Rani ni Haveli - 6 in Gujarati Fiction Stories by jigeesh prajapati books and stories PDF | રાણીની હવેલી - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રાણીની હવેલી - 6

તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને ભયાનક અનુભવ્યું હતું. કંઈ સમજાતું ન હતું કે શું થયું હતું. મયંક તે પળ યાદ કરે છે જ્યારે તે અને નેહા હવેલી ની મુલાકાત લેવા સાથે ગયા હતા અને બંનેને બિહામણો અનુભવ થયો હતો. શરીર તો નેહાનું હતું પરંતુ અવાજ નેહા ન હતો. જાણે કોઈ આત્માએ નેહાના શરીરમાં પ્રવેશ કર્યો હોય. પરંતુ જાણે આટલું મયંક માટે પૂરતું ન હતું. આટલા ભયાનક અનુભવ બાદ પણ મયંક આ હકીકત સ્વીકારવા તૈયાર ન હતો. તેણે કોઈ દિવસ ભૂતપ્રેતમાં વિશ્વાસ કર્યો ન હતો અને અચાનક આવું કંઈ થાય તે કઈ રીતે સ્વીકારી શકાય? આ જરૂર કોઈ મજાક જ હોવો જોઈએ. મયંક ને તો એવું લાગતું હતું કે નેહાએ જ પોતાને ડરાવવા માટે, બદલો લેવા માટે અવાજ બદલીને તેની સાથે આવો ગંદો મજાક કર્યો હતો. આથી તે બીજા દિવસે વાતની ખરાઈ કરવા માટે ફરી એકવાર હવેલીમાં જવાનું નક્કી કર્યુ હતુ અને તે પણ એકલો, નેહા કે નૈતિકા કોઈને પણ જાણ કર્યા વગર જેથી તે સાબિત કરી શકે કે તે સાચો હતો કે દુનિયામાં ભૂત પ્રેત જેવું કંઈ હોતું નથી. પરંતુ તેની આ ધારણા ખોટી પડે છે. બીજી વાર જ્યારે તે એકલો અંદર ગયો હતો ત્યારે તેને પહેલા કરતા પણ વધારે ભયાનક અનુભવ થાય છે. હવેલીમાં પ્રવેશે છે ત્યાં સુધી તો બધું બરાબર હતું પણ જેવો તે પુસ્તકાલયમાં પ્રવેશ કરે છે ત્યારે જાણે અચાનક હવાનો રુખ બદલાય છે. મહેલની વિકરાળ  શાંતિ તેના વિચારો પર કાબુ મેળવી લે છે. તે કંઈ પણ અનુભવવાનું બંધ કરી દે છે. અચાનક ઓરડાના એક ખૂણેથી હવામાંથી કંઈક પ્રગટ થાય છે અને અતિવેગથી તે વસ્તુ તેની અંદરથી આરપાર પસાર થઈ જાય છે. એટલી પ્રચંડ ગતિ અને એટલો વેગ જાણે કે તેના કાન ફાટી ગયા અને તે બેહોશ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. 

ત્યારબાદ મયંકને પણ યાદ નથી હોતું કે તે કેટલો સમય સુધી ત્યાં બેભાન રહ્યો હતો. જેવો તે હોશમાં આવે છે તેવો તરત જ ફટાફટ હવેલીની બહાર નીકળી ઘર તરફ પોતાની મોટરસાયકલ દોડાવી મૂકી હતી.

અત્યારે તે એક નાનકડા રેસ્ટોરન્ટ પાસે બેઠો બેઠો નેહા નો ઇન્તેજાર કરી રહ્યો હોય છે. તેને ખબર હતી કે દર વખતની જેમ નેહા તેણીએ આપેલા સમય કરતા મોડા જ આવવાની છે.તેના મગજમાં વિચારોની ટ્રેન દોડી રહી હતી.એટલામાં જ નેહા ત્યાં આવી પહોંચે છે.તેણી પોતાની સ્કુટી પાર્ક કરી મયંકના ટેબલ પાસે સામે પડેલ ખુરશી પર ગોઠ્વાઈ જાય છે.

