસી પડે છે.


                                                                ક્રમશ :