Aaspaas ni Vato Khas - 1 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

આસપાસની વાતો ખાસ - 1

પ્રસ્તાવના

આપણી આસપાસ ધબકતું જનજીવન ચારે તરફ જીવિત હોય છે. આંખ કાન ખુલ્લાં રાખીએ તો કંઇક નવું જોવા કાળું જાય જેનું વાર્તાકરણ કરીએ. ક્યારેક ઓચિંતી કોઈ જીવતી જાગતી વાર્તા સામેથી આપણી સમક્ષ આવી જાય છે.

કોઈ પ્લોટ કે પ્રોમ્પ્ટ પરથી વાર્તા લખો તો ચોક્કસ રોચક બને, લેખકને પણ લખવાની મઝા આવે. પણ આ જીવતા જાગતા પ્રોમ્પ્ટ પરથી સુઝેલી નાની મોટી વાર્તાઓ લખવાની તો મઝા આવી જ, મને ખાત્રી છે કે સહુને વાંચવાની પણ અવશ્ય મઝા આવશે.

વાર્તાઓ પૈકી કેટલીક ટુંકી તો કેટલીક લાંબી, વર્ણન ની જરૂરિયાત મુજબ છે. મોટે ભાગે રમૂજ નો તિખારો આવી જાય એવી ઘણી વાર્તાઓ તો છે જ, સાથે  કેટલીક વાર્તાઓ સ્પર્શીય છે. વાંચ્યા પછી મગજમાં ઘૂમતી રહે એવી.

બધી જ ઘટનાઓ સાચી છે. એક વાર્તા 'લેણીયત કે દેણીયાત ' સિવાય. એ વાર્તા એક જૂની લોકકથા કે દંતકથા છે. એમાં આખરે સંદેશ મળે છે કે ધન કરતાં સંતાન, કુટુંબ વધુ અગત્યનાં છે. ધન લોભી શેઠની વાત વાંચી પ્રશ્ન ઉઠે જ કે સંતાન અગત્યનું કે સંપત્તિ? 

વડોદરા માં બે વર્ષ અગાઉ તેમ જ તાજેતરમાં પુર શહેરમાં પ્રવેશેલાં તેમાં મગરો પણ આવી ગયેલા. એ વાત અને એક અંગ્રેજી ફિલ્મ ના પ્લોટ ને મિક્સ કરી પ્રથમ વાર્તા વિઘ્ન હર્તા  રચી છે.

ઓનલાઇન  ખરીદીના જમાનામાં પણ ઘર પાસેની શેરીમાં નો, અંગત સંબંધ ધરાવતો વેપારી ક્યારેક વધુ ઉપયોગી થઇ પડે એ વાત ઓનલાઇન ઓફ્લાઈન વાર્તામાં છે.

બસમાં પાકીટ ભૂલી ગયેલી કોલેજીયન છોકરી ની વહારે એક ગરીબ કારીગર યુવતી આવે છે, કોઈ જ ઓળખાણ વગર અને પછી પણ ક્યારેય મળતી  નથી એ ઘટના માનવીય લાગણીઓની વાત છે જે ભારતમાં જ શક્ય છે.7

ડોકટર ઉપર ગયા, મોટા ઘરની વહુ, ઘોડો લાવ્યા, મહાપુરુષ, ફાંકડી વગેરે રમુજી વાતો છે જે ક્યાંક સાચે બનેલી, કોઈએ કહેલી છે. 

કોઈ વાત હ્રદય સોંસરવી ઉતરી જાય એવી છે જેમ કે પીઝાનો ટુકડો કે અન્નપૂર્ણા. અથવા એ બે એક સ્વરૂપ જેમાં પત્નીને ગુમાવેલો પતિ તેની યાદ જીવંત રાખવા ફોટો સાથે ને સાથે રાખે છે .

આવકાર વાર્તા અગાઉ એક કહાની સિરિયલ દૂરદર્શન પર આવતી તેમાનાં  એક એપિસોડ પર થી લીધેલ છે. કુષ્ઠ રોગ થી મુક્ત થયેલ પ્રૌઢ નારી ઘેર પરત ફરતાં સહુનો સ્નેહ ઝંખે છે જ્યારે મળે છે ફક્ત તિરસ્કાર, એ પણ મૌન રીતે. એ વાત હલબલાવી જાય છે.

વીમા એજન્ટ આપણને આપણી  જરૂરિયાત મુજબ યોગ્ય પોલિસી આપનારા હોવા જોઈએ પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે પોતાને વધુ કમિશન મળે એવી અને વધુ રકમની પોલિસીઓ પકડાવી પોતે તો ઈનામ અકરામ જીતે છે પણ બિચારો પોલિસી લેનાર આર્થિક ભીંસમાં આવી પડે છે તેની વાત છે.

હસતું ગુલાબ એક સરકારી અધિકારી અને તેની પત્ની ના અતૂટ સ્નેહ અને એ બેયના ઘરમાં ઉગાડેલા ફૂલો પ્રત્યેના સ્નેહની છે. પત્નીને બાગ ગમે છે પણ બદલી થતાં નિરાશ થઈ બધું મૂકી ચાલી નીકળવું પડે છે ત્યાં કોઈ ચમત્કાર થાય છે.

સ્વામી અધ્યાત્મ આનંદ એક યોગ ગુરુ તો હતા જ, એમણે યોગ સાથે જીવનમાં યાદ રાખવા જેવી પાઠ પોતાના વર્તન દ્વારા દર્શાવ્યો એની વાત 'વહેંચીને ખાઈએ ' માં છે .


આમ આ બધી વાતો આપણી આસપાસમાં બનેલી છે પણ કોઈ ખાસ સંદેશ કે ટચ ધરાવે છે એટલે જ આ સંગ્રહનું શીર્ષક આપ્યું ' આસપાસની વાતો ખાસ '.  આપણાં રોજબરોજના જીવનની ઘટનાઓમાં થી જ મળેલી કેટલીક ખાસ વાતોનું વાર્તા કરણ  અત્રે કર્યું છે.

વાચકોને જકડી રાખે તેવી વાર્તાઓનો આ સંગ્રહ જીવંત ઘટનાઓ આધારિત હોઈ સહુને  અવશ્ય ગમશે જ. તો માણીએ આ વાર્તા સંગ્રહ આસપાસ ની વાતો ખાસ.

***