“અરે સોરી યાર આવતા મોડું થઈ ગયું. નેહા આવતા વેંત દર વખતની જેમ મોડું આવવા બદલ માફી માંગે છે. “આમેય તું કયા દિવસે છે સમયસર આવે છે?”  મયંક કટાક્ષ કરતા પોતાની ચાય પીવાનું ચાલુ રાખે છે. “બકવાસ કર્યા વગર કંઇક ઓર્ડર કર ભૂખ લાગી છે.”  બંને જણા નાસ્તાનો ઓર્ડર કરે છે અને નાસ્તો પતાવે છે.  “બોલ હવે શું મહત્વની વાત કરવાની હતી તારે?”  મયંક નેહાને પૂછે છે. સવારે નેહાએ મયંકને ફોન કરી કંઈક ખાસ વાત કરવા માટે આ રેસ્ટોરન્ટ પાસે મળવાનું નક્કી કર્યું હતું. “મારે તને મને આવેલા સ્વપ્ન વિશે વાત કરવી છે.”  નેહા જાણે કંઈક રહસ્યમય વાર્તા કહેતી હોય તેમ શરૂઆત કરે છે. “સ્વપ્ન?” મયંક આશ્ચર્યસહ પૂછે છે.“હા મને ખબર છે તું આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતો પણ તે હવેલી સાચે શાપિત જ છે અને તેમાં સાચે જ આત્મા છે.”  “સારો મજાક છે” આમ તો મયંકને પણ હવે મનોમન લાગવા માંડ્યુ હતું કે હવેલીમાં કંઈક ગરબડ જરૂર છે પરંતુ જો તે આ વાત સ્વીકારે તો તેની ઈજ્જતનો કચરો થાય તેમ હતો આથી તે સ્વીકારવા ને બદલે વિરોધ કરવાનું ચાલુ રાખે છે.“મજાક નથી આઈ એમ સિરિયસ.” નેહા સાથે જ ગંભીરતાથી વાત કરી રહી હતી. “અચ્છા સારુ આગળ તો બોલ હવે.” મયંક ટીખળ કરતો હોય તેમ મંદ હાસ્ય આપે છે.

“મેં જોયું કે આપણે બંને હવેલીમાં ગયા અને ત્યાં પેલી આત્મા હતી કે જે ગમે તેનું રૂપ લઈ શકે છે અને ગમે તેના શરીરની અંદર પ્રવેશ કરી શકે છે. તેને આપણા પર હુમલો કર્યો ને આપણા બંનેને મારી નાખ્યા” નેહાએ લાંબુ ખેંચ્યા વગર જેમતેમ ટૂંકમાં પતાવ્યુ.”મારુ માન તો આપણે આ પ્રોજેક્ટ ડ્રોપ કરીએ નહિતર આપણે આપણી જિંદગીથી હાથ ધોઇ બેસશું. ટ્રસ્ટ મી આ બીજું કંઈ નહીં પણ આત્મા વતી આપણને એક ચેતવણી છે.” નેહા એ ઉમેર્યુ.  “વ્હોટ નોનસેન્સ. આ રીતે સ્વપ્નમાં આવેલી વાત માની લેવી તે તો એક મૂર્ખામી થશે. ઈટ ઇઝ જસ્ટ અ ડ્રીમ યાર” નેહાએ પ્રોજેક્ટ ડ્રોપ કરવાની જે વાત કરી તે મયંકને ગમી ન હતી.  “અચ્છા તો પેલા દિવસે આપણી સાથે જે થયું હતું તે શું હતું? તે તો કોઈ સ્વપ્ન ન  હતું ને?”  નેહા પૂછે છે. મયંક પાસે આનો કોઈ જવાબ ન હતો. “બોલને તે શું હતું? ચુપ કેમ છે?” નેહા મયંક નો હાથ પકડી ફરી પૂછે છે. 

“આઈ નો તે કંઈક અજુગતું જરૂર હતું પણ તેનાથી એ પુરવાર નથી થતું કે તે હવેલી શાપિત છે.”  મયંક જાણે હજી પણ હકીકત સ્વીકારવા તૈયાર ન હોય તેમ કંટાળીને જવાબ આપે છે“તે જ મને કહ્યું હતું કે તે અવાજ મારો ન હતો. અવાજ મારો ન હતો તો બીજા કોનો હતો? મારા સિવાય ત્યા બીજું કોણ હતું? તે આત્મા જ હતી મયંક “ નેહા દલીલ કરવાનું ચાલુ રાખે છે“નેહા તારી દવા ચાલુ છે ને?” મયંક નેહાની વાત કાપતા પૂછે છે. મયંકનો આ અણધાર્યો  સવાલ સાંભળી નેહાના ચહેરા પર ગુસ્સાના ભાવ ફરી વળી છે. તે બરાબર જાણતી હતી કે મયંક આ વાત જરુરથી વચ્ચે લાવશે. તે ધારદાર નજરે મયંકને જુએ છે. નેહાની ધારદાર નજર મયંકને અહેસાસ કરાવવા માટે કાફી હતી કે તેણે ખોટો સવાલ પૂછી નાખ્યો હતો જેનો અફસોસ મયંકના ચહેરા પર દેખાતો હતો“જો નેહા તને ઠેસ  પહોંચાડવાનો મારો કોઈ એવો ખોટો ઈરાદો ન હતો. આઈ વોસ જસ્ટ સેયિંગ ધેટ કે ધેયર માઈટ બી એ પોસીબીલીટી”“સેની પોસીબીલીટી?  નેહા થોડા ઊંચા અવાજે પૂછે છે“એ જ કે તને એવો  કોઈ માનસિક આઘાત લાગ્યો હોય અને તેના કારણે આવું કંઈ થયું હોય” “યુ નો વોટ મારે તારા સાથે કંઈ વાત જ નથી કરવી અને મને આ પ્રોજેક્ટમાં પણ હવે ઇન્ટરેસ્ટ નથી ઓકે” નેહા કંટાળીને ગુસ્સે થઈને કહે છે.“ પ્લીઝ નેહા ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મારી વાત સમજવાનો પ્રયત્ન કર. આ પ્રોજેક્ટ આપણા બંને માટે જરૂરી છે અને આવી શંકા માત્ર થી આપણી આ તક જતી ન કરી શકીએ”  મયંક ના આવા શબ્દોથી નેહાનું ગુસ્સો થોડો ઓછો થાય છે. “આઈ નો બટ ધીસ ઇઝ નોટ નોર્મલ. આપણે આને ઇગ્નોર પણ ન કરી શકીએ. આપણે આના વિષે કંઈક વિચારવું જોઇએ.”  “યા ઓફ કોર્સ. આપણે જરૂર કંઈક વિચારશું. ડોન્ટ વરી”. 

“તને વાંધો ન હોય તો મારી પાસે એક આઈડિયા છે.” “કેવો આઈડિયા?” મયંક પૂછે છે.“આપણે અભયને મળીએ તો?”  “અભય એટલે પેલો બાવો?” મયંક આચાર્ય થી પૂછે છે

“હા તે બાવો. આ બધી વાતોમાં તે જ્ઞાની છે. તે જરૂરથી આપણને કંઈક રસ્તો બતાવશે.” નેહાની આંખોમાં  આશા હતી“ઠીક છે”  જોઈએ મયંકની ઈચ્છા તો ન હતી પરંતુ અભયનું નામ સાંભળતા તે ના ન પાડી શક્યો. કારણ કે તે પોતે પણ હવે માનવા માંડ્યો હતો કે હવેલીમાં કંઈક અજુગતું તો જરૂર છે. અભય જમાનાનો ખાધેલ માણસ હતો. તેની પાસેથી કંઈક રસ્તો મળવાની આશા જરૂર હતી. નેહાએ ખરા ટાઈમે અભયનું નામ યાદ કરી ખૂબ સારું કામ કર્યું હતું. “ઠીક છે આપણે અભય ને મળશું.” મયંકના મનનો અજ્ઞાત ખૂણો જાણે તરત જ અભયને મળવા માની જાય છે. “પણ આપણને અભય મળશે ક્યાં?” નેહા પૂછે છે.

“તેની ચિંતા તુ ના કર, તેનો કોન્ટેક હું કરી લઈશ.”એવામાં નેહા નો ફોન રણકે છે. નેહાને કંઈક કામ હોવાથી મયંકની વિદાય લે છે. નેહાના ગયા બાદ થોડીવાર સુધી મયંક એકલો બેઠો બેઠો વિચારતો બેસી રહે છે. તે સેલ ફોનમાંથી કોઈકને ફોન જોડે છે. સામાન્ય વાતચીત કર્યા પછી તે ફોનમાં પૂછે છે અભય ક્યાં મળશે?  અને સામેથી જવાબ મળે છે કે “ દક્ષિણ દિશામાં આવેલા જંગલોની નજીક”  મયંકને આ સાંભળી જરાય આશ્ચર્ય થતુ નથી કારણકે અભય વ્યક્તિ જ એવો વિચિત્ર હતો. તે સાથે જ તેના મનમાં કેટલાય વિચારો દોડી જાય છે. મનોમન તે અભયને મળવાનો આખો પ્લાન વિચારી કાઢે છે. તેના મનમાં માત્ર અત્યારે એક જ સવાલ રમતો હતો કે શું આ સમસ્યાનો કોઈ રસ્તો મળશે ખરો?